"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કોઈને ખબર નથી!

હું ક્યાં છું કોઈને ખબર નથી,

હું ત્યાં છું કોઈને ખબર  નથી.

 

અંધારી રાતના  આંસુ ટપકે!

તે હસી તે કોઈને ખબર નથી.

 

કાગડી કાળો કેર કરે  અહીં!

સિંહ ઊંઘે કોઈને ખબર નથી.

 

વાંઝણી વાતો કરતી  રહી!

દે તાળી કોઈને ખબર નથી.

 

એ છોરી કુંવારી રહી  ગઈ!

લે ભાઈ કોઈને ખબર નથી.

 

હું તું ને તે એકલાંજ રહ્યાં!

સીમ રડે કોઈને ખબર નથી.

 

ચાલ નગરને છોડી  જઈએ,

શ્વાન રડે કોઈને ખબર નથી.

જાન્યુઆરી 30, 2012 Posted by | સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: