"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

જુવાનીને જોશ આવ્યું!

જુવાનીને  જોશ આવ્યું,

 કુદી કુદી ઠેક્યું ઝાડથી પહાડ પર,

 રોક્યું રોકાઈ નહી, ટોક્યું ટોકાઈ નહી.

 

સુરજને સાદ દઈ,

 ચાંદનીને હાક દઈ,

ધરતીની ધમકાવી, સિંહ ગર્જના કરી  દોડ્યું.

 

આકાશને નાથી,

બ્રહ્માંડને બાહુંમાં લઈ,

બલી બળવાન  બની,

સૌને પડકાર   દેતું દોડ્યું.

 

હાફ્યું અંતે.

હાફમાંને હાફમાં પડ્યું,

 સીધું પાતાળમાં,

કદી ના પાછું ફર્યું. !જુવાનીને  જોશ આવ્યું.

 

જાન્યુઆરી 20, 2012 Posted by | સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: