"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કાકાને જબરો ફાંકો..

કાકાને જબરો ફાંકો

 નિત નવા એ કરે અખતરા પાડી દેવા છાકો.

 

રોજ આગાશી પર જઈને એ કસરત જેવું કરતાં;

અલ્પ કરે માલીસ ને ઢગલો તેલ શરીરે  ઘસતા,

શ્યામ કલપથી રંગે શ્યામલ ઉજળાં કેશ-કલાપો.

 

બેત્રણ દાંત હતાં એ કઢાવી બનાવરાવ્યું ડેન્ચર;

સજધજકે ફિર નીકલ પડે હૈ કરનેકો એડવેન્ચર,

 રોશન શમ્મા જોઈ નથી  ફૂદકે    છે પરવાનો,

 

મુગ્ધાઓ જ્યાં કાકા સંગે જરાક અમથું બોલે ;

બીન બજે ને નાગ ડૉલતો;કાકા એમજ ડોલે,

“કાકા’! કહી સંબોધે ત્યાં તો ઝમરખ દીવડો ઝાંખો.

 

-અરૂણ દેશાણી (ભાવનગર)

 

જાન્યુઆરી 13, 2012 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

 1. સરસ મજાનો લય, વિષયને અનુરૂપ શબ્દો અને ચિત્રાત્મકતાભર્યું પાત્રાલેખન !

  “…ત્યાં તો ઝમરખ દીવડો ઝાંખો.”

  વાહ !!

  ટિપ્પણી by jjkishor | જાન્યુઆરી 13, 2012

 2. તળપદી ભાષામાં ચિત્ર સાથેનુ ખુબ જ સુંદર કૃતિ

  દોલત વાળા ૯૯૭૪૪૫૯૯૦૦

  ટિપ્પણી by dolat vala zamrala | જાન્યુઆરી 13, 2012

 3. Nice one.

  ટિપ્પણી by પંચમ શુક્લ | જાન્યુઆરી 14, 2012


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: