"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ભાવનગરથી અમદાવાદ…

મોબીલ -ફોનમાં વહેલી સવારે મુકેલ આલાર્મ ૩.૩૦ વાગે રણકી ઉઠ્યો. મમ્મી-પપ્પાનો ડોર મેં ખટખટાવ્યો.મારો નાનો ભાઈ મુકેશ ઉર્ફે માઈક સૌ જાગી નાહી ધોઈ,ચા -પાણી પીઈ,’તૂફાન”ની રાહ જોઈ રહ્યા હતાં.ભાવનગરથી અમદાવાદના એરપોર્ટ પર સવારના  ૯વાગે પહોંચવાનું હતું. માઈકની ફિયાન્સે રતી અમેરિકાથી  આવવાની હતી.માઈકના લગ્નને ત્રણ દિવસજ બાકી હતાં.અમો સૌ અમેરિકાથી વહેલાં આવી ગયાં હતા.મમ્મી-ડેડીની ઈચ્છા હતી કે માઈક અને રતીના લગ્ન ભારતમા કરીએ અને બહુંજ ધામધુમથી કરીએ.અમદાવાદની જાણીતી  હોટેલ કામામાં ત્રણ દિવસનું રિઝર્વેશન સાથે બધીજ વ્યવસ્થામાં એક દિવસ ડાંડિયા રાસ,સંગીતની મહેફીલ અને લગ્ન પછી રિસ્પેશનનો ભરચક કાર્યક્રમ લાઈન-અપ થઈ ગયેલ હતો. માઈક મારાથી બે વર્ષ નાનો હતો છતાં અમો બન્ની ભાઈ કરતાં મિત્ર બની રહેવાતાં.મે હજું સુધી લગ્ન નથી કર્યા પરંતું હું અને મારી ગર્લ-ફેન્ડ નાન્સી છેલ્લા ત્રણ વર્ષથી સાથે રહેતા હતાં છતાં મેરેજ કરવાનો હજું કોઈ પ્લાન વિચાર્યો નથી.

ફોર્ડ કંપનીને બનાવેલ” તૂફાન”માં ૧૨ પેસેન્જર્સ આરામથી બેસી શકે. તૂફાન લઈને આવનાર ડ્રાવરને બે વખત ફોન કર્યો પણ” હું હમણાંજ આવ્યો.” તેના જવાબમાં કોઈ સમયની કિંમત જણાઈ નહી..અંતે ૫.૩૦ વાગ્યા પછી આવ્યો અને કહ્યુ..’સાહેબ અમદાવાદ તમને ૩ કલાકમાં પહોચાડી દઉ, આ તૂફાન ૧૨૫ કિલોમિટરેની સ્પીડે જાય . ચિંતા ના કરો સાહેબ..મારી પર છોડી દો.. હું વચ્ચે,મારી સાથે મમ્મી-ડેડી અને પાછલી સિટ પર માઈક અને મારા મામી અને મામા. ૬ વાગે તૂફાન ભાવનગરથી નિકળ્યું. સૌ અડધા ઉંઘમાં હતા. મેં  લેબ-ટોપ ખોલી નેન્સી સાથે ચેટ કરી રહ્યો હતો તેણી પણ રીટા સાથેજ આવવાની હતી અને પહેલીજ વખત ભારતની મૂલાકાત લઈ રહી હતી.તેમાંય નેન્સીની ઈચ્છા ભારતામાં ગુજરાતી લગ્ન અને ‘તાજ-મહાલ’ જેવાની બહુંજ આતુરતા હતી..માઈકના લગ્ન પછી મે દિલ્હીમાં હોટેલનું રિઝર્વેશન પણ કરાવી રાખ્યું હતુ..મને રોહિત ને બદલે રૉન કહીને બોલાવતી. Ron, our plane landed in Mumbai on time and we are taking domestic flight within couple of  hours..so see you soon my love..'( રૉન, અમારું પ્લેન મુંબઈમાં સમય સર આવ્યું અને એકાદ-બે  કલાકમાં લોકલ ફ્લાઈટ લઈશું, પ્રિયે…આપણે ટૂક સમયમાં જ મળીએ)’ મે,ચેટ બંધ કર્યું…તુફાન ૧૨૦ થી ૧૨૫ કિલોમિટની સ્પીડમાં આગળ વધી રહ્યું હતું..એકાદ બે વખત સામેથી આવતા ટ્રક  ફૂલ સ્પિડે ઓવેર ટેઈક કરી અમારી લાઈનમાં સામે આવતા જોતાં મારો તો શ્વાસજ અધ્ધર થઈ ગયો. મેં ડ્રાવરને કહ્યૂ…ભાઈ જરા સંભાળીને…અરે,સાહેબ હું ૧૫ વર્ષથી કાર ચલાવું છુ, ભાવનગરથી અમદાવાદ તો હું આંખ મિચી ચલાવું તો કોઈજ વાંધો ન આવે..તમે બે ફિકર રહો…બે થી ત્રણ વખત…ઓવર-ટેઈકની સંતાકુકડી મેં જોઈ.રસ્તા સાંકડા-માત્ર ટુવે અને ફૂલ સ્પિડમાં હાઈ-બીમ સાથે કોઈ પણની આંખ અંજાઈ જાય!

‘watch out!’ (સામુ જો) મારાથી ચીસ પડાઈ ગઈ! અમારીજ લાઈનમાં  મોટો ટ્ર્ક  આવતો જોયો,,,કાન ફાડી નાંખે એવો છેલ્લો અવાજ મે સાંભળ્યો.પછી શું થયું એનું મને કશો ખ્યાલ નથી.

હોસ્પિટલમાં ત્રણ દિવસ પછી આંખ ખોલી. મમ્મી-ડેડી , મારો નાનો ભાઈ માઈક, મામા-મામી કોઈને જોયા નહીં.. નેન્સી,,રતી બસ બે જણજ  ઉભા હતાં…જેની આંખમાં મૌનના આંસુ પડું પડું થઈ રહ્યા હતાં.

‘મારો દેશ છે, મારું વતન છે, મારી જન્મભૂમી છે.મારી આખરી શ્વાસ આ દેશમાંજ છોડીશ’

પિતાના આ શબ્દો  ચારે બાજું ઘુમી રહ્યા હતાં સાથો સાથ  રતીએ કરેલી કરુણાત્મક વાતઃ

‘રોહિત, કહેતા દુંખ થાય છે મને માહિતી મળી છે કે પોલીસ ત્રણ ચાર કલાક પછી આવી અને સારવાર તાત્કાલિક ના મળી તેમજ મમ્મીએ પહેરેલા સોનાના ઘરેણા-દાગીના અને ડેડીને ચેઈન તેમના દેહ પરથી  ઉતારી  કોઈ લુટી ગયા.  ઉપરાંત દોઢલાખ કેશની બ્રીફ-કેઈશ પણ કોઈ ચોરી ગયું.’

હું શું બોલું ?મે તો મારા મા-બાપ અને ભાઈ,મામા,મામી  ગુમાવ્યા હતા…મા-ભોમની આ પવિત્ર ધરતી પર!

 વાર્તા વાંચ્યા બાદ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશોજી

જાન્યુઆરી 9, 2012 Posted by | ટુંકીવાર્તા, વાચકને ગમતું, સ્વરચિત રચના | 8 ટિપ્પણીઓ

   

%d bloggers like this: