"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આવો આજ હસતા મારે આંગણે,દિવાળી આવી છે

 

આવો આજ હસતા મારે આંગણે,દિવાળી આવી છે,
રંગ-બેરંગી ભાવથી ભીંજાયેલી,દિવાળી આવી છે.

શુભ-લાભના સાથિયા હર આંગણે સજાવતી આવી,
ઘર ઘર લીલા તોરણ બાંધતી ,દિવાળી આવી છે.

સમદ્ધિનો થાળ ભરી લક્ષ્મી આપના દ્વાર આવી,
ત્યજીદો રાગ-દ્વેષ મન માંથી, દિવાળી આવી છે.

કુટુંબના કકળાટને કુંડાળે પધરાવતી કાળી ચૌદશ,
સ્નેહથી સૌને ભેંટીલો ભાઈ, દિવાળી આવી છે.

દિલમાં પ્રેમની જ્યોત જગાવી ભલુ સૌનું કરજો,
વિશ્વ મંગળની ભાવના ભરતી દિવાળી આવી છે.

શાંતીનો સંદેશ લઈ નવુ વર્ષ પધારે છે આંગણે,
રંગીન સ્વપ્નો સજાવતી આજ દિવાળી આવી છે.

દિવાળી-નૂતન-વર્ષ આપ સૌને ફળદાયી નિવડે,આપ સૌની મનમાં માનેલી મહેચ્છા પૂર્ણ થાય અને સમગ્ર વિશ્વમાં  સદા શાંતીની જ્યોત-જલતી રહે,વિશ્વના સૌ ભાઈ-ભાડું એક-મેક બની સૌનું કલ્યાણ કરે એજ“ફૂલવાડી“ના વાંચકોને શુભેચ્છા. દિન-પ્રતિદિન વાંચકોની સંખ્યા “ફૂલવાડી”માં વધતી જાય છે તેનો મને અનહદ આનંદ અને ગૌરવ છે.આપ સૌને મારો હાર્દિક-આભાર.
-વિશ્વદીપ

October 22, 2011 - Posted by | વાચકને ગમતું, સ્વરચિત રચના

5 Comments »

  1. દિવાળી-નૂતન-વર્ષ આપ સૌને ફળદાયી નિવડે………………………..

    Comment by pragnaju | October 22, 2011

  2. Happy Diwali to all

    Comment by Preeti | October 23, 2011

  3. આદરણીયશ્રી. વિશ્વદીપ સાહેબ

    દિપાવલી અને નૂતન વર્ષની શુભકામનાઓ.

    આપના પરિવાર સાથે આનંદ મંગલથી વિતાવો

    એવી અંતરની અભ્યર્થના

    Comment by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ | October 23, 2011

  4. આદરણીય શ્રી

    આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

    નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી

    દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા

    Comment by પરાર્થે સમર્પણ | October 24, 2011

  5. આપ સહુને દિવાળી ની શુભકામના!
    નુતન વર્ષાભિનંદન!

    Comment by બીના | October 25, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s