આવો આજ હસતા મારે આંગણે,દિવાળી આવી છે
આવો આજ હસતા મારે આંગણે,દિવાળી આવી છે,
રંગ-બેરંગી ભાવથી ભીંજાયેલી,દિવાળી આવી છે.
શુભ-લાભના સાથિયા હર આંગણે સજાવતી આવી,
ઘર ઘર લીલા તોરણ બાંધતી ,દિવાળી આવી છે.
સમદ્ધિનો થાળ ભરી લક્ષ્મી આપના દ્વાર આવી,
ત્યજીદો રાગ-દ્વેષ મન માંથી, દિવાળી આવી છે.
કુટુંબના કકળાટને કુંડાળે પધરાવતી કાળી ચૌદશ,
સ્નેહથી સૌને ભેંટીલો ભાઈ, દિવાળી આવી છે.
દિલમાં પ્રેમની જ્યોત જગાવી ભલુ સૌનું કરજો,
વિશ્વ મંગળની ભાવના ભરતી દિવાળી આવી છે.
શાંતીનો સંદેશ લઈ નવુ વર્ષ પધારે છે આંગણે,
રંગીન સ્વપ્નો સજાવતી આજ દિવાળી આવી છે.
દિવાળી-નૂતન-વર્ષ આપ સૌને ફળદાયી નિવડે,આપ સૌની મનમાં માનેલી મહેચ્છા પૂર્ણ થાય અને સમગ્ર વિશ્વમાં સદા શાંતીની જ્યોત-જલતી રહે,વિશ્વના સૌ ભાઈ-ભાડું એક-મેક બની સૌનું કલ્યાણ કરે એજ“ફૂલવાડી“ના વાંચકોને શુભેચ્છા. દિન-પ્રતિદિન વાંચકોની સંખ્યા “ફૂલવાડી”માં વધતી જાય છે તેનો મને અનહદ આનંદ અને ગૌરવ છે.આપ સૌને મારો હાર્દિક-આભાર.
-વિશ્વદીપ