"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મારી યશોદા મૈયા !

શિકાગો શિયાળામાં ખુદ સ્નોની ચાદર ઓઢી  શિકાગોવાસીઓને  પગથી માથા સુધી સૌને ગરમ-કપડા પહેવાની ફરજ પાડે છે. અને આ  આ વિન્ડી સિટીમાં ત્રણ મહિના સુધી હાડકા સોસરવી ઠંડી  આપી ઘડીભર તો ત્યાંથી બીજા વૉર્મ સ્ટેટમાં મુવ થઈ જવા વિચારતા કરી દે!  ઉનાળાની ગરમી સહન થાય પણ આ વિન્ડી-સીટીમાં ટેમ્પરેચર માઈનસ ૧૫ ડીગ્રી હોય પણ મેશિગન લેઈક પરથી ફૂંકાતા પવનને લીધે માઈનસ ૬૦ ડીગ્રી જેવી અસર લાગે !હું નાની હતી અને એકની  એક દીકરી  અને સ્પોઈલ હતી.થોડો સ્નો પડે એટલે મમ્મીને કહું કે મારે બહાર જઈ સ્નો-મેન બનાવવો છે. આવી મારી જીદમાં બીજા બાળ મિત્રો સાથે રમતા રમતા સ્નો માં પડી અને  તાત્કાલિક ઈમરજન્સીમાં લઈ ગયાં.  જમણા પગની થાઈ માં ફ્રેકચર નિકળ્યું  એટલે  ત્રણ મહિના પથારી વશ પડી રહી.બીજા વર્ષે  ફરી સ્નોમા પડી અને હાથમા ફ્રેકચર! મમ્મી-ડેડીએ નિર્ણય લીધો કે બીજા વોર્મ સ્ટેટમાં મુવ થઈ જઈએ..ટેક્ષાસ સ્ટેટમાં મુવ થવાનું નક્કી કર્યું, ડેડીને ઓઈલ કંપનીમાં સારી જોબ મળી ગઈ અને મમ્મીને બેંકમાં અમો હ્યુસ્ટન મુવ થઈ ગયાં કે જ્યાં કદી હેવી સ્નો કે હાડકા સોસરવી ઠંડી પડે જ નહી!

છ મહિના એપાર્ટમેન્ટમાં રહ્યાં બાદ અમો એ ચાર બેડરૂમનું બ્રાન્ડ-ન્યુ ઘર લીધું. બેક યાર્ડમાં સ્વીગ સેટ મમ્મી-ડેડીએ મુકાવ્યો. હું સ્કુલેથી બે કલાક બેબી સિટરને ત્યાં રહું અને મમ્મી મને પાંચ વાગે જોબ પરથી છૂટી પિક-અપ કરી લે જેવી ઘરમાં આવું  એવીજ બેક-યાર્ડમાં.અહીં હ્યુસ્ટનના વેધરમાં અમો સૌને ફાવી ગયું.અહીં વરસાદની કોઈ સિઝન નહીં ગમે ત્યારે પડે! અને જુન થી નવેમ્બર સુધી “Hurricane season”(વાવાઝોડની ઋતુ )સ્નોથી બચ્યા પણ ઉનાળામાં ” Hurricane and Tornado”(વાવાઝોડ-તોફાની પવન) અહીં અવાર-નવાર અણધાર્યા મહેમાન બની જાય!

સપ્ટેમ્બરની મી ૨૦ તારીખ મને બરોબર યાદ છે.હરિકેન “કારલો” Gulf of Mexico(મેક્ષીકો નો દરિયો)થી  વેસ્ટ  ટેક્ષાસ તરફ  ૧૦૦ માઈલના વિન્ડ સાથે મુવ થઈ રહ્યો હતો અને તેમાં Galveston થી સાઉથ corpus Christi વચ્ચે હિટ થવાની પુરેપરી વૉર્નીંગ હતી. મમ્મી-પપ્પાએ precaution   તરિકે ઘરમાં કેન-ફુડ અને ડ્રાય-ફૂડ, બેગ્સ ઓફ ચિપ્સ  તેમજ ત્રણ ચાર કેઈસ બૉટલ વૉટર્સ,કેન્ડલ્સ,એક્સ્ટ્રા બેટરી ઘરમાં રાખેલ.

૧૯ સપ્ટેમ્બરની સાંજે મમ્મી અને હું એકલા હતાં, ડેડીને જોબના કામે ન્યુયોર્ક ગયા હતાં,સાંજે ડેડીનો ફોન આવ્યોઃ  ‘હરિકેન ‘કારલો’ ગેલ્વેસ્ટન પર હીટ થવાની પુરેપુરી શકતા છે તમો બહું જ કેરફૂલ રહેજો. આ હરિકેનને લીધે હ્યુસ્ટનની બધી ફલાઈટ કેન્સલ થઈ છે જેથી હું આવી શકું તેમ નથી. મને  તમારી બહુંજ ચિંતા થાય છે કે હ્યુસ્ટનમાં મુવ થયાં પછી આ પહેલો હરિકેન આવે છે અને તમો લોકોને  આ બાબતથી કશો અનુભવ નથી.એવું હોય તો તમો આપણાં મિત્ર સુભાષને ત્યાં જતા રહેજો…’હની, તમો બહું ચિંતા ના  કરો આપણે ગેલ્વેસ્ટનથી ૭૦ માઈલ દૂર છીએ..હરિકેન-કારલો માનો કે હીટ થાય તો પણ હ્યુસ્ટન આવતા તેનો વિન્ડ ઓછો થઈ જાય…’ ‘પણ હની.. અત્યારે તેનો વિન્ડ હરિકેન કેટેગરી પહેલાંમાં  છે અને  ૧૫૦ માઈલની સ્પીડ છે.’ .’મુકેશ તું ચિંતા ના કર હું આવતી કાલે જોબ પર નથી જવાની અને લતાની સ્કુલ પણ આ હરિકેનને લીધે બંધ છે..તું   કશી પણ અમારી ચિંતા ના કરતો..હરિકેન અને ટોરનેડોમાં શું, શું પ્રિકૉશન લેવા જોઈએ તેમજ  મેં સેઈફટી માટે શુ, શું કરવું જોઈએ તે મે બે વખત વાંચી લીધું છે..’ ‘શીલા મને ખબર છે તું આ બાબતમાં બહુંજ સાવચેત અને હોશિયાર છે પણ..’  ‘.મુકેશ..તારા પાસે થી હું ઘણું શિખુ છુ..ચિંતા ન કર.. ઓ,કે હની..આ ઈ લવ યું! બાય મુકેશ!

મને મમ્મીએ આજ રાતે તેણીના બેડરૂમમાં  સુવાડી. સવારના
ચાર વાગ્યા હશે..એક ભયંકર  અવાજ આવ્યો..હું અને મમ્મી સફાળા  જાગી ગયાં ને હું રડતી રડતી મમ્મીને ભેટી, પડી…લતાબેટી ગભરાઈશ નહી..હું છું ને!લાગે છે કે હરિકેન કારલો ગેલ્વેસ્ટનમાં હીટ થયો છે!..મમ્મી. લાઈટ કરને..અંધારામાં બીક લાગે છે..બેટી લાઈટ જતી રહી લાગે છે..મમ્મીએ ફ્લેશ-લાઈટ અને કેન્ડલ સળગાવ્યા અને બેટરી ઓપરેટેડ રિડિયો ચાલુ કર્યો તો સમાચાર આવ્યા કે..’કારોલો ૨.૩૦ વાગે ગેલ્વેસ્ટન ને હીટ થયો છે અને મુવીગ નોર્થ-વેસ્ટ..સમગ્ર ગેલ્વેસ્ટન પાંચ થી છ ફૂટના પાણી ભરાઈ ગયાં છે અને ભારે નુકશાન સાથે  આખું શહેર ઈલેકટ્રીક વગર  પાણીમાં છે. તેમજ હ્યુસ્ટનમાં પણ હેવી વિન્ડ અને ટોરનેડાને લીધે ઈલેકટ્રીસીટી નથી..આખા શહેરમાં ટોરનેડો હેવી વિન્ડ અને સાતથી ૧૦ ઈન્ચ વરસાદ પડવાની પુરે પુરી શકતા છે..’

મમ્મી…હવે શુ કરીશું ? હું તો બહુંજ ગભારાયેલી હતી.વિન્ડ પર જોર જોરથી ફૂંકાવા લાગ્યો..બેટી ચિંતા ના કર હું છું ને! જોર-શોરથી વિજળીના કડાકા-ધબાકા થવાની શરૂઆત થઈ ગઈ..રેડિયો પર અમારા એરિયામાં ટોરનેડો હીટ થવાની વોરનીંગ આવવા લાગી..’મમ્મી મારાથી જોરથી બુમ પડી ગઈ..બેકયાર્ડમાં ટ્રી કડાકા સાથે..તુટ્યું! નસીબ જોગે એ ફેન્સ પર પડ્યું ઘર પર ના પડ્યું! પવન ભયંકર રીતે ફૂકાવો લાગ્યો..બેટી..ટોરનેડો  આપણા એરિયામાંથી જ પસાર થઈ રહ્યો છે..ચાલ આપણે બન્ને મારા બેડરૂમના  બાથરૂમમાં જતા રહીએ..એજ સિક્યોર અને સેઈફ
જગ્યા છે..ભયંકર અવાજ થયો જાણે અમારા ઘર પર પ્લેઈન પડ્યું હોય!નજર કરી તો ઘરનું રુફ પવન સાથે  ઉડી ગયું ..મમ્મી અને હું બન્ને બહુંજ ગભરાઈ ગયા.ઉપર આકાશ અને નીચે અમો ,ખુલ્લી ચાર દિવાલ વચ્ચે..બાથરૂમમાં…કઈ આકાશમાંથી જોરદાર વસ્તું પડતી જોઈ અમારા પર…એ..પછી શું થયું….ખબર ના પડી….

મારી મમ્મી ક્યાં છે ?  હોસ્પિટમાં મેં નર્સને સવાલ કર્યો…
તારી મમ્મી…..’હલ્લો  ગુડ મોર્નીગ લત્તા ‘ ડોકટર રૂમમાં આવ્યા…
ડોકટરને મેં ફરી સવાલ કર્યો..મારી મમ્મી ક્યાં છે! એ રિકવરી રૂમમાં છે અને તારા ડેડી હમણાંજ આવવા જોઈએ…મારા ડેડી ન્યૂ-યોર્કથી આવી ગયાં ?ટોરનેડો હીટ થયાં બે દિવસ થઈ ગયા હતાં એ પણ મને ખ્યાલ ના રહ્યો.

‘ I am sorry my sweet heart…” Daddy,( મને માફ કર મારા હૈયાના હેલ..) ‘ડેડી’, કહી લતા ધ્રુસકે રડવા લાગી..ડેડી મારી મમ્મી …ક્યાં છે?..મને કહો કહી હું જીદ લઈને બેઠી બસ મને મમ્મી પાસેજ લઈ જાવ…ડોકટર, ડેડીની પાસેજ બેઠાં હતાં..ડોકટરે ડેડીના કાનમાં કહી કહ્યું ને ડેડી રડતા અવાજે મને સાચું કહ્યું. ‘Mom, is no more…she saved your life by became a shield when a  big   object dropped from the  sky.( મમ્મી. આ દુનિયામાં રહી નથી…તેણીએ જ તારી જિંદગી બચાવી બેટી..જ્યારે આકાશમાંથી  એક મોટી વસ્તું તમારા પડી ત્યારે એ તારી ઢાલ બની ગઈ!)…

‘મેં મારી જન્મ આપનાર મા ને જોઈ નથી, છ મહીના નાની હતી અને  મને અનાથ આશ્રમમાંથી અહી અમેરિકા લાવી એજ મારી સાચી જનેતા.  પાલનહાર યશોદા-મૈયાએ મારી જિંદગી બચાવી.’

આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશોજી.

ઓક્ટોબર 5, 2011 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 10 ટિપ્પણીઓ

   

%d bloggers like this: