"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

દાદા-દાદી અમેરિકા આવ્યા..!!!

દાદા-દાદી અમેરિકા આવ્યા,આવી એવા ખશુ ખુશ થઈ ગયા,
હેમ-સેન્ડ્વીચ, બલોની સેન્ડવીચ રોજ રોજ ખાતા થઈ ગયા.

સાડીને ધોતિયું બન્ને ઘર કામમાં  એતો  લુછણિયા  થઈ  ગયાં,
દાદાએ પેર્યું પેન્ટ-શર્ટ ને દાદીમા  તો સ્કર્ટ પહેરતા  થઈ ગયાં.

દાદા-દાદી   સૌને હવે ‘યસ-નો’ માં  વાત  કરતા થઈ  ગયા,
રેફ્રીજરેટરને “બાપ” ને માઈક્રોવેવને “મા”  માનતા થઈ  ગયા.

બેડીંગ શુટ ને શોર્ટમાં  સ્વીમીંગ-પુલમાં મજા માણતા થઈ ગયા,
બ્રેડ સાથે દાળ , સલાડ-સુપમાં  ભાખરી   ખાતા   થઈ  ગયાં.

‘હની લવ યુ’ને કીસ કરી એતો અમેરિકન સિટિઝન થઈ  ગયાં,
જમતા પે’લા વાઈન ને જમ્યા બાદ ‘પાઈ’રોજ ખાતા થઈ ગયાં.

September 28, 2011 - Posted by | સ્વરચિત રચના

7 Comments »

  1. વાહ ભાઇ આ તો અમારી વાત કરી !
    હાં પણ હજુ

    જમતા પે’લા વાઈન ને જમ્યા બાદ
    ‘પાઈ’રોજ ખાતા થઈ ગયાં.

    આ વાત નથી અને આગળની પંક્તીઓમા
    ભારતના સંસ્કારોનો બને એટલો ચેપ લગાડતા રહ્યા

    Comment by pragnaju | September 28, 2011

  2. yes bena…it’s true that we have mix culture with indian tradition..

    Comment by વિશ્વદીપ બારડ | September 28, 2011

  3. વાહ, મજાની આપણા સૌની કરી
    શુ કરીએ આ તો ભાઇ દેષ તેવો વેસના
    બાહના કાઢતા રહ્યા.

    Comment by ઇન્દુ શાહ | September 28, 2011

  4. હહાહાઆઆ…હાહા….મઝાના મૂડમાં લખાઇ લાગે છે. સરસ અભિવ્યક્તિ…

    Comment by devik adhruva | September 28, 2011

  5. વીસ વર્ષોથી અહી પડ્યા-પાથર્યાં રહ્યાં;
    ભાઈ અમે તો એવાંને એવાં;ના સુધર્યાં.

    Comment by શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ | September 29, 2011

  6. તાદૃશ ચિતાર આજની વહેતી ગાથાની માણવા મળી, વાહ! શ્રી વિશ્વદીપજી.
    રમેશ પટેલ (આકાશદીપ)

    Comment by nabhakashdeep | October 2, 2011

  7. વાહ બહુજ સરસ ,
    દેશ તેવો વેષ ધારણ કર્યો .

    Comment by hemapatel | October 6, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s