દાદા-દાદી અમેરિકા આવ્યા..!!!
દાદા-દાદી અમેરિકા આવ્યા,આવી એવા ખશુ ખુશ થઈ ગયા,
હેમ-સેન્ડ્વીચ, બલોની સેન્ડવીચ રોજ રોજ ખાતા થઈ ગયા.
સાડીને ધોતિયું બન્ને ઘર કામમાં એતો લુછણિયા થઈ ગયાં,
દાદાએ પેર્યું પેન્ટ-શર્ટ ને દાદીમા તો સ્કર્ટ પહેરતા થઈ ગયાં.
દાદા-દાદી સૌને હવે ‘યસ-નો’ માં વાત કરતા થઈ ગયા,
રેફ્રીજરેટરને “બાપ” ને માઈક્રોવેવને “મા” માનતા થઈ ગયા.
બેડીંગ શુટ ને શોર્ટમાં સ્વીમીંગ-પુલમાં મજા માણતા થઈ ગયા,
બ્રેડ સાથે દાળ , સલાડ-સુપમાં ભાખરી ખાતા થઈ ગયાં.
‘હની લવ યુ’ને કીસ કરી એતો અમેરિકન સિટિઝન થઈ ગયાં,
જમતા પે’લા વાઈન ને જમ્યા બાદ ‘પાઈ’રોજ ખાતા થઈ ગયાં.
વાહ ભાઇ આ તો અમારી વાત કરી !
હાં પણ હજુ
જમતા પે’લા વાઈન ને જમ્યા બાદ
‘પાઈ’રોજ ખાતા થઈ ગયાં.
આ વાત નથી અને આગળની પંક્તીઓમા
ભારતના સંસ્કારોનો બને એટલો ચેપ લગાડતા રહ્યા
yes bena…it’s true that we have mix culture with indian tradition..
વાહ, મજાની આપણા સૌની કરી
શુ કરીએ આ તો ભાઇ દેષ તેવો વેસના
બાહના કાઢતા રહ્યા.
હહાહાઆઆ…હાહા….મઝાના મૂડમાં લખાઇ લાગે છે. સરસ અભિવ્યક્તિ…
વીસ વર્ષોથી અહી પડ્યા-પાથર્યાં રહ્યાં;
ભાઈ અમે તો એવાંને એવાં;ના સુધર્યાં.
તાદૃશ ચિતાર આજની વહેતી ગાથાની માણવા મળી, વાહ! શ્રી વિશ્વદીપજી.
રમેશ પટેલ (આકાશદીપ)
વાહ બહુજ સરસ ,
દેશ તેવો વેષ ધારણ કર્યો .