મારી દીકરી મળી ?
ગરાજ-ડૉર ખોલવાનો અવાજ આવ્યો..રીના એ ઘડિયાળ તરફ નજર કરી, રાત્રીના બે વાગ્યા હતાં.રિયાએ કાર ગરાજમાં પાર્ક કરી કિચન ડોરમાંથી ઘરમાં પ્રવેશ કર્યો..’મમ્મી..તું હજું જાગે છે ?’ તને ખબર છે બેટી કે તું જ્યાં સુધી સહીસલામત ઘરમા ન આવે ત્યાં સુધી મને કોઈ દિ ઊંઘ આવી છે? મમ્મીએ સામો સવાલ કર્યો..’ઑકે મમ્મી..તારે કાલે વહેલાં ઉઠી જોબ પર જવાનું છે અને મારે કાલે પહેલો ક્લાસ ૧૧.વાગે શરૂ થવાનો છે તેથી મને તો પુરતો આરામ મળી જશે!’ ‘Tell me..Did you have a fun in Garba?…Yes mom..can we talk tomorrow ?’
‘OK..Beti…good night’…’good night'(‘તું મને કહે કે ગરબામાં મજા આવી ? હા.મમ્મી..આપણે આવતી કાલે વાત કરીએ તો..? ઓકે..બેટી..શુભરાત્રી…શુભરાત્રી..)
રિયાને કોલેજનુ પહેલું વર્ષ હતું, રિયાને એક જ મહત્વકાંક્ષા છે.’ બસ હું એક સફળ ડોકટર બની મારી મમ્મીનું સ્વપ્ન સાકાર કરું.મમ્મીએ ભોગવેલી ભયંકર યાતના અને એ પણ એકલા હાથે અને સિંગલ પેરેન્ટ તરીકે મને પિતાનો પ્રેમ એટલો આપ્યો છે કે મને પિતાની જરી પણ ખોટ વરતાતી નથી.
રિયા હાઈસ્કુલમાં valedictorian( સૌથી પ્રથમ) હતી તેથી કોલેજમાં ૧૦૦% સ્કોલરશીપ મળી હતી, ટેક્ષાસની ટોપ યુનિવર્સિટીમાં તેની સ્ક્લોરશીપ સાથે એડમીશન મળતું હતું પણ રિયાએ મમ્મીને કહ્યું. ‘મૉમ..હું તારાથી દૂર જવા નથી માંગતી’.’પણ બેટી..તને સારી યુનિવર્સિટીમાં એડમીશન મળતું હોય તો તું મારી ચિંતા ના કર.તારું ભવિષ્ય અને કારકિર્દી માટે હું ગમે તે ત્યાગ કરવા તૈયાર છુ.”મમ્મી..હું અહી લોકલ યુનિવર્સિટિમાં રહીને પણ એક સારી ડૉકટર બની શકું તેમ છું તો હું તને છોડી ક્યાંય બીજે જવા નથી માંગતી.
રિયા એની મમ્મી જેવી જ સુંદર અને ઘાટીલી, નમણી હતી. એથીજ જુનિયરમાં ‘મીસ હ્યુસ્ટન’ તરીકે વર્ણી થઈ હતી.સાથો સાથ ભારતિય સંસ્કારો-સંસ્ક્રુતી તેણીમાં ભારોભાર ભર્યા હતા.ગરબા-અને ફિલ્મી ડાન્સમાં ઘણીવાર પહેલી આવી ઘણા એવૉર્ડ જીત્યા છે.રીનાની એ ડુપલીકેટ હતી..મા-દીકરી સાથે જતાં હોય તો કોઈને એમજ લાગે કે બે સહેલીઓ છે!રીના અને રિયા એટલા ક્લોઝ છે કે રિયા, મમ્મીની દર્દભરી જિદગીનો એક હિસ્સો બની ગઈ છે.એથીજ મમ્મીની દીકરી સાથે એક દોસ્ત બની ગઈ છે.મમ્મીને સહેલી માનીને બધીજ પર્સનલ વાત કહેવાની.
‘મમ્મી,આજે છેલ્લા ગરબા છે તો ઘેર આવતાં થોડું મોડું થશે! હા,,આજે તું મારી સાથે આવે તો મજા પડી જાય..આજે ગરબામાં costume competation(વસ્ત્ર-હરીફાઈ)છે ..બેટી,આજ સવારથી આ મારી એલરજી મને પજવી રહી છે..માથું ફરતું હોય એવું લાગે છે..મમ્મી..તને એવું લાગતું હોય તો હું આજ નહી જાવ! તને કંપની આપુ…ના ..બેટી..I will be all right! don’t worry!( મને વાંધો નહી આવે ,તું ચિંતા ના કર..)..’ડાઉન-ટાઉનમાં ગરબા છે બેટી બહું કેરફુલ રહેજે..કોઈ સહેલી સાથે રહેજે અને દૂર પાર્કિગ નહી કરતી.’ ‘હા..મમ્મી મારી ખાસ સહેલી લીસાને મારી કારમાં સાથે લઈ જઈશ.એટલે..એક સે ભલા દો..સલામત રહેવાય.’ ‘.ગુડ-લક બેટી..મને ખાત્રી છે કે તું સ્પર્ધામાં પહેલી આવીશ.’ ‘Thanks Mom….. God bless you beti(મમ્મી…આભાર…..બેટી..ઈશ્વર તારી રખેવાળી કરે)..
‘રિયા જોતજોતામાં ૧૯ વર્ષની થઈ ગઈ અને હું ૩૯ની.૨૦ વર્ષ પહેલાં પ્રણયના આવેશમાં આવી મેં અને જયે કરેલી ભુલ જયે ના સ્વિકારી, નાદાન નિકળ્યો.મારા મા-બાપનો મને ટેકો ના મળ્યો છતાં એકલા હાથે ઝઝુમી.જોબ સાથે પાર્ટ-ટાઈમ કોલેજ અને રિયાને બેબી-સિટરમાં મુકતી. એ દિવસો યાદ આવે સાથે આંસુ આવે છે પણ મને ગૌરવ છે કે મારો ગોલ પુરો કરી શકી.’ રીનાએ ૧૮ વ્હીલના લોડ જેવી જબાબદારી એકલા હાથે ઉઠાવી. એમ.બી.એ ડીગ્રી પ્રાપ્ત કરી આજે માર્શલ ઓઈલ કંપનીમાં મેનેજરની પોસ્ટ ધરાવે છે.દીકરી પણ તેણી જેવી જ હોશિયાર નીકળી તેમાં તેણીનું સઘળુ દુઃખ-દર્દ Flush-out( પલાયન) થઈ ગયું.
ઘડિયાળ તરફ નજર કરી તો રાત્રીના બે વાગ્યા હતાં..’હજું રિયા ના આવી? કાર બગડી હશે ? ‘ કોઈની સાથે રસ્તામાં કાર એક્સીડન્ટ થયો હશે!’
એક પછી એક વિચારોની ઘટમાળ શરૂ થઈ ગઈ! મા..હોવા છતા પહેલાં આવા ખરાબ વિચારો કેમ આવી જતાં હશે? જેને આપણે અતિ પ્રેમ કરતાં હોય ત્યારે આવા ખરાબ વિચારો પહેલા આવે! અત્યારે રાત્રીના બે વાગે કોને ફોન કરૂ ? રિયાના સેલ પર ફોન કર્યો તો સ્વીચ-ઓફ હતો બે-ત્રણ વખત મેસેજ મુક્યા પણ કશો રિસપૉન્સ ના મળ્યો…ચિંતાની ચિતા વધવા લાગી. ક્યાં જઉ ? સેકન્ડના કાટા કરતા પણ હ્ર્દયના ધબકારાએ જોર પકડ્યું! રિયાની બહેનપણી જે રિયા સાથે કારમાં જવાની હતી તે લીસાના સેલ પર ફોન કર્યો..’I am not available at this time, please leave your message'(હું અત્યારે ફોન ઉઠાવી શકું તેમ નથી..તમે સંદેશ મુકી શકો છો).વારંવાર અવિરત લીસાને ફોન કરતી રહી..પણ..’Leave a message'(સંદેશ મુકો)સિવાય કશો રૂબરૂ રિસપોન્સ ના મળ્યો.
Finally(અંતે) સવારે સાત વાગે લીસાનો ફોન આવ્યો..’રીનામાસી…સોરી…આન્ટી ‘ બેટી…રિયા હજું ઘેર નથી આવી ? શું કહો છો આન્ટી ? ‘તમો બન્ને સાથે જ એક કારમાં હતાં ને ? રિયા સીધી તારા ઘેર આવી છે ? ‘ના..રીના આન્ટી..તમને કહું કે રાત્રે એક વાગે ગરબા પુરા થયા..’હા,, હા કહે..રિયાને બેસ્ટ કૉસ્ટુમ(best costume) માટે ટ્રોફી મળી.અને ગરબા પુરા થયા બાદ ભારતથી આવેલ ગરબા ગ્રુપ સાથે એ વાતો કરવા રોકાઈ અને મને ઘેર આવવા રાઈડ મળી ગઈ એટલે હું રિયાને કહી હું ઘેર આવી ગઈ…પણ બેટી મને બહુંજ ચિતા થાય છે. ‘રીના આન્ટી અમને નજીકમાં પાર્કિગ ના મળ્યું એટલે પાર્કિંગ ત્રણ ચાર બ્લોક દૂર કરવું પડ્યુ હતું. ઓહ માય ગૉડ…એ એકલી રાત્રે પાર્કિંગ લૉટ સુધી ચાલીને ગઈ હશે ? હું બીજી બે-ત્રણ બેનપણીને ફોન કરી તપાસ કરું છુ..આન્ટી, ચિંતા નહી કરતાં…રીનાએ…બે-ત્રણ સહેલીને ફોન કર્યા..સીમાએ કહ્યું. ‘રીના તું પૉલીસને તાત્કાલિક ફોન કરી દે..હું હમણાંજ તારા ઘેર આવું છુ..પોલીસ આવી. ઢગલાબંધ વ્યકતિગત પ્રશ્નો પોલીસે પુછ્યા.’Mem, soon as we get any information about your daughter,we will let you know.( મેમ,તમારી દીકરી વિશે જેવી માહિતી મળશે તુરત અમો તમને જાણ કરીશું).
બે દિવસ થઈ ગયા રિયાનો કશો પત્તો ના લાગ્યો..લોકોમાં અફવા ઉડવા લાગી.’બહું રુપાળી, બોલકી અને ચાવળી હતી તેથી હજાર છોકરા પાછળ પડે! કોઈ છોકરા સાથે ભાગી ગઈ હશે!..અમેરિકામાં છોકરા ક્યાં કોઈના કાબુમા રહે છે ? રીના.જેવી હોશિયાર સ્ત્રી પોતાની છોકરીને રાત્રે ગમે ત્યાં ભટવા દે છે, ભણેલી છે પણ ગણેલી નથી’.લોકોની જીભ સાપની જેમ ફુંફાડા મારવા લાગી!
વહેલી સવારે હ્યુસ્ટન-પોલીસ રીનાના ઘેર આવી. Did you find my daughter ?( મારી દીકરી મળી ?)…I am sorry Ms.Rina,..we have found your daughter’s car with special licence plate..’RIYA 4 U…car has been located four miles away from down town in wooded area…is my daughter ok?…let me finish Ms.Rina….she is not…half naked body….( મીસ રીના,દિલગીરી સાથે કહેતા દુખ થાય છે ..કે તમારી દીકરીની સ્પેસ્યલ લાઈસન્સ પ્લેટ.”.રિયા ફોર યુ”વાળી કાર મળી છે..ડાઉન-ટાઉનથી ચાર માઈક દૂર..ઝાડીના એક ગીચ વિસ્તારમાંથી….મારી દીકરી ઓ.કે છે ?..રીના,મને પુરુ બોલી લેવા દો.. એ ઓ કે ન….થી…તેણીનું અર્ધનગ્ન શરીર….)..’ વાક્ય પુરુ થાય એ પહેલાંજ. એક લાચાર મા ની ..રિયાબેટી’…નામની ચીસ
ઘરની ચારે દિવાલો સાથે જોરશોરથી અથડાવા લાગી!
સુંદર વાર્તા-“.મારી દીકરી ઓ.કે છે ?..”
.વાંચતા જ મારી આંખો ભીની થઈ! ૧૯૮૨-૮૩માં હું મારી દિકરી અને તેની ટીમને લઈ પાટણમા રાસ ગરબા ફાઈનલ હરિફાઈમાં ભાગ લેવા જતાં હતા અને આણંદ ચોકડી પાસે અકસ્માત થયો. ત્યાં જ મને અને મારી દિકરી ચિ.યામિનીને દાખલ કરી હતી ! ફ્રેકચર છતાં અમદાવાદની નૃત્ય નાટિકા માટે ગયાં વગર ચાલે તેમ ન હતું.ખૉડવાળા પગે સફળ નૃત્ય નાટિકા થઈ ,
અહીં અકસ્માતનો અંત ભાગ સારો હતો.ટાઉન હોલમાં પ્રોપોઝલ મૂકાઈ-વિવાહ થયો-અમદાવાદમાં લગ્ન પણ થયાં …
આ વાર્તા નહીં હકિકત છે આવી કેટલી લાડકવાયી વાસનાનો શીકાર બનતી હશે ..રડાવી ગઈ આપની વાર્તા..
દીકરી ન મળી !
વારતા આજકાલની સર્વવ્યાપી ચિંતાનો વિષય છેડે છે. ધન્યવાદ.
હ્રદય સ્પર્શિ વાર્તા ,દરેક માનો ચિંતાનો વિસય .
ઓહ ….આ વાર્તા નહીં હકિકત છે ?..રડાવી ગઈ આપની વાર્તા…….આજકાલની સર્વવ્યાપી ચિંતાનો વિષય .
khari hakikat ne vaarta na kahi skhaay,,, karan ke duniya bharma
aavu bantu aavyu chhe ane bantu aavaanu pan chhe
pan aamaa to ek bichara….Maa ane Baapni Jindagi j bagdi jaay chhe
ખરી હકિકતને વાર્તા ના કહી શકાય…કારણ્કે દુનિયા ભરમા આવુ બનતું આવ્યું છે અને બનતું આવવાનું પણ છે..પણ આમાં તો એક બિચારા મા અને બાપની જિંદગી જ બગડી જાય છે.
વાર્તા ની ગુથણી એવી સરસ છે કે વાચકને યાદ રાખવું પડે કે આ પોતીકો પ્રસંગ કે આપવીતી નથી.
વાર્તાકારને અભિનંદન અને ઇમેલ દ્વારા મોકલવા બદલ આભાર.
-નીતિન વ્યાસ
સાકાર ભૂમિ
Good story.
P.K.Shah
હવે નજીકના સમયમાં નવરાત્રીના ગરબા શરુ થશે દરેક મા–બાપે પોતાની લાડકવાયીને આ વાર્તા નક્ક્રર હકીકત ન બને તેમાટે જરુરી સમજ આપવી જોઈએ..
આદરણીયશ્રી. વિશ્વદીપ સાહેબ
આપની વાર્તા આંખો ભીની કરતી ગઈ,
હવે જમાનો ખુબજ ખરાબ સમયમાંથી
પસાર થઈ રહ્યો છે.
બોધપાઠ લેવો જેવો છે.
આજે આવા પ્રસંગો બની જતાં વાર લાગતી નથી અને અમેરિકામાં ચોરી તથા
ગુનેગારીનું પ્રમાણ ,ડાઉન ટાઉનથી આગળ વધી હવે વધુ એરીઆમાં ફેલાતુ જાય છે. આપે પ્રસંગોચિત હૃદય સ્પર્શી રીતે વાર્તા આલેખી છે, સુંદર સામાજિક વાર્તા લેખન માટે અભિનંદન
રમેશ પટેલ(આકાશદીપ)
The story is realy heart teaching story indeed.
રિયા અને રીના -બંનેને વગર વાંકની જ સજા ને?
મનને બેચેન કરી મુકે એવી વાત.
Kids ,
Very Carefull ,
Kaliyug Chale She
All Ways Pray To God , Dont Forget