"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પણ વાત અધુરી રહી ગઈ

કાલને મળીને આવ્યો,પણ વાત અધુરી રહી ગઈ,
આજને મળીને આવ્યો,પણ વાત અધુરી રહી ગઈ.

કોઈ જાણે કેવો એ દિવસ  હતો અજાણ્યા  અંધારે!
યમને મળીને આવ્યો,પણ વાત અધુરી રહી ગઈ.

ના કોઈ વહાલું કે  દવલું  ત્યાં કોઈ   હાજર  હતું,
જીવને મળીને આવ્યો,પણ વાત અધુરી રહી ગઈ.

એ શેરીઓ અજાણી  અને એ રસ્તાઓ અજાણ્યા!
રાહીને મળીને આવ્યો,પણ વાત અધુરી રહી ગઈ.

ના  સુરજ કે ના  કોઈ ચાંદની  ત્યાં  હાજર હતા!
ઘુવડને મળીને આવ્યો,પણ વાત અધુરી રહી ગઈ.

સપ્ટેમ્બર 8, 2011 Posted by | સ્વરચિત રચના | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: