"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

દાદા-દાદી અમેરિકા આવ્યા..!!!

દાદા-દાદી અમેરિકા આવ્યા,આવી એવા ખશુ ખુશ થઈ ગયા,
હેમ-સેન્ડ્વીચ, બલોની સેન્ડવીચ રોજ રોજ ખાતા થઈ ગયા.

સાડીને ધોતિયું બન્ને ઘર કામમાં  એતો  લુછણિયા  થઈ  ગયાં,
દાદાએ પેર્યું પેન્ટ-શર્ટ ને દાદીમા  તો સ્કર્ટ પહેરતા  થઈ ગયાં.

દાદા-દાદી   સૌને હવે ‘યસ-નો’ માં  વાત  કરતા થઈ  ગયા,
રેફ્રીજરેટરને “બાપ” ને માઈક્રોવેવને “મા”  માનતા થઈ  ગયા.

બેડીંગ શુટ ને શોર્ટમાં  સ્વીમીંગ-પુલમાં મજા માણતા થઈ ગયા,
બ્રેડ સાથે દાળ , સલાડ-સુપમાં  ભાખરી   ખાતા   થઈ  ગયાં.

‘હની લવ યુ’ને કીસ કરી એતો અમેરિકન સિટિઝન થઈ  ગયાં,
જમતા પે’લા વાઈન ને જમ્યા બાદ ‘પાઈ’રોજ ખાતા થઈ ગયાં.

સપ્ટેમ્બર 28, 2011 Posted by | સ્વરચિત રચના | 7 ટિપ્પણીઓ

વૃક્ષ વૃધ્ધ થયું છે!

વૃક્ષ  વૃધ્ધ  થયું છે,
સુકાઈ ગઈ છે  ડાળી ડાળી,
પર્ણ જ્યાં ખરી પડ્યા છે…વૃક્ષ  વૃધ્ધ  થયું છે.

કીડી ધીરે ધીરે મૂળ ખાય છે,
સર્પ થડ સાથે વિટળાઈને
ભરડો લઈ રહ્યો છે…વૃક્ષ  વૃધ્ધ  થયું છે..

પંખી આસપાસ કિલકિલાટ કરતા નથી,
વાયુ લહેરાય  છે આસપાસ,
ને ડાળીઓ પણ તુટતી જાય છે…વૃક્ષ  વૃધ્ધ  થયું છે..

કોઈ  આસ પાસ  હવે રહ્યુ નથી,
બસ સુકાયેલા  થડને,
કઠીયારો કાપવા ઉભો છે…વૃક્ષ  વૃધ્ધ  થયું છે.

સપ્ટેમ્બર 26, 2011 Posted by | ગીત, સ્વરચિત રચના | 3 ટિપ્પણીઓ

મારી દીકરી મળી ?

ગરાજ-ડૉર ખોલવાનો  અવાજ આવ્યો..રીના એ ઘડિયાળ તરફ નજર કરી, રાત્રીના બે વાગ્યા હતાં.રિયાએ કાર ગરાજમાં પાર્ક કરી કિચન ડોરમાંથી ઘરમાં પ્રવેશ કર્યો..’મમ્મી..તું હજું જાગે છે ?’ તને ખબર છે બેટી કે તું જ્યાં સુધી  સહીસલામત ઘરમા ન આવે ત્યાં સુધી મને કોઈ દિ ઊંઘ આવી છે? મમ્મીએ સામો સવાલ કર્યો..’ઑકે મમ્મી..તારે કાલે વહેલાં ઉઠી જોબ પર જવાનું છે અને મારે કાલે પહેલો ક્લાસ ૧૧.વાગે શરૂ થવાનો છે તેથી  મને તો પુરતો આરામ મળી જશે!’ ‘Tell me..Did you have a fun in Garba?…Yes mom..can we talk tomorrow ?’
‘OK..Beti…good night’…’good night'(‘તું મને કહે કે ગરબામાં મજા આવી ?  હા.મમ્મી..આપણે  આવતી કાલે વાત કરીએ તો..? ઓકે..બેટી..શુભરાત્રી…શુભરાત્રી..)

રિયાને કોલેજનુ પહેલું વર્ષ હતું, રિયાને એક જ મહત્વકાંક્ષા છે.’ બસ હું  એક સફળ ડોકટર બની મારી મમ્મીનું સ્વપ્ન સાકાર કરું.મમ્મીએ ભોગવેલી ભયંકર યાતના અને એ પણ એકલા હાથે અને સિંગલ પેરેન્ટ તરીકે મને પિતાનો પ્રેમ એટલો આપ્યો છે કે મને પિતાની જરી પણ ખોટ વરતાતી નથી.

રિયા હાઈસ્કુલમાં valedictorian( સૌથી પ્રથમ) હતી તેથી કોલેજમાં ૧૦૦% સ્કોલરશીપ મળી હતી, ટેક્ષાસની ટોપ યુનિવર્સિટીમાં તેની સ્ક્લોરશીપ સાથે એડમીશન મળતું હતું પણ રિયાએ મમ્મીને કહ્યું. ‘મૉમ..હું તારાથી દૂર જવા નથી માંગતી’.’પણ બેટી..તને સારી યુનિવર્સિટીમાં એડમીશન મળતું હોય તો તું મારી ચિંતા ના કર.તારું ભવિષ્ય અને કારકિર્દી માટે હું ગમે તે ત્યાગ કરવા તૈયાર છુ.”મમ્મી..હું અહી લોકલ યુનિવર્સિટિમાં રહીને પણ એક સારી ડૉકટર બની શકું તેમ છું તો હું તને છોડી ક્યાંય બીજે જવા નથી માંગતી.

રિયા એની મમ્મી જેવી જ સુંદર અને ઘાટીલી, નમણી હતી. એથીજ જુનિયરમાં ‘મીસ હ્યુસ્ટન’ તરીકે વર્ણી થઈ હતી.સાથો સાથ ભારતિય સંસ્કારો-સંસ્ક્રુતી તેણીમાં ભારોભાર ભર્યા હતા.ગરબા-અને ફિલ્મી ડાન્સમાં ઘણીવાર પહેલી આવી ઘણા એવૉર્ડ જીત્યા છે.રીનાની એ ડુપલીકેટ હતી..મા-દીકરી સાથે જતાં હોય તો કોઈને એમજ લાગે કે બે સહેલીઓ છે!રીના અને રિયા એટલા ક્લોઝ છે કે રિયા, મમ્મીની દર્દભરી જિદગીનો એક હિસ્સો બની ગઈ છે.એથીજ મમ્મીની દીકરી સાથે  એક દોસ્ત બની ગઈ છે.મમ્મીને  સહેલી માનીને બધીજ પર્સનલ વાત કહેવાની.

‘મમ્મી,આજે છેલ્લા ગરબા છે તો ઘેર આવતાં થોડું મોડું થશે! હા,,આજે તું મારી સાથે આવે તો મજા પડી જાય..આજે ગરબામાં costume competation(વસ્ત્ર-હરીફાઈ)છે ..બેટી,આજ સવારથી આ મારી એલરજી મને પજવી રહી છે..માથું  ફરતું હોય એવું લાગે છે..મમ્મી..તને એવું લાગતું હોય તો હું આજ નહી જાવ! તને કંપની આપુ…ના ..બેટી..I will be all right! don’t worry!( મને વાંધો નહી આવે ,તું ચિંતા ના કર..)..’ડાઉન-ટાઉનમાં ગરબા છે બેટી  બહું કેરફુલ રહેજે..કોઈ સહેલી સાથે રહેજે અને દૂર પાર્કિગ નહી કરતી.’ ‘હા..મમ્મી મારી ખાસ સહેલી લીસાને મારી કારમાં સાથે લઈ જઈશ.એટલે..એક સે ભલા દો..સલામત રહેવાય.’ ‘.ગુડ-લક બેટી..મને ખાત્રી છે કે તું સ્પર્ધામાં પહેલી આવીશ.’ ‘Thanks Mom….. God bless you beti(મમ્મી…આભાર…..બેટી..ઈશ્વર તારી રખેવાળી કરે)..

‘રિયા જોતજોતામાં ૧૯ વર્ષની થઈ ગઈ અને હું ૩૯ની.૨૦ વર્ષ પહેલાં પ્રણયના આવેશમાં આવી મેં અને જયે કરેલી ભુલ જયે ના સ્વિકારી, નાદાન નિકળ્યો.મારા મા-બાપનો મને ટેકો ના મળ્યો છતાં એકલા હાથે ઝઝુમી.જોબ  સાથે પાર્ટ-ટાઈમ કોલેજ અને રિયાને બેબી-સિટરમાં મુકતી. એ દિવસો યાદ આવે સાથે આંસુ આવે છે પણ મને  ગૌરવ છે કે મારો ગોલ પુરો કરી શકી.’ રીનાએ ૧૮ વ્હીલના લોડ જેવી જબાબદારી એકલા હાથે  ઉઠાવી. એમ.બી.એ ડીગ્રી પ્રાપ્ત કરી આજે માર્શલ ઓઈલ કંપનીમાં મેનેજરની પોસ્ટ ધરાવે છે.દીકરી પણ તેણી જેવી જ હોશિયાર નીકળી તેમાં તેણીનું સઘળુ દુઃખ-દર્દ Flush-out( પલાયન) થઈ ગયું.

ઘડિયાળ તરફ નજર કરી તો રાત્રીના બે વાગ્યા હતાં..’હજું રિયા ના આવી? કાર બગડી હશે ? ‘ કોઈની સાથે  રસ્તામાં કાર એક્સીડન્ટ થયો હશે!’
એક પછી એક વિચારોની ઘટમાળ શરૂ થઈ ગઈ! મા..હોવા છતા પહેલાં આવા ખરાબ વિચારો કેમ આવી જતાં હશે? જેને આપણે અતિ પ્રેમ કરતાં હોય ત્યારે આવા ખરાબ વિચારો પહેલા આવે! અત્યારે રાત્રીના બે વાગે કોને ફોન કરૂ ? રિયાના સેલ પર ફોન કર્યો તો સ્વીચ-ઓફ હતો બે-ત્રણ વખત મેસેજ મુક્યા પણ કશો રિસપૉન્સ ના મળ્યો…ચિંતાની ચિતા વધવા લાગી. ક્યાં જઉ ?  સેકન્ડના કાટા કરતા પણ હ્ર્દયના ધબકારાએ જોર પકડ્યું! રિયાની બહેનપણી જે રિયા સાથે કારમાં જવાની હતી તે લીસાના સેલ પર ફોન કર્યો..’I am not available at this time, please leave your message'(હું અત્યારે ફોન ઉઠાવી શકું તેમ નથી..તમે સંદેશ મુકી શકો છો).વારંવાર અવિરત લીસાને ફોન કરતી રહી..પણ..’Leave a message'(સંદેશ મુકો)સિવાય કશો રૂબરૂ રિસપોન્સ ના મળ્યો.

Finally(અંતે) સવારે સાત વાગે લીસાનો ફોન આવ્યો..’રીનામાસી…સોરી…આન્ટી ‘ બેટી…રિયા હજું ઘેર નથી આવી ? શું કહો છો આન્ટી ? ‘તમો બન્ને સાથે જ એક કારમાં હતાં ને ? રિયા સીધી તારા ઘેર આવી છે ? ‘ના..રીના આન્ટી..તમને કહું કે રાત્રે એક વાગે ગરબા પુરા થયા..’હા,, હા કહે..રિયાને બેસ્ટ કૉસ્ટુમ(best costume) માટે  ટ્રોફી મળી.અને ગરબા પુરા થયા બાદ ભારતથી આવેલ ગરબા ગ્રુપ સાથે એ વાતો કરવા રોકાઈ અને મને ઘેર આવવા રાઈડ મળી ગઈ એટલે હું રિયાને કહી હું ઘેર આવી ગઈ…પણ બેટી મને બહુંજ ચિતા થાય છે.  ‘રીના આન્ટી અમને નજીકમાં પાર્કિગ ના મળ્યું એટલે પાર્કિંગ ત્રણ ચાર બ્લોક દૂર કરવું પડ્યુ હતું. ઓહ માય ગૉડ…એ એકલી રાત્રે પાર્કિંગ લૉટ સુધી ચાલીને ગઈ હશે ? હું બીજી બે-ત્રણ બેનપણીને ફોન કરી તપાસ કરું છુ..આન્ટી, ચિંતા નહી કરતાં…રીનાએ…બે-ત્રણ સહેલીને ફોન કર્યા..સીમાએ કહ્યું. ‘રીના તું પૉલીસને તાત્કાલિક ફોન કરી દે..હું હમણાંજ તારા ઘેર આવું છુ..પોલીસ આવી. ઢગલાબંધ વ્યકતિગત  પ્રશ્નો પોલીસે પુછ્યા.’Mem, soon as we get any information about your daughter,we will let you know.( મેમ,તમારી દીકરી વિશે જેવી માહિતી મળશે તુરત અમો તમને જાણ કરીશું).

બે દિવસ થઈ ગયા રિયાનો કશો પત્તો ના લાગ્યો..લોકોમાં અફવા ઉડવા લાગી.’બહું રુપાળી, બોલકી અને ચાવળી હતી તેથી હજાર છોકરા પાછળ પડે! કોઈ છોકરા સાથે ભાગી ગઈ હશે!..અમેરિકામાં છોકરા ક્યાં કોઈના કાબુમા રહે છે ? રીના.જેવી હોશિયાર સ્ત્રી પોતાની છોકરીને રાત્રે ગમે ત્યાં ભટવા દે છે, ભણેલી છે પણ ગણેલી નથી’.લોકોની જીભ સાપની જેમ ફુંફાડા મારવા લાગી!

વહેલી સવારે હ્યુસ્ટન-પોલીસ રીનાના ઘેર આવી. Did you find my daughter ?( મારી દીકરી મળી ?)…I am sorry Ms.Rina,..we have found your daughter’s car with special licence plate..’RIYA 4 U…car has been located four miles away  from down town in wooded area…is my daughter  ok?…let me finish Ms.Rina….she is not…half naked body….( મીસ રીના,દિલગીરી સાથે કહેતા દુખ થાય છે ..કે તમારી દીકરીની સ્પેસ્યલ લાઈસન્સ પ્લેટ.”.રિયા ફોર યુ”વાળી કાર મળી છે..ડાઉન-ટાઉનથી ચાર માઈક દૂર..ઝાડીના એક ગીચ વિસ્તારમાંથી….મારી દીકરી ઓ.કે છે ?..રીના,મને પુરુ બોલી લેવા દો.. એ ઓ કે ન….થી…તેણીનું અર્ધનગ્ન શરીર….)..’ વાક્ય પુરુ થાય એ પહેલાંજ. એક લાચાર મા ની ..રિયાબેટી’…નામની ચીસ
ઘરની ચારે દિવાલો સાથે જોરશોરથી અથડાવા લાગી!

વાર્તા વાંચ્યા બાદ આપનો પ્રતિભાવ જરૂર આપશોજી.

સપ્ટેમ્બર 18, 2011 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 14 ટિપ્પણીઓ

માત્ર મનની વ્યથા લખું છું !

કયાં કોઈ કાવ્ય  લખું છું ?
માત્ર મનની વ્યથા લખું છું..

ડુબુ છું ખાબોચિયામાં ત્યારે,
માત્ર મનની વ્યથા લખું છું..

બળુછું રોજ જવાળામાં ત્યારે,
માત્ર મનની વ્યથા લખું છું..

વિષના ખુટડા પીઉં છું ત્યારે,
માત્ર મનની વ્યથા લખું છું..

આંખમાં આંસુ સરી પડે ત્યારે
માત્ર મનની વ્યથા લખું છું..

કોઈ કાંધો દેનાર નથી ત્યારે,
માત્ર મનની વ્યથા લખું છું..

“દીપ’ બળીને  ભસ્મ થાય  ત્યારે,
માત્ર મનની વ્યથા લખું છું..

સપ્ટેમ્બર 14, 2011 Posted by | કાવ્ય, સ્વરચિત રચના | 5 ટિપ્પણીઓ

9/11 Memorial.. શ્રદ્ધાંજલી….

We shall never forget
We
shall keep this day,
We shall keep the events and the tears
In our minds,
our memory and our hearts
and take them with us as we carry
on.

 શ્રદ્ધાંજલી.

કોઈના મા-બાપ, કોઈના દીકરા દીકરી અને કોઈના સ્વજનો, ૯/૧૧ માં કાયરોએ કરેલ કારમા ઘા માં ગુમાવેલ જિંદગી, એ સૌને  ભાવભીંની શ્રદ્ધાંજલી .જે કુંટુબ આજ પણ આ ગોજારા-દિવસને ભુલી શક્યા નથી સૌને ઈશ્વર પ્રેરકબળ બક્ષે એજ પ્રભુ પ્રાર્થના..

શું લઈ જવાનું છે ? સઘળું મુકી જવાનુ છે,
માનવી,માનવીને મારે,શું લઈ જવાનું  છે?
ધર્મને નામે લડી,દુશ્મન બને  માનવીના !
કાયરો કૃત્ય કરે કારમું! શું લઈ જવાનું છે?

સપ્ટેમ્બર 10, 2011 Posted by | વાચકને ગમતું | Leave a comment

પણ વાત અધુરી રહી ગઈ

કાલને મળીને આવ્યો,પણ વાત અધુરી રહી ગઈ,
આજને મળીને આવ્યો,પણ વાત અધુરી રહી ગઈ.

કોઈ જાણે કેવો એ દિવસ  હતો અજાણ્યા  અંધારે!
યમને મળીને આવ્યો,પણ વાત અધુરી રહી ગઈ.

ના કોઈ વહાલું કે  દવલું  ત્યાં કોઈ   હાજર  હતું,
જીવને મળીને આવ્યો,પણ વાત અધુરી રહી ગઈ.

એ શેરીઓ અજાણી  અને એ રસ્તાઓ અજાણ્યા!
રાહીને મળીને આવ્યો,પણ વાત અધુરી રહી ગઈ.

ના  સુરજ કે ના  કોઈ ચાંદની  ત્યાં  હાજર હતા!
ઘુવડને મળીને આવ્યો,પણ વાત અધુરી રહી ગઈ.

સપ્ટેમ્બર 8, 2011 Posted by | સ્વરચિત રચના | 3 ટિપ્પણીઓ

પપ્પા…આવજો!

‘જગમાં પિતાનું વાત્સલ્ય કદી કરમાતું નથી,જેની મહેંક એક હવાની માફક  મારી આસપાસ રહી છે.જે વાત્સલ્યે મારા જીવનમાં ઘણાં રંગો ભરી દીધા છે.આજે હું  જે સ્થાને પહોંચી છું  તેનું પ્રેરકબળ મારા પિતા છે.મા નો પ્રેમ પામી શકી નથી.મારા માટે પિતાજ  સર્વસ્વ છે.આજે મારી કંપનીમાં વાઈસ-પ્રેસીડેન્ટના સ્થાને પહોંચી છું તેનો બધો યશ-જશ મારા પિતાને આપું છું’

‘મમ્મી..મમ્મી..હું એકદમ મારા વિચારોમાંથી સફાળી જાગી ગઈ.મારી નાની આઠ વર્ષની નૈના મારો ખંભો હલાવી બોલી..’Mom, are you sleepy? I asked you to two times to help me in my school project..but you are not listening…!(મૉમ,તું ઉઘે છે ? મેં તને બે વાર પુછ્યું કે મને મારા સ્કુલ પ્રોજેકટમાં મદદ કર..પરંતુ તું તો સાંભળતીજ નથી)… ‘નૈના,મારી ભુલ થઈ ગઈ. બોલ શું મદદ કરૂ ?’ ‘મમ્મી મારે ડાયનાસૉર વિશે લખવાનું છે. તને ખબર છે કે..આ ડાયનાસૉર વર્ડ પૄથ્વી માંથી એકદમ  નાશ કેમ પામ્યા?..બેટી,ડાયનાસૉરના નાશ માટે ઘણાં કારણો જવાબદાર છે..કહેવાય છે કે….asteroids….’Mom, someone knocking on the door..can I open the door?…NO Beti..I am  going ..( મોમ, કોઈ  બારણું ખખડાવે છે, હું દરવાજો ખોલુ ? ના બેટી..હું જાવ છું.. કોણ છે? ઢબું, હું છું…ઓહ! ડેડ ..હા મેં તને આવતા પહેલાં ફોન કર્યો કે હું ઘરે આવું છુ  પણ તારો ફોન બીઝીજ આવે છે.’ ‘આ તમારી લાડકી નૈના ફોન પર વાત કરે પછી ફોન સ્વીચ-ઓફ કરવાનું ભુલી જાય છે.’ ‘નાના..કહી નૈના નાનાને ભેટી પડી..Where is my treat,  Nana?( મારા માટે શું લાવ્યા? નાના).. ‘ચાવળી,મને ખબરજ હતી કે હુ તને ક્‍ઈ ના આપું ત્યાં સુધી ઘરમાં આવવા નહી દે! લે તારી ભાવતી હરસીની કીસી કેન્ડી.’ ‘નાના.. આઈ લવ ઇટ!(મને ગમે છે)..મારા પિતા સીધા નૈનાના રૂમ ગયાં અને તેણીની સાથે બાળકની માફક રમવા લાગ્યા!

મારે ત્યાં આઠ વર્ષની છોકરી છે છતાં મારા પિતા મારું નામ દીપા હોવા છતાં મને મારા નાનપણના હુલામણાં નામ “ઢબુ”થી જ બોલાવે છે..બસ “ઢબુ’ બોલાવવાનો હક્ક પિતાને જ છે..બીજા કોઈને નહી..મારા હસબન્ડ મુકેશ કોઈવાર મજાકથી બોલાવે તો હું મોઢું બગાડું એટલે તુરતજ સમજી જાય..કે મને નથી ગમ્યું..”ઢબુ” શબ્દ પિતા બોલે છે ત્યારે એમની વાત્સલ્યતાનું ઝરણું વહેતું હોય તેવો ભાવ જોવા મળેછે!અને મારું બાળપણ યાદ આવી જાય.હું અહી અમેરિકા મારા ફેમિલી સાથે આવી ત્યારે માત્ર એક વર્ષની હતી.શિકાગોની કડકડતી ઠંડીમાં મારા પિતા કહેતાં . ‘બેટી. આ દેશમાં નવા નવા હતાં.તને બેબી-સિટર સાથે રહેવું નહોતું ગમતુ. પણ અમારી મજ્બુરી હતી કે જોબ કર્યે છુટકો નહોતો. હું અને તારી મમ્મી બન્ને જોબ પર ચિંતા કરીએ કે ઢબુ રડી રડી્ને અડધી થઈ ગઈ હશે. પણ શું કરીએ લાચાર હતાં!  તું માંદી પડી ગઈ,શરીર લેવાઈ ગયું.તારું દુઃખ અમારાથી જોવાયું નહી..મેં દિવસની જોબ જતી કરી,,અને રાત્રીની જોબ સ્વિકારી જેથી દિવસે હું તારી સંભાળ રાખી શકું  હું જોબ પર જાવ બાદ  તારી મમ્મી  સંભાળ રાખે.  હા ઘણી  મુશ્કેલીઓ  નડી પણ તું ખુશ રહી એજ અમારુ અહો ભાગ્ય!

હું બે વર્ષની થઈ તે પહેલાંજ મમ્મી કાર એકસીડન્ટમાં ઈશ્વરને વહાલી થઈ ગઈ..માના પ્રેમ વિશે સાંભળ્યું છે, વાંચ્યું છે,અનુભવ્યું નથી તેનો ખેદ છે પણ બીજીજ ઘડીએ પિતાએ આપેલ પ્રેમે મને મા ની ખોટ લાગવા  દીધી નથી. બસ એજ મારી મા,એજ મારા પિતા એજ મારા ઈશ્વર! અને એજ સાચી શિક્ષા આપનાર શિક્ષક!

મારા લગ્ન જ્યારે મુકેશ સાથે ભારતમાં થયાં ત્યારે પિતાએ મને લખેલ કાવ્યે  મને ભાવથી ભીંજવી દીધી. એમની બે છેલ્લી કડી યાદ કરું છુ.
‘आशिषके दो शब्द कहना चाहूंगा, मगर कुछ न कह पाऊं तेरी बिदाई पर,
बस मेंरी आंख पर एक नजर कर लेना, दो शब्द तू अपने आप ही पढ लेना!”

મારા પપ્પા કદી ગુસ્સે ના થાય એમની નારાજગી,એમને  ઠપકો આપવાના હોય તો બસ એમની આંખ પર નજર કરૂ મને બધું સમજાય જાય કે પપ્પા આજ માર પર ખુશ છે કે નારાજ! આજ સંદેશ એમની કવિતામાં મેં વાંચ્યો.લાગણીશીલતા, પ્રેમ અને સંદેશ એમની કવિતામાં સંપૂર્ણ સાગરના મોજાની માફક ઉભરાય આવે છે.
મુકેશને હું અહીંની સિટિઝન હતી એટલે  જલ્દી આવવા મળ્યું.પરંતુ ભારતિય રંગે રગાયેલો  મુકેશ શરૂ શરું માં.. He was a typical  Indian..he wants everything his way. like  make a good tea & Gujarati Thepla in the morning after I wake-up. just order everything like a I am his servant!(એ રુઢીચુસ્ત ભારતીય,બધું એના પ્રમાણે થવું જોઈએ! જેમ કે મારા માટે સવારે જેવો જાગું પછી કડક ચા, ગુજરાતી ગરમ-ગરમ થેપલા.જાણે કે હું એની નોકરાણી હોઉ!)..અહીં ઉછરેલી, આવું કદી પણ મેં અહીં જોયેલું નહી! અને હું જોબ કરતી હતી..મને તો ગુસ્સો આવી જાય..અને કહી દઉ. ‘ હે મુકેશ! અહી  તો બધું તારી જાતે કરી લેવું પડશે.અહીં કોઈ તારા માટે નોકર નથી. દેશમાં તારા ઘેરે નોકર હશે,,અહીં નહી! અને અમારું  આવી રીતે લગ્ન જીવન ધુંધળું બની ગયું..અને મે તેની સાથે ડિવૉર્સ લેવાનું નક્કી કર્યું..

મારી સહેલી જેનાએ મને સલાહ  આપી કે તમો મેરેજ-કૉન્સીલરને  મળો અને સમાધાન-સમજુતી કરો.મેં એપૉઈન્ટમેન્ટ લેવાનું નકી કર્યું ત્યારે મારી માસીની છોકરી શૈલાએ કહ્યું.’ યાર..તારા જ પિતા તને સાચો રસ્તો બતાવે એવી વ્યક્તિ છે.  લોકો કોઈ પણ કૌટુબિક પ્રશ્નોમાં તેમની સલાહ લેતા હોય છે અને એ હંમેશા સા્ચી સલાહ આપે છે. તેણે આવા ઘણાં કેસમાં વગર મુલ્યે સમાધાન કરાવ્યા છે..મેં મારા પિતાને દુઃખ ના થાય તેથી કદી મારી વ્યક્તિગત વાત કરેલ નહીં.

‘ Dad, I have a problem! I am not happy with Mukesh, he is such a typical indian.He does not want to compromise anything.There is no way, I can spend my whole life with this guy..( પપ્પા, હું મુકેશ સાથે જરી એ સુખી નથી,એ બહુંજ જુના-વિચારોને વળગી રહેનાર ભારતિય છે. એ કશી બાબતની બાંધ-છોડ કરવા નથી માંગતો. કોઈ રીતે આવી વ્યક્તિ સાથે હું મારી જિંદગી વિતાવવા માંગતી નથી)..પપ્પાએ બહું જ શાંતીથી, જરા પણ અપસેટ થયા વગર મારી સંપૂર્ણ વિગત સાંભળી..

‘બેટી, આમાં મારી પણ થોડી ભુલ દેખાય છે..તું અહીંના અમેરિકન સામાજીક-વ્યવારિક વાતાવરણમાં ઉછરી છો. તારા માટે અહીં જ ઉછરેલો છોકરો યોગ્ય ગણાય. પણ મેં તને  વડોદરામાં રહેતા અને ઈલેકટ્રીક એન્જીનયર થયેલા મુકેશ સાથે મળી, ગમે તો લગ્ન કરવાની  વાત કરી અને તે દેખાવડો, ભણેલો હતો તેથી તને પણ પસંદ પડ્યો..પણ ત્યાંના રીત-રિવાજમાં ઉછરેલ મહેશ પણ અહીંની રહેણી-કરણીથી વાકેફ નથી.એમાં તેને પણ દોષિત  ગણી ના શકું. આ નાના નાના ઝઘડાં આટલું મોટું સ્વરૂપ લેશે તેનો મને કશો ખ્યાલ જ ના રહ્યો. બેટી,લગ્ન જીવનમાં ઘણી સમજુતી-ત્યાગની ભાવના હોવી જરૂરી છે.   જો.અને તો શબ્દો જીવનમાં ઘણી વિટંબણા ઉભા કરતા હોય છે.લગ્ન જીવનમાં શરત વગર જીવવું મુશ્કેલ છે પણ જરૂરી છે.અને એજ સાચો પ્રેમ લગ્ન જીવનની મંઝીલ સુધી પહોચાડી શકે!એજ પ્રેમ  મેરેજ લાઈફને સ્વર્ગ સુધી લઈ જઈ શકે. મુકેશ નવો નવો છે, હા..તેની સાથે પણ હું જરૂર વાત કરીશ. પણ તું મને ત્રણ મહિના આપ! મને ખાત્રી છે કે તમારી લગ્ન જીવનની ગાડી જરૂર પાટા પર આવી જશે!’  ‘ ઑ,કે. ડૅડ.’

પિતાના એક એક શબ્દમાં કોઈ જાદુઈ અસર છે તે તો મારે માનવું જ પડશે..મારી મેરેજ લાઈફ સુધરવા લાગી. પિતાની સલાહ મુજબ મેં પણ ત્યાગની ભાવના, જતું કરવાની ટેવ…ગુસ્સા પર કન્ટ્રોલ! બધા સદ-ગુણ કેળવ્યા અને મહેશ પણ ધીરે ધીરે ઘણોજ સુધર્યો..  મારા સાચા  ગુરૂ મારા પપ્પાએ જ મારી મેરેજ લાઈફ સુધારી..આજ-કાલ કરતાં લગ્ન જીવનને ૧૦ વર્ષ થઈ ગયાં. ઘરમાં ઢીગલી જેવી નૈના આવી.અમારી વચ્ચે નૈના પણ અનોખા પ્યારની સાંકળરૂપ બની ગઈ!

પિતાની ફિલોસૉફી-તેમની સમજાવટની શૈલી અદભુત છે. એક દિવસ મને અંજના આન્ટી મળી ગયાં, જેમના હસબન્ડ એક વર્ષ પહેલાં હાર્ટ-એટેકમાં ગુજરી ગયેલા. આન્ટીએ મને કહ્યું.’બેટી તારા અન્કલ ગુજરી ગયાં પછી મને એવુંજ થઈ ગયું કે હવે એકલી જિંદગી જીવીને શું કરીશ ?  ઈશ્વર પાસે  હંમેશા પ્રાર્થના કરતી હતી કે મને પણ લઈ લે!  ખાવા-પિવામાં કશુંજ ધ્યાન ના આપું બસ એકલી એકલી રડયા કરૂ. એક દિવસ તારા ડેડ સાથે ફોન પર વાત થઈ અને મારી દુઃખભરી જિંદગીની વાત કરી! એમને માત્ર ટુંકમાં જ કહ્યું. ‘  ભાભી.તમે રડી રડી તમારા જીવને દુઃખી કરો છો અને સાથો સાથ મૃત-આત્માને પણ દુંખી કરો છો. જિંદગી ટુંકાવવાથી તમારા દુંખનો અંત આવે તેમાં હું નથી માનતો. મારી પત્નિને ગુજરી ગયાં  ૩૦ વર્ષ થઈ ગયાં પણ  હું દુંખી થઈ તેના આત્માને દુખી નથી કરવા માંગતો. બસ તેની સાથે માણેલા સુંદર દિવસો,સુખભરી પળોને યાદ કરી આનંદથી  ઈશ્વરે આપેલી જિંદગીની મજા માણું છુ.. જુઓને..દિકરી..જમાઈ.અને મારી લાડલી પૌત્રી નૈના સાથે કેટલું સુંદર શેષ જીવન વિતાવું છુ! જિંદગીની મજા માણું છું..આનંદથી રહું છું.’

‘બેટી મારું જીવન બદલાઈ ગયું..જીવન વેડફવા માટે નથી..જીવવા માટે છે , માણવા માટે છે..તેનો અહેસાસ થયો..Thanks to your dad.(તારા પિતાને આભારી છે.)

મારે કોઈ કથા-કિર્તનમાં કે ગુરૂઓના ઉપદેશ સાંભળવા જવું પડતું નથી.મારે તો ઘર આંગણે પિતારૂપી જ્ઞાનવૃક્ષ ની છાયા નીચે જીવનનું સારું ને સાચું જ્ઞાન મળે છે!

મારા પિતા પરમ મિત્ર જેવા છે જેની સાથે કોઈ પણ સંકોચ વગર કોઈ પણ વાત કરી શકું છું.જોબ પર કોઈ એમ્પ્લોઈ સાથે અથવા કોઈ મિત્ર-સગા સાથે  માથાકુટ થાય તો પિતાની સલાહ લઉ. અને એમની સલાહ હંમેશા “Always live positive way”(હંમેશા હકારત્મક રીતેજ જીવવું જોઈએ) હોય…જેને લીધે આજ હું કંપનીની વાઈસ-પ્રેસીડન્ટ બની શકી છું.

‘Deepa, it’s time to go…(દીપા, હવે જવાનો સમય થઈ ગયો), પપ્પા હસતાં હસતાં બોલ્યા..મે કહ્યું..ક્યાં ?  અહીં આજે જમીને જજો..દીપા,,તું હજું પણ તારી મમ્મીની જેમ ભોળીજ રહી! પપ્પા..તમારી બોલવાની સ્ટાઈલ ઘણીવાર હું સમજી શક્તિ નથી. બેટી,હું હવે ૭૯નો થયો!’ ‘ હા…આવતા વર્ષે તમારી ૮૦ વર્ષની જન્મતીથી બહુંજ ધામધુમથી ઉજવવાની છે. પપ્પા,શેરેટૉન-હોટેલમાં શાનદાર પાર્ટી કરવાની છે અને મહેશે હૉલ પણ અત્યારથી બુક કરી દીધો છે.. ‘હા..બેટી…જરૂર…પણ… પણ શું પપ્પા ?… બેટી..હું તારી પાસે કશી વાત છુપાવતો નથી…મારું એન્યુલ ચેક-ઉપ થયું અને ડૉકટરેને શંકા પડતા વધારે  ટેસ્ટ કરતા આજે જ રિપોર્ટ આવેલ છે કે મને લન્ગ્સ(lung) કેન્સર છે અને માત્ર…ત્ર…. NO..Dad.. don’t tell me that..I  do not believe it..( ના..પપ્પા,,,મને આવું ના કહો…હું આ માનવા તૈયાર નથી)..કહી પપ્પાને નાના બાળકની જેમ વળગી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.’બેટી,મેં તને જીવનમાં શું શિખવાડ્યું છે? ડૅડ…તમે મને ઘણાં બૌધ-પાઠ શિખવાડ્યા છે પણ જ્યારે પરિસ્થિતી માથે આવે છે ત્યારે માનવી બધું ભુલી  જઈ વિવશ બની જાય છે.

‘હા..બેટી..માનવ જીવનમાં જન્મ અને મૃત્યુ બન્ને  જીવનનો એક હિસ્સો છે અને મ્રત્યુ પણ અનિવાર્ય છે. દીકરી,હું મારું જીવન બહું જ સુંદર રીતે જીવ્યો છુ. કોઈ અફસોસ રહ્યો નથી. સુંદર પત્નિ મળી.વહાલસોય દીકરી અને જમાઈ મળ્યા. પરી સમાન આ પૌત્રી ! બીજું શુ  જોઈએ? દીકરી,મૃત્યું કોઈ કારણ લઈને આવે છે!કોઈને હાર્ટ-ઍટેક..કોઈને કેન્સર..તો મૃત્યુને  વધાવે છુટકો જ નથી!જેનો જન્મ છે તેનું મૃત્યુ અનિવાર્ય છે બેટી…

ડૅડી,, બસ હવે તો તમે મારા ઘરે રહો..હું તમારી સારવાર કરીશ…ના બેટી…મને hospice(હોસ્પિક) માંથી પુરેપુરી સંભાળ રાખવા માટે નર્સ અને ડૉકટર અઠવાડીએ  આવી મને તપાસી જશે.પણ ..ડેડ..મારો જીવ નહી માને…દીકરી…મારું ઘર ક્યાં દૂર છે..એકાદ બ્લોકજ દૂર છે… ના ડેડ…હું તમને એકલા નહીં જ રહેવા દઉ! મુકેશ પણ બોલ્યોઃ’ ‘ ડૅડ..આવા સમયે અમને સેવાનો મોકો આપો અને હું દીપાની વાતમાં સહમત છુ. તમારે આજથી અમારે ત્યાજ રહેવાનુ. હોસ્પિકના માણસો આપણાં ઘેર  આવે અને આપની સારવાર કરે સાથો સાથ અમને પણ આપની સેવાનો લાભ મળે.

મારા ડૅડી આ વાતમાં સહમત થયાં એનો મને આનંદ હતો અને ડૉકટના કહ્યાં મુજબ મારા વહાલા પિતાનું વાત્સલ્ય ગુમાવવાની છું એનો અફસોસ કોઈ શબ્દમાં વર્ણવી શકાય એમ નથી.

‘દીકરી, મારી પાસે કેટલા દિવસ બાકી છે એની મને ખબર નથી. પણ મારી આખરી ઈચ્છા તને કહી શકું?  ‘ડૅડી.તમે મારા પપ્પા અને મમ્મી બન્ને હતાં એમ હું પણ તમારી દીકરી અને દીકરો બન્ને છું.’  ‘હા,,દીકરી.તે મને હંમેશા દીકરી-દીકરા બન્નેનો ભરપૂર પ્રેમ આપ્યો છે.મને દીકરા ના હોવાનો કોઈ અફસોસ નથી…હા..હું તને શું કહેતો હતો..? પપ્પાને થોડી પળ પે’લા શું કીધું હતું તે પણ યાદ નથી રહેતુ,..’હા..તમારી આખરી ઈચ્છા..!  ‘દીકરી મારી તને અને મહેશને એકજ વિનંતી.મારા જવાથી…કોઈ અફસોસ ના કરશો.. વાત્સલ્યના ઉભરાયેલા  મોજા આંખમાંથી આંસુ રોકવા મુશ્કેલ બની જશે..એ મોજાને એકવાર છલકાવી દેજે..દુઃખનો ઉભરો બહાર ઠાલવી દેજે. પછી ફરી આ જિંદગીની સુપ્રભાતને વધાવી લે’જે…મારો દેહ અગ્ની સાથે વિલિન થશે..દાહની   હુંફ લઈ તમારા કૌટુબિક જવાબદારીમાં મગ્ન થઈ જજો. જીવનને   ઉજ્જવળ બનાવજો.’ ‘ હું પિતાના એક એક ઉચ્ચારેલા શબ્દો સાથે આંસુની ધાર સહ  ભીંજવાતી હતી.  ‘હા..બેટી…અત્યારે લાગણી…આંસુ રૂપે વહાવી દે..પણ હું ગયાં બાદ તારે મજબુત થવાનું છે.તારા કુટુંબની જવાબદારી નિભાવવાની છે.

અગ્ની દાહ, તું અને મારા દીકરો સમાન મુકેશ કરજો. પપ્પા…બોલતા બોલતા થાકી જતાં હતાં..હાફ ચડી જતો હતો..ડેડી..બીજું કઈ…મેં વીલની કૉપી તને ઘણાં સમય પે’લા આપી દીધી છે. મારી લાડલી નૈનાનો સંપૂર્ણ ભણવાનો ખર્ચ વીલના પૈસામાંથી કાઢજે..નૈના હોશિયાર છે.તેણીને ઈચ્છાને માન આપી તેણીને જે ભણવું હોય તેમાં મદદ કરજે..શ્વાસ રૂધાવા લાગ્યો..ડેડી..હવે આરામ કરો…રાત્રીના ૧૧ વાગ્યા છે…હા બેટી…કાલે શનિવાર છે એટલે તમારે ક્યાં જોબ પર જવાનું છે..હા..પપ્પા…તમે થાકી ગયાં લાગો છો.આરામ કરો…મારા માથા પર હાથ મુક્યો…નૈના તો સુઈ ગઈ હતી.મુકેશનો ખંભો થાબડ્યો!..  ગુડ-નાઈટ ડૅડ..Good night you both…The god bless you..Thanks a lot.. dad(તમો બન્ને ને શુભરાત્રી. પ્રભુના  આશિષ’….’પપ્પા..ઘણો આભાર)..

ચિંતામાં ને ચિંતામાં બહું ઊંઘ ના આવી..સવારે છ વાગે આંખ ખુલી ગઈ.  જલ્દી જલ્દી નાહી-ધોઈ સાત વાગે પપ્પા માટે ચા બનાવી..પપ્પાની ટેવ મુજબ ઉઠે એટલે ચા  જોઈએ. ચા અને તેમને ભાવતા સિરિયલ લઈ એમના રૂમમાં ગઈ..પપ્પા, ગુડ-મૉર્નીંગ..પપ્પાએ જવાબ ના દીધો..પપ્પા. રાત્રે ઊઘ નહી આવી હોય..ફરી મેં બુમ પાડી એમને ઢંઢોળ્યા!! પપ્પા!!…પણ એંતો બહુંજ શાંતીથી ઊંઘી રહ્યા હતાં, મેં બારી ખોલી! ઉષાના કિરણો  મમ્મીની જેમ હસતાં હસતાં દોડી એમને ચુમી પડ્યાં..એક આંસુ ટપકી પડ્યું…લુછ્યું…ને હસી પડી..’તમને વચન આપ્યા મુજબ ..’પપ્પા.. હવે હસ્તા ચહેરે…આપને આખરી વિદાય આપીશ…Good bye Dad…(..પપ્પા…આવજો!)

વાર્તા વાંચ્યા બાદ આપના પ્રતિભાવ આપવા વિનંતી.

સપ્ટેમ્બર 3, 2011 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: