"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મન મેલી કાયા !

‘માઈકલ, તું  આ બધી રમતો રમવાનું બંધ કર.તારા કર્યા તનેજ હૈયે વાગે છે છતાં તને કદી એનું અહેસાસ થતું નથી.  જેટલી વાર તું ગંદી રમત રમે છે તે રમત તનેજ ભારે પડે છે.’ અશોક એક એવો મિત્ર હતો કે માઈકલને   સાચું કહી દેતો.પણ મહેશ ઉર્ફે માઈકલ તો વીડ જેવો હતો વીડને વાઢી નાંખોને તોય એના સ્વભાવ મુજબ ફરી ઉગી નીકળે! કોઈ વાતની અસર તેને થતી નહી. હા મંદીરે જાય,  ભજન કિર્તન કરે અને સમાજમાં સેવા આપે પણ એમાંય એનો સ્વાર્થ  હતો કે પોતાનો બીઝનેસનો ફેલાવો બહું સહજ રીતે વધે.

મહેશ સાથે ૩૦ વર્ષ પહેલાં મેરેજ કર્યા ત્યારે અમો ન્યુ-મેકસિકો, સાન્તા-ફેમાં  રહેતા હતાં.  મહેશ એરો-સ્પેઈસ(Aerospace) એન્જીનીયર હતો .એર-લાઈન્સમાં તે મેનેજર હતો.  સેલેરી પણ ઘણોજ સારો , દેખાવડો અને હેન્ડસમ હતો.  પણ અમારા  લગ્નબાદ એના સાચા સ્વરૂપના દર્શન થયાં. ગુસ્સે થાય ત્યારે કોઈનો નહીં. બસ હાથ ઉગામવા સુધી આવી જાય.એક વખત એવું બન્યું કે મારાથી દાળમાં વઘાર બળી ગયો અને મહેશે ગરમ ગરમ દાળ મારા તરફ ફેંકી અને ઉભો થઈ મારા મો પર  થપ્પટ મારી અને મોં માંથી લોહી નિકળવા લાગ્યું.મારાથી ના રહેવાયું મેં પોલિસ ડિપાર્ટમેન્ટમાં ફોન કર્યો. દસ મિનિટમાં પોલીસ આવી પહોંચી મારા બ્યાન મુજબ મહેશને હાથકડી પહેરાવી પોલીસ કારમાં જેલમા લઈ ગઈ. શું કરૂ ? બાળકો રડવા લાગ્યા.મજબુર બની ગઈ!  હું બાજું ના પડોસી મીસ બ્રાઉનને સાથે લઈ ને મહેશ માટે બેઈલ ભરી(Bail-out)  જેલમાંથી છોડાવ્યો. બાળકોની દયા આવી અને મેં કરેલી કમ્પલેઈન(ફરીયાદ) મારેજ પાછી લઈ લેવી પડી. મેં  ઘણું ચલાવી લીધું. મારા  બન્ને છોકરા તેની ડેડી જવાં જ દેખાવડા હતાં.ઘર મોટું લીધું પણ દિલ મોટું ક્યાં લેવા જવું ? મહેશનો શંકાશીલ  સ્વભાવ મીઠાજળમાં શાર્ક  જેવો હતો !  કોઈ પુરુષની સાથે હસી-મજાકથી વાત કરીએ તો પણ શંકા કરે! અને ઘેર આવીએ એટલે કોઈ પણ દલીલ કરી ઝગડા શરૂ કરી દે.

‘ Enough is enough’ (હવે તો હદ થઇ ગઈ). અમો છુટા-છેડા લેવાનું નક્કી કર્યું.  જેને માટે પૈસો એજ પરમેશ્વર હોય તેને પોતાના બાળકો ઉપર કોઈ પ્રેમભાવ કે લાગણીના ભાવો  હતાંજ નહી! મેં જવાબદારી લીધી. મહિને મને અને બન્ને છોકરાને એલિમની( મહિને ખાધા ખોરાકીના પૈસા) આપવાનું કોર્ટે નક્કી કર્યું.

મહેશ બહુંજ ચાલાક અને રમતબાજ હતો. છૂટ્ટા-છેડા પછી મને ખબર પડી કે તેને કોઈ બીજી સ્ત્રી સાથે લફરૂ હતું. જેવા ડિવોર્સ થયા તેના બીજાજ મહિને મહેશે લગ્ન કરી લીધા.

અને મને પાછળથી એ પણ ખબર પડી કે તેણે ડીવોર્સ પહેલાં સેવીંગમાંથી ૫૦,૦૦૦ ડોલર્સ  ઉપાડી એક મિત્રને આપી દીધા હતાં જેથી એમાંથી મને કશો હિસ્સો મળે નહી.મનને મનાવી લીધું કે કે આવી ગંદા વિચારના અને ક્રોધી માણસથી  છુટી.

મહેશ ઘણીવાર બાંધેલી એલિમની(alimony) નિયમત નહોતો મોકલતો. બે છોકરા સાથે ઘર ચલાવવાનું મુશ્કેલ થઈ પડતુ.   ડિવોર્સ લીધાબાદ કદી મહેશ બાળકોને મળવા નથી આવ્યો. મેં જોબ શરૂ કરી દીધી. બાળકોને ભણાવ્યા, પણ તેના ડેડીનો કશો ટેકો મળ્યો નહીં. અહી સિંગલ પેરન્ટ્સ તરીકે રહેવું    કેટલી તકલીફ પડે છે તે માત્ર આ પરિસ્થિતીમાંથી પસાર થયા હોય તેજ જાણે! બન્ને છોકરા ટીન-એઈજની(Teen age) ઉંમરે પહોંચ્યા ત્યારે તેમને કન્ટ્રોલ કરતા મારે નાકે દમ આવી ગયો છે.રાત્રે પાર્ટીમાંથી મોડે આવે અને હું ચિંતા કરતી મોડીરાત સુધી જાગુ અને એ આવે પછીજ મને ઊઘ આવે! શું કરૂ ? કોને કહેવા જાઉ ? બન્ને ૧૮ વર્ષના થયા એટલે મહેશે અહીંના કાયદા મુજબ એલિમની અને હેલ્થ ઈન્સ્યોરન્સ બંધ કરી દીધા.એલિમનીની આવક બંધ, ફાયનાન્સીયલી અને મેન્ટલી પ્રેસર વધી ગયું.

એકલા હાથે પરિસ્થિતીનો સામનો કરતી રહી.પણ  દરિયાના ભારે તુફાનમાં  નૈયા પાર તો ઉતરી. બાળકોને ભાન-શાન આવ્યું ત્યારે ૨૨ વર્ષની ઉંમર થઈ ગઈ હતી..એટલો આનંદ છે કે બન્ને પાસે બીઝનેસની ડીગ્રી છે.

મહેશ રમત રમતો રહ્યો.જોબ સાથે ત્રણ-ત્રણ બીઝનેસની ફેન્ચાઈઝ લીધી પણ પોતાના નામે નહી અને તેની બીજી પત્નિ રીમાને નામે બધા બીઝનેસ કરી નાંખ્યા.લાખો ડૉલરની સંપત્તી બીજી પત્નિને નામ! રીમા દ્વારા બે છોકરીઓ થઈ.રીમા સાથે લગ્ન માત્ર પાચ વર્ષ ચાલ્યા પણ રીમા ચાલાક નિકળી! તેણીને નામે  કરેલ બીઝનેસ તેણેજ પચાવી લીધો .લાખો ડોલર્સની એ માલકીન થઈ ગઈ..ડિવોર્સ થયા.મહેશને  ફૂટી કોડી પણ ના મળી! મને થયું કે આ રખડતો જીવ જે ભૂત જેવો છે જેને માત્ર મળ્યું આંબલીનું સુકુ ઝાડ! એના કુકર્મોનું ફળ અહીંજ એને મળી રહે છે છતાં તેને ભાન નથી આવતું.

આ રખડો જીવ મહેશ સદા કામનાને સંતોષવાજ આ લોકમાં આવ્યો હોય એવો અહેસાસ જરૂર થાય. મહેશના મિત્રે મને ફોન કરી કીધું. ‘કિંજલબેન  મહેશ રોમીયાએ તો ત્રીજા લગ્ન ભારતમાં જઈ કર્યા. આ વખતે મહેશે તેનાથી ૨૦ વર્ષ નાની  કામીની સાથે લગ્ન કર્યા.’  ‘અશોકભાઈ મને મહેશની જિંદગીમા કશો રસ નથી.કાચીડાની જેમ વાતે વાતે રંગ બદલે, ઘર બદલે, બૈરી બદલે  એ માનવી નહી અર્ધ પશુ છે.’  ‘હા પણ કિંજલબેન તમો જોજો આ લગ્ન પણ…’  ‘ભાઈ જવાદોને એ વાત..કઈક બીજી વાતો કરો…એમ કહી અશોક સાથે મેં વાત ટુંકાવી ફોન મૂકી દીધો.

મારા બન્ને છોકરા રોહીત અને રોનક મને સારી રીતે રાખે છે અને તેમની પત્નિ રુચા  અને રોહીણી બન્ને સાથે મા-દીકરી જેવો અમારો સંબંધ છે.રોહીત અને રોનક બન્ને   અને હું સૌ અમે એકજ સબ-ડિવિઝનમાં રહીએ છીએ .પાછલી જિંદગીની સંધ્યા ટાણે આવી સુંદર જિદગી બાળકો સાથે ગાળવા મળે ત્યારે હું જરૂર કહીશ.’ સંધ્યા સોળેકળા સાથે મારી સાથે ખીલી છે!’

‘હલ્લો! કોણ ?  મેં ફોન ઉપાડ્યો…’કિંજલ…હું..મ..હે..શ.’ બહુંજ પાતળો અને નિર્બળ અવાજમાં સામે થી જવાબ મળ્યો..મને ફોન પર બરાબર સમજાયું નહી તેથી મારે બે વખત પુછવું પડ્યું..કોણ?..હા…હું,,સાન્તા-ફે માં છું.’ ‘હા  પણ…હવે આપણે કોઈ સંબંધ નથી..મને શા માટે ફોન કર્યો ?…’  ‘તું વાત મારી સાંભળીશ ?..મેં તુરતજ  અપસેટ થઈ જવાબ દીધો..’તે કોઈ દિવસ મારી વાત સાંભળી છે તો હું તારી વાત સાંભળુ.’
‘જુદી જુદી સ્ત્રીઓ સાથે રંગ-રેલીયા મનાવવી રોમીયો બની ભટકવું અને પોતાનાજ સંતાનોને રસ્તા વચ્ચે રઝળતા મુકી દેવા , કશી પણ દયા વગર..તુ તો નિશ્ઠુર છો.’  બસ મને ગુસ્સો આવી ગયો..એ આગળ બોલ્યો..’મારી વિનંતી સાંભળ..હું મરણ પથારીએ પડ્યો છુ…મને….બ્લડ… કેન્સર છે…મહેશ માંડ માંડ બોલી શક્તો હતો…હું *Hospice.( હૉસ્પિક)માં છેલ્લા શ્વાસ લઈ રહ્યો છું….મારી છેલ્લી ..પત્નિ..કામીની પણ ગ્રીન-કાર્ડ મળ્યા પછી …તેણીના બોય-ફ્રેન્ડ સાથે ભાગી…ગઈ…..પણ…મને…દાળ-ઢોકળી ખાવાનું મન થયું છે…અને મને ઘણી  તપાસ બાદ તારો ફોન નંબંર  મળ્યો છે…મારી આટલી …ઈચ્છા પુરી કરીશ ?……કઈ…હૉસ્પિકમાં….? ‘હેવન-હોસ્પિક….મને ત્યાં  આવતા બપોરના બે તો વાગી જશે…ઑકે..હું તારી રાહ જોઈશ….

મારો મનમાં ઘેરાયેલા  ગુસ્સાના કાળા  વાદળો  એકદમ  ગાયબ થઈ ગયા! મરણ પથારી પર સુતેલી વ્યક્તિ  આંગણે આવી મદદ માંગે તેની સાથે દુશ્મનાવટ શા કામની ? જલ્દી જલ્દી..દાળનું કુકર મુકી દીધું.જેવું કુકર ઠર્યું તુરત દાળ-ઢોકળી બનાવી સાથો સાથે થોડા ભાત…મને ખબર છે કે દાળ-ઢોકળી સાથે મહેશને ભાત અને  અથાણું જોઈએ. એ લઈ જલ્દી જલ્દી…’હેવન-હૉસ્પિક’  પહોંચી. તેના રૂમમાં ગઈ. મહેશ પથારીમાંથી ઉભા થવાની કોશિશ કરી ..મહેશનું શરીર હાડ-પિંજર હતું ઘડીભર તો હું ઓળખી ના શકી…શરીરનું લોહી દુષ્કાળમાં ધરતી સુકાઈ જઈ તેમ સુકાઈ ગયું હતું. મોં પર કરચલીઓના થર બાજી ગયાં હતા.મેં તેને બેઠો કરવામાં હેલ્પ કરી.દાળ-ઢોકળી ડીશમાં કાઢી  સાથે ભાત અને અથાણું. મહેશ ખુશ થઈ હસવા ગયો પણ એકદમ ભયાનક પેઈન(દર્દ) ને લીધે હસી શક્યો નહી. એ ચમચી પકડી શકે તેટલી પણ એનામાં શક્તિ નહોતી.  મેં એક ચમચી તેના મોઢામાં મુકી  અને બીજી ચમચી મુકું તે પહેલાંજ  મહેશની  નજર ડાળ-ઢોકળીની ચમચી પરજ  સ્થગીત થઈ ગઈ.મારા ખંભા પર એ ઢળી પડ્યો…..!

(*Hospice(હોસ્પિક).જે દર્દીને જીવલેણ રોગ થયો હોય અને કોઈ દવા અસર ના કરે ત્યારે હોસ્પિટલ-ફેમીલીવાળા દર્દીને હૉસ્પિકમાં દાખલ કરે જ્યાં દર્દી  અંત સમય સુખદ રીતે ગાળી શકે.)

વાર્તા વાંચ્યા બાદ આપના પ્રતિભાવ આપવા વિનંતી.

ઓગસ્ટ 27, 2011 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 11 ટિપ્પણીઓ

   

%d bloggers like this: