"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

‘મિચ્છા મહાત્મા!( મહાત્મા ગાંધીજી)


  માનવીના સ્વભાવ મુજબ વિશ્વમાં કોઈ પણ મહાન વ્યક્તિ થઈ જાય તેના સારા ગુણોને  સ્વકારવાને બદલે તેમાંથી કઈ ને કઈ કાદવ કાઢી છાંટા ઉડાડવાની ટેવ જતી નથી.તેના અનેક દાખલા વિશ્વમાં જોવા મળે છે.રામ-કૃષ્ણ,જીસસ,કે લીન્કનથી માંડી ગાંધીજી ને કઈ ને કઈ રીતે તેના પર કાદવ ઊછાળતા આવ્યાના દાખલા જોવા મળે છે.સારું જોઈ શકતા નથી, માત્ર તેની પર કેવી રીતે  કાળા ડાઘ પડે એજ વિચારતા હોય છે.મહાન-વ્યક્તિ બનવું સહેલું નથી! અને જે મહાન બને છે તેને સ્વિકારવા તૈયાર નથી.નીચેનો લેખ વાંચી માનવ સ્વભાવની પ્રતિતી થઈ અને લાગ્યું કે મારા વાંચક સમક્ષ જરૂર રજુ કરું..

***************************************************

‘મહાત્મા ગાંધીજી વિષે,ગાંધી-પ્રશંસકોને અણગમતી વાતો લખનાર નવીનતમ લેખક લેબીવેલ્ડ છે.એનું પુસ્તક”ગ્રેટ સૉલ”(GREAT SOUL) હિન્દ પહોંચે તે પહેલાં તો જેમને ગાંધી માટે નવો પ્રેમ પ્રગટ્યો છે એવા મિત્રો, એ પુસ્તક પર પ્રતિબંધ મૂકવા ઘસી ગયા હતા. પછી જોકે સ્વયં ભારત સરકારે આવા કશા પ્રતિબંધને બિનજરૂરી ગણ્યો હતો.

એમને લાગે છે કે ગાંધીજી વિશે સારું લખનારાને કોઈ ઓળખવા કે પ્રશંસવા માગતું નથી. બધાને નિંદામાં રસ છે. મેં “ગાંધી જીવન ગાથા”નામે લગભગ ૪૨૫ પાનાં કિશોરભોગ્ય સ્વરૂપ લખ્યાં અને એને રાષ્ટ્રીય શિક્ષણ સંશોધન તાલીમ સંસ્થા એન.સી.આર.એ પારિતોષક આપ્યું તથા પુસ્તક ત્રણેક આવૃત્તિ પામ્યું છતાં વિદ્દ્દ્ચર્ચામાં એનો નામોલ્લેખ પણ થતો નથી થતો જ્યારે કોઈક સજ્જને ગાંધીજી અને એમના એક પુત્રને લઈને લખેલી કથામાં બાપુને દોષી ઠરાવ્યા એનો ઉલ્લેખ વારંવાર થયા કરે છે.

ઈ.સ.૨૦૦૫માં ઓરિસ્સાના એક લેખક બિબુધરંજન(વિબુધરંજન)પણ લેબીવેલ્ડની જેમ જ ‘વિખ્યાત થઈ ગયાં હતા.બેન્ક્ની નોકરી કરતા અને વિશેષ તો બાળકોને બાળક માટે લખતા આ શ્રીમાનને અચાનક શૂર ચડી ગયું અને એમણે “મિ્ચ્છા મહાત્મા'(મિથ્યા મહાત્મા) નામે પુસ્તક ઘસડી માર્યું..
એમાં લખ્યું કે પોતાને હંમેશના સત્ય શોધક ગણાવતા ગાંધીજી સાથે અસત્ય વણાયેલું જ હતું. બિબુધ રંજને લખ્યું કે માર્ક ટ્વેઈનની પેલી ઉક્તિ ગાંધીજીવનમાં સાકાર થાય છે કે ‘દરેક માનવી ચન્દ્ર જેવો હોય છે જેની એક કાળી બાજુ હોય છે જે તે કોઈને બતાવતો નથી.’ બિબુધરંજને એમ પણ લખ્યું કે ગાંધીજીએ પોતાની ભૂલો, ક્ષતિઓ, અપરાધો, અધુરપો સુધ્ધા જાહેર કર્યાનું જે જણાય છે ,તે એમનું સ્ટન્ટ છે!

બિબુધરંજન્નો દાવો હતો કે તેમણે વેદ મહેતા,એરિક એચ.એરિકસન, માર્ટિન ગ્રીન,સુભાષચંદ્ર બોઝ,પ્યારેલાલ, મનુબેન ગાંધી વગેરેના અનેક પુસ્તકો વાંચ્યા છે તથા પુરાતત્ત્વ વિભાગના ઘણાંય દફતર ઉથામ્યાં છે,એ તમામને અંતે તેમને ગાંધીજી   મિથ્યા (દંભી) જણાવ્યા છે.!!

૨૦૦૫માં ઊડિયા ભાષામાં’મિચ્છા મહાત્મા’ પ્રગટ થયા પછી એના પર પણ પ્રતિબંધ મૂકવાની માગ ઊઠી હતી, પરંતુ ઓરિસ્સા સરકારે એમ કર્યું નહોતું.વિવાદસ્પદ પુસ્તકો મહાત્મા ગાંધીજીની તેજમૂર્તિની કાંકરી ખેરવી શકતા નથી. વિવાદ અને પ્રતિબંધ માત્ર એ પુસ્તકોનુમ વેચાણ વધારવામાં જ સહાયરૂપ બને છે.

સૌજન્યઃ “ઉદ્દેશ”(આભાર)

ઓગસ્ટ 16, 2011 Posted by | ગમતી વાતો | Leave a comment

   

%d bloggers like this: