તમે આવ્યા તો ખરા !
સમજણની શેરીઓમાં તમો આવ્યા તો ખરા,
મતલબની વાત છોડી તમો આવ્યા તો ખરા.
મારા આંગણામાં હતો એક નાનો ચબુતરો ?
ઝાળને જાર લઈ તમો આવ્યા તો ખરા .
અઘોરી બાવાની હતી મારી એક ઝુંપડી,
ભભુતીનો ભાર લઈ તમે આવ્યા તો ખરા.
સંસાર સળગી ગયો બસ એક જ વાત થી!
તેલની ધાર લઈને તમે આવ્યા તો ખરા.
આભ ફાટી પડ્યું એક વીજના કડાકા થી!
વાદળી વસ્યા પછી તમે આવ્યા તો ખરા.
એતો જતો રહ્યો બીનવારસી લાશ છોડી!
કાંધો આપવા અંતે તમે આવ્યા તો ખરા!
આદરણીય શ્રી વિશ્વદીપભાઈ,
મારા આંગણામાં હતો એક નાનો ચબુતરો ?
ઝાળને જાર લઈ તમો આવ્યા તો ખરા
સુંદર મન ભાવન અને એટલી જ સુંદર કાવ્ય પંક્તિઓ
ઝમતી ગઝલ
આભ ફાટી પડયું એક વીજના કડાકાથી
વાદળી વસ્યા પછી તમે આવ્યા તો ખરા
સરસ
એતો જતો રહ્યો બીનવારસી લાશ છોડી!
કાંધો આપવા અંતે તમે આવ્યા તો ખરા!
દરેક લાશને કાંધ દેનારૂ મળી જ રહે છે