"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

તમે આવ્યા તો ખરા !

સમજણની શેરીઓમાં તમો   આવ્યા તો ખરા,
મતલબની વાત છોડી તમો આવ્યા  તો ખરા.

મારા આંગણામાં  હતો એક નાનો   ચબુતરો ?
ઝાળને જાર   લઈ   તમો  આવ્યા તો  ખરા .

અઘોરી બાવાની હતી મારી    એક   ઝુંપડી,
ભભુતીનો ભાર  લઈ તમે    આવ્યા તો ખરા.

સંસાર સળગી  ગયો  બસ  એક જ વાત થી!
તેલની  ધાર  લઈને  તમે  આવ્યા તો  ખરા.

આભ  ફાટી  પડ્યું  એક  વીજના કડાકા થી!
વાદળી વસ્યા પછી  તમે  આવ્યા તો  ખરા.

એતો જતો  રહ્યો  બીનવારસી લાશ   છોડી!
કાંધો આપવા  અંતે  તમે  આવ્યા તો  ખરા!

જુલાઇ 25, 2011 Posted by | ગઝલ અને ગીત, સ્વરચિત રચના | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: