મારા આંગણે અંધારે સૂરજ ઉગ્યો!
આજ એક એવી વાત થઈ ગઈ,
રાત અંધારી અદ્ર્શ્ય થઈ ગઈ,
હતી એક પથ્થરની મૂર્તિ જ્યા,
નવવધૂ જેવી નાર થઈ ગઈ.
****************************************
બન્ને એક બીજાનો હાથ જાલી ચાલતા હોઈએ, પછી સબડિવિઝનમાં વૉક કરતા હોઈએ ,કે કોઈ પ્રસંગમાં જઈએ. મિત્રો હસી-મજાકમાં કહે ..” હવે તો ઉંમર થઈ આ પ્રેમી પંખીડાની આદત છોડો ! ત્યારે દિપેશ કહી દેતો. ” ઉંમરને અને પ્રેમને શું લાગે વળગે ? પ્રેમનો બાગ હંમેશા લીલોછંમ જ રહેવો જોઈએ..આપણે એવી ઉંમરને આંગણે આવીને ઉભા છીએ કે સમય સાથે પ્રયણના વૃક્ષના છાયા નીચે બેસી શેષ જિંદગીની મજા માણવી જોઈએ. લગ્નબાદ યુવાનીમાં કૌટુંબિક જવાદારી ,ઉપરાંત બાળકોના ઘડતર,સંસ્કાર સાથે ઉછેરવાની ચિંતાઓ, મોટા થાય એટલે બાળકોને ઉંચ્ચ અભ્યાસ માટે આર્થીક સધ્ધરતાની ચિંતા હતી. ખરૂ કહું તો પ્રેમ કરવાનો સમયજ નહોતો!” ” ઓ.કે..અમો તો મજાક કરીએ છીએ.” મિત્રો હસી કાઢતાં અને કહેતાં સાચી વાત છે દિપેશ આપણે સૌ અમેરિકા સાથે આવ્યા અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરી પછી ઠરીઠામ થયાં છીએ અને હવે જ પાછલી જિંદગી જીવવા જેવી લાગે છે ….પણ તમો બન્નેતો હજું..” ….”હા, હા કહીદોને કે..અમો વધારે પડતાં પ્રેમના નખરાં કરીએ છીએ..!” That’s OK my friend..we will do what ever is good for our life..we do not care what world is going to say..(કોઈ વાંધો નહીં મિત્ર, અમો તો અમારી જિંદગી માટે જે ગમશે તે કરી શું પછી દુનિયાને જ કહેવું હોય તે કહે એની અમને પડી નથી.)..
આજ એ મારો પતિ મિત્ર દિપેશ મારી સાથે નથી ! જીવનમાં એક પળ અમો કદી છુટ્ટા નથી પડ્યાં..આજ એજ મિત્ર મને છોડી એક લાંબી યાત્રાએ ચાલ્યો ગયો. ૪૦ વર્ષના એકધારા અવિરત પ્રવાહમાં અનેક ૠતુંઓના આસ્વાદ સાથે સુખદ રીતે ગાળ્યા હોય ! એ સાથીદાર અચાનક છોડી એક અગોચર દુનિયામાં વિલિન થઈ જાય તે હું માનવા તૈયાર જ નથી! હું એમની એક એવી બંધાણી થઈ ગઈ છું કે એમના વગર ઘરની બહાર પગ મુકવાની હિમંત નથી ચાલતી. હું અપાહીત બની ગઈ છું. અમારા બન્ને છોકરા ડૉકટર છે બની સુખી છે બન્ને કહે છે ; “મમ્મી, અમારી સાથે રહેવા આવી જા ,આ ઘર વેંચી નાંખીએ ” હું તુરતજ આવેશમાં આવી કહી દેતીઃ “મુકેશ , રુપેશ, આ ઘરમા મેં ૩૦ વર્ષ તારા ડેડી સાથે ગાળ્યા છે અને અહી એમની એક એક યાદ આ ઘરની દિવાલોમાં વણાયેલી છે..હું જીવીશ તો અહીંજ જીવીશ અને મરીશ તો…..”
“મમ્મી, આવું ના બોલ…બસ તારી જેવી ઈચ્છા એજ પ્રમાણે થશે.” ” Thank you Mukesh- Rupesh…..(મુકેશ-રુપેશ તમારો આભાર).છોકરાઓ મારી લાગણીને માન આપતા એનું મને ગૌરવ છે.
અમો અમેરિકામાં આવ્યા ૩૫ વર્ષ થઈ ગયાં.જ્યારે અમો અહીં આવ્યા ત્યારે અમો બન્ને યુવાન હતાં, મારા બન્ને છોકરા અહીંજ જન્મ્યા છે. ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે..એક બે વખત જોબ જતી રહી, ખાવાના સાસા પડી ગયાંના દિવસો યાદ આવી જાય છે. ઘરમાં માત્ર માત્ર પાચ ડોલર્સ હતાં તેમાંથી પિઝા મંગાવી બન્ને બાળકોને જમાડ્યા અને અમો બન્ને માત્ર ચા-અને એક પીસ બ્રેડથી ચલાવી લીધું પણ કોઈ સગા-વ્હાલા પાસે હાથ લાંબો કર્યો નહીં. આ બાબતનું દુઃખ કદી હૈયે લાગ્યું નથી જે દુઃખ એમના જવાથી આજ લાગ્યું છે!
‘ મને આટલો બધો પ્રેમ કેમ આપ્યો મિત્ર ? તમેજ મારા પ્રાણવાયુ હતાં! તો હવે તમારા વિના હું શ્વાસ લેવા અશક્તિમાન બની ચુકી છું. હું ઘણીવાર દિપેશને કહેતીઃ ‘ દિપેશ તમારી પહેલાં મારે જવાનુ છે ..મારા ચુડીને ચાંદલા સાથેજ જશે.” ત્યારે દિપેશ કહેતોઃ” રીટા,આપણં બન્નેની જીવનની દોડમાં એક એવો ઢાળ આવશે અને એ ક્યારે આવશે એ ખબર નથી પણ આવશે ત્યારે અચાનક કોણ આગળ નીકળે પડશે તે ખબર નથી . એ દોટમાં તારો દિપેશ પણ હોય શકે!” “હા..દિપેશ તારી વાત સાચી નીકળી..એ દોટમાં તું જ મારાથી આગળ દોડી ગયો!”
બધા મિત્રો મને સમજાવતાં…” રીટાબેન, તમે તો નસીબદાર કહેવાવ.દેશમાં પણ સાથે રહી એકજ કંપનીમાં જોબ કરતાં હતાં અને અહીં પણ તમો ૩૦ વર્ષ એકજ કંપની માં સાથે જોબ કરી,૨૪ કલાક એકબીજાની સોડમાં!’
“હા, એજ વાતનું સુખ સાથે દુઃખ છે કે અમો એટલા નજીક રહ્યાં છીએ કે હવે આ એકાંત મારાથી સહન નથી થાતું. હે! ઈશ્વર તું મને ઉપાડી લે! મારું જીવવું નિર્થક છે. ભટકતાં ભૂત જેવી જિંદગી જીવવા કરતાં મારા આ લાશ જેવા શરીરને ઉપાડે લે!
દિપેશને લખવાનો બહુંજ શોખ! ચિંતનના લેખો લખે , નિબંધો અને રમુજી ટુચકાનો બ્લોગ બનાવ્યો હતો. એ જ્યારે જ્યારે વાંચું છુ ત્યારે ત્યારે આંસુ ઝંઝાવતની જેમ ત્રાટકી ઉઠેછે . યાદ આવે બધું યાદ આવે..બાવરી બની જાવ! લોગ-ઈન અને પાસવર્ડ બધું મને આપેલ પણ મે કદી એના બ્લોગ વાંચવા સિવાય બ્લોગની અંદર કદી પણ ઝાંખી કરી નહોતી..
આજ અચાનક વહેલી ઉઠી ગઈ ! ઘડિયાળ તરફ નજર કરી તો છ વાગ્યાં હતાં.દિપેશનો બ્લોગ વાંચવા બેસી ગઈ! કેમ જાણે આજ એમના બ્લોગમાં લોગ-ઈન અને પાસવર્ડ કરી વિગતમાં ગઈ. એમણે ઘણાં ડ્રાફટ(લખાણ) તૈયાર કરેલ પણ પબ્લીશ કરેલ નહીં. “આ શું ? “મારી પરમ મિત્ર રીટાને!!”તારીખ જોઈતો એ ડ્રાફટ છ મહિના પહેલા લખેલ હતો. ડ્રાફટ પર ક્લીક કરી વિગતમાં ગઈ!
“પ્રિય સખી રીટા,
આ પત્ર કહે .. કે મારી આખરી ઈચ્છા.. મને એ પણ ખબર નથી કે કોણ પહેલું જશે ? હું જો તારી પહેલા વિદાય લઉ તો.. આ મારો આખરી પત્ર છે ! પ્રિય સખી !મને ખબર છે તું બહુંજ લાગણીશીલ છે અને લાગણીશીલતા માનવીના મનને નબળું બનાવવામાં સક્રીય બની બેઠે છે. આપણે એકબીજાથી અળગા રહીજ ના શકીએ એ આપણી મર્યાદા છે. આપણું બંધંન શરીર અને આત્મા જેવું છે. આત્મા છે તો શરીર છે અને શરીર છે તો જ જિંદગી જીવી શકાય ! આપણે બન્ને અરસ પરસ આત્મિયબનીને રહ્યાં છીએ..અને જ્યારે એક છોડી જાય ત્યારે એનું દુઃખ અવર્ણિય બની રહેશે. પણ જવાનું તો છે જ ! તે અવાર-નવાર કહ્યું છે કે હું એકલી કદી પણ મારી જિંદગીનો ભાર ઉચકી નહીં શકું. તને યાદ છે ? આપણે ૪૦ વર્ષ પહેલાં એક પ્રાર્થના કરતાં હતાં તેના એક એક શબ્દતો મને યાદ નથી પણ એ સુંદર પ્રાર્થના જીવનમાં પતિ કે પત્નિ બેમાંથી સદા વિદાય લે ત્યારે આ પ્રાર્થના એક સાચો-સચોટ સુંદર જીવન જીવવાનો માર્ગ બતાવે છે..
” હે ઈશ્વર અમારા બન્ને પતિ-પત્નિનું જીવન સુખમય અને આનંદદાયી બનાવજે.સાચો અને સત્યનો માર્ગ બતાવજે..સદા સુખ દુઃખમાં સાથે રહી જીવનના પ્રશ્નો હલ કરી જીવનને સફળ બનાવવીએ…….
હે ઈશ્વર ! અમારા બન્ને માંથી એક પણ વ્યક્તિને આ દુનિયામાંથી વિદાય લઈ અચાનક જવાનું થાય તો…હે ઈશ્વર ! અમો એક બીજાની વિદાયથી ઝુરી ઝુરી જીવી દુઃખી દુઃખી થઈ જાઈએ…તેના કરતા હે ઈશ્વર! અમોને એક એવી શક્તિ અને પરીબળ આપજે કે જેને લીધે અમો સાથે ગાળેલા સુંદર અને સુખી દિવસોને યાદ કરીએ! એમની સાથે ગાળેલા ભવ્ય ભુતકાળનું સ્મરણ કરીએ. શેષ જિંદગી સુખી અને આનંદદાયી બનાવી આ ભવસાગર પાર કરીએ!”
યાદ આવ્યું સખી ? હું ના હોઉ…તો જિંદગીને કડવી બનાવવાનો કોઈ અર્થ નથી. તું દુઃખમાં રિબાતી હઈશ તો હું તને જોઈ શકીશ નહીં. આપણા ધાર્મિક પુસ્તકો અને વિદવાનો સાત જન્મની વાતો કરે છે પણ સખી ,માનો કે એ વાત સાચી હોય! પણ કોઈને પણ ગયાં જન્મની વાતયાદ છે ખરી ? કે ગયા જન્મમાં સાથ હતાં એ કોઈને પણ યાદ છે ? જવાદે એ વાત…!
સખી! આપણે હંમેશા નિરઅપેક્ષીત જીવન જીવ્યા છીએ. બસ એજ રીતે જીવન જીવજે. આપણાં બાળકો બહુંજ પ્રેમાળ છે છતાં એમને પણ તેમનું પોતાનું ફેમીલી છે. મા-બાપની આશાઓ છોકારાઓ પાસે મોટી હોય છે અને ઉંમર થતી જાય તેમ મોહ-માયા અને આશા ઓછા થવાને વધારેને વધારે મોટા થતાં જાય છે.આપણે એ રસ્તે નથી જવાનું !અપેક્ષાઓ વધારવાને બદલે મોટી ઉંમરે ઘટાડવાની છે .એક સાદગીને ભેખપેરી રહેવાનું છે ! હા એકલી પડીશ તો છોકરા કહેશે..”મમ્મી..અમારા ઘેર રહેવા આવી જા.. થોડા સમય ગમશે, પછી નવા રમકડા જેવું થશે. નવું રમકડું બાળક બે -ત્રણ દિવસ ગમે અને રમે પછી..ઘરના એક ખુણામાં ક્યાંક પડ્યું હોય. કોઈને એની ના પડી હોય! ગારબેજની જેમ!! સમજી ગઈને ? એકલી રહીશ તો માન-પાન બધુજ જળવાઈ રહેશે.અરે! હું તો એટલે સુધી કહેવા માગું છું કે કોઈ પણ એવા સંજોગ આવી પડે અને શરીરમાં મર્યાદા આવી પડે ત્યારે નર્સિંગહોમમાં રહેવા જવામાં કોઈ નાનપ નથી.આપણાં બાળકોને આપણા પૈસાની જરૂર છે નહી એ લોકો પૈસે ટકે ઘણાં સુખી છે Our Money and saving is nothing for them but a piece of cake ! (આપણાં પૈસા અને બચત તેમની પાસે કોડીની કિંમત સમાન છે)અને એ લોકો એ પણ આપણને કહ્યું છે કે તમારી બચત અને નિવૃતીના પૈસા તમો વાપરો અને મજા કરો ! અમારે તો માત્ર તમારા આશિષ જોઈએ છીએ. મને ખાત્રી છે કે આપણી પાસે જે મુડી છે તે જિંદગીના અંત સુધી વાધો ન આવે એ પ્રમાણે છે તો શામાટે એને ના ભોગવીએ ?
સખી! આ મહામૂલ્ય માનવ દેહ મળ્યો છે ફરી મળશે કે નહીં ખબર નથી પણ
જિંદગી બહુંજ કિંમતી છે એને દુઃખી કરી વેડફીશ નહી.મારા ગયાં પછી પહેરવેશ.મોજ શોખ બધું એમનું એમજ રાખજે જાણે તું સદા સુહાગણ છો! એજ મારા આત્માની ખરી શ્રદ્ધાજંલી..ખુશ રહી સૌને ખુશ રાખજે…તારા મિત્રની સલાહ માનીશને ?
અંતમાં. સખી ! મને સ્વપ્નામાં પણ ખબર નહોતી કે હું અમેરિકા આવીશ . તું મારા જીવનમા એક દયાની દેવી તરીકે આવી અને મારું જીવન તો ધન્ય બની ગયું સાથો સાથ મારું સમગ્ર કુટુંબ અહી આવી સુખના હિડોળે હિચકી રહ્યું છે તે માટે તું જ યશ-જશને અધિકારી છે.તારા ટેકા વગર એ અશ્ક્ય હતું..તેઓ ભલે ભુલી ગયાં છે. છતાં તે કદી એનું માઠું નથી લગાડ્યું.. પણ સખી ! આ તારો મિત્ર સદાને માટે ઋણી રહ્યો છે…
જીવનનો સાચો સાથી,
તારો દિપેશ
ડ્રાફટમાં બીજું કઈ આગળ વાંચુ એ પહેલાં ફોનની રીંગ વાગી…અત્યારના પહોરમાં કોણ હશે ? હલ્લો..”.હે રીટા, હું શીલા..આવતી કાલે ઈન્ડિયન એસોસિયન તરફથી ક્રીસમસ પાર્ટી છે..ડ્રીન્ક, ડાન્સ અને ડીનર…can you join with us ?( અમારી સાથે તું જોડાઈશ ?)..
મેં તુરતજ હસતાં હસતાં જવાબ આપી દીધો..”hay, why not? let celebrate christmas and have a lots of fun..(હેય…શા માટે નહી? ક્રીસમસ ઉજવી..મજા-મસ્તી કરીએ…