બે રમૂજ ચિત્ર..!!!!
નવી ટેકનોલોજીમાં ચિત્ર વિચિત્ર બની જાય…માનવીના મોઢા…ગમે ત્યાં લગાડી તેની રમૂજ રજૂ કરતું આ ચિત્ર..માં અમેરિકન પ્રેસિડેન્ટ ઓબામા,માજી પ્રમૂખ અબદ્દુલ કલામ અને સાથે અમિતાભને ગુજરાતી પુરીઓની મજા માંણતા કરી દીધા એજ રીતે એક પરદેશી(સોનીયા ગાંધી)નો ભારતનું શાશન કરતી સ્ત્રીનો કન્ટ્રોલ જુઓ..!આ તો છે કમ્પુટરને કમાલ કે પછી ધમાલ.?????
એક અભણ-ગમાર માણકી !
‘માણકી આ તને શું થઈ ગયું ? મોઢા પર આટલા ઉજરડા અને આંખો સુઝી ગઈ છે.’ ‘ આન્ટી, શું કહું ગઈ કાલે મારો ધણી દારૂ ઢીચીને આવ્યો અને કહે કે મારે ભજીયા ખાવા છે,અત્યારે અને અત્યારે બનાવ, ઘરમાં ચણાનો લોટ અને તેલ પણ નહીં,,પણ તેણે કશું મારૂ સાંભળ્યું નહી અને મારા નાના બે છોકરાની ભાળતા મને ઢોરની જેમ ટીપી નાંખી, હું તો કંટાળી ગઈ છું પણ બાપની આબરૂ અને બે છાકરાને લીધે એની સાથે વળગી રહી શું.
મારી પત્નિ દક્ષાએ મોઢા પર એન્ટીસેપ્ટીકની દવા દવા લગાડી અને સાથો સાથ બે ટાઈનીનૉલ આપી.
‘આન્ટી, તમારા દેશમાં પણ પુરુષો બૈરાને આવી રીતે મારે? ના…ત્યા તો બૈરા પર જો હાથ પણ લગાડે અને પોલીસને બોલાવે તો પોલીસ પુરુષને તુરત જેલમાં લઈ જાય. અરે! આન્ટી આ તો સારુ, તો તો બધા પુરુષો સીધા થઈ જાય.’
હું અને મારી પત્નિએ ભાવનગર ઘર લીધેલ છે અને દર વર્ષ ત્રણ મહિના માટે રહીએ. વર્ષોથી અમારા ઘરના કામ માટે માણકી આવતી.કચરા પોતા, વાસણ અને કપડાબધું જ એ કરતી.ગરીબ હતી પણ ઘરમાં બધીજ કિંમતી વસ્તું પડી હોય , પણ કદી કોઈ ચોરી કે વસ્તુંને હાથ નથી લગાડ્યો! અમારા બેડરૂમમાં ૧૦૦૦-૨૦૦૦ રુપિયા રોકડ પડ્યા હોય પણ અમોને તેની કશી ચિંતા નહી .દક્ષાને માણકી શેઠાણી કહીને બોલાવે તે તેને ગમતું તેથી “આન્ટી’ અને અન્ક્લ કહેતા શીખવાડી દીધું.
આ વખતે અમો દિવાળી અહી કરવાના વિચારથી થોડા વહેલા આવ્યા..અમારુ પ્લેન હ્યુસ્ટનથી વાયા દુબઈ અને પછી અમદાવાદ અને અમદાવાદથી મારો મિત્ર સુરેશ તેના વેનમાં ભાવનગર લઈ ગયો.સુરેશે ઘર સાફસુફ કરાવી તૈયાર રાખેલ અને તેના ઘેર સવાર ચા-નાસ્તો કરી પછી અમો અમારે ઘેરે ગયાં ત્યારે પડોશી લત્તાબેન આવીને કહ્યું ; ‘તમારે ત્યા માણકી આવતીતી તે તો અત્યારે જેલમાં છે.’ ‘કેમ શું થયું? એના પતિનું એણે ખુન કર્યુ હતું…ઓ બાપરે !મારી પત્નિથી બોલી ઉઠી..મેં કહ્યું એના છોકરાનું શું? .. “રખડી ખાઈ છે.લત્તાબેન તુરત જ બોલ્યા.
મે અને મારી પત્નિએ તેના બાળકોના ભણવાની વ્યવસ્થા તેમજ ઘર ચલાવાની જવાબદારી લીધી અને મારા એકાન્ટમાંથી મહિને નિયમિત પૈસા મળે તેની જવાબદારી મારા મિત્ર સુરેશને આપી..
‘અન્ક્લ,આન્ટી, તમારી મહેબાનીથી આજે હું મિકેનિકલ એન્જીનયર થયો અને મહિને ૧૫૦૦૦ રુપિયાને જોબ પણ મળી ગઈ.માણકીનો મોટો પુત્ર છગન અમોને પગે લાગતાં બોલ્યો. બસ, તું ભણ્યો તેનું અમોને ગૌરવ છે પણ તારો નાનોભાઈ મગન ? એને કમ્પુટર એન્જીનયરનું કરે છે..પણ અન્કલ હવે એની જબાદદારી હું લઈશ અને એને ભણાવીશ..
‘ છગન, ભાઈ પ્રત્યેની તારી ભાવના સાંભળી મને ઘણોજ આનંદથયો.પણ તારી મા ?’ ‘ હજું એ જેલમાં છે. અમો બન્ને ભાઈઓ મહિનામાં બે વખત મળવા જઈએ છીએ.અને જેલર જેઠવા સાહેબ કે’તા હતા કે તેણીની સારી વર્તણુંક ને લાધે મારી માને એકાદ મહિનામાં જેલમાંથી છૂટી કરવાના છે.’
‘અન્કલ, મારા છોકરાનું તમે ધ્યાન નો રાખ્યું હોત તો એ રસ્તા પર ભીખ માંગતા હોત! જેલમાંથી છુટી મગનને લઈ એ સીધી મારે ઘેરે આવી. આન્ટી, હવે છગન સારા એવી પૈસા કમાય છે એથી મને વૈતરા કરવાની ના પાડે છે પણ મે તો તેને કહી દીધું કે આન્ટીને ત્યાં તો હું મરીશ ત્યાં સુધી કામ કરીશ.’ મારાથી પુછાય ગયું.. ‘પણ તે તારા ધણીનું ખુન…’
‘ અન્કલ, દિવસે, દેવસે મારા ધણી ભીખલાનો ત્રાસ વધતો જતો હતો, ઘણીવાર મને મારપીટ કરી કહી દેતો..’તું ખરાબ ચાલની છો.પેલા જીવલા સાથે રખડીખાય છે..જો તમને કહી દઉ છું હું બધું સહન કરી લઈશ પણ મારી ચાલ ઉપર ખોટા આરોપ ના લગાડો નહી તો… તો..તું શું કરી લઈશ? જીવલા સાથે ભાગી જઈશ? જા જા ભાગી જા મને તો ઘણી મળી રે’શે..કુલટા!
‘ મને કુલટા કો’શો..તમે તો સાવ હરામી શો..એનું તમને ક્યાં ભાન શે!! શું કહ્યું! મને તું ….ખીચ્ચામાંથી લાંબુ ચપ્પુ કાંઢ્યું અને મારી પર ઘા કરવા દોડ્યો..હવે તો તારો ફેસલો લાવી દઉ! મારો મોટો છોકરો વચ્ચે પડ્યો…બાપા..ખબરદાર, મારી મા પર હાથ ઉગામ્યો છે તો…તો તું શું કરી લઈશ…? મોટા છોકરાએ બાપાના હાથમાં થી ચપ્પુ છિનવાની કોશિષ કરી પણ પેલો તો દારુના નશામાં ચકચુર હતો અને એવો ઝનુને ચડ્યો કે છોકરાને પાટું મારી નીચે પાડી દીધો..અને મારી તરફ છરો લઈ દોડ્યો,,નાનો છોકરો મને બચાવવા દોડી બાપના હાથમાં થી છરો છિન્વી લીધો,,દીકરા -બાપ વચ્ચેની ઝપાઝપીમાં આખો છરો મારા ધણીના પેટમાં ઘુસી ગયો…ચીસા ચીસના અવાજમા પડોશીઓ દોડી આવ્યા..થોડીવારમાં પોલીસ જીપમાં આવી પહોંચી. મે કહ્યું.
“એ મારો પિટ્યો મને મારી નાંખવા દોડ્યો..લે મે જ એને પેલે ઘાટ ઉતારી દીધો…..”પોલીસી મારા હાથમાં છરો જોયો,ગુસ્સો પણ જોયો…રુમાલથી છરો પોલીસે લઈ લીધો. લખાણ લખ્યું..મને હાથકડી પહેંરાવી જીપમાં બેસાડી જેલભીગી કરી’
મેં દક્ષાને કહ્યું . ‘માનવજાત બદલાતી રહી છે ..પણ મા ની મમતા, ત્યાગ યુગે યુગે એમના એમજ રહ્યા છે….પોતાના સંતાનો માટે એ શું નથી કરી શકતી ? પછી એ ભણેલી હોય કે અભણ!’
વાર્તા વાંચ્યા બાદ પ્રતિભાવો જરૂર આપશોજી
Happy Father’s Day…
Father is like wind, take you the land of love,
Father is like light, take you out of the darkness,
Father is like guide, take you to the right destination,
Father is like ocean, you can swim without any fear..
********************************************************
પ્રેમાળ પિતા..
બાળ મસ્તીમાં ધોડેસવાર થઈ પિતાની પીઠ પર બેઠો હતો.. યાદ છે,
યુવાનીમાં આપ મિત્રબની જીવનનો સાચો માર્ગ બતાવ્યો’તો યાદ છે,
આપ નથી, આપના આશિષ હરઘડી, હરપળ અમારી સાથ રહ્યા છે,
ભોળા શંકર સમા,આપ અખૂટ પ્રેમના સાગરથી ભરપુર હતા,યાદ છે.
કવિના મૃત્યુ પર યમરાજનો આદેશ.
કવિના ગામ મધ્યે જઈ કવિના પ્રાણ લઈ આવ્યો,
કવન અકબંધ રહેવા દઈ કવિના પ્રાણ લઈ આવ્યો.
ફૂલોથી પણ વધુ નાજૂક કવિનું ઘર છે સમજીને,
સુકોમળ ઓસ જેવા થઈ કવિના પ્રાણ લઈ આવ્યો,
પડે વિક્ષેપ ના સહેજે કવિની ગાઢ નિદ્રામાં,
ચરણને મૌન રહેવા કહી કવિના પ્રાણ લઈ આવ્યો.
પ્રતીક્ષારત હશે શબ્દો જવા ઘરમાં ગરિમાથી,
અદબથી સાથ એના રહી કવિના પ્રાણ લઈ આવ્યો.
ખજાનો છે ખરેખર સ્વર્ગ માટે પણ મહામૂલો,
જતનપૂર્વકને સાવધાન રહી કવિનાપ્રાણ લઈ આવ્યો.
કલમ હો હાથમાં તો બે ધડી દ્વારે ઉભા રહેજો,
રજા મા શારદાની લઈ કવિના પ્રાણ લઈ આવ્યો.
-ઉર્વીશ વસાવડા
ચાલ મન!
વૃક્ષ કદાચ એમ પણ કહે-
‘મને પહેલાં ચા-પાણી પાઓ
પછી જ છાંયો આપું”
કોયલ કદાચ આગ્રહ રાખે-
‘કોઈ સરસ જગ્ગા જોઈ મને ફલેટ બંધાવી આપો
પછી જ ટહુકો મૂકું”
થોડાક પૈસા વધુ મળે તો
નદી પોતાનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઈ નહીં.
ચાલ મન ! એવા દેશમાં જઈએ
જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે !
-વિપિન પારીખ
In English:
Move on, dear heart!
The tree might well say-
‘first grease my outstretched palms
only then will I give you shade
.”
The cuckoo could well insist-
‘Build me a high-rise in a picturesque locale
only then will I entertain you with my sweet calls”
For just a little more money
if th river were to empty all its water on the other side
it would be of no surprise at all.
Move on, dear heart! Let’s go to a country
where we can bask in the sun’s warmth without paying a bribe for it.
inspired by Vipin Parekha’s poem.(ચાલ મન)
courtesy:” Uddesh”
એક નિરાધાર પિતા !
ડૉ.ઉમેશ અહીં અમેરિકામાં જન્મ્યો હતો પણ મમ્મી-ડેડીના સારા સંસ્કાર અને તેનામાં માનવતાના બીજ હતાં . આજ કાલ આવા સંસ્કાર ભારતમાં, ડોકટરોમાં ભાગ્યેજ જોવા મળે છે..તેની કલિનિક પર ઘણીવાર કોઈ પેસન્ટ ઈન્સ્યુરન્સ વગર આવે અને આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો એ પેસન્ટની ટ્રીટમેન્ટ ફ્રી અથવા નોમીનલ ચાર્જ કરી કરે.આવો ઉમેશ એક ભલો-ભોળો અને માયાળું પિડીયાટ્રીસ્યન જેની સ્પેસ્યાલીટી ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ(G.I in pediatrician ) હતી. ઉમેશની પત્નિ મેરી તેની ક્લિનિકમાં નર્સ તરિકે ફરજ બજાવતી હતી.તે પણ એટલીજ માયાળું અને મળતાવડી હતી..ઉમેશ કરતાં પણ ભારતનો ઈતિહાસ, ભારતિય રહેણી કરણી વિષે તેણીને સારું એવું જ્ઞાન.
“Umesh, after you finish with this patient, can we go out to eat and celebrate our second marriage anniversary?..” “Sure..please make a reservation in one of our favorite italian restuarant..’Romi dine inn.’ and have a great time over there”. “sure.”.(“ઉમેશ, આ દર્દીને તપાસ્યા બાદ..આપણે આપણી આ બીજી લગ્ન તિથિમાં બહાર ખાવા જઈએ ?..”. “જરૂર, તું આપણને બહુંજ ગમતું ઈટાલિયન રેસ્ટોરન્ટ.”.રોમા ડાઈન ઇન”..નક્કી કરી દે..અને ત્યાં મજા પડી જશે…જરૂર..)
“Sir, please take care of my two years old son….while he was crying…said furhter..he swallowed a Quarter and hardly he can breathe( સાહેબ,મહેરબાની કરી મારા બે વર્ષનો છોકરો..આગળ રડતા બોલ્યો….એ ક્વાટર ગળી ગયો છે અને શ્વાસ પણ ભાગ્યેજ લઈ શકે છે…)..એ અહીંનો બ્લેક અમેરિકન હતો..એકનો એક છોકરો…
ઉમેશે એક પણ પળ ગુમાવ્યા વગર તેનાબે વર્ષના દિકરાને સીધો રૂમમાં દાખલ કરી દીધો..મેરીએ તુરત…માઈનર ઑપરેશન માટે તૈયારી આદરી..બાજુની હોસ્પિટલમાં થી ડો.ગુપ્તા આવી લોકલ એનેથેસિયા આપ્યો..ઉમેશે સાવચેતથી ક્વાટર કાઢી નાંખ્યો.હસતાં હસતાં ડો. ઉમેશ બોલ્યો. “Mr. Brown, here is your Quarter(coin) and your son is doing fine..let him recover for while, soon as he wake up , you can go home.( મિસ્ટર બ્રાઉન, આ રહ્યો તમારો કવાટર.અને તમારો દીકરો બરાબર છે. જેવો એ ભાનમાં આવી જાય એટલે તમો ઘેરે જઈ શકો છે..
‘મિસ્ટર, બ્રાઉન, આ તમારું બીલ, કેશ કે ચાર્જ કાર્ડે ?” ઓફીસની કેશિયર મીસ પિટરસન આવી કહ્યું. ૨૦૦૦ ડૉલર્સ ઉપરનું બીલ હતું. “મેમ, મારી પાસે તો એક પૈસો પણ નથી..મારી પાસે ક્રેડીટ કાર્ડ પણ નથી..હું જોબ વગરનો છું..ઘરમાં સેન્ડવીચ ખાવાના પણ પૈસા નથી…”
ઉમેશ અને મેરી આ વાત સાંભળી.રહ્યાં હતાં.ડૉ.ઉમેશે મીસ પિટરસનને કહ્યું ..”It’s OK..Don’t worry about bill. Mr. Brown, you can take your son home. He is fine…(“બીલની કોઈ ચિંતા ના કર..” “મિસ્ટર બ્રાઉન, તમે તમારા દિકરાને ઘેરે લઈ જઈ શકો છે..એ બરાબર છે.)
મીસ્ટર બ્રાઉનની આંખ છલકાઈ ગઈ…”થેન્ક્યું…થેન્ક્યું”..,કહી તેના દિકરાને લઈ ઘર તરફ રવાના થઈ ગયો…
મેરીએ ઉમેશને કહ્યું…”તમને ખબર છે તે કોણ હતો ? યાદ છે..?” “.હા..હની..મને બરાબર યાદ છે. બે વીક પહેલાં કલિનિકમાંથી આપણે બહાર નિકળતા હતાં ત્યારે સાંજે આપણાંજ પાર્કિગ લૉટમાં મને ગન બતાવી મારું વૉલેટ છીનવી ગયો હતો…જેમાં મારા ૨૦૦ ડોલર્સ હતાં…””તમે જાણતા હતાં તોયે પૉલીસને જાણ….” “My Darling…this time he was not a robber, This time he was a helpless father…(પ્રિયે, આ વખતે એ ચોર નહોતો..આ વખતે એ એક નિરાધાર પિતા હતો..)