ભીખારણ….!
હું અને રીટા બન્ને દર વર્ષે નવેમ્બર-ડીસેમ્બરમાં ઈન્ડીયા ફરવા જઈએ જેથી વેધરમાં થોડી ઠંડક થઈ હોય અને ફરવાની પણ મજા આવે.રીટા પોતે અમદાવાદમાં જન્મેલી અને ત્યાંજ ભણી-ગણી મોટી થયેલી તેથી અમો એ અમદાવાદમાં સી.જી રોડ એરિયામાં ફ્લેટ લીધેલ. જેટલો સમય અમો અમદાવાદમાં રહીએ એ સમય દરમ્યાન રીટાને હોસ્પિટલ,અનાથ-આશ્રમ,ગરીબ ગ્રામ્ય એરિયાની સ્કૂલ અને ઘરડાઘરની મુલાકત અવાર-નવાર લઈ માનવલક્ષી સેવા કરવાનું ગમે અને એ સુંદર કાર્યમાં મારો સંપૂર્ણ ટેકો. હું પણ તેણીની સાથે સ્લમ-એરિયાની મુલાકાત લેવાની તક ના ગુમાવું.
રીટા રતનપોળની મુલાકાત લેવાનું કદી ના ભુલે..અઠવાડિયામામ ત્રણથી ચાર વખત જવાનું એનું મૂખ્ય કારણ હતું, રતનપોળ અને નાગોરી શાળાના ખુણા પાસે બેસી ભીખ માંગતી એક ભીખારણ.ક્યાં જનમની લેણાદેણી હશે એ તો ખબર નથી પણ અમો ત્યાં જઈએ અને રીટા ત્યાં નાગોરીશાળામાં જમવાની લોજ છે તેમાં તેને અચૂક જમાડે.રીટા કદી કોઈના હાથમાં રોકડા પૈસા ના આપે.
” શેઠાણીજી,તમો પરદેશમાં રહેતા હોય એવું મને લાગે છે. “હા,અમો અમેરિકા રહીએ છીએ.” “તમારા જેવા દયાળું હવે બહું ઓછા જોવા મળે છે..”તારું નામ શું ? મને બધા અહીં જમકુડી કહી બોલાવે છે.” એ જમકુડી અમોને જોઈ રાજીરેડ થઈ જાય,ખુશ ખુશ થઈ જાય!
“રિતેશ, આ જમકુડી ને આપણે નર્સિંગહોમમાં દાખલ કરાવી દઈએ અને જે વર્ષનો ખર્ચ થાય તે આપણે મોકલી આપીએ.” “Rita, that is great ideas..do that..(રિટા, ઘણાંજ ઉમદા વિચારો છે,..આમ જ કર).. તેની તપાસ હું મારા મિત્ર ડૉ.અલ્પેશ દ્વારા કરાવું છું કે કયું નરસિંગહોમ સારું છે.
” રિતેશ,આજ જમકુડી કેમ નથી દેખાતી ?” “કઈ આજું બાજું ગઈ હશે..થોડીવાર રાહ જોઈએ.” બાજુંના દુકાનદાર અમોને જોઈ તુરત બહાર આવ્યા.” બેન ,તમે જમકુડીને શોધો છો પણ ગઈ કાલે… “શું થયું?” એકદમ બેભાન થઈ ગઈ એટલે તેને હોસ્પિટલમાં લઈ ગયાં છે..”કઈ હોસ્પિટલમાં?”..વાડીલાલમાં જ તો…અમો તુરત રીક્ષા કરી અને સીધા વાડીલાલ હોસ્પિટલ ગયાં..ત્યાં તો mad-house!(કીડયારું) કોઈને સીધો જવાબ મળે નહી!એક કલાકબાદ એક નર્સની મદદથી જમકુડીની ક્યાં વૉર્ડમાં છે તે ખબર પડી..બિચારી!વોર્ડમાં દર્દીની સંખ્યા વધારે હોવાથી વોર્ડમાં નીચે પથારીમાં આળોટતી હતી..નર્સની પુછતા તેણીએ ઉતાવળમાં કહ્યુ આ ભીખારણને હાર્ટ-એટેક આવેલ છે..કહી એતો જતી રહી. કોઈ એની સંભાળ લેતું જોવા ના મળ્યું.
“રિતેશ કેઈશ સિરિયસ છે,આપણે કોઈ પ્રાયવેટ હોસ્પિટલમાં તેણીને દાખલ કરાવી દઈએ.સાચી વાત છે રીટા.મહામહેનતે ત્યાંથી રજા લઈ અમો પ્રાવેટ એમ્બ્યુલન્સમાં લઈ રાધે-શ્યામ-હોસ્પિટલમાં લઈ ગયાં.”પહેલાં તેણીના હાર્ટના ટેસ્ટ કરવા પડશે તેના તમો અત્યારે જ દશ હજાર પહેલા ભરી દો પછીજ ટેસ્ટ કરી શકાય”. ડોકટર,જતીનકુમારે કહ્યું.” રિતેશ, તારી પાસે કેટલા રોકડા છે.” “મારી પાસે ચાર હજાર છે.” ” ઓ.કે હની મારી પાસે છ-સાત હજાર તો કેશ છે.અમો એ કેશિયર પાસે જઈ દશ હજાર ભર્યા અને રિસિપ્ટ ડોકટરને દેખાડી પછી તેણીના ટેસ્ટ શરુ કર્યા.
“મિસ રીટા,જે પેશન્ટ ને તમો લાવ્યા છો તેને હાર્ટમાં જતી ત્રણ વેઈન્સ(નળીઓ)માં ૯૦ ટકા બ્લોક છે, કેઈસ ઘણોજ સિરિયસ છે, તાત્કાલિક મેજર ઓપન બાયપાસ સર્જરી કરવી પડશે, પણ તેના ત્રણ લાખ થશે અને અત્યારે ભરો તો કાલે સવારના સર્જરી થઈ શકે.” ડૉ,જતીનકુમાર કોઈ પણ જાતના સંકોચ વગર બોલ્યાં.
” ડૉકટર અમારી પાસે ત્રણ લાખની રોકડી રકમ તો ક્યાંથી નીકળે,તમો ઓપરેશની તૈયારી કરો અમો કાલે પૈસાની સગવડ કરી આપીશું.” “બેન, અમારે આવા અનેક પેશન્ટ આવતા હોય છે અને પૈસા ના ભરે તો કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈજ ના શકે.” “પણ ડોકટર તમે જ કહો છો કે પેશન્ટની હાલત ગંભીર છે અને તમે..એક માનવતા ખાતર.” “બેન, અમો આવું માનવતાનું કાર્ય દરરોજ કરતા રહી એ ને તો અમો ભુખ્યા મરીએ..I am sorry, I can not help you in this case unless you bring the money first.( હું દીલગીર છું..આ બાબતમાં હું કશી પણ મદદ કરી શકું તેમ નથી..સિવાય કે તમો પેલા પૈસાની સગવડ કરી આપો તો).
હું અને રીટા બન્ને વિચારમાં પડી ગયાં..અમારી પાસે ડોલર્સના ટ્રાવેલર્સ ચેક હતા બેંકમાં ગયાં, કેશિયરે કહ્યું.”અમારી પાસે અત્યારે ત્રણ લાખની સગવડ તો થઈ શકે તેમ નથી..કાલે આવશો તો.. મિત્રોને ફોન કર્યા કોઈ જગ્યાએથી possitive respose (તરફેણનો જવાબ) ના મળ્યો..અમો બન્ને નિરાશ થઈ ગયાં..”હવે શું કરીશું?” જમકુડીની જિંદગીનો સવાલ છે,,! રાતના એક મિત્ર જે અમેરિકામાં વીસ વર્ષ રહ્યા બાદ ભારત પાછો ફરેલો અને તેનો સારો એવો બીઝનેસ ડેવલોપ કરેલો તેણે કહ્યુ કે કાલે સવારે તમને ત્રણ લાખ હોસ્પિટલ આવી આપી જઈશ, ચિંતા ના કરશો,,તમારી સગવડતાએ મને અમેરિકા જઈ પૈસા મોકલશો તો પણ ચાલશે. અમો ખુશ થઈ ગયાં.
અમો બન્ને વહેલી સવારે ટેક્ષી કરી હોસ્પિટલ પહોંચ્યા.હોસ્પિટલમાં અંદર જવા રજા માંગી તો રિસિપ્નીસ્ટ બોલીઃ ૭,૦૦વાગ્યા બાદ તમો અંદર જઈ શકો છે.અમારો મિત્ર મુકેશ ત્રણ લાખ રોકડા લઈ ૬.૪૫ હોસ્પિટલ આવી પહોંચ્યો..અમોએ તેનો ખુબ ખુબ આભાર માન્યો..
અમોને ૭.૦૦વાગ્યા બાદ જમકુડીના રૂમમાં જવા દેવામાં આવ્યા..જમકુડી તેની રૂમમાં નહોંતી…નર્સને પૂછ્યું..”પેશન્ટ ક્યાં છે .” “બેન.. તેમને બીજા રૂમમાં મુકવામાં આવ્યા છે અને જ્યાં સુધી ડોકટર ના આવે ત્યાં સુધી કોઈને પણ પેશન્ટને મળવાની સખ્ત ના કહેવામાં આવી છે… તમો એની સગા છો? મે હા પાડી..તે તુરત બોલી એના બ્લાઉઝમાંથી આ ચિઠ્ઠી મળી છે.
ચિઠ્ઠીમાં લખ્યું હતું…
“મારી સહેલી રીટા,
તને ખબર નથી કે હું તારી અભાગી કોલેજની બેનપણી જ્યોત્સના છું. તું મને પહેલી વખત રતનપોળની નાકે મળી અને મારા પ્રત્યે દયા ખાઈ મને લોજમાં જમાડી હું તને તે દિવસેજ ઓળખી ગઈ હતી…એજ તારી પુરાણી સ્ટાઈલ..માથાની બે લટ કપાળ પર,માંજરી આંખો અને ગાલમાં પડતા ખાડા(ખંજન)અને તારો હસમુખો સ્વાભાવ પરથી મને ખાત્રી થઈ ગઈ કે તું જ છે..પણ હું એક ભીખારણના વેશમાં તને કેમ કહી શકું કે હું તારી કોલેજની બેનપણી જ્યોત્સના છું.
રીટા, તે કોલેજ પુરી પણ મારા કબનસીબે મારા પિતાએ મારા લગ્ન કરી દીધા પણ ત્યાં પણ મારા નસીબે સાથ ના આપ્યો..બે બાળકોના જન્મ આપ્યા બાદ મારા પતિનુ અવસાન થયુ..મે મહેનત કરી છોકરાને ભણાવ્યા-ગણાવ્યા..પરણાવ્યા પણ મારા સંતાનો વહું તરફી નીકળ્યા.મમ્મી, મોઘવારી બહુંજ વધી ગઈ છે , તમારો ખર્ચ અમોને પોસાઈતેમ નથી ! તમે તમારું કરો! મારી પાસે જે બચત હતી તેમાંથી માંડ માંડ બે વર્ષ કાઢ્યા..પૈસા ખુટી ગયા! બેન,કોઈએ પણ સહારો ના આપ્યો! રસ્તા પર આવી ગઈ..શું કરુ? પેટ પુજા માટે મારે ભીખ માંગવી પડી!! મને ખબર છે કે તું મારી સારવાર અને મને બચાવવા પુરે પુરી કોશિષ કરીશ પણ પૈસાના ભુખ્યા ડોકટર,પૈસાની ભુખી આ પ્રાયવેટ હોસ્પિટલને માનવીની નથી પડી..ખબર નથી કે હું બચીસ..પણ જો ના બચુ તો તારા માટે ઈશ્વરને પ્રાર્થના કરુ છું કે અમેરિકામાં વસતી હોવા છ્તાં દેશની કેટકી દાઝ છે !પોતાના દેશવાસી માટે કેટલો અખુટ પ્રેમ છે,તેણીએ મને એક માનવતાની દ્ર્ષ્ટીએ કેટલો અખુટ ભોગ આપ્યો છે તેને તું બહું જ બરકત આપજે!…
તારી આભાગી બેનપણી..
જ્યોત્સના..
વાંચતા , વાંચતા રીટાની આંખમાંથી અશ્રુ ટપક્યાં…ધરતી પર પડે એ પહેલા ચિઠ્ઠી એ….ઝીલી લીધા…ચિઠ્ઠી ખુદ ભીની થઈ ગઈ.
” ડૉ,જતીનકુમાર આવી ગયાં છે અને તમને મળવા માંગે છે.”નર્સે આવી કહ્યું અમો તુરત જ ડોકટરને મળવા ગયા. Doctor, please save this patient and here the 300,000 rs. cash.( ડોકટર, આપને વિનંતી કરીએ છીએ કે આ દર્દીને બચાવી લો, આ રહ્યાં ત્રણ લાખ રુપિયા રોકડા).રીટાના ચહેરા પરની ચિંતા હુંજ સમજી શક્તો હતો..
“ચિંતા ના કરો, પૈસા કેશિયરને આપી દો.અને આ પેપર્સ પર સહી કરી દો કે આ દર્દીને ઑપરેશ દરમ્યાન મૃત્યું પામે તો અમો કોઈ જબાવદાર નથી.. કેઈસ ઘણોજ નાજુક અને ગંભીર છે,રાતના એકદમ માઈલ્ડ એટેક આવવાથી બીજા રૂમમાં મે ટ્રાન્સફર કરવાનો ઓર્ડર આપેલ છે..ચિંતા ના કરો,,હું અને મારી ટીમ ઑપ્રેશનની તૈયારી કરીએ છીએ અમારી પાસે સહી લઈ પછી અમો બન્ને ને એક પ્રાયવેટ રૂમમાં બેસાડ્યાં.
વીઝીટીંગ રુમમાં અમો બન્ને બેઠા હતાં. કોઈ આજુબાજું નહોતું..ત્યાં એક આધેડ વયના ભાઈ અંદર આવ્યા. તે ત્યાં જોબ કરતાં હોય તેવું લાગ્યું.
“તમો કોઈને ના કહો..તો એક વાત કહેવા માંગુ છુ. ના ભાઈ અમો કોઈને કશું કહેશું નહીં..
તમારા ત્રણ લાખ ગયા ! કેમ ગયાં? તમો શું કહેવા માંગો છો..તમારી બેનપણી તો વહેલી સવારે..ત્રણ વાગે..મરી ગયાં! શું કહે છો? હા મે જ એમના મૃતદેહને બીજા રૂમમાં ખસેડેલ છે..ના ના તમારી કઈ ભુલ થાય છે…તમો કોઈ બીજાની વાત કરતાં લાગો છો….
બેન,ભગવાન ખાતર મારી વાત માનો.પૈસા પાસે માનવીની અહી કોઈ કિંમત નથી. પૈસા માટે આ ડૉકટરો..મરેલ દેહ પર ખોટા ચીરા મુકી તમારી પાસે પૈસા…..આગળ બોલે તે પહેલાંજ કોઈએ ડોર ખખડાવ્યું..એ માણસ પાછલા ડૉર પર થી જલદી નીકળી ગયો..સફેદ લીબાસમાં ડોકટર રૂમમાં દાખલ થયાં!
“I am sorry to let you know that we could not save your friend. She died during the operation..( મને કહેતા દુઃખ થાય છે કે અમો તમારી બેનપણીને બચાવી ના શક્યાં. તે સર્જરી દરમ્યાનજ મૃત્યું પામી..
આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશો
such a horrible side of indian doctor if money is everything they can even sell their iwn realatives…..and such a nice and humble women who tried to save a begger,,,,thank you to bring such a heart touching and a real story…thank you
Is it a true story ? If so, very sad and heart-touching …
શરમ સર્વ ત્યાગીને બેઠા તબીબો,
કહે ખુદ મરીઝો કે બેભાન લાવો.
કફન તો નસીબે મળે મોત પાછળ,
જીવે છે હજુ, કોઈ કંતાન લાવો.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
dhruji javaayu…
aaTalI hade ..manas jai shake?
Daxesh, I like your shayari about doctors.
it’s good one..when writer write a story..all read supposed to feel like it’s true story..and we all learn and see these things in our society.
yes this is true in india.and i am also suffering from it.my mother’s health becomes worst because of dr’s wrong diagnosis and expriment too.
Hello there are two sides of a coin…
this is not only true in India,,
Such things happen all over the world…
So don’t create a wrong image of India…
And if you knew that the patient was dead…much before she was declared dead you could have files a Police Case….Against that doctor…
And helped India get rid of such a doctor….
મૈં ના જનમ લેતા તો શાયદ
વિપદાએં રહ જાતી કંવારી
મુઝકો યાદ નહિ હૈ મૈંને
સોકર કોઇ રાત ગુજારી…
જીવનની પીડા, વેદના અને વ્યાકુળતાને અદ્ભૂત રીતે…
I wish this is not a true story!
Could our doctors go to such an extent?
Normally when any patient is being taken in to operation theater, at that time relatives are wishing good luck to the patient ( and there by checks that he / she alive) and this event is absent in the story hence the end does not appears natural. Sorry for adverse comments
વાર્તામાં સત્ય હકિકત છે ? એ વિષય પ્રાધાન્યતાનો નથી…વાર્તાની કથાવસ્તું ને લક્ષમાં રાખી તેનો હેતું સમજવો એ વધારે મહ્ત્વનું છે.
આવી અમાનવીય વર્તણુક વિષે મેં પણ ખૂબ સાંભળ્યું છે ડૉક્ટરો ખાસ કરીને મોટા શહેરોમાં માનવાતા નેવે મૂકી માત્ર પૈસા એક્ઠા કરવાના મશીન બની ગયા છે. મારાં બે મિત્રોએ પણ બાય-પાસ સર્જરી કરાવ્યા બાદ આજે એક પાંચ વર્ષ થયા અને બીજો મિત્ર 3 વર્ષ થયા ઓપરેશનમાં ડૉકટરની બેદરકારીથી થયેલી ગંભીર ભૂલને કારણે સહન કરી રહ્યા છે. આ પૈસાના ભોગી ડૉકટરો નથી પણ કસાઈ છે. હાર્ટની ફરિયાદ લઈ જનાર વ્યકતિમાં પૈસની પોટલી જોનારા આ વિકૃત રાક્ષસો જ છે.
Really touchy story it is happen in India that is bitter truth I had face same situation almost 15 yrs before .How govt. is promoting medical tourism that is a big surprise||||||
Is this true story?
Two year ago I read true story similar this one. If this true, We should investigate this one.
Its now condition in our desh….very hert touching story..
thanks for
જ્યાં દેવ પછી ડોક્ટરનુ સ્થાન આવે ત્યાં હવે દાનવ બિરાજે.
Being a doctor I know it is a true siory We all are responsible for this We have made money greater than god As ankit trivedi says vat vatma bijana dosh jonara apne nirdosh nathi hota of course as a doctor i feel sorry dr rajnikantpatel
ઘણાં વાંચક મિત્રોના પ્રતિભાવો આ વાર્તા..”ભીખારણ”માંજોવા મળે છે..જાણી આનંદ થાય છે..”હકીકત”ની હસ્તી આ વાર્તામાં જોવા મળે છે.દુઃખની વાત ઘણાં વાચકોએ દર્શાવી છે..આ વાર્તા…”ગુજરાત”ના કોઈ છાપામાં આવે તો આપને ગમે? અભિપ્રાય આપશો..
Such medical professioanls CAN NOT be called as DOCTOR / SURGEON – The appropriate word is “DALAL”