"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આભાર આપનો…

મિત્રો,
          મારી-તમારી “ફૂલવાડી”માં વાચકની સંખ્યા વિશ્વભરમાં વધી છે તેનો આંકડો૧૫૦,૪૦૦(દોઢ લાખ અને ચારસો)થી વધારે થયો છે જેનો મને આનંદ અને ગૌરવ બન્ને છે , દિન-પ્રતિદીન ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યનું વાંચન વધુતું જાય છે ,દિન-પ્રતિદીન ગુજરાતી બ્લોગ્સની સંખ્યા પણ વધતી જાય છે તે આપણું  ગૌરવ ગણી શકાય.આપ સૌનો આભાર માનવા હ્ર્દય લાગણીશીલ બની જાય ત્યારે લાગણીને વ્યકત કરવા શબ્દો ઓછા પડે…
 
 
             ફૂલવાડીમાં ઉગતા ફુલોના માળી છે તમો..   આભાર આપનો
,
             મહેંકતી વાડીમાં રંગીન પતંગા છો તમો..     આભાર આપનો,

             રોજ રોજ ઉગતી કળીના સિંચનહાર તમો..   આભાર આપનો,

             દેશ-પરદેશમાં સુગંધ ફેલાવનાર છો તમો..   આભાર આપનો,

             એક બિંદુમાંથી સાગર બનાવનાર છો તમે..   આભાર આપનો,

              ક,ખ,ગ માંથી બારખડી શિખડાવનાર છો તમો..આભાર આપનો,

             એક  સરિતાને  સાગરમાં સમાવનાર છો તમો..આભાર આપનો
                                                                                                                                                                                  

 

મે 19, 2011 Posted by | સ્વરચિત રચના | 6 ટિપ્પણીઓ

   

%d bloggers like this: