"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક પુરૂષને ૮૬ પત્નિ!!!! ૧૮૫ સંતાન!

 (ડાબી બાજું બેલો માસાબા,૮૭ વર્ષ..૮૬ પત્નિઓ,અને ૧૮૫ બાળકોનો પિતા..
બીજી તસ્વિરમાં મીસ્ટરબેલો એમના શ્રદ્ધાળું ભકતો સાથે..)
                                                                                             ક્યાં સુધી સ્ત્રી પુરુષના પગ નીચે કચડાતી રહેશે ?
 આ પ્રશ્ન વર્ષોથી પુછાતો રહ્યો.પણ હજું સુધી નાતો એનો સાચો જવાબ મળ્યો છે કે કોઈ નિકાલ મળ્યો છે.. હા,વિશ્વક્ષેત્રે ઘણી સ્ત્રીઓએ પ્રગતિ સાધી છે પણ કૌટુંબિક વાત આવે સંસારિક વાતો આવે કે પુરુષ સાથે એક પરણિત સ્ત્રીની વાત આવે ત્યારે ઘણાં આવા ક્ષેત્રે તેની પ્રગતિ કે વિકાસ શુન્ય દેખાય! હજું પણ ઘણાં દેશોમાં ગુલામી અને લાચાર અવસ્થામાં જીવતી સ્ત્રીઓના દાખલા મૌજુદ છે. સ્ત્રીના વિકાસ અને માન-સન્માનની વાતો ઘણી ઘણી થાય છે..અમૂક દેશોમાં સ્ત્રીઓ દેશનો વહિવટ ચલાવે છે તે હકિકત લક્ષમાં લઈ શકાય પણ એની ટકાવારી કેટલી?

                     પુરુષને એક કરતાં પણ વધારે સ્ત્રી હોય તો બીજી સ્ત્રી એજ પુરૂષ સાથે પરણવા તૈયાર થઈ જાય તેને માટે સ્ત્રી જવાબદાર છે? શું એની કોઈ મજબુરી કે લાચારી છે? કોઈનું તેની પર માનસિક કે આર્થિક  દબાણ છે? તેનો જવાબ આપણને ઘણીવાર સાંભળવા મળે છે પણ તેને ઉપાય જાણવા છતાં..કશા પગલા લેવામાં અફસોસ સાથે કહી શકાય કે સમાજ  નિષ્ફળ નિવડ્યો છે!

                  એક લોકલ ન્યૂઝ પેપર્સમાં એક હેડલાઈન નીચે રજૂ થયેલ અહેવાલ  વાંચો.

                                                                                                                                “નાયઝેરીયામાં વસતા ૮૭ વર્ષના બેલો માસાબા નામની વ્યક્તિને ૮૬ પત્નિ છે અને હજું પણ વધારે પત્નિ માટેના પ્રયાસો ચાલુ છે!બેલોનું માનવું છે કે તેમની પહેલી પત્નિ હોશિયાર અને કહ્યાગરી અને બીજી પત્નિ,કાકાની દીકરી જે તે કહે એમજ કરે અને તેને ના ગમે તેવું કદી પણ નહીં! અને આજ કારણે હું બન્ને ને ચાહતો હતો અને ત્રીજી પત્નિ તેની બધી શરતો માન્ય રાખી અને  ચોથી પણ તેમજ અને આ રીતે પાંચ,છ…સાત અને પત્નિઓની વણજાર ચાલી..૧૯૮૦’માં ઈસ્લામિક પ્રથા મુજબ નાગર શહેરમાંથી અમૂક મહિને પછી દરેક અઠવાડિએ પરણી નવી પત્નિ ઘરમાં લાવવાની!

                    ૮૭ વર્ષના બેલાએ  ૧૦૭ સ્ત્રીઓ સાથે લગ્ન કરી પત્નિઓ બનાવી. આટલી આટલી પત્નિઓ કરવા છતાં નાતો ત્યાંની સરકારે કે ઈસ્લામિક ધર્મે કોઈ વાંધો ના લીધો અને હજું પણ કોઈ  સારી  સ્ત્રી મળી જાય તો લગ્ન જરૂર કરી લે! તેની નાનામાં નાની પત્નિ ૧૯ વર્ષની અને મોટામાં મોટી ૬૪ વર્ષની છે.૯ પત્નિ મૃત્યું પામી છે અને ૧૨ પત્નિઓને છૂટ છેડા આપ્યા છે.

                   પ્રશ્ન એ થાય કે આટલીબધી પત્નિઓ ને એ કેવી રીતે રાખી શકે અથવા રાખી શકે છે? બેલો બહુંજ  પૈસે ટકે સુખી અને સમૃધ છે જેને સારામાં સાર વિસ્તારમાં ચાર માળનો સુંદર બંગલો જેમા ૮૯ કમરા(રુમ્સ)છે.જેમાં સુંદર  મહેલ જેવી આલિશાન સોનેરી દિવાલ,પીલર્સ, અગાસી! દરવાજા પાસે  “આપનું સ્વાગત” કરતા બોર્ડ અને લાલ કારપેટ(ગાલીચા) પર મીસ્ટર બેલો માટે એમના ભક્તો એમના માટે ઓશિકું અને સફેદ કુર્તો  તૈયાર રાખે અને આજું બાજુ  તેમનું ભવ્ય સ્વાગત કરવા લાઈન લાગે!.”.આવી રહ્યા છે…” દરવાજામાં દાખલ થતાંજ એમના લાબા અણીદાર જોડા પગમાંથી કાઢી આપે અને પ્લાસ્ટિકના જોડા પહેરાવી દે! શું સાહબી! રાજા -મહારાજાની જેમ!

                        જ્યારે એ પ્રવચન આપે ત્યારે સૌ શાંતીથી સાંભળે, દરેક ઘરના ખુણે ખુણે સ્પીકર લગાડેલ હોય જેથી તેની પત્નિ અને બાળકો રૂમમાં થી એને  સાંભળી શકે..
                એ સમાજમાં એનું આટલું માન-પાન અને સન્માન કેમ? એની પાછળ પણ નાની કથા સમાયેલી છે..નાની ઉંમરમાં એક સામાન્ય માનવી હતો જેને ૨૧ વર્ષ ઉંમરે કપડા વેંચવાના ધંધામાં પછી ખાંડ બનાવવાની ફેકટરીમાં કામ કરતા બેલાને માત્ર બે જ પત્નિ હતી પણ૧૯૭૦’માં ધર્મ તરફનીશ્રદ્ધાએ જીવનમાં પરિવર્તન આવ્યું.એ સખત બિમારીમાં પડ્યો, ના સુઈ શકે નાકશું ખાઈ શકે, ડોકટરની કોઈ પણ દવા અસરકારક નિવડી નહીં.નોકરી અને ધંધો બન્ને છોડવા પડ્યાં,અને એ ધર્મ તરફ વળ્યો.એ માને છે કે ઈશ્વરની અતુટ શ્રદ્ધા અને ઈશ્વર ના આદેશથી એક પછી એક પત્નિઓ સ્વિકારતો રહ્યો.એ એવું પણ  કહે છે ઈશ્વર તેને આદેશ આપે છે કે જે સ્ત્રી ઈશ્વરે મોકલી છે તે સ્ત્રી સાથે મારે લગ્ન કરવા.

                 બેલોને કેટલો બાળકો છે એ કહેવા તેને  વિચારવ્યું પડ્યું. નાનામાં નાનું બાળક એક વર્ષનું અને તેને ૧૮૫ બાળકો જેમાંથી ૧૩૩ જીવે છે.તેના આલિશાન મકાનમાં ૫૦૦૦ કુટુંબ વ્યક્તિ રહી શકે તેમાનાં ઘણા કમ્પાઉન્ડમા જેની આજુબાજુ મોટી દિવાલછે તે કમ્પાઉન્ડમાં રહે છે. પોતાના ફેમીલીને ખવરાવવા માટે દરરોજ  ત્રણ મોટા કોથળાની ચોખાની  ગુણો અને મીટ વપરાશ થાય છે.એ માલદાર એટલે છે કે એના પર શ્રદ્ધા રાખનારો  ભક્તો ધનના ઢગલા કરી દે છે.

                ત્રણ વર્ષ પહેલા નાઈઝેરીયાના ઈસ્લામિક લોકોએ ૮૨ સ્ત્રીઓને છૂટા છેડા આપવા તેને હુકમ કર્યો કે મુસ્લિમ કાયદા મુજબ ૪ થી વધારે પત્નિ રાખી ના શકાય પરંતુ બેલો એ તેનો ઈન્કાર કર્યો અને તેને શહેરછોડી જવા કહ્યુ.

                   ઘણાં એને પ્રશ્ન કરે છે કે તમે આટલી બધી પત્નિને ખુશ કેમ રાખી શકો છો તો તે હસતા હસતા કહે છે કે ઈશ્વરે મને  પારાવાર શક્તિ અને હિમત બક્ષી છે.જેથી હજું કોઈ મુશ્કેલી નડી નથી…૮૯ વર્ષના બેલો પર હજું કોઈ શરીર કે મો પર કરચલી જોવા મળતી નથી..શું આ ઈશ્વરની બક્ષીસ છે?”

                        ઈશ્વર ને નામે માનવી ઘણી આડી-આવળીપ્રવૃતિ કરે છે કે તેને સમાજ કશું કરી શક્તો નથી, ઉલ્ટાના લોકો તેની અંધશ્રદ્ધામાં વિટળાઈ જાય છે એ પોતે પણ અંધ બની જાય છે કશું સત્ય તેઓને દેખાતું નથી..

                       એકજ વ્યક્તિને આટલી બધી પત્નિ અને સ્ત્રીઓ પણ તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય ત્યારે પ્રશ્ન એ થાય કે શું પૈસાને લીધે કે પછી
ધર્મની નામે એમને ભગવાન માની એની શરણાગતી સ્વિકારવાની જેથી તેમનો ઉદ્ધાર થઈ જાય કે પછે સ્ત્રીની કોઈ મજબુરી!

                   ધર્મની વાત આવે છે ત્યારે ઘણી સ્ત્રીઓ ધર્મના વડાઓ જેમ કહે તેમ કરવા તૈયાર થઈ જાય તે ઘણીવાર સમાજમાં જોવા મળ્યું છે.ગુરુજી જે કહે તેજે માને ,અરે ઘણીવાર ગુરુની વાતમાં પોતાન પતિની સાચી વાત માનવા તૈયાર ન થાય..ગુરુજી કહે એજ સાચું..અને પછી ઘણાં ઘણાં કૌભાંડો થતાં રહ્યાં છે,ધર્મને નામે જેટલા કૌભાંડો થયાં છે તેટલા બીજા ક્ષેત્રોમાં ઓછા થયાં હશે..અને આ કૌભાંડોમાં સ્ત્રીઓજ ભોગ બનતી હોય છે.

                       મોટાભાગના પાંખડી ધર્મગુરુઓ સ્ત્રીઓને પેલા વિશ્વાસમાં લે છે અને પછી પોતાનું ધારું કાર્ય તમની પાસે થી કરાવી લે છે.આજ અમેરિકામાં ઉનાળામાં ઢગલાબંધ ગુરુઓનો રાફડા  ઉભરાય છે તેમાં સાચા કે ખોટાનો ખ્યાલ રાખવો મુશ્કેલ પડે છે.શ્રદ્ધા સારી વસ્તું છે જો એ સત્ય હોય તો પણ જ્યારે શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ફેરવાય જાય ત્યારે સમાજનું પતન થાય છે તે આપણે ઘણીવાર જોયું છે  તેમજ ધર્મ સાચો હોય તો આવી અંધશ્રદ્ધાને લીધે ધર્મને ઘણીજ હાની થતી હોય છે તેમાં સ્ત્રી વર્ગ વધારેમાં વધારે નુકશાન થતું આવ્યું છે, માનસિક,શારિરીક અને આર્થિક.

                 બેલો જેવી વ્યક્તિ કહે કે ઈશ્વરના આદેશ છે એટલે મે વારંવાર અનેક સ્ત્રી સાથે લગ્ન કરી ૮૬ પત્નિનો પતિ બન્યો છું..આવું પછાત દેશમાં બને છે એવું નથી અમેરિકા જેવા દેશોમાં પણ મેમનમાં એક પત્નિ કરતા વધારે પત્નિ ધરાવતો વર્ગ છે..

                     સવાલ એ છે કે સ્ત્રીઓ ક્યારે જાગશે? ક્યારે પોતે સ્વતંત્ર થઈ પોતાની માનસિક નૈયા જાતે હંકારશે ?

મે 17, 2011 Posted by | વાચકને ગમતું, સ્વરચિત રચના | Leave a comment

   

%d bloggers like this: