"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મારા દાદા…

                         “ત્રણ ચાર કલાક થઈ ગયા, દાદા હજુ  વૉક કરીને નથી આવ્યા મમ્મી!”
” તને બહુ દાદાની ચિતા થાય છે,તેણેજ તને બગાડી છે”
“પણ મમ્મી,હેવી સ્નો પડે છે અને ટી.વીમા હજું પાચથી છ ઈચની આગાહી કહે છે”
“મારે બહુજ કામ છે તુ મને ખોટી પજવ નહી.”
મમ્મી,બિચારા દાદા ૮૦ વર્ષના છે અને તેને તે ફોર્સ કરી   આવા બેડ વેધરમા બહાર વૉક કરવાનુ કહ્યુ તે બરાબર ના કહેવાય.”
‘આખો દિવસ ઘરમા રહી કશું કરતા નથી અને પછી ફરિયાદ કરે કે મને અહી દુઃખે છે મને કશી મજા નથી..ઘરમા રહી હરામના હાડકા થઈ ગયા છે તો થોડુ વૉક કરે તો સારુને અને મને પણ થોડા બકવાસમાંથી રાહત થાય!”

                       બિચારા દાદાની વાત ઘરમા કોઈ સમજતું નથી .even not my dad!(મારા પિતા પણ)..ઘરમાં એમનું કશુ માન નહોતુ,,ખાવા-પિવામા ઘરમા પડેલુ વાસી ફુડ લન્ચમા અને સાંજે મમ્મી એના માટે માત્ર સુપ જેવુ બનાવી કહેઃ આ ઉમરે સાંજના હેવી ફુડ પચે નહી…બિચારા દાદા શુ કરે ? મમ્મી ના હોય ત્યારે હુ તેને કોઈવાર મેકરૉની, સ્પગેટી તો કોઈવાર ગરમ ગરમ પીઝા બનાવી દઉ તો ખુશખુશ થઈ જાય! મને કહેઃ” બેટી..તુ મારી મા ને જેમ સંભાળ રાખે છે તું  ગયા જન્મમા મારી મા હઈશ કહી હસી પડે. દાદા મને એમના ભુતકાળની વાત કરે.બેટી,હું  અમદાવાદ કોલેજમા પિન્સિપલ હતો અને તારા દાદી મારીજ કૉલેજમા પ્રોફેસર હતી અને અમો બન્ને ને લવ થઈ ગયો , બન્ને એ મેરેજ કર્યા..પછી તારી ડેડીનો જન્મ થયો,બહુ લાડકોડથી ઉછેર્યો, ભણાવ્યો અને ઈલેકટ્રીક ઈન્જીનયર બન્યો એ અમેરિકા આવ્યો એ પહેલાજ તારી દાદીને ઉપરવાળાએ લઈ લીધી હું એકલો પડ્યો અને તારી ડેડીના આગ્રહથી અહી અમેરિકા આવ્યો.એકનો એક દીકરો મારે તો અહી આવ્યા સિવાય બીજી કોઈ ચોઈસ હતીજ નહી. તુ ૧૨ વર્ષની છે પણ બહુજ સમજદાર છે..દાદા, મારી મમ્મી અને ડેડી પણ ભવિષ્યમા દાદી બનશે તે સમયે હું પણ…..ના બેટી ના..એવુ કદી વિચારતી પણ નહી..બદલો લેવાની ભાવના કદી પણ કેળવીશ નહી! મને તેઓ દુઃખ આપે છે તો મારી લાગણી કેવી દુભાય છે ! કોઈની પણ લાગણી દુભાઈ એવુ કાર્ય બેટી કદી પણ કરીશ નહી! ઓકે દાદા..promise! yes ..promise..(“વચન”..”હા વચન”)..

 
                    આવા મારા પ્રેમાળ  દાદા પર મમ્મી-ડેડી કેટલો જુલ્મ કરે છે ?..ગુલામની જેમ રહેવાનુ?  that is not fair!( એ ખરેખર ન્યાય નથી).

                   ” પિન્કી, તું ક્યા જાય છે ? તને ખબર નથી પડતી કે કેટલો હેવી સ્નો પડી રહ્યો છે! સ્નોના ઢગલા થઈ ગયા છે!”
 “મમ્મી, દાદા હજુ નથી આવ્યા તેની તને કશી ચિતા નથી!” 
“તુ ખોટી ચિતા કરે છે પિન્કી, એ તો પાર્કની બાજુમા એના મિત્ર કેશુ અન્કલના એપાર્ટમેન્ટમા જઈને બેઠા બેઠા ગામ ગપાટા મારતા હશે!”
 મમ્મી, તુ ક્યારેય દાદા વિશે સારુ બોલીશ..હું પાર્કમા તપાસ કરીને તુરતજ દાદાને લઈને પાછી આવી જાવ છુ..’પિન્કી…”…મમ્મીની બુમ એ સાંભળે એ પહેલાજ પિન્કી ડોરની બહાર નીકળી ગઈ હતી…
               પાર્ક વૉકીગ ડીસ્ટ્ન્ટમા હતો…પિન્કી પાર્કમા પહોચી..સ્નો બહુજ હેવી પડી રહ્યો હતો, પાર્કમા પણ બબ્બે ફુટના થર બાજી ગયા હતા..પિન્કીએ ચારે બાજું નજર કરી પણ દાદા દેખાય નહી..નિરાશ થઈ પાર્કમાંથી પાછી ફરી રહી હતી ત્યાં પાર્કના એન્ડ પાસેના બેન્ચ પર બેઠેલા જોયા…’દાદા…અડધા સ્નોમા કવર થઈ ગયેલા દાદાને જોઈ … “દાદા.” .કહી બાજી પડી …સ્નોમાં થીજી ગયેલા દાદાનુ મૌન…પિન્કીને હચમચાવી ગયુ.

મે 13, 2011 - Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના

11 ટિપ્પણીઓ »

  1. very touchy

    ટિપ્પણી by ઇન્દુ શાહ | મે 13, 2011

  2. માનવતા મરી પરવારી ?

    ટિપ્પણી by Rajul Shah | મે 13, 2011

  3. સ્નોનો અનુભવ અમને છે………..

    અંતે અમારા આંસુ પણ થીજી ગયા
    જોકે આ વેદનાઓ પિન્કીઓ જ સમજી શકે

    ટિપ્પણી by pragnaju | મે 13, 2011

  4. […] મારા દાદા… (via “ફૂલવાડી”) Posted on મે 13, 2011 by vijayshah                          "ત્રણ ચાર કલાક થઈ ગયા, દાદા હજુ  વૉક કરીને નથી આવ્યા મમ્મી!" " તને બહુ દાદાની ચિતા થાય છે,તેણેજ તને બગાડી છે" "પણ મમ્મી,હેવી સ્નો પડે છે અને ટી.વીમા હજું પાચથી છ ઈચની આગાહી કહે છે" "મારે બહુજ કામ છે તુ મને ખોટી પજવ નહી." મમ્મી,બિચારા દાદા ૮૦ વર્ષના છે અને તેને તે ફોર્સ કરી   આવા બેડ વેધરમા બહાર વૉક કરવાનુ કહ્યુ તે બરાબર ના કહેવાય." 'આખો દિવસ ઘરમા રહી કશું કરતા નથી અને પછી ફરિયાદ કરે કે મને અહી દુઃખે છે મને કશી મજા નથી..ઘર … Read More […]

    પિંગબેક by મારા દાદા… (via “ફૂલવાડી”) | સહિયારું સર્જન – ગદ્ય | મે 13, 2011

  5. very tuchi story and tru story.I am in chicago now for 5 weeks at pritis.

    ટિપ્પણી by harsha | મે 13, 2011

  6. wah, khub saras.

    ટિપ્પણી by AJAY OZA | મે 14, 2011

  7. good touchy story

    ટિપ્પણી by Preeti | મે 14, 2011

  8. થીમ ખુબ સરસ છે. હૃદયસ્પર્શી…

    Lata J. Hirani

    ટિપ્પણી by readsetu | મે 16, 2011

  9. દિલને સ્પર્ષિ ગઈ આ ટુકી વાર્તા .
    ખરેખર આત્યારે ઘણી જગ્યાએ હકિકતમાં આવુ બનતુ હોય છે .
    પરંતુ દાદાજી કેટલી સરસ શીખામણ આપે છે .

    ટિપ્પણી by hemapatel | મે 16, 2011

  10. really very touchy.i miss my dada….as i’m unlucky to get love frm grand parents…….

    ટિપ્પણી by jayshree | મે 21, 2011

  11. Old age and at the mercy of son and daufgter in law what else do you expect.Children are loving, beautiful and innocent.
    wonderful short story.

    ટિપ્પણી by pravina | મે 22, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: