"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

માનવીની ક્યાં કિંમત છે?

 ફૂલમાં સંતાયને શરમાય  છે,
મહેંક એની ચારેકોર  જાય છે.

વાદળમાં સૂરજ કા ઢંકાય  છે?
નરી આંખથી સાચું દેખાય છે?

કુકડાની બાંગથી કોઈ ઉઠે છે?
મંદીરનો ઘંટ કેમ  વગાડે છે?

દિલ બિચારું સતત ધબકે છે,
બંધ થાયતો?બાળી નાંખે છે!

માનવીની   ક્યાં કિંમત  છે?
કતલખાનામાં રોજ રેસાઈ છે.

Advertisements

મે 11, 2011 - Posted by | સ્વરચિત રચના

2 ટિપ્પણીઓ »

  1. માનવીની ક્યાં કિંમત છે?
    કતલખાનામાં રોજ રેસાઈ છે.
    યાદ આવ્યું પ્રેરણાદાયક ગીત
    તું માનવ, ઈશ્વર છે !
    ફગાવ આશા, બંધ બધાયે તોડીફોડી દે,
    દુઃખદર્દને દફનાવી દે, કાલનિયંતા હે !
    મહિમા તારો સમજી લે જ્યાં હારે શ્રુતિસ્મૃતિયે,
    પુરાણ પુરષોત્તમ તું, પડદો દુર હટાવી દે
    પૂર્ણાનંદ પરાત્પર સ્વામી, પૂર્ણસત્ય સુખ હે !
    વાસનાતણો દાસ મટી જા, પ્રેમતણો પથ લે
    નિત્યમુક્ત ને નિત્યનિરંજન, નિત્યશુદ્ધ શુચિ હે !
    ઉઠ હટાવી દે તમ, સ્થિત થા સમ્રાટપદે રે !
    દાનવમાંથી માનવ થા, થા અંતે ઈશ્વર ને,
    સ્વાર્થ મોહ ને ક્ષુદ્ર વાસના કરતી જંતુ તને
    ઉન્નત શિર કર, ગૌરવ મુખ ધર, ભેટી લે સૌને,
    મંગલ મહિમામાં સ્થિત થા તો, અસાધ્ય શું તુજને ?
    તું માનવ, ઈશ્વર છે !

    ટિપ્પણી by pragnaju | મે 11, 2011

  2. માનવી રોજ આવે ને રોજ જાય.
    કતલખાનામાં રહેંસાય કે જીવનની ઘરેડમાં ચગદાય.

    કિંતુ એ જ માનવ ‘સ્વાર્થ’ના વર્તુળમાંથી બહાર આવી
    ‘નિઃસ્વાર્થ’માં રમમાણ થાય તો ચિત્ર જુદું જણાય.

    ટિપ્પણી by pravina | મે 13, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: