"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આવી છે મા..!

મા છે પ્રેમની ગંગા,
મમતાની જાગતી  મૂર્તિ,
ભલી ભોળી ભાવનાની ભરતી
ખોળોમાં સ્વર્ગનું સુખ ભરતી.
હું રડું તું રડતી.
થોડુ પડુંને  તુ ડરતી,
પળ પળ રક્ષા મારી કરતી,
સંસ્કાર  સુંદર સુંદર ઘડતી,
હસતી હસતી સદાય ખુશ કરતી,

નિર્મળ,નીર્પેક્ષિત જીવન,
ના કોઈ શરત,
ના કોઈ રમત!
ત્યાગના તરાપામાં તરતી.

આવી છે મા..!
કોટી કોટી વંદન…
કરતા નમે શીશ અમારું..
છત્રછાયા તારી રહે સદાય,
જગ સારું નમે..વંદે..
ગુણ તારા ગવાય..
તોય  અધૂરા.
એવા અખૂટ ભંડાર ભરેલી મા..
આવી છે મા..!

મે 8, 2011 Posted by | સ્વરચિત રચના | 1 ટીકા

   

%d bloggers like this: