"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

યુદ્ધ રહેવાનું…..!

 

જ્યાં લગી ધરતી પર માનવ છે,
યુદ્ધ રહેવાનું..

જ્યાં લગી નજરમાં નફરત છે,
યુદ્ધ રહેવાનું..

જ્યાં લગી ધર્મના અલગ રસ્તા છે,
યુદ્ધ રહેવાનું..

જ્યાં લગી સીમાના બંધંન  છે,,
યુદ્ધ રહેવાનું.

જ્યાં લગી જગતમાં” જીવ” છે
યુદ્ધ રહેવાનું.

માનવ વસવાટથી ચેતી જજે,
અરે ! ઓ ચંદ્ર શિતળ..
એ આવશે તો……
યુદ્ધ રહેવાનું.

એપ્રિલ 21, 2011 Posted by | વાચકને ગમતું, સ્વરચિત રચના | 1 ટીકા

   

%d bloggers like this: