"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

જવાબ દે…

 

અહીં   જો      નથી કોઈ જવાદ દે,
લે,   આંખ    શીદ રોઈ જવાબ દે.

આ   ભૂમિ    વેરાન પડી    સઘળે,
શાને   ઝંઝાની વેલ બોઈ?જવાબ દે.

ભટક્યા કરે છે   કેમ     રાતદિવસ?
ના   કોઈ ક્ષણ પકડાઈ!  જવાબ દે.

નહીં   સંત-સોઈ   કે    ઠાકુર સ્થાન,
કેમ ટિંગાડી દીધી પિચોઈ, જવાબ દે.

કદી    આવવાની   નથી   કંકોતરી,
બજાવ્યા કરે રોજ શરણાઈ,જવાબ દે.
બીજે   જવાનું   આ ગમે આયખામાં,
શું    નથી છોડાતી ડભોઈ!જવાબ દે.

-રામચંદ્ર પટેલ
સૌજન્યઃ ઉદ્દેશ

એપ્રિલ 18, 2011 - Posted by | ગમતી ગઝલ

5 ટિપ્પણીઓ »

 1. આ ભૂમિ વેરાન પડી સઘળે,
  શાને ઝંઝાની વેલ બોઈ?જવાબ દે.

  ભટક્યા કરે છે કેમ રાતદિવસ?
  ના કોઈ ક્ષણ પકડાઈ! જવાબ દે.
  સરસ

  ટિપ્પણી by pragnaju | એપ્રિલ 18, 2011

 2. અહીં જો નથી કોઇ જવાબ દે
  તો આંખ શીદ રોઇ જવાબ દે
  સરસ

  ટિપ્પણી by ઇન્દુ શાહ | એપ્રિલ 19, 2011

 3. આદરણીય શ્રી વિશ્વદીપભાઈ,

  કદી આવવાની નથી કંકોતરી,
  બજાવ્યા કરે રોજ શરણાઈ,જવાબ દે.
  બીજે જવાનું આ ગમે આયખામાં,
  શું નથી છોડાતી ડભોઈ!જવાબ દે

  ખુબ સરસ ગીત સજ્વ્યું છે ફૂલવાડીમાં ..

  “રોજ તાજા તરવરતાં ફૂલ ખીલે ફૂલવાડીમાં

  વિશ્વના દીપ રૂપી ગુલાબો ખીલે ફૂલવાડીમાં ”

  ગોવિંદ પટેલ ( પરાર્થે સમર્પણ )

  ટિપ્પણી by સ્વપ્ન જેસરવાકર | એપ્રિલ 19, 2011

 4. nice…..Javab de!

  ટિપ્પણી by sparsh patel | ઓક્ટોબર 22, 2011

 5. http://www.sukrit1939.blogspot.com

  ટિપ્પણી by Sparsh Patel | ઓક્ટોબર 22, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: