"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સુવિચારોની સરિતા..

 
કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને
રોવું શું કામ ?
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી, 
 ——————————————————————-

માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી.

 —————————————————————————-

પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે.

 ——————————————————————————

કોણ કહે છે ભગવાન ના ઘરે અંધેર છે,
સુખ અને દુખ તો છે ઈશ્વર ની પ્રસાદી,
બાકી તો માનવી ની સમજ સમજ માં ફેર છે.

————————————————————–

જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા રબર ઘસાઈ જાય!

——————————————————————————————–

સાચવવા પડે સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા.

—————————————————

જ્ઞાની તે છે જે બીજા ની ભૂલો પચાવી શકે છે.

 ———————————————————-

વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે,
માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે.

 ———————————————————————————–

તમારી જરૂરિયાત પૂરી ના થાય તો બની શકે કે તેની જરૂર નહિ હોય !

—————————————————————————————
દિવસ દરમિયાન જયારે તમે કોઈ મુશ્કેલી નો સામનો ના કરો,
તો સમજ જો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો!

——————————————————————–

દુનિયા ક્યારેય પોતાની જાત ની સરખામણી બીજા સાથે ના કરો,
આમ કરવા થી તમે પોતા ની જાત નું અપમાન કરો છો.

——————————————————————————
કબીર સાહેબે પણ કહ્યું છે:
“બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજુર;
 પંથી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર.”
 ——————————————————
જયારે લોકો તમારી વિરુદ્ધ માં બોલે ત્યારે સમજ જો કે તમે પ્રગતિ કરી રહ્યો છો!
———————————————————————-

દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ,

કે જેમાં પોતાના મિત્રોના દોષો દફનાવી શકે!
 ————————————————————-

જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.
પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.
અને રસ્તો એને મળતો હોય છે
કે જેનો ચહેરો સદાય હસતો હોય છે

 ——————————————————-

જન્મ એક શરૂઆત છે
મૃત્યુ આખરી મુકામ
અને જીવન એક મુસાફરી.
મુસાફરીઓ થતી રહે

 —————————————————
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?

———————————————————-

શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય ……. તે મોત ..
ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે ……….. તે મોક્ષ !!

 ———————————————————

સૌને પોતાની પ્રગતિમાં રસ છે. બીજાની પ્રગતિમાં તમે જેટલો ફાળો આપશો,                                        

 એટલી તમારી પ્રગતિ વધશે અને ઓછામાં ઓછો વિરોધ થશે.
  
 ——————————————————————

જિંદગી મળવી નસીબ ની વાત છે,
મૃત્યુ મળવું સમય ની વાત છે,
પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,
જિંદગી માં કરેલા કર્મ ની વાત છે.

courtesy: e-mail from friend.
 
 
 
 
 

એપ્રિલ 13, 2011 Posted by | ગમતી વાતો | 1 ટીકા

   

%d bloggers like this: