"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મા

તું તારા નાનકડા હ્ર્દયમાં
અઢળક દુઃખ કેવી રીતે સંઘરે છે?
બધાં દુઃખ પીને
બીજાના સુખનું  કારણ કેવી રીતે બને છે ?
તારા પાંગળા ખભા પર
કષ્ટોના પહાડ ઊંચકીને
તેં કદી ય ઉંહકારો ભર્યો નથી.
તેં તો તેને નિયતિ સમજીને,
નસીબમાં આવું લખ્યું છે-એમ માનીને
બધું સહન કર્યું છે
કર્મવાદી હોવા છતાં ભાગ્યવાદી બનીને
વેઠી લીધી છે પીડા.

ખાણીપીણીમાં કદી કરી ન વરણાગી
ગરીબોનું ભોજન, બટાટાને
મોહનભોગ સમજીને ખાધા.

મા,
તારી આંખો સૌને સંતુષ્ટ
જોવા માટે જ કેમ તરસે છે ?
તારી આંખોમાં તગે છે એકાંકીપણું
છતાં તેને તું ખુશીના આંસુમાં
ફેરવે છે કીવી રીતે ?

 સૌજન્યઃ ઉદ્દેશ
-લાદિસ્લાવ વૉલ્કો
અનુવાદઃ નરેન્દ્ર પટેલ

Advertisements

April 4, 2011 - Posted by | મને ગમતી કવિતા

8 Comments »

 1. આદરણીય શ્રી વિશ્વદીપભાઈ,

  તું તારા નાનકડા હ્ર્દયમાં
  અઢળક દુઃખ કેવી રીતે સંઘરે છે?
  બધાં દુઃખ પીને
  બીજાના સુખનું કારણ કેવી રીતે બને છે ?

  માં ના બ્લીદાની રૂપને અને ભાવનાઓને શબ્દોના સમુદ્ર માં ભીજવી

  કલ્પનાની કલમની પંક્તિઓ હદય દ્રાવક છે. ધન્ય કવિ શ્રીને અને ધન્ય

  આ રજૂઆત કરનાર વિશ્વના દીપને

  Comment by પરાર્થે સમર્પણ | April 4, 2011

 2. મા તે મા…

  Comment by nilam doshi | April 5, 2011

 3. મા,
  તારી આંખો સૌને સંતુષ્ટ
  જોવા માટે જ કેમ તરસે છે ?
  તારી આંખોમાં તગે છે એકાંકીપણું
  છતાં તેને તું ખુશીના આંસુમાં
  ફેરવે છે કીવી રીતે ?
  વાહ

  Comment by pragnaju | April 5, 2011

 4. ખૂબ સરસ રચના છે. ગમી

  Comment by ભરત ચૌહાણ | April 5, 2011

 5. મા માટે તો જ્યારે પણ જેટલુ કહેવાય કે લખાય એ ઓછુ જ છે.
  સરસ રચના.

  Comment by Rajul Shah | April 6, 2011

 6. મા માટે …સરસ રચના.
  મા,
  તારી આંખો સૌને સંતુષ્ટ
  જોવા માટે જ કેમ તરસે છે ?
  તારી આંખોમાં તગે છે એકાંકીપણું
  છતાં તેને તું ખુશીના આંસુમાં
  ફેરવે છે કીવી રીતે ?
  Ramesh Patel(Aakashdeep)

  Comment by Ramesh Patel | April 6, 2011

 7. ‘મા’ નું સર્જન કર્યા પછી પ્રભુ ને હાશ થયું.

  Comment by pravina | April 8, 2011

 8. મા,
  તારી આંખો સૌને સંતુષ્ટ
  જોવા માટે જ કેમ તરસે છે ?
  તારી આંખોમાં તગે છે એકાંકીપણું
  છતાં તેને તું ખુશીના આંસુમાં
  ફેરવે છે કીવી રીતે ?”
  God has no time to look after every body so He created “Maa”

  Comment by Shaila Munshaw | April 10, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s