"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આવો છે દેશ મારો આજ!

જ્યાં વચન માટે મરી પિટતા માનવી,
   હવે ” Dime a dozen ” વેંચાય છે વચન..આવો છે દેશ મારો આજ.

વતનની યાદ કરી આવેછે  સૌ NRI અહીં,
  “ધુતીલો” એને પરદેશમાં પૈસાના ઝાડ માની.આવો છે દેશ મારો આજ.

વાતે વાતે જુઠ ને હસીને ફસાવે,પછી તરસાવે,
  ઉપકાર પર ઉપકાર  સાવ લુખો સાવ જુઠ્ઠો,આવો છે દેશ મારો આજ

એરપોર્ટ પર આવતાંજ માંગે  ડોલર્સમા પૈસા,
  ડગલે ને પગલે માંગના હાથ હોય લાંબા,આવો છે દેશ મારો આજ

મંદીરોમાં રુપિયાના કરતાં ઢગલા અહીં,
    પછીજ પ્રભુના થાય દર્શન સૌથી પે’લા,આવો છે દેશ મારો આજ

ઋષી-મુનીઓનો દેશ વેંચાય છે પસ્તીને ભાવે,
  ભષ્ઠાચાર ભભૂકી રહ્યો ચારે કોર,આવો છે દેશ મારો આજ

“દીપ” શ્રદ્ધા તારી અચળ  રાખજે વતન માટે,
  ધુળ એની મસ્તક પર રાખી ફરજે સદા,આવો છે દેશ મારો આજ

માર્ચ 12, 2011 - Posted by | કાવ્ય, સ્વરચિત રચના

4 ટિપ્પણીઓ »

 1. દીપ” શ્રદ્ધા તારી અચળ રાખજે વતન માટે,
  ધુળ એની મસ્તક પર રાખી ફરજે સદા,આવો છે દેશ મારો આજ

  Vishwadeepbhai..Your Rachana talks of the “present” and at the end you hope for the “best” in the Future.
  Nice !
  Liked it !
  DR. CHANDRAVADAN MISTRY (chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Not see you on Chandrapukar for a long time..hope to see you soon !

  ટિપ્પણી by chandravadan | માર્ચ 16, 2011

 2. આદરણીય શ્રી વિશ્વદીપભાઇ,

  એરપોર્ટ પર આવતાંજ માંગે ડોલર્સમા પૈસા,
  ડગલે ને પગલે માંગના હાથ હોય લાંબા,આવો છે દેશ મારો આજ

  દેશની સાંપ્રત પરિસ્થિતિનું સાચુકલું દર્શનનું આપનું કાવ્ય પ્રતિબિબ

  પડે છે. સચિના ભાવ ખુબ સુપેરે ઝીલ્યા છે…..અભિનંદન.

  સ્વપ્ન જેસરવાકર ======== પરાર્થે સમર્પણ

  ટિપ્પણી by GOVIND PATEL | માર્ચ 22, 2011

 3. હા, જેવો છે તેવો એ દેશ આપણો છે. તેને માટે જવાબદાર પણ
  આપણે જ છીએ.
  ‘ખારા જલમાં મીઠી વિરડી’ ની માફક ઘણાં સુંદર અનુભવો પણ થાય છે.
  લાંચ, રુશવત લોહીમાં વહે છે. મોંઘવારીનું નગ્ન તાંડવ જોઈને સામાન્ય જનતા મહેનતના બદલામાં બે પૈસા વધારે માંગે તેમાં કોનો વાંક. જ્યાં ૬૦ રૂ કીલો કાંદા અને ૩૦ રૂ લિટર દુધ વેચાય છે.
  આપણી ભલમનસાઈ ત્યારે જણાય જ્યારે પોર્ટર સાથે ભાવની ઝંઝટ ન કરતાં ૫ રૂ. વધારે આપીએ.
  તાજી આપણા દેશથી પાછી ફરી છું. ઘડી ઘડી દોડી જવાનું મન થાય છે. જે શક્ય નથી.
  હા, પરિસ્થિતિ વણસેલી છે તેમાં બે મત નથી પણ જ્યારે તેનો ગંભિરતાથી વિચાર કરી ત્યારે હ્રદય ધબકારો ચૂકી જાય છે.

  ટિપ્પણી by pravina | માર્ચ 25, 2011

 4. We the NRIs took lots of those “GOOD” things out of “DESH”. We are still attracted to the “DESH” looking for those “GOOD” there with rather higher expectations. We must change like “Gandhiji” had once said….. “O Deep, Vishva na Deep”

  “દીપ” શ્રદ્ધા તારી અચળ રાખજે વતન માટે,
  ધુળ એની મસ્તક પર રાખી ફરજે સદા,આવો છે દેશ મારો આજ

  I am so happy for your such a beautiful creation.

  ટિપ્પણી by Dhiru B Mali | એપ્રિલ 5, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: