“દીપ” આમને આમ રાખમાં ભળતો રહ્યો!
ચારધામની યાત્રા કરતો રહ્યો,
દેવ-દેવીઓને મળતો રહ્યો.
સંત,સાધુનો સંગ કરતો રહ્યો,
જ્ઞાન-વિજ્ઞાનમાં ડુબતો રહ્યો.
વેદ-ઉપદેશની ભાષા ભણતો રહ્યો,
“સચ ક્યાં હૈ? પ્રશ્ન થતો રહ્યો.
ગંગાજળ માથા પર મુકતો રહ્યો,
પવિત્રતા પાણી પીતો રહ્યો.
માનવ મેળામાં ભળતો રહ્યો,
સંબંધના ઝાળા રચતો રહ્યો.
કાળની કોઠડીમાં પુરાતો રહ્યો,
અંધારના ઓળામાં ઘેરાતો રહ્યો.
મોઘી મળેલી જિંદગી વેડફતો રહ્યો,
“દીપ” આમને આમ રાખમાં ભળતો રહ્યો !
શ્રી વિશ્વદીપભાઈ,
મોઘી મળેલી જિંદગી વેડફતો રહ્યો,
“દીપ” આમને આમ રાખમાં ભળતો રહ્યો
ખુબ જ સરસ.દીપના મનના ઉડાણમાંથી પ્રગટેલા ભાવ ભર્યા શબ્દો
કાગળ પણ ઉતર્યા છે. એકે એક પંક્તિ એક ઝણઝ્ણાતી ઉરે ઉપજાવે છે
ધન્યવાદ
શ્રી વિશ્વદીપજી
જીવનને આપે કવનમાં સુવાસિત કરી દીધું. કાવ્ય તત્ત્વથી ભરપૂર કવિતા ખૂબ ગમી.
રમેશ પટેલ(આકાશદીપ)
ચાર ધામની યાત્રા કરતા રહ્યા સજોડે તો પછી બધા મલકની
માટી ભેગી કરી.
વાંચીને મળ્યા જેટલો આનંદ થયો.
સાહેબશ્રી, વિશ્વદીપજી
આપની ફૂલવાડીના ફૂલો તો ખીલવા લાગ્યા,
આપ ચાર ધામની યાત્રા ગયા તો પ્રસાદનું શું છે….ભાઈ
કિશોરભાઈ