"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સાંજના ઓળા!(નિવૃતિ નિવાસ)-ચેપ્ટર-૨

 

                                       માનવીના મૃત્યુબાદજ માનવીએ કરેલા સદકાર્યોને બિરદાવવા,યાદકરી સ્નેહી-સગા પોતાના સ્વજનને ગુમાવ્યાનો ખેદ વ્યક્ત કરે છે.આજે નિવૃતિ-નિવાસમાં યોજાયેલી શોકસભામાં અણધારી વિદાય લેનાર સરગમબેનના શૉકમાં સમગ્ર હોલ તેણીને ચાહનાર લોકોથી ભરચક હતો, સૌની આંખોમાં ભીંનાશ હતી. એક અગોચર દુનિયામાં સરગમબેને પ્રણાય કર્યું તેને લોકો સ્વર્ગનું નામ આપી એક સંતોષની લાગણી અનુભવે છે.સાથો સાથ સૌ સ્નેહીજનો, મિત્રો મળી સદગતના કાર્યને બિરદાવી,શ્ર્દ્ધાજંલી  અર્પે,એકબીજાને સહાનુભુતિ આપે! આજે સદગત આત્મા હાજર હોય અને વ્યક્ત થતી લાગણીને રૂબરૂ જોઈ શકે તો કેટલું સારૂ! માનવીના મૃત્યુબાદજ કેમ એમના ઢગલાબદ્ધ વખાણ થાય,પુતળા મુકાય, મોઘી તસ્વિર ટીંગાડાય! પણ આજ માનવીનો સહજ સ્વભાવ છે!

                                     “સરગમબેન  નથી, માત્ર તેમની યાદ રહી ગઈ છે.તેમણે કહેલા શબ્દો,શિખામણ, એમનો નિખાલસ સ્નેહ, નિસ્વાર્થ પ્રેમ આપણી પાસે રહી ગયાં છે.યાદ છે એમણે કહેલા શબ્દો:”માનવીએ કોઈપણ પરિસ્થિતિમાં મનનું સમતોલ ગુમાવ્યા વગર સામનો કરવો અને તે પણ મિઠાશથી,આવો ઉપદેશ આપનારી વ્યક્તિ આપણી સમક્ષ નથી.દુ:ખ છે,શોક છે, આંખમાં ભીંનાશ છે પણ એક વાત જરૂર કહીશ કે એજ એમની સાચી શ્રદ્ધાજંલી કહેવાશે જ્યારે એમનો એકાદ સદગુણ આપણે જીવનમાં ઉતારીશું! એ બોલતા બોલતા અવન્તિકાબેન ગળગળા થઈ ગયાં અને “જયશ્રીકૃષ્ણ” કહી પોતાની બેઠકપર બેસી ગયાં.

                                  “નિવૃતિ-નિવાસ”માં  સરગમબેનની  મોટી તસ્વિર સભાખંડમાં સ્મારક રૂપે મુકવાની હતી. આજે સૌ ભેગામળી ભજન કિર્તન સાથો સાથ શ્રદ્ધાજંલી અર્પી રહ્યા હતા.

                                   “સરગમબેનનું સમગ્ર જીવન પરોપકાર અર્થે જીવ્યા,બીજાને ખુશ જોઈ, પોતે ખુશ રહેતા,બીજાને દુ:ખે દુખી થતાં,દુ:ખને દૂર કરવા મદદ કરતાં એજ એમની નિસ્વાર્થભરી એમની નીતિ હતી.સરગમબેનને હું અંત:કરણ પૂર્વક શ્ર્દ્ધાજંલી અર્પુ છું.એમના સદગત આત્માને પ્રભુ ચિંરજીવ શાંતી બક્ષે એક મારી નમ્ર પ્રાર્થના.કહી વલ્લભદાસે સૌને હાથ જોડ્યા.”

                                   “નિવૃટી નિવાસના સરટાજ સમા સરગમબેના આપની વસ્સે નથી,આપને બઢા એકલા પડી ગયાં હાચુ કહું દોસ્ટો! એ દયાની ડેવી હટા, ભગવાન એમના આટ્માને શાંટી આપે અને હું…મિસ્ટર પેસ્તનજી આગળબોલે એ પહેલાજ ગળામાં ડુમો ભરાઈ આવ્યો,રડી પડ્યાં.આગળ એક શબ્દ બોલી ના શક્યા!

                                     આખો સભાખંડ ભરાયેલો હતો.દરેક વ્યક્તિની આંખમાં સહાનુભૂતિ, ઉદાસીન ચહેરા! મધ દરિયે હલેસા ખોઈ બેસનાર સોહીલ આગલ વધ્યો.સભાખંડમાં સૌને હાથ જોડી બોલ્યો:
                                    “ભાઈઓ, બહેનો અને મિત્રો, સૌએ સાથે મળી સરગમ પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કર્યો,એમના આત્માને ચિંરજીવ શાંતિ માટે પ્રભુ પ્રાર્થના કરી, એ  આપણાંથી ઘણાં દૂર એવા અલૌકિક દુનિયામાં જતા રહ્યાં છે છતાં  તમારા સહાનુભુતિ વ્યક્ત કરતા આત્માનો અવાજ જરૂર એમના સુધી જરૂર પહોંચશે એની મની ખાત્રી છે. મારા ટૂંકા સમયના સહવાસી,મારી જિંદગીના સોનેરી સંધ્યા સમયની સાથી એવી સરગમ,મારી પત્નિ કરતા એક સાચી મિત્ર બની રહી અને મેં તેણીના જીવનમાંથી મને ઘણું શિખવા મળ્યું છે, ઘણું માર્ગદર્શન મળ્યુ છે.એવી દયાની દેવીના સહવાસથી મારૂં જીવન સાર્થક બન્યું છે.સરગમ જેવી સ્ત્રી સૌને મળવી દુર્લભ છે. સારો પતિ મળે તેને માટે કન્યાઓ વૃત કરે,ઈશ્વર પાસે આરાધના કરે, કઠોર તપ કરે! શું પુરૂષ કે કુવારા છોકરા સારી પત્નિ મળે તેને માટે કોઈ તપ કે વૃત કરતાં હોય છે? ના..કદી નહીં! કારણ કે આપનો દેશ, આપણી સંસ્કૃતિજ  પુરૂષ પ્રાધ્યાન  છે! સ્ત્રી જ એક એવી શક્તિ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં મુશ્કેલીનો સામનો  કરી નર્ક જેવી જિંદગીને સ્વર્ગ બનાવી શકે છે.આપણે શક્તિ સ્વરૂપે..સ્ત્રી રૂપમાં એવી અંબા,કાળકાની પૂજા કરીએ છીએ, નમન કરી એ છીએ પણ જીવતી જાગતી શક્તિ આપણી પત્નિ કે કોઈ પણ સ્ત્રી પ્રત્યે આદર કે સદભાવ બહુંજ જુજ પ્રમાણમાં જોવા મળે છે.સરગમમાં  એક અલૌકિક શક્તિ હતી.સુખ-દુ:ખમાં હંમેશ સમતોલ રાખી જીવી છે. નીતિ જેની નિસ્વાર્થ હોય, પરોપકારી જેમનું જીવન હોય અને ત્યાગની ભાવના હોય એવીજ વ્યક્તિ સમાજમાં, દેશમાં કે વિશ્વમાં મહાન બની શકે છે.આવા ઘણાં સદગુણો સરગમમાં હતાં એમનો એકાદ ગુણ મારા જીવનમાં ઉતારીશ તો તેમની ખરી શ્રધાજંલી ગણાશે. સરગમબેનની તસ્વિર પર નજર કરી, હાથ જોડ્યા, મનમાં ને મનમાં કંઈ ગણગણ્યો.સભાખંડમાં મિ. પેસ્તનજીએ એમને ભેટી પડ્યા અને સોહીલને પોતાની બાજુંમાં બેસાડી દીધો.

                                           નિવૃતિ નિવાસમાં આવેલ દરેક મહેમાનએ ફૂલોથી અંજલી અર્પી, બાદ ભજન, ધૂનનો કાર્યક્રમ ચાલ્યો.સોહીલે છેલ્લે..”વૈષ્ણવજન તો તેને કહીએ  જે પીડ પરાઈ જાણી રે!”બે મિનિટના મૌનબાદ સૌ સાથ મળી પ્રેતભોજન લીધું.સૌના મનમાં ને મુખારવિંદ પર એકજ નામ હતું..”સરગમબેન”. રાત્રીનો સમય હતો સૌ પોતપોતાના રૂમમાં જવા લાગ્યા.સોહિલ અને એમના બન્ને પુત્રો રોહિત અને મોહિત તેની સાથે હતાં પણ બન્ને ને આવતી કાલે અમેરિકા પાછા જવાનું હતું.પિતાને આશ્વાસન આપ્યું, ભેટ્યાં: “ડેડી, મોડીરાત થઈ ગઈ છે..વચ્ચેજ સોહિલ બોલ્યો: ‘બેટા, તમારે બન્નેને આવતી કાલે વહેલી સવારે મુંબઈ જઈ અને સાંજે અમેરિકા જવા પ્લેન લેવાનું છે તમો બન્ને આરામ કરો.; ‘ડેડી, તમારી તબિયત સાચવજો,અમારા લાયક કામકાજ જરૂરથી કહેશો કહી મોહિત અને રોહિત બન્ને સોહિલને ભેટી પડ્યાં..દિકરા, તમો બન્ને એ સરગમને સગી માની જેમ માની માન અને સનમાન સાથે પ્રેમ આપ્યો છે.’ ‘હા  ડેડી પણ.સરગમ મમ્મીએ પણ અમો બન્ને ને મા કરતાં પણ વિશેશ માતૃત્વપ્રેમ આપ્યો છે અને આવી પ્રેમાળ મમ્મીને અમારા લાખ લાખ વંદન.’ કહી બન્ને છોકરોએ હોટેલમાં જવા વિદાય લીધી.

                                         સોહિલ ધીમા પગલે પોતાના રૂમમાં પ્રવેશ્યો, રૂમમાં સરગમની હસતી તસ્વિર દિવાલપર લટકતી હતી..” સોહિલ…આટલો ઉદાસ કેમ છે?..જ્યારે જ્યારે સોહિલ ઉદાસ બની જાય ત્યારે સરગમ હસતા હસતા કહેતી: “સોહિલ..આટલો ઉદાસ કેમ છે?” આવોજ ભાસ રૂમમાં પેઠતા થયો! સોહિલ મનમાં મનમાં બબડ્યો.’તારો હસ્તો ફોટો જોઈ હું  હસું કઈ ખબર પડતી નથી..યાદ છે જ્યારે જ્યારે હું ઉદાસ બની જાવ ત્યારે ત્યારે તું મને એકજ મિનિટમાં હસાવી દેતી એવું જાદુ તારામાં હતું..હું તારાથી પાંચ વર્ષ મોટો છતાં તે જીવનની આખરી સફર વહેલાં આદરી અને હું રહી ગયો એકલો અટુલો! પહેલી પત્નિએ સાથે ૩૦ વર્ષ સ્વર્ગીય સુખ માણ્યું અને તેણીએ મને બે સુંદર બાળકો આપી મનોરમા પણ મને છોડી જતી રહી.તારી સાથેનો પાંચ વર્ષનો સહવાસ પણ  ભવભવના સંભારણા આપી ગયો! તારો એક સાચા મિત્ર જેવો સહવાસ,નિસ્વાર્થ પ્રેમ, અદભૂત લાગણી અને સદગુણોના ગીત ગાવા બેઠું તો દિવસોના દિવસો નિકળી જાય! અને પુસ્તક લખું તો કાગળ ઓછા પડે!

                                         જે સ્ત્રીએ કદી પણ પોતાના ભલા માટે વિચાર સુધા નથી કર્યો.જેના જીવનના વેઠેલા દુ:ખો-દર્દનો પોતાના મા-બાપ કે ભાઈઓને ખ્યાલ સુધા આવવા નથી દીધો..અને કહેતી: “કોઈને દુ:ખ રોયા કરવાથી ફાયદો શું? બસ સુખ હંમેશા વહેંચતું રહેવાનું..દુ:ખના ઘુંટડા બસ એકલા પિવામાં જ મજા છે!” આવી નીતિ સરગમ,  તારી હતી. કોઈ અજ્ઞાત કવિ એ કહ્યું છે: “સુખ તોડતા હૈ,દુ:ખ જોડતા હૈ.” સુખ વ્યક્તિને સમાજથી વિમુખ બનાવે છે,દુ:ખ તેને સમાજ સાથે જોડે છે.

                                         સોહિલજ એક એવી વ્યકતિ છે કે જેને સરગમબેનના જીવનની સત્યકથા,કડવાશ અને સમગ્ર જીવનની સાચી હકિકતની ખબર હતી. જ્યારે સરગમે સોહિલને પોતાની કિતાબ ખોલી ત્યારે સોહિલ પાસે વચન લીધું હતું:

 “સોહિલ, મારા જીવનની સમગ્ર કથા તારા સિવાય કોઈ જાણતું નથી મને વચન આપ કે તું કોઈને પણ આ વાત નહીં કહે.”

                                        સદગુણોની દેવી એવી સરગમ તળાવમાં  વરસાદથી સંઘરેલા ડોળાપાણીનું ફીલટર બની સમગ્ર સમાજને ચોખ્ખા પાણી પિરસવાનું કામ કર્યું હતું.માનવ કલ્યાણ અર્થે જીવનજીવનાર એક ત્યાગ મૂર્તિ અને નિસ્વાર્થભર્યુ જીવન જીવનાર મૌનભાવે સૌનું ભલું કરનાર વ્યક્તિ બહું જ જુજ હોય છે!

                                        હંમેશા હાસ્ય વેરતી સરગમબેનને કોઈ પણ વ્યકતિ પહેલી વખત મળે તો તેણીને કાયમ માટે પોતાની અગંત વ્યક્તિ માની લે એવા પ્રેમાળ સ્વભાવના સરગમબેન્.પરંતુ એમના જીવનમાં પડેલા અંધકારના ઓળા,અને જાગેલું આક્રંદભર્યું તોફાનની વાત કોઈને પણ ખબર નહોતી.મનોમનજ અંદરો અંદર વલોવ્યા કરે!સરગમબેન હંમેશા સોહિલને કહેતા:

“લોકો મને ચાહે છે,હું ચપટી પ્રેમ આપુ  છું તો તેઓ ખોબોભરી પ્રેમ આપે છે.એ પ્રેમાળ વ્યક્તિને મારી દર્દભરી વાત કરી તેમને હું દુંખી કેવી રીતે કરી શકું? અને એમાંય કોઈ વ્યક્તિ દર્દને સમજવામાં થોડી પણ ભુલ કરે તો અર્થનો અનર્થ થઈ જાય!”

                                         સરગમબેન એક મધ્યમ કુટુંબમાં જન્મેલા ઘરમાં પહેલું સંતાન હતાં અને એ પણ દીકરી રૂપે! સરગમની મા મોનાબેનની પહેલી સુવાવડ પિયરમાં થયેલ.તેણીના સાસુ જુના રીત રિવાજમાં માનનારા સડેલા કાટમાળ સમાન હતાં. છોકરી જન્મના સમાચાર જાણાતાંજ બોલી ઉઠ્યા: “અમારી વહું તો પથરાને જન્મ આપ્યો છે બઈ! પહેલું સંતાન તો છોકરો હોવો જોઈ એ..સાસુમાં એટલા નારાજ હતાં કે સરગમના જન્મબાદ તેણીને જોવા કે રમડાવા પણ ગયા નહોતા.અને મોનાબેન સરગમને લઈ સાસરે આવ્યા ત્યારે કદી પણ પોતાની પૌત્રીને ખોળામાં નહોતા લેતા.પરંતું સરગમના પિતા એક શિક્ષક  મૂકેશભાઈ સમજુ શિક્ષક હતાં એ પોતાની માતાના વિચિત્ર સ્વભાવને ને જાણ તા હતા.ઘરડીમાને કશું કહી આઘાત આપવા નહોતા માંગતાં. ઘણીવાર એમની સંન્ડવીચ થતી.મુકેશભાઈના લગ્ન વખતે પણ તેની મા એ સારૂ એવું દહેજ મોનાબેનના પિતા પાસે થી માંગેલુ એ મુકેશભાઈને ખબર હતી!’જાનકર ભી અનજાન હૈ.’ એવી પરિસ્થિતિ એમની થતી! માના આવા ત્રાસભર્યા સ્વભાવથી કંટાળી જતાં.સરગમ પછી   બે છોકરાઓનો જન્મ આપ્યો બસ સાસુમાં ખુશ! પણ સરગમ પ્રત્યે અણગમો! પૌત્રોને પેંડાને પૌત્રીને પેટ પર પાટુ! પણ સરગમ પ્રત્યે પોતાના મા-બાપનો અપાર પ્રેમ હતો અને એ સરગમ માટે પુરતું હતું. દુંખના દાડા ચાર દિવસ! સરગમના પિતાની ભાવનગર બદલી થઈ અને સાસુમાને ભાવનગર આવવું નહોતુ. બસ સાસુમાં ના ત્રાસથી છુટકો મળ્યો! ભાવનગરમાં પડોશી પણ સૌ સારા મળ્યા.

                                      સરગમ નાનપણથીજ ભણવામાં હોશિયાર હતી  સાથો સાથ તેણીના પિતા લેશન કરવામાં મદદ કરે અને નિખાલશ રીતે બધી વાતો કરે.સરગમ પિતાની લાલડી દીકરી.પિતાનું વાત્સલ્ય  સરગમ પ્રત્યે અવિરત સરિતાના વેણ જેવુ હતું. પિતા સ્કુલેથી આવે તો સરગમ તેના માટે ગરમા-ગરમ ચા તૈયાર રાખે.મોનાબેન કોઈવાર બહાર ગયા હોય સરગમ બધી રસોઈ બનાવી તૈયાર રાખે જ્યારે તેણી રસોઈ બનાવે ત્યારે રસોઈ એટલી સ્વાદિષ્ટ બને કે મુકેશભાઈ તુરત બોલે: “આજની રસો મારી લાડલી દીકરીએ બનાવી છે.” ત્યારે મોનાબેન  હસતાં હસતાં કહે:

“તમને તો તમારી દીકરીનેજ રસોઈ ભાવે..એ સાસરે જશે તો તમે પણ તેણીના સાસરે જમવા જજો!

દીકરીના આવા સંસ્કાર અને રસોઈમાં, ઘર કામમાં પ્રવિણ અને ભણવામાં પણ હોશિયાર એવી દીકરી પર મોનાબેન પણ ગૌરવ લેતા.સરગમે સારી એવી મહેનત કરી મેટ્રીકની પરિક્ષા આપી અને સૌરાષ્ટ્રમાં સૌથી પહેલે નંબર પાસ થઈ.તેણીનો ફોટો પણ છાપામાં આવ્યો.મોનાબેન અને મુકેશભાઈ તો બસ સરગમના વખાણ કરતાં ધરાતા નહોતા!પડોશમાં સૌને પતાસા વેચ્યા.મુકેશભાઈનું સ્વપ્ન હતું: મારી સરગમ ભણવામાં હોશિયાર છે તો તેણીને એક કાબેલિયત ડોકટર બનાવું સાથો સાથ મારા બન્ને દીકરા દીપક અને સંદીપને પણ સરગમ ભણવામાં મદદ કરે અને સારું માર્ગદર્શન આપે!

                                    ભાવનગર્ની સાઈન્સ કૉલેજમાં સરગમ તુરત એડમિશન મળી ગયું.દિવસ દરમ્યાન કૉલેજ અને રાત્રે ત્રણથી ચાર ટ્યુસન કરી પિતાને આર્થિક મદદ કરે. સરગમ ઘરની આર્થિક પરિસ્થિતિ જાણતી હતી.ઘરમાં પાંચ પાંચ જણા ખાનારા અને એક પિતાની જ માત્ર આવક પર ઘર ચલાવવું ઘણુંજ મુશ્કેલ હતું. ઘરમાં ભાઈ-ભાડુમાં સૌથી દીકરી સરગમ,ઘરનો અડધો ભાર ઉઠાવતી તોય સદા હસતા મોં એ નાનાભાઈઓને લાડ લડાવતી,શનિ-રવિ રજાઓમાં દીપક અને સંદીપને બોર તળાવ અચૂક લઈ જતી..બન્ને નાનભાઈઓ શનિ-રવિની રાહ જોઈનેજ બેઠાં હોય! શનિ-રવિ બહાર ફરવા મળે.બહાર ખાવા-પિવા મળે. બહેન સાથે મોજ-મસ્તી માણવા મળે!

                                  સરગમ સાથે સાયન્સ કૉલેજ માં અભ્યાસ કરતો વિનોદ સરગમનો લેબ-પાર્ટનર હતો.વિનોદ પણ ભણવામાં હોશિયાર અને પ્રેમાળ હતો. લેબમાં સરગમ અને વિનોદ કોઈ પણ રસાયણનો ઉકેલ ક્લાસમાં સૌથી પહેલાં ઉકેલી કાંઢતાં.
                                 ‘સરગમ,આજે સાંજે તારો શું પ્લાન છે?’

ખાસ નહીં..’પણ તારે શું કામ છે?’

કામ બસ એજ કે તું સાંજે ઘોઘાસર્કલ આવી શકે? આપણે બન્ને ત્યાંના પ્રખ્યાત તીખા ગાંઠીયા અને લસણ-ડુંગળીની આંબલી સાથેની ચટણીની મજા માણીએ સાથોસાથ ત્યાંના બગીચા બેસી ઠોડા ગપાટા મારીશું! સરગમ, તું આવી શકે?”

“જો વિનોદ મારે ઘેર જઈ ટ્યુશન ચલાવવાના બાદ મમ્મીને રસોઈમાં મદદ કરવાની…”

“પણ તું જલ્દી બધું પતાવી ને મમ્મીને કહેવાનું કે મારે મારી બહેનપણા શૈલાના ઘેર હોમ-વર્ક કરવા જવાનું છે?”

” વિનોદ તું મને જુઠુ બોલતા શિખવાડે છે..!

પ્લીજ!
ઓકે! બાબા! સરગમ હસી પડી.

                               યુવાન હૈયાનું આકર્ષણ અંધાર ઓરડમાં એક સ્વીચ ઓન કરી પછી બીજી સ્વીચ ઓન કરવાની ઈચ્છા તુરત જાગે એવુંજ! બસ બન્ને યુવાન હૈયા કોઈવાર બાગમાં તો કોઈવાર પિકચરમાં..મળવાનું બહાનુંજ શોધતા હોય! લેબમાં સાથે કોઈ પ્રોજેકટમાં પણ સાથે. આ સુંદર દોસ્તી ક્યારે પ્રણયની સુષ્ટીમાં ગરકાવ થઈ ગઈ ખબર પણ ના પડે!પણ પ્રણયની અસર અભ્યાસ પર પડી નહી! બન્ને પહેલા વર્ષમાં પહેલા નંબરે પાસ થયા. બીજા વર્ષમાં મેડીકલ માં એડમીશન લેવા સતત પરિશ્રમ કરવા લાગ્યાં.સરગમ અને વિનોદ વચ્ચે ‘નોટબુક’,સાયન્સ જર્નલ, બૉટની જર્નલની  અવાર-નવાર  આપેલે થતી. સરગમને બૉટની જર્નલની જરૂર પડી. વિનોદના ઘેર ગઈ. બપોરના બે વાગ્યા હતાં. વિનોદ ઘેર એકલો હતો…

“‘આવ સરગમ. એકદમ ઓચિતા કેમ આવવાનું.”

“વિનોદ મારે તારી જર્નલમાંથી એક ચેપટરની કૉપી કરવાની છે કારણ કે ગયા અઠવાડિયે હું કૉલેજ આવી નહોતી શકી..મને તારી જર્નલ આપ કાલે કૉપી કરી પાછી આપી દઈશ.”

“‘સરગમ આવી દોડાદોડી કરવા  અહીં બેસી કૉપી કરી લે.”

“વિનોદ તારા મમ્મી, પપ્પા ક્યાં છે કેમ દેખાતા નથી?”

 “તેઓ બે દિવસ પહેલાંજ પાલિતાણાના ડુંગરની જાત્રાએ ગયાં છે.આપણે બંદા એકલા! મમ્મી મારા માટે મોહનથાળ, થેપલા અને કોરૂ બટાકાનું શાક બનાવી ગયાં છે એટલે મજા પડી ગઈ છે.”

“હા હા..વિનોદ તારા મમ્મી-પપ્પાનો એકનો એક લાડકવાયો દિકરો બહું બગાડ્યો છે.વધારે પડતા લાડ લડાવે છે.”સરગમ હસતાં હસતાં બોલી..

“સરગમનાં ગાલ પર પડતા ખાડા પર હળવી ટાપલી મારતાં વિનોદ બોલ્યો:

“લાડ  લડાવે પણ ભણાવવામાં એકદમ હિટલર જેવા છે!”

 વિનોદ તું મને જર્નલ જલ્દી આપી દે..! બસ થોડીક મજા, થોડી મસ્તી..અને મસ્તીમાં જાગતા યુવાન હૈયાના હ્ર્દયમાં જાગતા હળવા તોફાનોમાં બન્ને એવા ડુબી ગયાં કે જાગેલી આગ  એકદમ શાંત થઈ ત્યારે ખબર પડી કે તેઓ શું કરી બેઠાં છે?

 વિનોદ! આપણે આવી ભુલ કેમ કરી? બન્ને બાઘા જેવા થઈ ગયાં! સરગમ બાથરૂમમાં જઈ કપડા સરખા કરી જર્નલ લઈ ચાલતી પકડી!

“I am very sorry Saragam!(સરગમ મારી ભુલ થઈ ગઈ..)” વિનોદ માત્ર એટલું બોલી અટકી ગયો.

                                         સરગમ ઘેર આવી પોતાના રૂમમાં જતી રહી. મા એ જમવાનું કહું તો કહ્યું: મમ્મી..મને પેટમાં દુખે છે એમ કહી ખાવાનું ટાળ્યું..રૂમમાં જઈ ચોધાર આસુંથી ભીંજાઈ ગઈ! કુદરત જ્યારે દું:ખના દાડા આપે છે ત્યારે ચારે બાજુંથી વીણી વીણી આપે છે! એજ રાતે તેણીના પિતા મુકેશભાઈને સ્ટ્રોક આવ્યો, ડો,પરીખ આવ્યા, તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામં આવ્યા બચી ગયાં પણ સ્ટ્રોકને કારણે પક્ષાઘાતની અસર થઈ અને તેમનું ડાબું અંગ નકામું થઈ ગયું.તદ્દન પથારી વંશ! બોલવામાં તકલીફ,ખાવામાં તકલીફ! મુકેશભઈ લાચાર થઈ ગયા! કુટુંબનો બોજો હવે કોણ સંભાળશે? આવા કપરા સંજોગોમાં સરગમ પોતાનું અંગત દુ:ખને પી ગઈ! પિતાની સંભાળ, આર્થિકભાર,નાના ભાઈઓની સંભાળ, તેઓનો અભ્યાસનું શું? સમગ્ર પરિસ્થિતિનો વચાર કરતાં સરગમે અભ્યાસ છોડી નોકરી કરવાનો નિર્ણય લઈ લીધો.એજ સમયે તેણીના પિતાનું સ્વપ્ન કાચી ઈમારતની જેમ પડી ધુળમાં રોળાઈ ગયું! સરગમને ભાવનગરમાં નાની હોસ્પિટલામાં નર્સની આસિટ્ન્ટ તરીકે નોકરી મળી ગઈ.

                                        દું:ખને પોતાની દોસ્તી માટે ,સાથેના સહવાસ માટે બીજા દુ:ખને આમંત્રણ આપવાની મજા પડતી હોય છે! નોકરીની સાથે થોડાજ દિવસમાં સરગમને બેચેની અને ઉલટીના એંધાણ શરૂ થઈ ગયાં!

” વિનોદ આપની ભુલનું પરિણામ,આપણી ક્ષણભરની મસ્તી આજે વિશાળ સમંદરના મોંજાનો આકાર લઈ રહી છે! હું શું કરૂ? કશી સમજ પડતી નથી.”

કહી સરગમ ચોધારે આસું એ રડી પડી! 

“સરગમ તું ચિંતા નકર, હું તારી ચિંતા અને ભુલનો સહિયારો ભગીદાર છું, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું.મારા મા-બાપને સાચી હકીકત કહીશ અને તેઓ મારી વાત ને માનશે અને કોઈ પણ જાતનો વાંધો નહી આવે તેની મને ખાત્રી છે.”

                                      “વિનોદ તારી હમદર્દી બદલ આભાર.તેમજ મને તારા પ્રેમ અને વચન પર પુરેપુરો વિશ્વાસ છે કે તું મારી સાથે લગ્ન કરીશ અને મને પણ વિશ્વાસ છે કે તારી સાથે હું જરૂર સુખી થઈશ..પણ મારા કુટુંબનું શું? મારા નાનાભાઈઓના ભવિષ્યનું શું? મારૂ ઘર વિરવિખેર થઈ જાય.મારૂ ઘર બરબાદ થઈ જાય! બસ મારું જે થવાનું જોય તે થાય. મારૂ જીવન માત્ર મારા કુટુંબ માટેજ રહે શે! અને એજ મારૂ લક્ષ્ય છે.હવે માત્ર એકજ ઉપાય છે..’એબૉરશન”(ગર્ભપાત)..”

                                        ભાવનગરના કાબેલિયત ડૉ. અવિનાશે કોઈ પણ ફી લીધા વગર સરગમને આ કેસ અને પરિસ્થિતિમાં સારી એવી મદદ કરી અને કોઈને પણ ગંધ સરખી પણ ના આવી! ઘેર મમ્મીને માસિક હેવી છે કહી ઘરમાં ત્રણચાર દિવસ આરામ કરી લીધો.

                                   વિનોદે ડોકટરી ડીગ્રી પ્રાપ્ત કરી.સરગમે નોકરી કરતાં કરતાં નર્સિગ કોર્ષ કરી રજીસ્ટર નર્સ બની ગઈ! મોટો સંદીપ ઈલેક્ટ્રીક એન્જિનયર અને નાનો દીપકે ફાર્મસીમાં ડીગ્રી લીધી. પિતા મુકેશભાઈને સરગમ પ્રત્યે માન વધી ગયું.સરગમને હંમેંશા મારો “દીકરો” કહીનેજ સંબોધે.ઘરમાં સગરમની સલાહ સુચન સૌ માનતા. મુકેશભાઈને જે પ્રોવિડંડના પૈસા આવ્યા તે સઘળું ફંડ મુકેશભાઈ ઘરની કારોબર ચલાવતી સરગમના નામ પર મુકી દીધા.સંદીપ અને દીપકે ભણી લીધુ છે બસ મારી આખરી ઈચ્છા..મારી સરગમના હાથ પીળા થઈ જાય…મુકેશભાઈ તોતડા અવાજે માંડ માંડ આટલું બોલી શક્યા.

.’પપ્પા, તમે આવી ચિંતા શામાટે કરો છો..બધું સારાવાના થઈ જશે! આમ મને તમારો દીકરો ગણો છે અને બીજી બાજું મને પરણાવી બીજા ઘર મોકલી દેવી છે  એમને?? સરગમ હસતા હસતા બોલી.

સરગમ સમજતી હતી કે બન્ને ભાઈઓ પરણી સાથે નહી રહે તો? મમ્મીની ઉંમરને હિસાબે હવે કશું કામ કરી નથી શક્તી.પપ્પા-મમ્મીને સંભાળ કોણ લેશે? પિતાને અવાર નવાર પ્રેમથી સમજાવી લેતી.

                                 સમયતો સરક્તો ચાલે! એને જતાં ક્યાં વાર લાગે છે? બન્ને ભાઈઓના ધામ-ધૂમથી લગ્ન થયાં. સંદીપની પત્નિ મીરાનો ભાઈ અમેરિકા હોવાથી બન્ને ને ત્યાં બોલાવી લીધા અને સમય જતાં સંદીપે દીપકને પણ અમેરિકા બોલાવી લીધો. સરગમ માત-પિતાની સંભાળ અને સર્વિસ બસ બે જ એમમા જજીવનનું ધ્યેય! મુકેશભાઈના દેહાંતબાદ દીકરાઓએ મમ્મી અને સરગમબેનને અમેરિકા આવી જવા કહ્યું પણ મોનાબેન પતિના જવાથી ભાંગી પડ્યાં હતાં! જીવન કોઈ રસ રહ્યો નહોતો..સરગમ મમ્મીની લાગણી સમજી શકતી હતી. સરગમ એક એવી વિરલ વ્યક્તિ હતી કે જેમ પહાડમાંથી સરકતી સરિતા સમંદર સુધી પહોંચી ના શકી! તેણી ત્યાગની મૂર્તિ હતી! સૌને મોજ-મજા માણતા જોઈ ખુશ થવાનું માણવાનું નહી! છતાં જીવનમાં તેનો કશો અફસોસ કે ક્ષોભ નહોતો!

                             વિનોદ લગ્ન થયાં છ્તાં તેનો સરગમ સાથે એક સાચા મિત્ર તરીકે સંપર્ક હતો.વિનોદની પત્નિ શીલાને એટલી ખબર હતી કે વિનોદ અને સરગમ બન્ને કોલેજમાં સાથે હતાં. શીલા અવાર નવાર સરગમને ડીનર માટે ઘેરે બોલાવતી અને બન્ને બેનપણી બની ગયાં હતાં. શીલાએ જ્યારે બે જોડીયા દીકરાઓનો જન્મ આપ્યો ત્યારે સરગમે  શીલાની કે નાનીબેનની જેમ કાળજી અને સંભાળ લીધી હતી! વિનોદ સાથે અવાર નવાર મળવાનો મોકો મળી જાતો. કોઈવાર ભુતાકાળમાં મધુરા દિવસો યાદ આવી જતાં અને વિચારે ચડી જતી! જો આજ અમો બન્ને સાથે…પણ એજ ઘડી એ..માથામાં ટાપલી મારી મનોમન બોલી ઉઠતી કે વિનોદ અને શીલાનું દાંપત્ય જીવમ કેટલું સુંદર અને સારૂ છે..એ સાથેજ મનમાં પેદા થતા વમળને ત્યાંને ત્યાં દફનાવી દેતી..

                               સરગમની ઉંમર પંચાવન થવા આવી..મમ્મી પણ ઉંમર અને માનવીના મર્યાદીત આયુષ્યના બંધંનને અનુસરતા સ્વધામ ગઈ! સરગમ એકલી પડી સગા-વ્હાલા સૌ સલાહ આપવા લાગ્યાં” હવે તું એકલી રહી શું કરીશ? કોઈ સુપાત્ર મળે તો તારૂ જીવન સુખી થઈ જાય તારો ત્યાગ તો શ્રવણ કરતા પણ શ્રેષ્ઠ  છે.ત્યારે સરગમ સૌને કહેતી:મારું શેષ જીવન પણ જનસેવા-સમાજ સેવા અને કુટુંબના હીતમાં વિતાવીશ અને મારા જીવનમાં મને કોઈ વાતનો અફસોસ કે દુ:ખ નથી..સેવામાં મને જે આનંદ મળે છે એ મને ક્યાંય નહી મળી શકે!

                               સરગમે સાંઠ વર્ષબાદ નિવૃતિ લીધી.એક્લી પડી ગઈ! પણ તેણીનું શરીર અને તંદુરસ્તિ ઘણાંજ સારા હતાં તેમને જોઈ કોઈ ના કહી શકે કે તેણીને સાંઠ થયા છે! પોતાનું ઘર હતું, પૈસાની કોઈ ખામી નહોતી.તેમની સેવાભાવની વૃતિ હતી બસ નિવૃતિનિવાસમાં જઈ સૌ વુદ્ધ ઉમંરની વ્યક્તિને સેવા કરી તેમની સાથે આનંદ માણવો! સરગમ નિવૃતિનિવાસમાં પોતાના પ્રેમાળ અને નિખાલસ સ્વભાવને લીધે એવી ઓતપ્રોત થઈ ગઈ હતી કે એ ત્યાં થોડી પણ મોડી પહોંચે તો સૌ કહેવા લાગે: “આજ સરગમબેન કેમ દેખાતા નથી..એમના વગર મજા નથી આવતી.”

                               સંદીપ અને દીપકના આગ્રહ અને લાગણીને માન આપી સરગમ અમેરિકા આવી. હ્યુસ્ટન રહેતાં બન્ને ભાઈઓનું જીવન સુખી નિહાળતા બહુંજ ખુશ થઈ.બન્ને ભાઈઓને પોત પોતાના ઘર હતાં બની એકજ સબ-ડીવિઝનમાં રહેતા હતાં.સરગમને ભાઈઓ જોબ પરથી વેકેશન લઈ તેણીને લાસ-વેગાસ,ડીઝની-લેન્ડ , હૉલીહુડ સ્ટુડિયો વિગેરે સ્થળોએ જોવા લઈ ગયાં.અને વિકેન્ડમાં પણ તેણીને બહાર ફરવા લઈ જતાં.સંદીપની પત્નિ મીનાને લાગ્યું કે સંદીપ સરગમ પાછળ વધારે પડતો ખર્ચ કરે છે.તેણીથી ના રહેવાયું અને સરગમબેન એકલા પડ્યા તુરત કોઈ પણ સંકોચ વગર બોલી:

 “સરગમબેન, અહી ડોલર કમાવા સહેલા નથી ઘણી મહેનત કરવી પડે છે. અને ઘરતો અમારે ચલાવવાનું પુરુષોને ક્યાં ખબર હોય છે કે પૈસા પાણીની જેમ વપરાય છે.”

સરગમને તુરતજ સંકેત મળી ગયો.સમજી ગઈ:My honeymoon is over(“નવી વહુંના નવ દિવસ”) ઘડીભર દુ:ખ લાગ્યું:જે ભાઈઓ પાછળ, કુટુંબ પાછળ મે મારી જિંદગી નિચોવી નાંખી અને આજે મારે ભાભી આવા વેણ સાંભળવા પડે! પણ તુરતજ મનને મનાવી લીધું આ ભાભી મારા ત્યાગને સમજી નહીં શકે. મારા લીધે પતિ-પત્નિ વચ્ચે કોઈ ઝગડા કે વિવાદ  થાય તે યોગ્ય નથી.જીવન સંધ્યાને આરે આવી બેસેલી વ્યક્તિને આ બધા જલસા શા કામના?

                              સરગમને ખબર હતી કે મીના પોતાના  અમદાવાદ રહેતા ભાઈને દરમહિને સો ડોલર સંદીપની જાણ વગર ખાનગીમાં મોકલે છે પણ ભાઈને આ વાત કહેવાથી વાતનું વતેતર થશે પોતે હોળીનું નાળિયેર થવા માંગતી નહોતી.મારાથી આવું કૃત્ય થઈજ ના શકે! મનમાં ને મનમાં ઝેરનો ખુંટડો પિવામાંજ મજા છે.અમેરિકાની મુલાકાત તેણીના જીવનમાં ઘણું પરિવર્તન આણ્યું.સંદીપના પડોશી સોહિલના સંપર્કમાં આવી. નવરાશના સમયમાં સોહિલને ત્યાં બેસવા જતી. સોહિલની ઉંમર પંચાવન હતી અને બે પુત્રો હતાં રોહિત અને મોહિત. રોહિતના લગ્ન એક ડોકટરની દીકરી સાથે થયાં હતાં અને એમને બે બાળકો છે.સોહિલ સાંઠ વર્ષે નિવૃત થયો. સોહિલનું પણ જીવન સરગમબેન જેવું  રહ્યું. સદા એ ત્યાગની ભાવના અને પોતાના કુટુંબ પાછળ હંમેશા તનતોડ મહેનત કરી કુટુબને આગળ લાવવામાં સફળ થયો.પોતાની પત્નિ મનોરમાના મૃત્યુંબાદ મનમાં થતું કે હું બીજા લગ્ન કરી લઉ! અને જીવન સંધ્યા ટાણે સહારાની જરૂર પડે છે કોઈના ટેકાની જરૂર પડે છે. બાળકો પોતાની જિંદગીમાં બહુંજ બીઝી હોય છે અને તેમની પાસે કશો સમય નથી..અને અહીં તો વ્યક્તિ ૭૦ વર્ષની ઉંમરે ફરી લગ્ન કરે છે..માત્ર કંપની ખાતર! મારો દિવસતો Grand-kids(પૌત્રો) સાથે પસાર થઈ જાય પણ એકાંત રાત્રી બહુંજ સતાવે છે..ઘણીવાર હચમચાવી દે છે! શું મારે પણ સંન્યાસી જેવું જીવન જીવવાનુ? શેષ જીવન પૌત્રીના બેબીસિટિંગમાં ..જ વિતાવવાનું? પણ મનની વાત મનમાંજ દફનાવી દેવી પડે!માનવી માત્ર ઈચ્છાને આધીન છે!મનની ઈચ્છા પર કોણે કાબું રાખ્યો છે? ખુદ વિશ્વામિત્ર જેવા ઋષી મનપરનો કાબું ગુમાવી બેઠી પોતાની ઈચ્છા શક્તિને  સંતોષી તો હું તો માત્ર એક સમાન્ય માનવી છું.પણ આ વાત કહેવી કોને?

                                સોહિલ અને સરગમ ઘણાં નિકટ આવી ગયાં હતાં. એકબીજાના દીલની વાત ખુલ્લી રીતે કહી શકતાં હતાં! ભર યુવાનીમાં સરગમના જીવનમાં વિનોદ આવ્યો! અને જીવન સંધ્યા ટાણે સોહિલ!સોહિલ સરગમથી પાંચ વર્ષ મોટો હતો. સોહિલનો મોટો દીકરો રોહિત ઘણોજ સમજું અને શાણો હતો.તેને પિતાએ આપેલો ભોગ અને ત્યાગની ખબર હતી.થોડા સામાજીક વિવાદબાદ બન્નેના કુટુંબ સહમત થઈ સરગમ અને સોહિલના સાદાઈથી લગ્ન થયાં.પહાડમાંથી નીકળેલ નદી અંતે સાગરને મળી! સરગમે ભારતમાં મહાબલેશ્વરમાં ચાલતું નિવૃતિનિવાસમાં શેષ જીવન જીવવાની ઈચ્છા સોહિલ સમક્ષ રજૂ કરી.બન્નેની સહમતી સાથે કાયમ માટે સરગમ અને સોહિલ પોતાના પ્યારા વતન મા-ભોમ પાછા ફર્યા.

                              સોહિલે ઘડીયાળ તરફ નજર કરી.રાત્રીના ત્રણ વાગ્યા હતાં.ભુતકાળની વાતોને વગોળતા અને યાદ કરતાં સ્મરણોમાંથી બહાર નહોતો નીકળી.સુ-સ્મરણોથી આંખે ભીંજાઈ ગઈ.સરગમનો નિસ્વાર્થ  અને નિખાલસ પ્રેમ યાદ કરતા મનો મન બોલ્યો:

“સરગમ, તારા પ્રેમની તુલના કોઈ સાથે થઈ શકે તેમ નથી.એક પ્રેમાળ પત્નિ,એક નિખાલસ સેવિકા, એક અનોખી બહેન, એક શ્રેષ્ઠ માતા! એક માનવ ભકતમાં જેટલાં શ્રેષ્ઠ ગુણો હોય તે સર્વ ગુણોની દેવી સરગમ તું મને એકલો અટુલો મુકી જતી રહી..હું તારા પ્રેમમાં એટલો વણાયેલો છું કે હવે તારા વગર રહી શકતો નથી!

                              “સોહિલભાઈ, ઉઠો, સવારના નવ વાગ્યા! પેસ્તનજી હસતાં હસતાં સોહિલના રૂમમાં પેઠાં..પરંતુ સોહિલ તો એક ગાઢ નિદ્રાંમાં ગરકાવ થઈ ગયો હતો! જાણે સરગમ આવી એના માથ પર પ્રેમથી હાથ ફેરવ્યો હોય અને એજ પ્યારભર્યા વ્હાલમાં આવી ઘસઘસાટ ઉંઘ આવી ગઈ હોય!

વિનંતી: આપે સૌ વાંચકોએ ..નિવૃતિ-નિવાસ”નો પહેલો ભાગ વાંચ્યો..ત્યારબાદ આ સેકન્ડ પાર્ટ વાંચી આપના પ્રતિભાવ આપશોજી

ફેબ્રુવારી 19, 2011 - Posted by | ટુંકીવાર્તા, નવલકથા, વાચકને ગમતું, સ્વરચિત રચના

1 ટીકા »

  1. સરગમ જેવી વ્યક્તિ જેના જીવનમાં આવે એનુ જીવન કેવુ ધન્ય બની જાય!

    ટિપ્પણી by Rajul Shah | ફેબ્રુવારી 23, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: