"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

Happy Valentines day! “મજા માણું છું..”

તારા પ્યારમાં જીવી,જિંદગીની મજા માણું છું,
વસંતના વાયરે રોજ કોયલના ગીત માણું છું.

મળી છે મને મોતીની માળા મારાજ આંગણે,
આજ   અનોખી  ચમકની હું  મજા  માણું છું.

તારાજ ઉપવનમાં ફુલોની અનોખી મહેંક છે,
એક  એક પળ હું   લહેરની   મજા માણું છું.

શ્વાસ-ઉચ્છાવાસમાં એક બસ તારું નામ છે,
લાંબા  પ્રવાસની  સુંદર   હું  મજા માણું છું.

સંસારી સુખ સાથે સારા સંતાન દીધા   તે,
સંધ્યાને આરે આવી ,સોનેરી મજા માણું છું.

‘દીપ’ છું. રેખા થકી  આ વિશ્વમાં ફેલાવ,
તારી  અનોખી દોસ્તીની હું   મજા માણું છું.

ફેબ્રુવારી 13, 2011 - Posted by | ગઝલ અને ગીત, સ્વરચિત રચના

7 ટિપ્પણીઓ »

 1. શ્વાસ-ઉચ્છાવાસમાં એક બસ તારું નામ છે…

  ખુબ સુંદર…
  ક્યારેક અમારા બ્લોગ પર પણ પધારજો…
  http://gujratisms.wordpress.com/

  ટિપ્પણી by તપન પટેલ | ફેબ્રુવારી 14, 2011

 2. fine ,
  શ્વાસ-ઉચ્છાવાસમાં એક બસ તારું નામ છે,

  ટિપ્પણી by praheladprajapati | ફેબ્રુવારી 14, 2011

 3. આદરણીયશ્રી.વિશ્વદીપ સાહેબ

  ખુબજ સુંદર રચના

  વિશ્વમાં દીપ આપનો રોશની આપી રહ્યો છે,

  એ પ્રકાશમાં અમો સૌ ચાલી રહ્યા છીએ.

  બસ આવી રોશની આ બ્લોગ જગતમાં ફેલાવતા રહેશોજી.

  લિ. આપનો કિશોરભાઈ પટેલ

  કયારેક મારા બ્લોગરૂપી ઘરમાં પાવન પગલા પાડશોજી.

  ટિપ્પણી by ડો. કિશોરભાઈ એમ. પટેલ | ફેબ્રુવારી 15, 2011

 4. Very good poem,
  Enjoy the golden moments of life.

  ટિપ્પણી by p k Shah | ફેબ્રુવારી 15, 2011

 5. દીપ’ છું. રેખા થકી આ વિશ્વમાં ફેલાવ,
  તારી અનોખી દોસ્તીની હું મજા માણું છું.

  અફલાતુન ગીત-ગઝલ વિશ્વના દીપ પર પ્રગટાવી છે.

  સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ ) પરાર્થે સમર્પણ

  ટિપ્પણી by GOVIND PATEL | ફેબ્રુવારી 16, 2011

 6. રેખાબેનને વેલેનટાઈન ડે ની આનાથી વધારે કોઈ સારી ભેટ ન હોઈ
  શકે .ખરેખર સુન્દર ભેટ અને સુન્દર રચના .

  ટિપ્પણી by hema patel | ફેબ્રુવારી 17, 2011

 7. Very Good

  ટિપ્પણી by REKHA S DEDHI | એપ્રિલ 6, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: