"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક સોનેરી સાંજ સંત શિરોમણી મોરારી બાપુની સાથ..

પહેલી તસ્વીર: ડાબે બાજુથી: વિશ્વદીપ બારડ,ડૉ.ચિનુ મોદી, પૂ. મોરારીબાપૂ.
બીજી તસ્વીર:પુસ્તકનું વિમોચન કરતા મોરારીબાપૂ, ડૉ.ચિનુ મોદી, વિશ્વદીપ  બારડ અને ગુણવંત ઉપાધ્યાય

******************************************************************

સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલ-ભાવનગર આયોજિત ત્રિવિધ કાર્યક્રમ

(ડિપ્લોમા પ્રમાણપત્ર વિતરણ-ગ્રંથે લોકાર્પણ-સંગીતસંધ્યા)

 (તા: જાન્યુઆરી ૨૦,૨૦૧૧)

                                              ભાવનગર એટલે ભાવ-નગરી જ્યાં ભાવોના વૃક્ષો ખિલે,સુંદર આદરભાવોનું વૃંદાવન અને કવિઓનું ગામ. આવી મારી જન્મભૂમિમાંથી જ્યારે

પ્રો.ગુણવંતભાઈ ઉપધ્યાયનું આમંત્રણ મળ્યું કે તમો સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલ ના ડિપ્લોમા પ્રમાણપત્ર વિતરણમાં મૂખ્ય અતિથિ વિશેષ તરિકે હાજર રહો અને મેં તુરતજ એમની લાગણીને માન આપી હા કહી.ભાવનગરમાં યશવંતરાય હોલમાં ક્રાર્યક્રમ, જાન્યુઆરીની ૨૦મી  આયોજિત કરવામાં આવેલ અને સમય સાંજના ૬.૪૫ સૌ સમયસર હાજર હાજર થઈ ગયેલ.સમયને માનઅપનાર પૂજ્ય મોરારીબાપુ  મૂખ્ય મહેમાન તરીકે ૭.૦૦ વાગે હાજર થઈ શોભામાં એક  આનંદની અનોખું વાતાવરણ સર્જાઈ ગયું સાથો સાથ ગઝલ સમ્રાટ શ્રી ચીનુ મોદી, હાસ્ય સમ્રાટ સાબુદીન રાઠોડ અને વિશ્વદીપ બારડ સાથે અન્ય મહેમાન સ્ટેજ પર બિરાજમાન થયાં.સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલ, જે ગુજરાતી ગઝલ વિષે  સંપૂર્ણ અભ્યાસ અને ડિપ્લોમા કોર્ષ ઓફર કરે છે અને જેમાં ઘણાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે જે આજે સંપૂર્ણ અભ્યાસ કરનાર તેમજ તેજસ્વી વિદ્યાર્થીને પ્રમાણપત્ર એનાયત કરવાના હતાં.

                                              અભ્યાસ કરતાં  વિદ્યાર્થી શું કહે છે: “છંદોના ફકત નામની ખબર હતી તેમાં વિસ્તુત જાણકારી મળી.અંલકારના ઉપયોગનો ખ્યાલ આવ્યો.અલગ અલગ દોરના શાયરોની જાણકારી મળી.”…”વર્ષોથી લાગણીઓ જે દિલના ઉંડા તળિયે સળવળ્યા કરતી હતી તેને વ્યકત કરવા માટે મોકળું મેદાન મળી ગયું.”….શિક્ષકો સરસ માર્ગદર્શન આપેછે.સાહિત્યમાં પારંગત થવા માટે આ અભ્યાસ જરૂરી છે.”

                                                વિદ્યાર્થીના શેર-શાયરી જોઈએ:

                                                “હથેળીમાં વૃક્ષો ઉગાડ્યા છે આપે,

                                                 તો લ્યો, મારા અશ્રુઓ સિંચાઈ માટે.”

                                               વિદ્યાપીઠ વિશે: “અમને મળી, ગુજરાતી ગઝલ વિદ્યાપીઠ આ,

                                                            વહાલી વળી ગુજરાતી ગઝલ વિદ્યાપીઠ આ,

                                                            એની મહેંક વિશ્વ જરૂર માનશે  હવે,

                                                            એવી કળી, ગુજરાત ગઝલ વિદ્યાપીઠ આ.”

                                                       એક પછી એક વિદ્યાર્થીને સ્ટેજપર બિરાજમાન થયેલ મહાનુભવો ડિગ્રી એનાયત કરી રહ્યા હતાં. આ  સુંદર પ્રસંગે પ્રવચન આપતા ડૉ.ચિનુમોદી કહ્યુ:કવિઓ તો ઘણાં હોય છે, કવિ બની શકાય પણ “કવિતા-ગઝ્લ”ની જાણકારી અને એના વિશે નો  અભ્યાસ ઘણોજ જરૂરી છે. બાપૂ વિશે કહેતા કહ્યું: “બાપૂની પાછળ, પાછળ ગઝલ જાય, મનહર ઉદાસ અને બાપૂ  ગુજરાતી સાહિત્યને સાથે લઈ જાય છે. પૂજય મોરારી બાપૂ કવિતા વિશે જાણકારી આપતા કહ્યું: કવિતાનો “ક” એટલે કલ્પન અને કલ્પના..”વિ” એટલે વિશેષ પ્રકારનો વિષય પડેલો હોય..”તા”..જન્મેલો કવિ કોઈને તાબે ના થાય..જેના માં તેજ હોય એને નાનું ન ગણવું.”

                                                         આ સંસ્થાની સ્થપ્ના ૨૦૦૭માં અને ૨૦૦૮માં પધ્ધતિસર શિક્ષણનો આરંભ  થયો. દિન-પ્રતિદિન  અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીની સંખ્યામાં વધારો થતો જાય છે તે ઘણાંજ આનંદની વાત છે.પ્રમાણ પત્ર એનાયતની વિધી બાદ ગઝકાર શ્રી ગુણવત ઉપાધ્યાયનો ગઝ્લ સંગ્રહ ” પાને પાને ફૂલ” નું વિમોચન સાથો સાથ.ગીત ગઝ્લ ગુલદસ્તો-૧ ગઝલ રુચિ સંદર્ભ-પરામર્શ ડૉ.ચિનુ મોદી, કિરિટ ભાવસારનું “ગુજરાતી આદિમુદ્રણ-પ્રકાશનની તવારીખ(પ્રજાસંસ્કારના ઈતિહાસના રત્નકન સમા અવશેષો) વિગેરે પુસ્તકોનું વિમચન થયું. ઘણાં કવિ મિત્રો મળ્યા.બાપુની સાથે થોડી વાતો થઈ એ પણ ઘણીજ રમરિણ સ્મરણ સમાન હતી…વચ્ચે એકાદ કલાકનો વિરામ જેમાં કાઠિયાવાડી જમણવારની લિજ્જ્ત માણી.

                                                       રાત્રે નવ વાગે સંગીત સંધ્યા જેમાં રાજકોટથી પધારેલ રેડિયો કલાકાર તેમજ સ્થાનિક ગાયક પધારેલ જેમાં ગુજરાતી ગઝલ ગાવાની રમઝટ જામી અને એક એનોખો આનંદ માણ્યો. આવા સરસ પ્રોગ્રામના આયોજક અને સુંદર વ્યવસ્થા શ્રી ગુંણવંતભાઈ ઉપાધ્યાય અને તેમની કમિટી એ કરેલ તમને મારા કોટી કોટી વંદન અને આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરિકે હાજર રહેવા નિમંત્રિત કરવા બદલ ખુબજ હ્ર્દય પૂર્વેક આભાર વ્યકત કરૂછું.

વિગતનો અહેવાલ: વિશ્વદીપ બારડ

Advertisements

જાન્યુઆરી 28, 2011 - Posted by | વાચકને ગમતું, સ્વરચિત રચના

9 ટિપ્પણીઓ »

 1. સરસ સુંદર , અભિનંદન

  ટિપ્પણી by praheladprajapati | જાન્યુઆરી 28, 2011

 2. સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલ વિશે જાણી આશ્ચર્ય અને આનંદ બંને થયા. સાહિત્ય, અને તેમાંય ગઝલમાં પારંગત થવા માટે શિક્ષકો માર્ગદર્શન આપે છે એ જાણીને આનંદ થયો. આશા છે આવી શાળામાંથી શીખેલા વિદ્યાર્થીઓની ગઝલો માણવા માટે એ સ્કુલના બ્લોગ જેવું માધ્યમ પણ હોય …

  ટિપ્પણી by Daxesh Contractor | જાન્યુઆરી 28, 2011

 3. vaah ghaNu ja sundar!

  ટિપ્પણી by vijayshah | જાન્યુઆરી 29, 2011

 4. school of gujarati ghazal no blog ane pachhi domain bahu tuk samay ma j sharu karie chhie. dhanyavaad.

  ટિપ્પણી by dr.firdosh dekhaiya | જાન્યુઆરી 31, 2011

 5. ધન્યવાદ મોરારીબાપુના સાનિધ્યનુ સૌભાગ્ય મળ્યુ

  ટિપ્પણી by indushah | જાન્યુઆરી 31, 2011

 6. ગુજરાતમાં થઈ રહેલાં કલાના વિકાસ વિષે જાણી આનંદ થયો. બંગાળીઓ જેટલું કલાનું પ્રાધાન્ય આપણે ત્યાં હજુ નથી.

  ટિપ્પણી by Rekha Sindhal | ફેબ્રુવારી 1, 2011

 7. ગર્વ છે મને તમારી પર મારા ભાવનગરી ભાઈ. 😉

  ટિપ્પણી by Harshad / Madhav | ફેબ્રુવારી 16, 2011

 8. વિશ્વદીપભાઈ ,ધન્યવાદ આપને પૂજ્ય શ્રી મોરારીબાપૂ અને ચિનુમોદી જેવા મહાન વ્યક્તિઓના સાનિધ્યમાં કાર્યક્રમ માણવાનો લ્હાવો મળ્યો !!!

  ટિપ્પણી by hema patel | ફેબ્રુવારી 17, 2011

 9. સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલ વિશે જાણી આશ્ચર્ય અને આનંદ બંને થયા. સાહિત્ય, અને તેમાંય ગઝલમાં પારંગત થવા માટે શિક્ષકો માર્ગદર્શન આપે છે એ જાણીને આનંદ થયો. આશા છે ………………..

  કે આ સ્કુલ કોઈ ઓનલાઈન કોર્સ અથવા કઈ ડીસટન્સ લર્નિંગ કોર્સ શરુ કરે અને હું તેની પહેલી વિદ્યાર્થીની બનું …. સાચેજ !..આ અંગે વધુ જાણકારી આપશો …please .

  ટિપ્પણી by Piyuni no pamrat( પિયુનીનો પમરાટ ) | ફેબ્રુવારી 25, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s