"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

જીવન સંધ્યા ટાંણે! (“નિવૃતિ-નિવાસ”)

“ સોહિલ, તું નસીબદાર છે કે, તને સિત્તેર થવા આવ્યા છતાં તારું શરીર સારું ચાલે છે.નર્સિંગ હોમમાં વસવાટ કરતા કાલીદાસની આંખમાં આંસુ સરી પડ્યાં”

સોહિલ કહે “કાલીદાસ આ સંસારમાં નસીબદાર કોને કહેવા એ તો દૂરથી રુપાળા દેખાતા ચાંદ જેવું છે. આજે તું અને ભાભી બન્નેને નર્સિંગ હોમમાં રહેવાનો વખત આવ્યો છે, તે દુઃખની વાત છે.તારી બિમારી વધી, ભાભીથી ઘરમાં કશું કામ થઇ શક્તુ ન હતું.ભાભીને પણ ડાયાબીટીસને કારણે શરીરમાં નબળાઇ,આંખે ઝાંખપ આવી આવી પરિસ્થિતિમાં તમારા દીકરાએ તમારી સેવા કરવાને બદલે “નો ટાઇમ” અને ”બિઝી લાઇફ”માં ઘેરથી ખસેડી અહીં ધકેલી દીધા.તેઓ સ્વાર્થી તો ખરા જ. છતાં માનુ છું કે દરરોજ વહુના ટોણા સાંભળવા કરતા અહીં આવી ગયા તે સારૂ થયું. કોઇકની રોકટોક વગર જીવો છો તે નસાબદાર તો ખરાં જ.કાળીદાસ, નસીબ આપણને ક્યાં લઇ જાય છે,આપણી પાસે શું શું કરાવે છે તે તો…”

ત્યાં વચ્ચે કાળીદાસના પત્ની લતાબેન બોલ્યાઃ “સોહિલભાઇ,છોકરાં અમારી જરુર હતી એટલે અમોને અમેરિકા બોલાવ્યાં,દીકરા-વહુને પડતી મુશ્કેલીઓની દયા આવી.ઘરના ઘર વેચી બધુ સમેટી અહીં આવ્યાં,જે બચત હતી તે દિકરાને આપી.એકનો એક દિકરો એટલે મા-બાપને દયા તો આવે જ ને ? શરુ શરુમાં તો દિકરા-વહુનું વહાલ જોઇ લાગ્યું કે “આવા દિકરા ને વહુ સૌને મળજો.”એમના બંને બાળકોની સંભાળ રાખવામાં અમને બહુ જ આનંદ મળતો. વહુના કહ્યા પ્રમાણે ટાઇમસર ખવડાવવાના, સૂવડાવવાના,અમુક જ સમયે ટીવી જોવા દેવાનો,બધું જ ટાઇમટેબલ પ્રમાણે કરવાનું.મન મનાવી લઇએ કે આ દેશમાં સમય અને શિસ્તની લોકો બહુ જ કાળજી રાખે છે.

કાળીદાસભાઇ એ વાત આગળ ચલાવતા કહ્યું”  ભાઇ,અમે બંને ધીરે ધીરે અહીંના નવા રીત-રિવાજથી ટેવાઇ ગયાં.પણ કહેવત છે ને કે “નવી વહુના નવ દિવસ”.ઘરમાં શિસ્તના નિયમો કડક બનતા ગયાં.રાત્રીના આઠ પછી ટી.વી.બંધ,રાત્રે કોઇ ભાઈબંધનો ફોન ન  આવવો જોઇએ,ફોન કોઇને કરવાનો નહિ,દિકરો-વહુ જોબ પરથી આવે એટલે રસોઇ તૈયાર હોવી જોઇએ,એ લોકો બહાર ખાઇને આવે તો અમારે આગલા દિવસનું વધેલું ગરમ કરીને ખાઇ લેવાનું .અઠવાડિયે એક વખત દિકરો મંદિરે લઇ જતો એ પણ બંધ. કોઇ અમારા મિત્ર રાઇડ આપે તો તે પણ ના ગમે.ચોક્ખા શબ્દોમાં કહી દે “અહીં કોઇનું ઋણ લેવાનું નહિ” બસ,ઘરની ચાર દિવાલો વચ્ચે નજરકેદ બની ગયા.”

લતાબેન રડમસ અવાજે બોલ્યા ”દુઃખ જ્યારે આવે છે ત્યારે ચારે બાજુથી આવે છે. તમારા ભાઇને ઉપરા-ઉપરી બે હાર્ટએટેક આવી ગયા. ડોક્ટરે ટેસ્ટ કર્યા એમાં એમને ડાયાબિટિસ પણ નીકળ્યો.મને તો પહેલેથી ડાયાબિટિસ હતો. ઉંમર વધે,રોગ વધે અને શક્તિ ઘટે.ભાઇ શું કરીએ ? બંનેની તબિયત લથડવા માંડી.ઘરમાં કશું કામ થઇ ના શકે.દિકરાના છોકરાઓ મોટા થઇ ગયા.હવે અમારી ક્યાં અહીં જરૂર ? દસ વર્ષ સુધી બેબીસીટીંગના પૈસા બચાવ્યાં,ઘરકામ રસોઇ કરી આપી.સાચું કહું ભાઇ , દિકરા આપણા અહીં દિકરા Continue reading

જાન્યુઆરી 2, 2011 Posted by | ટુંકીવાર્તા, વાચકને ગમતું, સ્વરચિત રચના | 13 ટિપ્પણીઓ

   

%d bloggers like this: