"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક અભાગી સુહાગણ!!

                                                                                                                  હું મેમોરીયલ હોસ્પિટલમાં  છેલ્લા ૩૦ વર્ષથી વૉલીયનટર તરીકે સેવા આપુ છું. ઘણાં દર્દી આવે બસ એમની સાથે થોડી મિત્રતા થાય,વાતો થાય અને સાજા થઈ જાય ઘેર જતાં રહે. દર્દીઓ સાથે અવાર-નવાર અવનવી દુ:ખભરી વાતો સાંભળવા મળે.” મારે ત્રણ સંતાનો છે છતાં કોઈ મારી સંભાળ નથી રાખતું.”..મારા પતિને બીજી સ્ત્રી સાથે  affair(આડાસંબંધ) છે”..વળી કોઈ ..સ્ટેપ ફાધર..સ્ટેપ મધર ના વિચિત્ર કિસ્સાઓ સંભળાવે.પણ અમો વૉલીયનટર તરીખે માત્ર સાંભળીએ પણ કોઈ પર્સનલ  ઑપિનયન ના આપી એ હોસ્પિટલની પૉલીસી હતી.પણ હોસ્પિટલમાં દર્દીઓ સાથે કામ કરવામાં ઘણીવાર એટલી આત્મિયતા બંધાય જાય! અને એમાંય  કેન્સર કે કોઈ ભંયકર દર્દથી પીડાતો  દર્દી આખરી શ્વાસ લેતો હોય અને છેલ્લી ઘડીઓ ગણાતી હોય અને એ જ્યારે આખરી વિદાય લે ત્યારે તેમની સાથે બંધાયેલી આત્મિયતા હ્રદયને તોડી પાડે છે.

મારી  ઈગ્લીશ ટીચરની જોબ બે વાગે પુરી થાય અન ત્યારબાદ હું હોસ્પિટલમાં સાંજે ચાર વાગે જાવ..રાત્રીને નવ વાગ્યા સુધી વૉલીયનટરની સેવા આપું અને ડીનર પણ હોસ્પિટલના કાફેટેરિયામાં જ લેવાનું. જ્યાં અમોને કૉમ્પલિમેન્ટરી ડીનર મળે.

                                                                                                                             “Mr.Bhatt, do you know that we have new woman patient and she is an indian!

 ‘Wow! what happened to her ?’ 

‘ I think she has a blood cancer’. ‘I think her name ….”

‘I got to go….some patient is calling me’

.’ ‘OK Mr.Bhatt…”

( મિસ્ટર ભટ્ટ, એક નવી દર્દી આવી છે અને એ ભારતિય છે..ખરેખર!તેણીને શું થયું છે?.હું માનું છું કે તેણીને બ્લડ કેન્સર થયું છે..તેણીનું  નામ….મારે જવું પડશે..મને કોઈ દર્દી બોલાવે છે…ઑકે..મિસ્ટર ભટ્ટ)…વાત અધુરીજ રહી..હું રૂમ નબંર ૨૩૧માં ગયો. ૭૫ વર્ષના એન્ડીને મારે લેબવર્ક માટે વ્હીલચેરમાં લઈ જવાનો હતો..પણ બાજુંના એક ISOLATE(અલગ) રૂમમાંથી કોઈ સ્ત્રીનો જોર જોરથી ખાંસીનો અવાજ આવતો હતો…મેં અનુમાન કરી લીધું કે એજ નવી પેસન્ટ(patient) લાગે છે.મનમાં ને મનમાં પ્રાર્થના કરી..God bless her(હે! ઈશ્વર તેણી પર દયા કર).

હું નર્સ સ્ટેશનમાં મીસ બેટી સાથે બેઠો હતો..રૂમનં #૨૩૬માંથી..”Need help”નું બઝ આવ્યું. મેં બેટીને કહ્યું હું જાવ છું..Thank you Mr.Bhatt…you are a such a nice man!( મીસ્ટર ભટ્ટ ,આભાર..તમે ખરેખર સારી વ્યક્તિ છો).. રૂમના ડોર પર..મીસ નિર્મળા..દીક્ષિત નામ લખ્યુ હતું..ઘડીભર ખચકાયો..હું રૂમમાં નૉક(Knock) કરી રૂમમાં પ્રવેશ્યો..
What can I do for you?( આપની હું શું સેવા કરી શકું?)..જોયું તો જાણે એક હાડપીંજર બેડમાં પડ્યું હતું..આંખો ઉંડી ઉતરી ગયેલ. શરીર પર માત્ર હાડકા..મો.. જાણે સુકાયેલ બોર જવું!.
“તમે મુકેશ ?”

 “હા. હા”  “મને ઓળખી?”..

ડૉર પર ઘડીભર ખચકાયેલો ત્યારે પડેલી શંકા સાચી પડી!!..  અચાનક પડેલી વીજળીથી હેબતાય ગયો! ત્રીસ વર્ષ પહેલા ! હું અહી ઈગ્લીશમાં માસ્ટર કરી પિતાના આગ્રહથી ભારત મેરેજ કરવા ગયેલો..મારો ચામડીનો રંગ…વધારે પડતો શ્યામ હતો…નાનપણમાં નીકળેલ શીતળાથી ચહેરા પર શીળીના ચાઠા પણ ખરા..મે મારા પિતાને કહ્યું:

 “મારા જેવા કદરૂપ યુવાન સાથે કોણ છોકરી પરણવા તૈયાર થશે?’

‘ બેટા..તું સારૂ ભણેલો-ગણેલો છે..અને  અમેરિકા વસતા છોકરા ને તો છોકરીઓની લાઈન લાગી જાય..!’

                                                                                                               નિર્મળાએ હા પાડી..તેણીનું રૂપ જુઓ તો એક હિરોઈન જેવી…અરે સગાઓ કહેવા લાગ્યા: તેણી પાસે ચાંદ પણ શરમાય જાય એવું તેણીનું રૂપ છે. તેણીને ઈશ્વરે જ્યારે ઘડી હશે ત્યારે..એમનાં ભંડારમાં જેટલા રૂપનો ખજાનો હશે એ બધો રૂપનો ખજાનો નિર્મળાને આપી દીધો હશે!..મેં પણ મારી જાતને નસીબવંતી ગણી..બી.એસ.સી સુધી ભણેલી.રૂપની સાથે વિદ્યાદેવી પણ વરેલી હતી ! મેં પીટીશન ફાઈલ કર્યું અને એ ટુંક સમયમાં જ અમેરીકા આવી ગઈ..ગ્રીનકાર્ડ હાથમાં આવી ગયું..ખુશખુશ..મેં કહ્યું:

 “Honey! let’s make a plan for a baby”..(હની..ચાલો આપણે બાળકનો પ્લાન કરીએ).’

.ના..ના મુકેશ ..હજું તો હું અહી આવ્યા..એક જ વર્ષ થયું છે અને આવા ઝંઝાવટમાં મારે નથી પડવું..મારે પહેલાં તો આખુ અમેરિકા જોઈ લેવું છે પછીજ બેબીનો પ્લાન. પાંચ વર્ષ સુધી બેબીનો પ્લાન કરવો જ નથી.’

                                                                                    મારૂ મન નારાજ થયું પણ મનને મનાવી લધું..એક દિવસ જોબ પરથી આવ્યો તો ઘરમાં નિર્મળા નહોતી..મને થયું: શૉપીંગમાં ગઈ હશે! મે કીચનમાં જઈ ચા બનાવવા ગયો..તો ત્યા ચિઠ્ઠી પડી હતી.ચિઠ્ઠીમાં માત્ર લખ્યું હતું.

.’હું જાવ છું..મને શોધશો નહીં..મને મારો કૉલેજનો મિત્ર મળી ગયો છે. તમારી સાથે લગ્ન મેં તો માત્ર અમેરિકા આવવાની મારી મહ્ત્વકાંક્ષા પુરી કરવા કર્યા હતાં.તમારા જેવા કદરૂપી વ્યક્તિ સાથે શું પ્રેમ ઉપજે ?’

મેં પુરી ચિઠ્ઠી ના વાંચી બાકીનું સમજી ગયો. દુ:ખ થયું:

 “ભારતીય નારી જે પતિના પ્રાણ યમરાજ પાસેથી પાછા લાવી શકે એ પૌરાણિક વાતો મે વાંચી છે તે ખોટી હશે ?”

 બસ મેં ફરી લગ્ન ના કરવા નિર્ણય લઈ લીધો. જુદા જુદા ક્ષેત્રે વૉલીયનટર તરીકે સેવા આપી માનવતાનું કાર્ય કરવું.
આજ એજ સ્ત્રી જે મને તરછોડી એકાએક બીજા પરાય પુરૂષ સાથે ચાલી નિકળી તે એક બ્લડ-કેન્સરની ભયંકર બિમારીમાં સપડાય ગઈ! હું કઈ પુછું એ પહેલાંજ એ બોલી ઉઠી:
‘મુકેશ મને તમે માફ કરી શકશો? મેં તમારા જેવી સજ્જન વ્યક્તિને દગો દીધો..કહ્યા વગર મારા કૉલેજના મિત્ર સુમિત સાથે ભાગી ગઈ..અમો લગ્ન કર્યા વગર ૨૦ વર્ષ  સાથે રહ્યાં.પણ મને જેવું બ્લડ કેન્સર નિદાન થયું એટલે  સુમિત મને છોડી ક્યાં જતો રહ્યો છે એની મને કશી ખબર નથી.! હું સાવ એકલી અટુલી પડી ગઈ છું ..મારું કોઈ કરવા વાળું સગુ અહીં નથી..મારા કરેલા મારાજ હૈયે વાગ્યા!’

‘નિર્મળા..જે થઈ ગયું એનો અફસોસ શા કામનો? જે દર્દમાં તમો પિડાઈ રહ્યા છો તેની હવે સારવારને તકેદારી કરવાની રહી…હું સાંજે સાંજે અહીં આવું છું..મારા લાયક કોઈ કામકાજ હોય તો જરૂરથી કહેશો.’

  ‘મુકેશ..ડોકટરે મને બહુંજ ઓછો સમય આપ્યો છે..કેટલું જીવીશ એ તો મને ખબર નથી..પણ તમે મને..માફ..કરશોને?’

 એ હાંફતા..હાંફતા બોલી..મને બહુજ દુ:ખ થયું કે નિર્મળાને શું કહું ? ના ના..મૃત્યુંને ખાટલે પડેલી વ્યક્તિને ઠેસ આપવાથી શું ફાયદો ? એતો માત્ર થોડા દિવસની મહેમાન છે!!મેં વાત બદલી: નિર્મળા મને ખબર છે કે તને ખીર બહુંજ ભાવે છે તો કાલે તારા માટે ખીર લેતો આવીશ”..તમને હજું એ યાદ છે? થોડું હસી..ના ના ખોટી તસ્તી આપવી?? એમાં તસ્તી શું? તમને ખબર છે કે…હા..તમારા જેવી ખીર તો કોઈ સ્ત્રી પણ બનાવી ના શકે!

                                                               બીજે દિવસે હું સ્કુલેથી વહેલો છુટી ઘેર જઈ નિર્મળા માટે થોડા કાજું–પિસ્તા નાંખી ખીર બનાવી..ઝટપટ ગરાજમાંથી કાર કાઢી..કન્ટ્રોલથી ગરાજબંધ કરી મેં મારી કાર હોસ્પીટલ તરફ લીધી..કાર પાર્ક કરી , એલીવેટરનું બીજે માળનું બટન દબાવ્યું: “આજ નિર્મળા બહું જ ખુશ થશે.”. રૂમ તરફ દોડ્યો..નર્સ  મીસ સ્મીથ બોલી..Your indian friend miss Nirmala is no more..she died at 3PM.(તમારી ભારતિય મિત્ર મીસ નિર્મળાનો સ્વર્ગવાસ થયો છે…બપોરે ૩.૦૦ વાગે!!). Mr.Bhatt, she left on envelope for you(મિસ્ટર. ભટ્ટ, તેણીએ એક કવર-ચિઠ્ઠી તમારા માટે આપેલ છે)..મેં ઝટપટ ખોલી વાંચી:

‘પ્રિય મુકેશ,
મને પ્રિય કહેવાનો હક ખરો? હું તો સુકાયેલી નદી છું..પહાડમાંથી નીકળી પણ સાગરમાં સમાય  ના શકી..તેને માટે હું જવાબદાર છું. તમને જોયા બહુંજ ખુશ થઈ સાથો સાથે એટલીજ પસ્તાય. એક સજ્જન વ્યક્તિને મેં પાછળથી ઘા કર્યો…છળકપટ કર્યું!..મારાથી બહું લખાતું પણ નથી..લખતા લખતા થાકી જાવ છું..મારી પાસે બહું સમય નથી..એક મારી નમ્રવિનંતી: મારી સુટકેઈસમાં ૧૦,૦૦૦ ડોલર કેશ છે તેમાંથી મારું ફ્યુનરલ કરશો…મારી બીજી નમ્ર વિનંતી, મારા દેહ પર મેં લગ્ન વખતે પહેરેલી સાડી મને ઓઢાડશો? મારી  અંતીમ ઈચ્છા…બસ એક સુહાગણ તરીકે મરું. હાથ ધ્રુજે છે..કંપારી થાય છે…બ…સ….આપની..એક અભાગી સુહાગણ..’

વાર્તા વાંચ્યા બાદ આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશોજી.

ડિસેમ્બર 15, 2010 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 14 ટિપ્પણીઓ

   

%d bloggers like this: