"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

દિવાળી-નૂતન-વર્ષાભિનંદન..”આવી છે દિવાળી…”

  ફૂલવાડીની વાંચક મિત્રો,શુભેચ્છકોને દિવાળી તેમજ નૂતનવર્ષ નિમિત્તે મારી લાખ-લાખ શુભેચ્છા..દિવાળી આપના જીવનમાં ઉત્સાહ,આનંદના વિવિધ રંગો ભરીદે આવતું નૂતન વર્ષ  આપના માટે સફળદાયી નિવડે..આપના આશા-અરમાનોને ને સફળતાના ઉચ્ચતર શિખરો પ્રાપ્ત થાય એજ હાર્દિક શુભેચ્છા. ફૂલવાડી વેબ-સાઈટના મૂલાકાતીની દિન-પ્રતિદિન  સંખ્યા વધતી જાય છે તેનું મને ઘણું જ ગૌરવ છે.આજ સુધી વાંચકવર્ગની સંખ્યા ૧૨૮,૦૦૦  થઈ ગઈ છે તેના માટે આપ સૌ નો આભારી અને ઋણી છું.

 *************************************************************************

શુભ શુકન,શુભ-લાભનો સાથિઓ દોરે છે દિવાળી,
દિપમાળાનો દિવ્યપ્રકાશ પ્રકટાવે છે દિવાળી.

સ્નેહની સાકર ભરી ભરી સૌને પિરસે છે દિવાળી,
ભેદ-ભાવના દુષણોથી સૌને દૂર રાખે છે દિવાળી.

વેરભાવ ભુલી જઈ, મૈત્રીભાવ સીખવે છે દિવાળી,
કરો કલ્યાણ માનવીનું એ સંદેશ આપે છે દિવાળી.

નવાવર્ષ સાથે નવી આશાનું કિરણ લાવી છે દિવાળી,
આનંદ-મંગળની આરતી ઉતારતી આવી છે દિવાળી.

‘દીપ’ કરીલે સંકલ્પ સારો આજ આવી છે દિવાળી,
પ્રેમની મહેંક મહેકાવી દે આજ આવી છે દિવાળી.

નવેમ્બર 1, 2010 - Posted by | સ્વરચિત રચના, Uncategorized

12 ટિપ્પણીઓ »

 1. Happy Diwali to you too…

  Nice poem

  ટિપ્પણી by vijay shah | નવેમ્બર 1, 2010

 2. Happy Diwali to you and family….

  ટિપ્પણી by devikadhruva | નવેમ્બર 1, 2010

 3. HAPPY DIWALI AND PROSPEROUS NEW YEAR TO YOU AND ALL READER OF
  PHOOLWADI

  ટિપ્પણી by BGUJJU | નવેમ્બર 1, 2010

 4. Happy Diwali and happy new years to you and Rekhaben and parivar.nice kavita.

  ટિપ્પણી by Harsha pota | નવેમ્બર 1, 2010

 5. સ્નેહની સાકર ભરી ભરી સૌને પિરસે છે દિવાળી,

  ભેદ-ભાવના દુષણોથી સૌને દૂર રાખે છે દિવાળી.

  HAPPY DIWALI AND PROSPEROUS NEW YEAR to all surfers and You.

  Rajendra
  http://www.bpaindia.org

  ટિપ્પણી by dhavalrajgeera | નવેમ્બર 2, 2010

 6. “પ્રેમની મહેંક મહેકાવી દે આજ આવી છે દિવાળી”
  શ્રી બારડ સાહેબ,
  આપને, આપના કુટુંબીજનોને અને ફૂલવાડી પરિવારના સૌ વાંચકમિત્રોને દિપાવલીપર્વની હાર્દિક શુભકામના.

  ટિપ્પણી by અશોક મોઢવાડીયા | નવેમ્બર 2, 2010

 7. સ્નેહની સાકર ભેળવી સૌ ને પિરસે છે દિવાળી
  સરસ
  તમોને
  happy divali
  Indu and Ramesh

  ટિપ્પણી by Indu SHAH | નવેમ્બર 3, 2010

 8. વેરભાવ ભુલી જઈ, મૈત્રીભાવ સીખવે છે દિવાળી,
  કરો કલ્યાણ માનવીનું એ સંદેશ આપે છે દિવાળી

  વાહ ભાઈ વાહ

  વિશ્વ ના દીપ ખરેખર હર માનવ જાતને વિચારવા જેવું

  અનોખું ગીત મુક્યું છે..

  દીપાવલીની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

  ટિપ્પણી by પરાર્થે સમર્પણ | નવેમ્બર 3, 2010

 9. નુતન વર્ષાભિનંદન………..
  અનુભવજો અમ હૃદયનાં સ્પંદન ……

  ટિપ્પણી by marmi kavi | નવેમ્બર 3, 2010

 10. સરસ કવિતા છે અને દિવાળીની તમને પણ લાખ-લાખ શુભેચ્છાઓ..

  મયુર (ગુજરાતીસંસાર)
  http://gujaratisansar.wordpress.com/

  ટિપ્પણી by sansaradmin | નવેમ્બર 3, 2010

 11. Happy Diwali
  Good one

  ટિપ્પણી by pravina | નવેમ્બર 3, 2010

 12. વેરભાવ ભુલી જઈ, મૈત્રીભાવ સીખવે છે દિવાળી,
  કરો કલ્યાણ માનવીનું એ સંદેશ આપે છે દિવાળી.

  નવાવર્ષ સાથે નવી આશાનું કિરણ લાવી છે દિવાળી,
  આનંદ-મંગળની આરતી ઉતારતી આવી છે દિવાળી.
  ……………………………………….
  શ્રી વિશ્વદીપજી
  કવિતા દ્વારા દિવાળીને સરસ વધામણી.દીપોત્સવીની હર ખુશાલી આપને આંગણે રમે એવી શુભેચ્છા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  દિવાળી ……..રમેશ પટેલ(આકાશદીપ)
  -Pl find time to visit my site and leave a comment

  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

  ટિપ્પણી by Ramesh Patel | નવેમ્બર 3, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: