"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

શંકા શરમાઈ ગઈ!


રૂપાએ મુકેશ સાથે મેરેજ કર્યાં ત્યારે  ધીરેન માત્ર પાંચ વર્ષનો હતો. રૂપાએ ધીરેનને જન્મ આપ્યા બાદ એકાદ વર્ષમાં તેણીના પહેલા પતિનું કાર એક્સીડન્ટમાં મૃત્યું થવાથી  ૩૦ વર્ષની ઉંમરે એકલી પડી ગઈ હતી! બોસ્ટનમાં ઈન્સ્યુરન્સ કંપનીમાં જોબ કરતી હતી. તેણીની બહેનપણી શીલાની દીકરીના લગ્નમા ન્યુજર્શીમાં લગ્નમાં આવી ત્યારે એક હિરોઈન જેવી લાગતી રૂપાની સુંદરતા પર મુકેશ મોહી પડ્યો અને તેને રૂપા બહુંજ ગમી ગઈ! રૂપાએ તેણીના જીવનમાં બનેલી  સઘળી ઘટના મુકેશને કહી સંભળાવી અને કહ્યું: “મુકેશ, ધીરેન હજું નાનો છે અને એજ મારી જિંદગીનો હિસ્સો છે એના વગર હું નહી રહી શકું.તેનું ભાવિ મારે ઉજ્જવળ બનાવવાનું છે એ મારું પહેલું સ્વપ્ન છે અને તારા માટે આ નવો અનુભવ છે, તને મારા કરતાં પણ કોઈ સુંદર છોકરી મળી જશે..તારા પહેલી વારના લગ્ન છે તને કોઈ કહેશે પણ ખરૂ: ‘મુકેશ તું મુર્ખો છે એક વિધવા અને એક છોકરાની મા સાથે લગ્ન કરે છે?’પણ મુકેશ  એકનો બે ના થયો! રૂપાને કહ્યું: ‘રૂપા,તને એટલી ખાત્રી આપું છું કે તારા દિકરાને એક સગા બાપથી વિશેષ હું રાખીશ.

‘ ‘એ વાત સાચી મુકેશ, લગ્નબાદ તારાથી બીજા બાળકો થાય અને ધીરેનને પછી.! .. ‘

રૂપા..ધીરેનને કદી પણ એવું નહી લાગવા દઉં કે  હું સ્ટેપ-ફાધર છું ને એ પણ તને કહી  દઉં કે લગ્ન પહેલા ઘણાં સારૂ સારૂ ..મીઠું મીઠું બોલતા હોય છે અને પછી..બધું મીઠું જળ ખારૂ બની જાય. આવું નહી બને તેનું હું ..Promise..(વચન) આપું છું.’

 રૂપાના લગ્ન મુકેશ સાથે થયાં.અમદાવાદમાં રહેતા મુકેશના પેરેન્ટસ બહું જ નારાજ થયાં.એક કાબેલિયત એન્જીનયર દિકરાએ એક વિધવા સાથે લગ્ન કર્યા!! રૂપાને લગ્ન વખતે વિચાર આવી ગયો: મુકેશ પણ નદી જેવો સરળ છે..નદી સાગરને મળતા કદી પણ વિચારતી નથી કે પોતે ખારી બની જશે..પણ હું મુકેશનું જીવન ખારૂ નહી બનવા દઉં!’ આવીજ રીતે મુકેશ અને રૂપાનું ૧૫ વર્ષની મેરેજ લાઈફ ઘણીજ સુંદર અને સુખી રીતે પસાર થઈ ગઈ. રૂપાને ધીરેન બાદ કદી બીજું બાળક ન થયું પણ મુકેશને એનો કશો હરખ કે શૉક નહોતો..ધીરેન નેજ પોતાનો દિકરો ગણી ભણાવ્યો-ગણાવ્યો. ધીરેન ભણવામાં હોશિંયાર હોવાથી અને ધીરેનની ઈચ્છા  ન્યુક્લિયર-એન્જીનયર થવાની હતી એથી તેને ન્યુયોર્કની યુનિવસીટીમાં મોકલ્યો.

આજે ઘણાં સમયબાદ ધીરેને રાખેલ એપાર્ટમેન્ટમાં રૂપા અને મુકેશ તેને મળવા ન્યૂ-યોર્ક આવ્યા હતાં. મુકેશે ધીરેનના રેફ્રીજરેટર માંથી ઠંડું પાણી લેવા ડોર ખોલવા ગયો..’

“No, dad..do not open it..what do you want ?..I will get it for you..( ના, ડેડ…એનું ડોર ના ખોલશો. તમારે શું જોઈ એ છે?..હું આપીશ..)”

 મુકેશ થંભી ગયો.!  એકદમ ગુસ્સે થઈ ગયો. ગુસ્સાને ગુસ્સા માં  ધીરેનના ગાલ પર થપ્પટ લગાવી દીધી.ધીરેન એક શબ્દ ના બોલ્યો , લીવીંગ રૂમ છોડી બાલ્કનીમાં જતો રહ્યો.રૂપા મનમાં ને મન સમ સમી ગઈ..થોડીવાર તો થઈ ગયું:

“સ્ટેપ ફાધરે પોતાનો સ્વભાવ બતાવી દીધો ! ના…ના.. પોતાના સંતાનો માટે વધારે પડતી લાગણી નું  protection(રક્ષણ)નું પરિણામ છે!.

 મુકેશનો ગુસ્સો હજું ઠંડો નહોતો થયો!

‘મને એ ના કેમ પાડી શકે ? જરૂર કાંઈ ભેદ છે.જરૂર રેફ્રીજરેટરમાં બીયર કે ડ્રીન્કસ હશે એથીજ મને ના પાડે છે. મેં એને આલ્કૉહલ પીવાની ના પાડી છે અને અહીં એકલો રહે છે એથી ડીન્ક્સની આદત પડી ગઈ લાગે છે.’.

રૂપાને બીજા રૂમમાં લઈ જઈ..મનમાં આવેલો ઉભરો બહાર કાઢ્યો.

‘ રૂપા તારા વધારે પડતા લાડ અને વધારે પડતા પ્રેમ ને લીધે આ છોકરો વંઠી ગયો છે.’

 ‘ મુકેશ ઠોડો ધીરે બોલ..જે પણ મને કહેવું હોય તે પછી પણ કહી શકે છે.ખોટો અપસેટ ન થા.’

 ‘આજ હું કન્ટ્રોલ કરી શકું તેમ નથી..મારી હાજરી મા તો  નહીજ!’

‘ ધીરેને  એવું તે શું કર્યું છે કે તું આટલો  અપસેટ થઈ ગયો છે.!’

 ‘એણે શું નથી કર્યું એ મને કહે.’

‘મને ખાત્રી છે કે એ જરૂર આટલી નાની ઉંમરે બીયર ઢીંચે છે.’

મુકેશ ૨૧ વર્ષેની ઉંમરને તું નાની ગણે છે ? તને કહેવાની જરૂર ખરી કે એ એડલ્ટ કહેવાય!’ રૂપા તું બસ એનો જ પક્ષ લે છે અને એને તું જ બગાડે છે! હું જ્યારે જ્યારે કંઈ પણ કહુ છું ત્યારે તું એની લૉયર બની મારી સામે દલીલ કરે છે.’ ‘મુકેશ એવું નથી. જ્યાં સાચી વાત હોય ત્યાં મારું મંતવ્ય આપું છુ અને ત્યારે તમને હંમેશા એવું જ લાગે છે કે હું ધીરેનનો પક્ષ લઉં છું.’

‘મુકેશ તું થોડો ઠંડો પડીશ!’

રૂપાએ  કીસ કરતા બોલી…

‘તું રહેવા દે..ખોટું પૉલશન મારવાનું..મા-દિકરો એક થઈ ગયાં છે અને મને એકલો પાડી દેવો છે એમજ ને ?..મને અત્યારે એવો ગુસ્સો આવે છે કે ધીરેનને એક જોરથી બીજી થપ્પટ લગાવી  દઉ!અને કહી દઉં’: ‘આ આલ્કૉહલ જ પીવો હોય તો આ અહીં ભણવાનું બંધ અને બોસ્ટન પાછા.. ત્યાંની કોલેજમાં એડમીશન અપાવી દઈશુંને ઘેર રહી ભણે એથી ધ્યાન પણ રહે!’

‘ મુકેશ! તમારે જે કરવું હોય તે છુટ છે!’.

‘હા હા..આપણો એકનો એક દિકરો અને આવી આદતપર પડી જાય તે મને ના પોસાય! અને આપણાં પૈસા ખોટી રીતે વેડફાઈ તે તો મને જરીયે પસંદ નથી..બસ….’ ત્યાંજ તેમના ડોર પર ધીરેને Knock the door (બારણું ખખડાવ્યું)..

‘May I come in?( હું અંદર આવી શકું?)..મુકેશે ગુસ્સામાં જ ડોર તો ખોલ્યું.

 “Surprise!”( અંચબો-નવાઈ)  ધીરેન રેફ્રીજરેટરમાંથી કાઢેલી કેક.. હાથમાં લઈ  કેક અને એમાં જળતી કેન્ડલ લઈ એમના રૂમમાં દાખલ થયો…કેક પર લખ્યું હતું:

“Dad, Happy 50th Birthday..”…કહી મુકેશને ભેટી પડ્યો…કુશંકાના વાદળામાંથી..એકદમ થયેલા અમી છાંટણાથી મુકેશની આંખ  ભીઁજાય ગઈ!

નવેમ્બર 26, 2010 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 10 ટિપ્પણીઓ

The True Story Of Thanksgiving

The idea of the American Thanksgiving feast is a fairly recent fiction. The idyllic partnership of 17th Century European Pilgrims and New England Indians sharing a celebratory meal appears to be less than 120 years-old. And it was only after the First World War that a version of such a Puritan-Indian partnership took hold in elementary schools across the American landscape. We can thank the invention of textbooks and their mass purchase by public schools for embedding this “Thanksgiving” image in our modern minds. It was, of course, a complete invention, a cleverly created slice of cultural propaganda, just another in a long line of inspired nationalistic myths.

The first Thanksgiving Day did occur in the year 1637, but it was nothing like our Thanksgiving today. On that day the Massachusetts Colony Governor, John Winthrop, proclaimed such a “Thanksgiving” to celebrate the safe return of a band of heavily armed hunters, all colonial volunteers. They had just returned from their journey to what is now Mystic, Connecticut where they massacred 700 Pequot Indians. Seven hundred Indians – men, women and children – all murdered.

This day is still remembered today, 373 years later. No, it’s been long forgotten by white people, by European Christians. But it is still fresh in the mind of many Indians. A group calling themselves the United American Indians of New England meet each year at Plymouth Rock on Cole’s Hill for what they say is a Day of Mourning. They gather at the feet of a stature of Chief Massasoit of the Wampanoag to remember the long gone Pequot. They do not call it Thanksgiving. There is no football game afterward.

How then did our modern, festive Thanksgiving come to be? It began with the greatest of misunderstandings, a true clash of cultural values and fundamental principles. What are we thankful for if not – being here, living on this land, surviving and prospering? But in our thankfulness might we have overlooked something? Look what happened to the original residents who lived in the area of New York we have come to call Brooklyn. A group of them called Canarsees obligingly, perhaps even eagerly, accepted various pieces of pretty colored junk from the Dutchman Peter Minuet in 1626. These trinkets have long since been estimated to be worth no more than 60 Dutch guilders at the time – $24 dollars in modern American money. In exchange, the Canarsees “gave” Peter Minuet the island of Manhattan. What did they care? They were living in Brooklyn.

Of course, all things – especially commercial transactions – need to be viewed in perspective. The nearly two-dozen tribes of Native Americans living in the New York area in those days had a distinctly non-European concept of territorial rights. They were strangers to the idea of “real property.” It was common for one tribe to grant permission to another to hunt and fish nearby themselves on a regular basis. Fences, real and imagined, were not a part of their culture. Naturally, it was polite to ask before setting up operations too close to where others lived, but refusal in matters of this sort was considered rude. As a sign of gratitude, small trinkets were usually offered by the tribe seeking temporary admission and cheerfully accepted by those already there. It was clearly understood to be a sort of short-term rental arrangement. Sad to say, the unfortunate Canarsees apparently had no idea the Dutch meant to settle in. Worse yet for them, it must have been unthinkable that they would also be unwelcome in Manhattan after their deal. One thing we can be sure of. Their equivalent of today’s buyer’s remorse brought the Canarsees nothing but grief, humiliation and violence.

Many Indians lived on Long Island in those days. Another Dutchman, Adrian Block, was the first European to come upon them in 1619. Block was also eager to introduce European commercialism and the Christian concept of “real estate” to these unfortunate innocents. Without exception, these Indians too came out on the short end in their dealings with the Dutch.

The market savvy unleashed by the Europeans upon the Indians constituted the first land use policies in the New World. In the 17th Century it was not urban but rather rural renewal. The result was of course the same. People of color with no money to speak of got booted out and the neighborhood which was subsequently gentrified and overrun by white people.

Not far from Manhattan, one tribe of about 10,000 Indians lived peacefully in a lovely spot on a peninsula directly along the ocean. There they fished in the open sea and inland bay. They hunted across the pristine shoreline and they were quite happy until they met a man – another Dutchman – named Willem Kieft. He was the Governor of New Netherland in 1639. These poor bastards were called the Rechaweygh (pronounced Rockaway). Soon after meeting Governor Kieft, they became the very first of New York’s homeless.

The people of New Netherland had a lot in common with the people of Plymouth Colony. At least it appears so from the way both of these groups of displaced and dissatisfied Europeans interacted with the local Indians. The Pilgrims in Plymouth had a hard time for the first couple of years. While nature was no friend, their troubles were mostly their own doing. Poor planning was their downfall. These mostly city dwelling Europeans failed to include among them persons with the skills needed in settling the North American wilderness. Having reached the forests and fields of Massachusetts they turned out to be pathetic hunters and incompetent butchers. With game everywhere, they went hungry. First, they couldn’t catch and kill it. Then they couldn’t cut it up, prepare it, preserve it and create a storehouse for those days when fresh supplies would run low. To compensate for their shortage of essential protein they turned to their European ways and their Christian culture. They instituted a series of religious observances. They could not hunt or farm well, but they seemed skilled at praying.

They developed a taste for something both religious and useful. They called it a Day of Fasting. Without food it seemed like a good idea. From necessity, that single Day became multiple Days. As food supplies dwindled the Days of Fasting came in bunches. Each of these episodes was eventually and thankfully followed by a meal. Appropriately enough, the Puritans credited God for this good fortune. They referred to the fact they were allowed to eat again as a “Thanksgiving.” And they wrote it down. Thus, the first mention of the word – “Thanksgiving.” Let there be no mistake here. On that first Thanksgiving there was no turkey, no corn, no cranberries, no stuffing. And no dessert. Those fortunate Pilgrims were lucky to get a piece of fish and a potato. All things considered, it was a Thanksgiving feast.

Did the Pilgrims share their Thanksgiving meal with the local Indians, the Wampanoag and Pequot? No. That never happened. That is, until its inclusion in the “Thanksgiving Story” in 1890.

Let the Wampanoag be a lesson to us especially in these troubled economic times. These particular Indians, with a bent for colorful jewelry, had their tribal name altered slightly by the Dutch, who then used it as a reference for all Indian payments. Hence, wampum. Contrary to what we’ve been shown in our Western movies, this word – wampum – and its economic meaning never made it out of New England.

Unlike wampum, Thanksgiving Day has indeed spread across the continent. It would serve us well to remember that it wasn’t until the victorious colonial militia returned from their slaughter of the Pequot that the New Americans began their now time-honored and cherished Thanksgiving.

Enjoy your turkey.

courtesy:

Richard Greener

Novelist and award-winning essayist

નવેમ્બર 25, 2010 Posted by | ગમતી વાતો | Leave a comment

નવા વર્ષેની શુભેચ્છા…

 

આનંદ-મંગળની  આરતી    કરી,
                      ઉજવો ઉત્સવ આંગણે આજ.

 

સુખ-સમૃદ્ધિ અને શાંતીની પ્રકટે જ્યોત,
                      દિવ્યપ્રકાશનું આગમન આજ.

 

ના કોઈ   દ્વેષ,નિર્મળ રહે હ્ર્દયભાવ,
                 મીઠી રહે  વાણી વિશ્વમાં આજ.
      
     
     

નવેમ્બર 6, 2010 Posted by | સ્વરચિત રચના | Leave a comment

દરિદ્રને ત્યાં લક્ષ્મી પધારે!!-(દિવાળીની વાર્તા)

  

                                                       ‘દરિદ્રતાને ચાવવા દાંત નથી હોતા દિકરા! જીભને સ્વાદ નથી હોતો! શું કરૂ દિકરા આજ દિવાળી છે.બે ત્રણ દિવસથી કામ પર જઈ નથી શકી! આ તાવ ઓછો થતો નથી..ઘરમાં ચુલો સળગાવવા નથી કોલસા કે દિવાસળી!’ જીવી હાંફતી, હાંફતી બોલી. જીવી નો પતિ મનુ  દારૂડિયો હતો અને લઠ્ઠો પિવાથી છ મહિના પહેલાં જ  મરી ગયો.આમેય  કંઈ કામ-કાજ કરે નહી અને બીડી, દારૂ અને જુગારની લત એટલી ખરાબ  હતી કે ઘરમાં ખોટા ઝગડા અને મારામારી કરી પૈસા લઈ જતો.જીવી અને એમનો દશ વર્ષના છોકરા કનુને કોઈ ખાસ દુ:ખ થયેલ નહી.જીવી બે ત્રણ ઘરે વાસણ-કપડા અને સાફ-સુફી કરી કમાણી કરી લેતી જેથી કુટુંબનું ગુજરાન થઈ જતું પણ દિવાળીના જ સમયમાં બિચારીને તાવ આવવા લાગ્યો..જવાનું નામ ના લે!  આમેય ગરીબના ઘરમાં માંદગી ને રહેવું ગમે! મા તું ચિંતા ના કર..થોડો લોટ પડ્યો છે ને તે હું બહારથી સુક્કા સાંઠીકા લઈ આવું છું..અને કોઈની પાસેથી દિવાસળી લઈ  એને સળગાવી  તપેલીમાં લોટ-પાણી અને થોડો ગોળ નાંખી રાબ બનાવી દઉ? થોડી તાકાત આવે..મા મને પણ આ રાબ ભાવે છે..સારું દિકરા તું મારૂ બહું ધ્યાન રાખે છે. બેટા! કાલે નવું વરસ છે..કાલે તો શેઠના ઘેર કામ કરવા જઈશ ને જે પૈસા આવશે એમાંથી ગાંઠીયા અને પેંડા લાવીશ આપણે નવું વરસ ઉજવીશું! સારું મા!

                                                        એજ રાતે જીવીને તાવ વધવા લાગ્યો..મનું એ કપડાનો ગાંભો લઈ, પાણીમાં થોડું મીઠું નાંખી  કપડું પલાળી જીવીના કપાળ ઉપર પોતા મુક્યા!! પોતાની ઠંડકથી જીવીને તાવ થોડો ઓછો થયો અને ઉંઘી ગઈ..મનુ મનમાં વિચારવા લાગ્યો કે મા ને તાવ છે અને એ કાલે નવા વરસના દિવસે કેમ કરી કામ કરવા જશે? એ ચિંતામાં જાગતો રહ્યો! વિચાર આવ્યો: કાલે નવું વરસ છે તો. હું શુકનનું કંકુ અને શુકનનું મીઠું બાજુંની સોસાયટીમા  વેચવા જવું તો બધી શેઠાણીઓ મને સારા શુકનના પૈસા આપશે તેમાંથી હું ગરમ-ગરમ ગાંઠીયા અને પેંડા મા માટે લાવીશ..મા ખુશ થઈ જશે.

                                                      મા સુતી હતી  મનું આખી રાત જાગતો રહ્યો!ઘરની બહાર ઉભો ઉભો બાજુની સોસાયટીમાંથી ફૂટતા ફટાકડા,આકાશમાં ઉડતા રોકેટ,એમાંથી નિકળતા તારા-મંડળ જોઈ જોઈને ખુશ થતો હતો ત્યાં જ એનો ભાઈબંધ બુધીઓ આવીને બોલ્યો: હેય, મનુડા..ફટાકડા ફૂટતા બંધ થાય એટલે ત્યાં સોસાયટીમાં જઈ ના ફૂટેલા ફ્ટાકડા વીણી આવીએ અને પછી કાલે વાસી દિવાળીને દિવસે એમાંથી દારૂ-પોટાશ કાઢી સુર-સુરિયા બનાવી ફોડીશુ..’ ‘હા..હા પણ જો જે જે  ફટાકડા મળે તેમાંથી અડધા તારા અને અડધા મારા.’ બન્ને એકવાગ્યા બાદ સોસાયટીમાં  ગયાં , ફૂટ્યા વગરના ઘણાં ફટાકડા મળ્યા પણ ત્યાં જ એક શેઠ ઘરની બહાર આવ્યા અને તાડુક્યા: એલા..રાતે એક વાગે શું કરો છો..ચોરી કરવા! દિવાળીના દિવસોમાં પણ ચોરી! અહીંથી ભાગો નહીતો પોલીસને બોલાવું છું..પોલીસનું નામ સાંભળતાજ બન્ને મુઠ્ઠી વાળી ભાગ્યા પોતાન ઘર તરફ.

                                                   મનુ આખી રાત જાગ્યો હતો..નવા વરસની વહેલી સવારે ઘરમાંથી થોડું મીઠું અને થો ડું કંકુ લઈ વહેલી  સવારે  ચાર વાગે બાજુંની સોસાયટીમાં  નીકળી પડ્યો!  “શુંકનનું કંકુ..શુકનનું મીઠું” કહેતો સોસાયટીમાં  ફરતો હતો..કોઈ એ ૫૦ પૈસા તો કોઈ એક રૂપિઓ..તો કોઈ બોલ્યું: “એલા..છોકરા..અત્યારના ચાર વાગે શું નવરો થઈ નીકળી પડ્યો છે.. લોકોની ઊંઘ હરામ કરે છે.કઈ ધંધો છે..? કોઈ કહે: છ,સાત વાગ્યા પછી આવજે!’ ‘શેઠાણીજી! આજ તો નવું વરસ છે સૌ વહેલા ઉઠે!’..જા જા..તારું મોઢું બંધ કર…અહીંથી જા..સુવા દે!!
મનુએ પૈસા ગણ્યા તો માત્ર ત્રણ રૂપિયા માંડ થયા!.મનમાં બણબણ્યો!..”આ મોટા ઘરના માણસોના મન મોટા નથી..શેઠાણી બધીએ કંજુશ છે! આમાં શું ગાંઠીયા કે પેંડા લાઉં?

                                                      મનમાં નિરાશા ઘેરી વળી.ઘર તરફ વળ્યો! હજું અંધારૂ હતું.. રસ્તામાં ચાલતા, ચાલતા ઠેસ લાગી..પડતા..પડતા બચી ગયો.પગે અથડાયેલી જોઈ તો નાની એવી થેલી જેવું હતું..મનુને થયું કે થેલીમાં કંઈ ખાવાનું હ્શે!!  દોડતો દોડતો ઘેરે આવ્યો!! ‘બેટા..તું ક્યાં હતો? હું  ચિંતામા અડધી થઈ ગઈ !’ મનુએ બધી વાત કરી..મા..મા જો આ થેલીમાં કઈ ખાવાનું લાગે છે.રસ્તામાંથી મળી..જોયું તો બે  છાપામાં બાંધેલા પડીકા હતાં…જોયું તો..પૈસા!! બાપરે! આટલા બધા પૈસા!..મા..મે આવદી મોટી નોટ કદી પણ જોઈ નથી…૫૦૦ રુપિયાના સો સોના  બે બંડલ…એક લાખ રુપિયા..મા..મા..આપણું..નવું વરસ સુધરી ગયું! હા..બેટા..તારી વાત સાચી…પણ..જેમના ખોવાયા હશે એમનું શું ?..આપણે હરામનું ખાશું તો દિકરા આપણી મેલડી મા આપણને જ ભરખી જાય! આપણે હોતા–નહોતા કરી દે!..શ્રાપ..આપે!! મા આ બેગમાં આ કવર પણ છે..જો જો બેટા! તને તો  વાંચતા આવડે છે..વાંચ..

લખ્યું હતું: ‘જમનાદાસ શેઠ,
                         મારી દીકરીના લગ્નમાં જે લાખ રૂપિયા આપ્યા હતાં તેનું બધુ વ્યાજ તો મહિને, મહિને  આપી દીધું પણ આજે મુળ મુડી તમને મારા દીકરા ગંગાપ્રસાદ સાથે મોકલું છે.માફ કરજો મને તાવ આવે છે તેથી રૂબરૂ આવી નથી શક્યો…દિવાળીના દિવસોમાં બે મહિનાથી  મારા કુટુંબના સૌ માણસોએ રાત દિવસ મજુરી કરી અને મેં રતનપોળમાં તૈયાર કપડાં વેચ્યા. ઉપરવાળાની કૃપાથી જે  બધી આવક થઈ તે ભેગી કરી મોકલી રહ્યો છું.તમો જેવા પૈસા મળી જાય તુરત ગણી લઈ મને મોબાઇલ પર ફોન કરવા કૃપા..મારો મોબાઇલ નંબર છે: ૯૪૩૩૭૩૫૪૨૬..આભાર. આપનો ઋણી:મણીપ્રસાદ.’

                        ‘મનું દિકરા..તારી પાસે પૈસા છે! હા..મા ..શુકનના ત્રણ રૂપીયા આવ્યા છે .. જા જા બાજુમાં કરિયાણાની દુકાને જઈ મણીભાઇને મોબાઇલ પર ફોન કરી દે..રુપિયો કે બે-રૂપિયા થશે…બિચારા ચિંતામાં અધુરા થઈ ગયાં હશે.મા..પણ આ હાથમાં આવેલા પૈસા!! દીકરા એ આપણી મુડી નથી..આ તો મુડી શાપનો ભારો! આપણે રાખીએ ને તો આપણને જ ડંસી જાય..!  “હા..લો..હું મનુ…તમારા પૈસાની થેલી મને રસ્તામાંથી મળી છે.. ‘હા..ભાઈ…ભગવાન તારૂ ભલુ કરે!તમે ક્યાં રહો છોં! હું હમણાંજ લુના ઉપર તમાર ઘેર  આવું છું..મનુ બોલ્યો” સેટ-લાઈટ રોડ,શંકર સોસાયટીની પાછળ. બધા ઝુંપડા છે ત્યાં કોઈને પુછી લેજો..કે જીવી ખોડીદાસની ઝુંપડી ક્યાં છે?

                                એકાદ કલાકમાં મણીપ્રસાદ ઝુંપડી શોધતા શોધતા આવી પહોંચ્યા..’આવો શેઠ..આ તમારી થેલી..પૈસા ગણી લેજો.. બેન..તમે મારી આજ આબરૂ અને મારી ત્રણ મહિનાની કમાણી બચાવી છે , આજના જમાનામાં હાથમાં આવેલી  મુડી કોણ જતી કરે?.. પૈસા ગણીને  તમારી પ્રમાણિકતા પર  શંકા  કરૂ? ના..બેન ના!.. બેન..આપનો આભાર વ્યકત કરવા મારી પાસે કોઈ શબ્દ નથી!! કહી..એક હજાર રોકડા જીવીના હાથમાં આપી કહ્યું..બેન. આવતી કાલે ભાઈબીજ છે.બેનનું ઋણ  અદા કરવા આ એક નાનીસી ભેટ.. કહી મણીપ્રસાદ પૈસાની બેગ લઈ ઘર તરફ રવાના થયાં…જીવીબોલી: “દીકરા…લક્ષ્મીજી આપણાં ઘેર આવી  તો ખરી…આ લે પૈસા જઈ  ગાંઠીયા અને પેંડા લઈ આવ….ચાલ હું અને તું બન્ને નવા વરસમાં મોં મીઠું કરીએ…

નવેમ્બર 3, 2010 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

દિવાળી-નૂતન-વર્ષાભિનંદન..”આવી છે દિવાળી…”

  ફૂલવાડીની વાંચક મિત્રો,શુભેચ્છકોને દિવાળી તેમજ નૂતનવર્ષ નિમિત્તે મારી લાખ-લાખ શુભેચ્છા..દિવાળી આપના જીવનમાં ઉત્સાહ,આનંદના વિવિધ રંગો ભરીદે આવતું નૂતન વર્ષ  આપના માટે સફળદાયી નિવડે..આપના આશા-અરમાનોને ને સફળતાના ઉચ્ચતર શિખરો પ્રાપ્ત થાય એજ હાર્દિક શુભેચ્છા. ફૂલવાડી વેબ-સાઈટના મૂલાકાતીની દિન-પ્રતિદિન  સંખ્યા વધતી જાય છે તેનું મને ઘણું જ ગૌરવ છે.આજ સુધી વાંચકવર્ગની સંખ્યા ૧૨૮,૦૦૦  થઈ ગઈ છે તેના માટે આપ સૌ નો આભારી અને ઋણી છું.

 *************************************************************************

શુભ શુકન,શુભ-લાભનો સાથિઓ દોરે છે દિવાળી,
દિપમાળાનો દિવ્યપ્રકાશ પ્રકટાવે છે દિવાળી.

સ્નેહની સાકર ભરી ભરી સૌને પિરસે છે દિવાળી,
ભેદ-ભાવના દુષણોથી સૌને દૂર રાખે છે દિવાળી.

વેરભાવ ભુલી જઈ, મૈત્રીભાવ સીખવે છે દિવાળી,
કરો કલ્યાણ માનવીનું એ સંદેશ આપે છે દિવાળી.

નવાવર્ષ સાથે નવી આશાનું કિરણ લાવી છે દિવાળી,
આનંદ-મંગળની આરતી ઉતારતી આવી છે દિવાળી.

‘દીપ’ કરીલે સંકલ્પ સારો આજ આવી છે દિવાળી,
પ્રેમની મહેંક મહેકાવી દે આજ આવી છે દિવાળી.

નવેમ્બર 1, 2010 Posted by | સ્વરચિત રચના, Uncategorized | 12 ટિપ્પણીઓ

   

%d bloggers like this: