મૌનનો જ્વાળામૂખી
કિરણના લગ્ન ઘણાં ધામધૂમથી થયાં.ઘણાં વખતથી તેણીના ડેડી સૂરજ અને મમ્મી સંધ્યા કિરણને સમજાવતાં: ‘બેટી, તું ડોકટર થઈ ગઈ, હોસ્પિટલમાં સારામાં સારી નોકરી મળી ગઈ છે. હવે તો..તું.’..વચ્ચેજ કિરણ બોલી: ‘એજ ને મમ્મી કે કોઈ સારો છોકરો મળી જાય તો લગ્ન કરી લે તો અમારો ભાર ઓછો થઈ જાય!” ‘હું તમને બોજા રૂપ લાગું છું?’ ‘ના ના દીકરી..એવું નથી.આપણાં સમાજ અને પ્રણાલિકા મુજબ દીકરી એટલે’..કિરણે ઉમેર્યું: ‘સાપનો ભારો! મમ્મી એ સમય અને માન્યતા બહુંજ જુની થઈ ચુકી છે. હું લગ્ન ના પણ કરૂ! પણ એટલું તમને કહી દઉં છું કે તમારું માન સમાજ વધશે એજ જાતનું કાર્ય કરીશ. નહી કે બદનામી!’ ‘ પણ બેટી તારી ઉંમર પાંત્રીસ તો થઈ ગઈ ! ‘… ‘પણ..તો શું થઈ ગયું મમ્મી ? તું આવી ખોટી ચિંતા ના કર.’ પણ આ આશ્વાસન સંધ્યાના મનને સંતોષવા પુરુતુંજ લાગ્યું ! અંતે કિરણને પોતાનીજ હોસ્પિટલમાં ડૉકટર તરીકે ફરજ બજાવતાં અતુલ સાથે પ્રેમની સાંકળ બાંધી અને લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે સંધ્યા એ “હાશ”ની લાગણી અનુભવી ખુશ થઈ.
સૂરજ અને સંધ્યાનો પુત્ર અવકાશ , કિરણથી બે વર્ષ નાનો હતો પણ તેમણે તો ૨૭ વર્ષે લગન કરી જુદો રહેતો હતો. કિરણના લગ્ન થયાંને અઠવાડિયું થયું હશે. લગ્નવાળું ઘર હોય એટ્લે કેટલાં બધા કામ હોય ? બધુંજ કામ સમેટતા, સમેટતા અઠવાડીયું થઈ ગયું..સૂરજ સોફામાં આરામથી બેઠો હતો. સૂરજ અને સંધ્યા બન્ને રિટાયર્ડ હતાં. ત્યાં અચાનક સંધ્યા આવી સૂરજના હાથમાં એક કવર આપ્યું..”શું છે આ? બીલ ? ‘ ‘તમેજ વાંચો ને!’ કહી સંધ્યા જટપટ પોતાના રૂમમાં ચાલી ગઈ.
‘ સૂરજ,
તમને રૂબરૂ કહેવાની હિમંત મારામાં નથી. બીક લાગે છે. ધરતી નીચે દટાયેલો દાવાનળ ક્યાં સુધી પોતાની ઝાળ સંઘરી રાખે ! આપણાં લગ્ન થયાં ચાલીશ વર્ષ થયાં..ખરેખર એ લગ્ન હતાં ? કે સમજુતી ? તમે અમેરિકાથી લગ્ન કરવા ભારત આવ્યાં. મને જોવા વડોદરા આવ્યા. હું એમ.એ પાસ કરી ઈન્સ્યુરન્સ કંપનીમાં જોબ કરતી હતી. તમારી પસંદગી મારી ઉપર ઉતરી. લગ્ન થયાં. અમેરિકા આવ્યા. એકજ વર્ષમાં કિરણનો જન્મ થયો! કિરણ બે વર્ષની થઈ મેં કહ્યું કે મારે ભારત જવું છે. મારા મા-બાપને કિરણને રમાડવાની અને જોવાની બહુંજ ઈચ્છા છે પણ તમે કહ્યું: ‘સંધ્યા, તારી જોબ જતી રહેશે તો આપણે શું કરીશું ? આપણને પૈસાની જરૂર છે.’ તમારી એન્જીનરની સારી જોબ હતી અને પગાર પણ સારો હતો .મારી આવક તમારા પ્રમાણ માં કશીજ ના કહેવાય. છતાં તમે મને જોબનું બહાનું કાઢી ન જવા દીધી. હું કશું ના બોલી. તમે માત્ર એકજ કાર ખરીદી હતી. તમારી જોબ માત્ર ઘેરથી ૧૦માઈલ દૂર હતી પણ કાર તો તમેજ વાપરતાં અને હું બે બસ બદલી ઘેરથી ૩૦ માઈલ દૂર જોબ કરવાં જતી. શિકાગોની ઠંડી બાપરે! હું હેવી સ્નો અને ઠંડીમાં બસની રાહ જોઈ ઠરી જતી અને રાત્રે તાવ ચડે, દવા લઈ સુઈ જાવ અને પાછી ફરી સવારે વહેલી ઉઠી તમારા માટે ચા-નાસ્તો અને લન્ચ તૈયાર કરી પછી જોબ પર જતી તમે મને કશી જ મદદ નહોતા કરતાં. હું કશું ના બોલી. બે વર્ષબાદ કિરણ અને અવકાશને લઈ ઈન્ડીયા ગઈ ત્યારે મને તમે કહ્યું: ‘સંધ્યા તું તો તારા મા-બાપની એકની એક દીકરી છે એટલે તારા મા-બાપ તને તારા પૈસા વાપરવા નહીજ દે!’ એમ કહી તમે મને એક પણ હાથ ખર્ચીના પૈસૌ આપ્યો નહોતા. હું કશું ના બોલી ! વર્ષો વિતતા ગયાં. મેં મારા મા-બાપને એક વખત અહીં મુલાકાત માટે બોલાવવા માટે કહ્યુ ત્યારે તમે મને કહ્યું: ‘ગાંડી થઈ છો. આપણાં પૈસે તારા મા-બાપ અહીં આવે ખરાં ? દીકરીનો પૈસો તેઓ લેજ નહીં..દીકરીને ઘેર રહે જ નહીં’. એવું આશ્વાસન આપી તેમને કદી પણ અમેરિકા ના બોલાવ્યા. હું કશું ના બોલી. એક પછી એક મારા મા-બાપ આ દુનિયા માંથી જતાં રહ્યાં.મારી ઘણી ઈચ્છા હતી કે ભારત જઈ મારું મન હળવું કરું. પણ મને તમે કહ્યું: ‘સંધ્યા,એ તો બિચારા જતાં રહ્યાં હવે ત્યાં જઈને શું કરીશ ? ખોટા ખર્ચા કરવાનો અર્થ શું ?’ હું કશું ના બોલી. સમાજમાં, મિત્રોમાં હંમેશા એક સ્વજન અને સારા પતિ અને પિતા તરીકે તમારી છાપ રાખી છે.તમારા સિક્કાની બીજી સાઈડ કોઈને ખબર નહોંતી.પણ એમાંય મને કશો વાંધો નહોતો. ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈએ એજ આપણી ખરી ખાનદાની કહેવાય એ હંમેશા મારા મા-બાપે મને શિખવાડ્યું છે. ઈન્સ્યુરન્સ કંપનીમાંથી રેટાયર્ડ-પેકેજ સારું મળ્યું તેથી તમારા કરતાં વહેલી રેટાયર્ડ થઈ પણ કાર વગર શું કરૂ ? અને તમે કહેતાં: ‘આરામ કર, તારે કારની શી જરૂર છે.આવી મોંઘવારી અને ગેસનો ભાવતો જો !આસમાને પહોંચ્યા છે.!’ હું કશું ના બોલી. ચુપચાપ ઘેર બેસી ઘરકામ કરતી રહી. આપણાં બન્નેની ઘણી સારી આવક હતી પણ છોકરાઓને તમે કહ્યું: ‘તમે બન્ને કોલેજનું સારૂ શિક્ષણ મેળવો એ અમને ગમશે પણ અમારી પાસે કોલેજ કરવા માટે “ENOUGH FUND” (પુરતા પૈસા નથી) આપણી પાસે બેન્કમાં સારી એવી રકમ જમા હતી છતાં તેઓ લૉન લઈ ભણ્યા. તેઓ બન્ને પોતાના ખર્ચે લગ્ન્ પણ કર્યા અને સમાજ અને મિત્રોએ તમને સારો એવો યશ અને જશ આપ્યો. ‘ વાહ સૂરજભાઈ, આવા ધામધૂમથી લગ્ન અમો અમેરિકામાં કદી માણ્યા નથી. આટલો જલશોને પૈસા તો તમેજ ખર્ચી જાણો.’ હું કશું ના બોલી. કિરણ અને અલ્પેશના લગ્નમાં મારા પાસે માત્ર બેજ સારી સાડી હતી. એનાથી મેં ચલાવી લીધું.ચાલીશ વર્ષમાં તમે મને ભાગ્યેજ કોઈ સારી સાડી-ડ્રેસ અપાવ્યા હોય કે ઈન્ડીયન શૉપીગંમાં લઈ ગયાં હોય. પૈસો હોવા છતાં માત્ર એકજ કારથી ચલાવ્યું લીધું. મારું લગ્ન જીવન માત્ર પૈસા કમાવવામાં અને કંજુસાઈના કુંડાળામાંજ રહ્યું. હું કશું ના બોલી. તમને ખબર છે હું કેમ ના બોલી ? મારા મા-બાપ અને મારા બાળકો આ બે બંધનો એવા હતાં કે એને છોડતાં જીવનમાં અંધાકાર છવાઈ જાય! તમારા સ્વાર્થી સંબંધની મને એકાદ વર્ષમાં ખબર પડી ગઈ હતી! પણ હું લાચાર હતી..ડીવોર્સ લઉં તો મારા-ગરીબ નિવૃત જીવન જીવતા મા-બાપને કેટલો આઘાત લાગે ? બીજું એ કે બે બાળકો થઈ ગયાં! એમનું શું ? ડિવોર્સ લેતા પતિ-પત્નિના બાળકોના હાલ મે જોયાં છે. બાળકો છિન્ન-ભિન્ન થઈ ધુળમાં આળોટતા જોયા છે. તે જ બીકે મેં ડિવોર્સના પગલા ના લીધા! આમને આમ મારી ચાલીસ વર્ષની જિદગી કુટુંબિકની લક્ષ્મણ રેખાની અંદર રહી, મૌનભાવે સહન કરતી રહી !બસ હવે મને કશી ચિંતા નથી. નથી મારા મા-બાપ રહ્યાં કે નથી હવે છોકરાની જવાબદારી ! આકાશ! Enough is enough!(હવે બહું થયુ). અત્યાર સુધી મારી જિંદગી તમારી રીતે જીવી હવે મારી પાછલી જિંદગી મારી રીતે જીવવી છે. ઘણું સહન કર્યું. My mind and my heart can not take anymore mentally stress.(મારું મન,હ્ર્દય હવે માનસિક ત્રાસ સહન કરી શકે તેમ નથી). I did file divorce papers yesterday..Thanks GOD!.(મેં ગઈકાલેજ છુટ્ટાછેડા માટે કાગળીયા કરી દીધા છે. ઈશ્વર! તારો આભાર).’
Note: I am sending a copy of this letter to Kiran & Avkash ..(નોંધ: આ પત્રની નકલ કિરણ અને અવકાશને મોકલી આપું છું)
-સંધ્યા
વાર્તા વાંચ્યાબાદ આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશો.
So nice kaka …. it’s reality sometime hearts but even u can get happiness b’coz all the pain she had gone through she just threw all out!!
કેટલાક લોહીના સંબંધ એવા હોય કે જેને સાચવવા બીજા તકલાદી સંબંધને આખી જીંદગી વેંઠવા પડે એના જેવી બીજી કઈ લાચારી હોઇ શકે?
Yes, This kind of things happen in America. She took wise step. There is only one life to live. Enough is enough
very nice.. touchy
Lata Hirani
only ladies have capacity to bare (percentage ratio more than man) very nice
ક્યાં સુધી સહન કરે!
અને એ પણ અમેરિકામા?
I like ur story very much. and this shows really understanding and self power to well of others.
every woman should learn something from this.