"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“કે ત્યાં બિચારી એકલી નિંદા અમારી છે.”

તમને  ખબર છે? કેવી  કવિતા   અમારી છે,
જે  જે   કડી   છે-ભાગ્યની રેખા  અમારી છે.

ઘર બેઠા જે લખીએ છીએ-સંભળાય છે સૌને,
જે   જે  મુશાયરા  છે,એ શાખા  અમારી છે.

કડવા   અનુભવોનું   કથન    હો મીઠાશથી,
એ બોલચાલ  અમારી,એ ભાષા  અમારી છે.

આ  ઘરના એક   ખૂણામાં  બેસી જવું પડ્યું?
ને   ચારે    તરફ કેટલી દુનિયા  અમારી છે.

એને    તમે    અમારી    હતાશા નહીં  કહો,
આશા   વધારે    પડતી-નિરાશા અમારી છે.

પાછળ    ફરીને   જોવું   પડે છે કોઈ વખત,
કે   ત્યાં    બિચારી એકલી નિંદા  અમારી છે.

દુનિયાને   કરે  મસ્ત  અમે હો તામાશાબીન,
અમને  ન     ચઢે-એવી મદીરા અમારી  છે.

-મરીઝ-“નકશા”

ઓક્ટોબર 23, 2010 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: