"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સીમાસ્થંભ..


                   ” સાંઠ વર્ષે યાદ રાખવા જેવી મહત્વની વાત એ છે કે
                                આપણે ખાટલાવશ નથી. હજુ પણ આપણે કરી શકીએ છીએ
                                એવાં મહાન કાર્યો આપણો ઈંતેજાર કરી રહ્યાં છે.

 હે સર્વશક્તિમાન ઈશ્વર મને એટલી તો ખબર છે કે કોઈનો જન્મદિવસ એ આનંદનો અવસર હોય છે.આવા દિવસો જેને નસીબ થાય એને માટે તો પાછળ નજર ફેરવીને ત્યાં થોભ્યા વગર દૂરનૂં ભાવિ જોવાની તક હોય છે,આગલાંપાછલાં લેખાં-જોખાં થઈ ગયા પછી સપનાંના માટે હોય છે. આ દિવસો તો આનંદ, ઉત્સાહ અને ઉજાણીના હોય છે.

                   આમ છતાં આજે સવારે મારી આંખ ખૂલી તો મને આશ્વર્ય અને અચંબો જરૂર થયાં. એક નવા દાયકાની શરૂઆત અને સાથે પ્રવૃત્તિમય જીવનનું અંતિમબિંદુ બની રહેતો આ દિવસ ખરે  ખર પ્રભુ, અલબત, મને એની જાણ હોવી જોઈતી’તી. મને એ પણ ખબર હોવી જરૂરી હતી કે તારા દીર્ઘાયુ બાળકને તારે કંઈક કહેવાનું હશે કે કઈક એની મારફત કહેડાવવાનું હશે, તે આપેલી આયુષ્યની સોગાદને કચવાતા મને સ્વીકારનાર અમે બધાં અને મને તારે શબ્દ કહેવાનો હશે જ.

                                       મારો ભય મૂર્ખામી કહેવાય . તેના આ દિવસને કિંતુ અને પરંતુનું ગ્રહણ લાગી શકે જ નહીં. એમણે અમારી શુભેચ્છાઓ હસતા મોહે સ્વાકારી. હવે પછી આવનારા સમય વિશે એ ખૂબજ ઉત્સાહપૂર્વક બોલી પણ ખરી:” આજ હું સાઠીના વળાંકે પહોંચી છું!”. એમ કહીને કહ્યું: “આ તો ખરેખર એક સીમાસ્થંભ છે. જ્યાં હું એક ભવ્ય ઉત્તેજના સાથે પહોચી છું. મને સાઠ વર્ષ થયા એટલે મારી દયા ખાતા નહી. કારણ કે તમારાં કોઈના જીવન માટે હું મારી આ જિંદગી બદલવા ઈચ્છતી નથી. મારું ચાલે તો પણ હું એક દિવસ વધારે વૃદ્ધ કે એકાદ ક્ષણ વધારે યુવાન બનવાનું પસંદ કરૂ નહીં. એમણે બતાવેલા શુભ હેતુઓ માટે , જ્યાં રહું છું ત્યાંજ રહીને આ દિવસો અને સમય મારે આ ઉમરમાં પ્રવેશ કરવો એવી પરમકૃપાળુની ઈચ્છા છે.આયોજન છે.આજનો દિવસ એક અંત છે તો એક આરંભ પણ છે. કોઈ પણ જાતના અફસોસ વગર એમના સાન્નિધ્યમાં મેં વર્ષો વિતાવ્યા છે અને એમણે મારા ભાવિની જે કુંડળી દોરી છે એને ભેટવા માટે ખૂબજ આનંદપૂર્વક પ્રસ્થાન  કરી રહ્યો છું.’

                 દરેક દિવસ અને દરેક ઘડી એ ઈશ્વર સાથેની ઓળખાણનો પ્રાંરંભ છે. ભૂતકાળમાં વિફલતા કે સફળતા મળી, વિજય થયો કે પરાજય થયો એ વાત હવે અપ્રસ્તુત બની જાય છે. અત્યારે તો આપણી નિસ્બત છે આવનારી અને આજની રળિયામણી ઘડી સાથે.

                   ” વિતેલાં વર્ષોમાં તમે ક્યાં જઈ આવ્યાં એનું નહીં પણ હવે ક્યાં જઈ રહ્યાં છો એનું મહત્વ છે.”-ડોનાલ્ડ ગ્રે. બાર્નહાઉસ

                                    કાળનું કુસુમ આ સવ નાજુક છે,
                      જો ખરી જાય ના પાંખડી પલ તણી.-સુરેશ દલાલ
સૌજન્ય: “સમયની સોગાદ”

ઓક્ટોબર 20, 2010 - Posted by | ગમતી વાતો

1 ટીકા »

  1. દરેક દિવસ અને દરેક ઘડી એ ઈશ્વર સાથેની ઓળખાણનો પ્રાંરંભ છે. ભૂતકાળમાં વિફલતા કે સફળતા મળી, વિજય થયો કે પરાજય થયો એ વાત હવે અપ્રસ્તુત બની જાય છે. અત્યારે તો આપણી નિસ્બત છે આવનારી અને આજની રળિયામણી ઘડી સાથે.
    Thanks for sharing nice thoughts of Resp. Suresh Dalal.

    Ramesh Patel(Aakashdeep)

    ટિપ્પણી by Ramesh Patel | ઓક્ટોબર 23, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: