આપણને નહિ ફાવે..
સળગતું હૈયું ઠંડુ પાડવું આપણને નહિ ફાવે,
સ્મરણને છાતીએ પસવારવું આપણને નહિ ફાવે.
મને મળવું જ છે તો પડછાયા જેમ જ રહે પડખે,
હવાની જેમ તારું આવવું આપણને નહિ ફાવે.
કહે તો આગ જેવી આગ પાણી જેમ પી નાખું,
નજરના કેફમાં ડૂબી જવું આપણને નહિ ફાવે.
અમે તો માર્ગ આપોઆપ શોધીને જ જંપીશું,
તમારા પગલે-પગલે ચાલવું આપણને નહિ ફાવે.
કશું યે ન્હોતું ત્યારે વસવસો કાયમ રહ્યા કરતો,
બધું પામી લઈને જાગવું આપણને નહિ ફાવે.
અમે તો સત્ય દાદાગીરી-પૂર્વક સાંભળી લેશું,
અમસ્તું કોઈને ધમકાવવું આપણને નહિ ફાવે.
-નીલેશ પટેલ
સરસ ગઝલ,
પડછાંયાની જેમ પડખે રહેવાની વાત સ્પર્શી ગઈ….!
અભિનંદન કવિશ્રીને.
જય હો…!
સળગતું હૈયું ઠંડુ પાડવું આપણને નહિ ફાવે,
સ્મરણને છાતીએ પસવારવું આપણને નહિ ફાવે.
khub saras
સરસ ગઝલ..
બધા જ શેર લાજવાબ થયા છે. નીલેશભાઇ.. અભિનંદન.
ખરેખર ખુબ જ સરસ ને દીલ ને ગમે એવી છે આ ગઝલ
અમે તો સત્ય દાદાગીરી-પૂર્વક સાંભળી લેશું,
અમસ્તું કોઈને ધમકાવવું આપણને નહિ ફાવે.
ખૂબ જ સરસ
હું તો એકલો ચાલ્યો હતો અને આ કાફલો ક્યાંથી થઈ ગયો?