"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આપણને નહિ ફાવે..

સળગતું   હૈયું   ઠંડુ    પાડવું   આપણને નહિ  ફાવે,
સ્મરણને  છાતીએ પસવારવું   આપણને નહિ  ફાવે.

મને  મળવું  જ છે  તો પડછાયા જેમ જ રહે પડખે,
હવાની   જેમ  તારું આવવું  આપણને   નહિ ફાવે.

કહે  તો  આગ  જેવી  આગ પાણી   જેમ પી નાખું,
નજરના   કેફમાં  ડૂબી જવું   આપણને   નહિ ફાવે.

અમે  તો માર્ગ  આપોઆપ   શોધીને   જ જંપીશું,
તમારા   પગલે-પગલે ચાલવું આપણને નહિ ફાવે.

કશું યે   ન્હોતું ત્યારે  વસવસો  કાયમ રહ્યા કરતો,
બધું   પામી  લઈને  જાગવું   આપણને નહિ ફાવે.

અમે   તો સત્ય   દાદાગીરી-પૂર્વક   સાંભળી લેશું,
અમસ્તું    કોઈને    ધમકાવવું આપણને નહિ ફાવે.
-નીલેશ પટેલ

ઓક્ટોબર 14, 2010 Posted by | ગમતી ગઝલ | 7 ટિપ્પણીઓ

   

%d bloggers like this: