"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

રાત રડે..રખેવાળી ના કરે!!

 

                                                  ” હું પીઝા ડીલીવરી કરતો હતો અને એ વખતે માત્ર  કલાકના દોઢ ડોલરજ મળતા હતાં.વેકેશનમાં ફૂલ ટાઈમ જોબ કરી ટ્યુશન્ અને કોલેજ નો ખર્ચા કાઢતો હતો અને એકજ રૂમ માં અમો પાંચ પાંચ મિત્રો  સાથે રહી ભણ્યા છીએ.”

” ડેડ,આ વાત તમે મને કેટલી વખત  Repeat(પૂનરાર્તન) કરી છે, સાંભળી, સાંભળી મને કંટાળો આવે છે. કોઈ પણ મારાં મિત્રો ઘેર આવે ત્યારે તમારૂ આ રેકોર્ડીંગ ચાલુ થઈ જાય!મારાં બધા મિત્રોને પણ બૉર  કરો છો!”

 “બેટી રૈના આ હકીકત છે. અહીં અમેરિકા ભણવા આવ્યા ત્યારે અમારા પાસે માત્ર ૫૦ ડોલર ખીચ્ચમાં હતાં અમારા મા-બાપ એટલા પૈસાદાર નહોતા કે અમને દર મહિને ટ્યુશન અને  ડૉર્મમાં રહેવાના પૈસા મોકલી શકે અને તે વખતે કોઈ ગુજરાતી ગ્રોસરી સ્ટોર નહોતો કે  તુરડાળ, ચણાનો લૉટ,તૈયાર નાસ્તાના પડીકા મળે!  માત્ર ખાવામાં બાફેલ શાક-ભાજી કે અમેરિકન શાક-ભાજી ના તૈયાર ડબ્બા મળે તે વખારી જમી લેતા.”

 ” બસ તમે શરૂ થઈ ગયાં!  ડેડ. Can you stop it ??(પિતાજી, હવે બકાવાસ બંધ કરશો?)” .કહી મેં મારો રૂમ બંધ કરી લૉક કરી દીધો.

                                                    મારી મમ્મી ડીપાર્ટમેન્ટ સ્ટોરમાં અને મારા ડેડ એક નાની એન્જિનયર કંપનીમાં ડ્રાફટીંગ ડીપાર્ટમેન્ટમાં હતાં, હું અને મારો ભાઈ બન્ને કોલેજમાં સાથે હતાં બન્નેની  કૉલેજ બહારગામ હોવાથી  ખર્ચ ઘણો આવતો હશે પણ યુવાની વયનું Flooding (પુર) કોઈની પણ લાગણીની પરવા કર્યા વગર પોતાનીજ રીતે ધસમસતું આગળ વધતું હોય છે!  યાદ છે હું મીડલ સ્કુલમાંથી ગ્રેજ્યુઅટ થઈ  ત્યારે મેં ગ્રેજ્યુએશનમાં  પહેરવા એક કિંમતી ડ્રેસ નક્કી કર્યો અને સાથે મેચીંગ ચંપલ. ડેડે ના પડી કે બહુંજ કિઁમતી છે અને આપણે એ મોંઘી વસ્તું પોસાય તેમ નથી. હું રડી, રિસાણી, ઘેર આવી મારા રૂમનું બારણું ગુસ્સામાં ને ગુસ્સામાં જોરથી બંધ કર્યો કે ડોરનો મિઝાગરો તુટી ગયો પણ કશી પરવા કર્યા વગર રૂમમાં  અંદર જતી જતી બડબડી:
“You do not care about me..you do not like me..I hate you!!!(તમોને મારી પડી નથી..હું તમને ગમતી નથી..મને તમારી પ્રત્યે નફરત છે.).” પણ બીજેજ દિવસે હું સ્કુલેથી આવી તો જે મેં પસંદ કરેલો ડ્રેસ અને મેચીંગ ચંપલનું પેકેજ મારા રૂમમાં પડ્યું હતું. હું રૂમ માંથી દોડી મારા પેરન્ટ્સને ભેટી પડી અને કહ્યું: “I LOVE YOU!.” 

મને સાચી હકીકત મારા નાનાભાઈ દ્વાર ખબર પડી: ડેડે, પોતાના માટે લાવેલા ત્રણ શર્ટસ અને શુઝ સ્ટોરમાં જઈ પાછા આપી આવ્યા અને જે પૈસા પાછા આવ્યા તેમાંથી મારો ડ્રેસ લાવ્યા હતાં.છતાં એ વખતે  મેં એ વાતની દરકાર કરી નહી. મમ્મી અને ડેડી હંમેશા “કે-માર્ટ” માં બ્લુ લાઈટ સેલ(જ્યાં એકદમ સસ્તુ મળે) અને ડિપાર્ટમેન્ટ સ્ટોરમાંથી ક્લીરન્સ સેલમાંથીજ પોતાના કપડાં લાવતા, ઘરમાં ગ્રોસરીનો સેલ જોઈનેજ વસ્તું લાવતાં.હું અવાર નવાર કહેતી: Mom, you are very cheap..(મમ્મી, તું બહુંજ કંજુસ છે)..તમારી સાથે શૉપીગ કરતાં મને શરમ લાગે છે.” ઘરના મોરગેજનો હપ્તો, યુટીલીટી બિલ્સ,  ગ્રોસરીનો ખર્ચ તેમજ અમારાં કોલેજનો ખર્ચ અને એમનો સેલેરી બહું હાઈ નહોતો.આજે વિચાર કરૂ છું કે અમારો ભણવાનો ખર્ચ કેવી રીતે કાઢ્યો હશે? મેં તેમને કેટલો હાર્ડ-ટાઈમ આપ્યો છે? આજ  મમ્મી કે ડેડી બન્ને નથી રહ્યાં. જેમ Base-Ball Game (બેઈઝ-બોલ ગેઈમ)માં  બેઈઝીસ લોડેડ હોય, નવમી ઈનીંગ હોય, બીજી કોઈ ઈનીંગમાં એક પણ રન ના થયો હોય અને આ છેલ્લી ઈનીંગમાં જ ટીમને વીન થવાના ચાન્સ હોય , બે પ્લેયર આઉટ હોય અને આ ત્રીજા પ્લેયર પરજ  આધાર હોય કે તે હીંટ કરે અને એકાદ રન થઈ જાય તો  “game” જીતી જવાય..પણ આ ત્રીજો પ્લેયર્સ બોલને હવામાં ઉડાડે (fly out) અને આઉટ થઈ જાય ત્યારે પોતાની ટીમ અને ૧૨ હજારનું ઓડીયન્સમાં નીરાશા સાથે દુ:ખી થઈ ઘેર જાય તેવુંજ મારા જીવનમાં બન્યું..મારી પાસે તક હતી! પણ મા-બાપને જીવતા ખુશ ના કરી શકી…

                                       હું પણ મા બની. મારી ટીન-એઈજ  છોકરી છે જીના. સોળ વર્ષ થતાં જ કહે:

” Mom, You have to buy me a sport car for my birthday and  I  am not going to ride in school bus, it’s for small  kid!!(મમ્મી, મારા માટે સ્પોર્ટ કાર ખરીદવાની છે , હવે હું કાંઈ નાની બાળકી નથી કે સ્કુલબસમાં જવું!!!).

કાર  લીધા બાદ ઘણીવાર રાત્રે મોડેથી ઘેર આવે,હું ચિંતાતુર બની બોલી ઉઠું:

“બેટી, કેમ આટલું મોડું થઈ ગયું? હું તો ચિંતામાં અડધી થઈ ગઈ!” 

 “..Mom, I am not a small kid any more and I do understand my responsibility..do not worry about me any more(મમ્મી, હું હવે એક નાની ગગી રહી નથી, મને મારી જવાબદારીનું ભાન છે..મારી હવે થી ખોટી ચિંતા ના કરતી).”
તેણીના રૂમમાંથી એક વખત બિયરની બોટલ મળી આવી..એમના ડેડીએ ગુસ્સે થઈ થોડી ધમકાવી..

“બેટી, આટલી નાની ઉંમરમાં બીયર ઢીચે છે”..કહીં ગાલ પર ટાપલી મારી દીધી અને કહ્યું:

” No pocket allowance for one week, that is your punishment!!(એક અઠ્વાડીયા માટે તારી હાથ ખર્ચી બંધ! એ તારી શિક્ષા છે).”

પણ અડધી કલાકમાં પોલીસ આવી પહોંચી: કહ્યું:

 “Your daughter called us and complained that her father has abuse her and beat her( તમારી દિકરીની ફરિયાદ છે કે તેણીના પિતાએ જીના પર હાથ ઉગામ્યો છે..હેરાન કરી છે).”

મારે દોર હાથમાં લેવો પડ્યો.અને સાચી હકીકિત પોલીસ-ઓફીસરને સમજાવી કે આટલી નાની ઉંમરે બીયર પીવે એ બ્રેઈન અને તેણીના લીવરને કેટલું ડેમેજ કરે ! પોલીસ ઓફીસર સારો હતો , નહીં તો “Child abuse case”માં મારા પતિને એ જેલ ભેગા કરી દે!જતાં જતાં ચેતવણી આપી:

“Mem, make sure that it does not happen again, otherwise I have to file charge against your husband..(મેમ, સાવચેત રહેજો કે ફરીવાર આવું ના બને નહિંતો મારી તમાર પતિ વિરૂદ્ધ કેસ ડાખલ કરવો પડશે)”

                                             આ વસ્તું બન્યાબાદ હું અને મારા પતિ બન્ને બહુંજ સાવચેત રહેતાં.પણ આનો ગેરફાયદો જીના અવાર-નવાર લેવા માંડી. મા-બાપથી છોકરા ડરે! એને બદલે અમો એમનાંથી ડરવા લાગ્યાં કે તેણી રખેને  પૉલીસને ફરિયાદ કરશે તો !  મને મારો ભુતાકાળ યાદ આવી ગયો મેં કે પણ મારા -બાપને કેટલો હાર્ડે ટાઈમ આપ્યો હતો!. શું એ ચક્ર ફરી ફરી મારા પર આવ્યુ ચડ્યું? જમાનો તો જેવો છે તેવો નો તેવો છે માત્ર વાતાવરણમાં વધારે પડતું પ્રદુષણ આવી ગયું છે. વીક-એન્ડમાં ઘણીવાર રાત્રે મોડી આવતી, ડ્ર્ન્ક પણ હોય ! અમો બન્ને એ જ્યાંસુધી ના આવે ત્યાં સુધી ઉંઘી ના શકીએ! ઘણી સમજાવી પણ કોઈ ફાયદો દેખાયો નહી!

                                              શનિવારની રાત્રી હતી. રાત્રીના ત્રણ વાગ્યા હતાં.અમો બન્ને જાગતાં બેડરૂમમાં ચિંતાતુર બેઠા હતાં.  જીના કદી પણ નહોતી કહેતી કે એ ક્યાં જાય છે, કોને ઘેરે જાય છે! તેણીનો સેલફોન ઉપાડતી નહોંતી! રાત્રીના ત્રણ વાગે કોને ફોન કરવો?..ઘરના ફોનની રીંગ વાગી! “ફોન ઉપાડોને જીના જ હશે!” ” હાશ(finally) અંતે ફોન તો કર્યો..”   મારા હસબન્ડે ફોન ઉપાડ્યો..

“Is it Mr. Vyas resident?” “yes..it is.”  This is police office Brown calling, I am sorry to let you know that your daughter is in serious condition and she is in Unity Hospital in ICU room…”  “what happened to her sir?”  ” she has been raped by gang  and left her on the road in dyeing condition. Please come in hospital  soon as possible…” (  મિસ્ટર વ્યાસનું ઘર છે?..હા.હા..હું પોલીસ-ઓફીસર બ્રાઉન  છું..દિલગીરી સાથ કહેવું પડે છે કે આપની દીકરી અત્યારે ઘણી ગંભીર હાલતમાં યુનિટિ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર  રૂમ છે…સાહેબ, મારી દીકરીને શું થયુ?..ગુંડાની ટોળકી એ તમારી દીકરી પર બળજબરી બળાત્કાર કરેલ છે અને મરણ પથારી પર રસ્તા ઉપર ફેંકી દીધી હતી.. તમે જેમ બને તેમ વહેલાસર હોસ્પિટલ આવી જાવ….)”

 
 આપના અમૂલ્ય પ્રતિભાવો જરુર આપશો.

ઓક્ટોબર 10, 2010 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 9 ટિપ્પણીઓ

   

%d bloggers like this: