"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મન થયું..

આ    જગતને   ચાહવાનું મન  થયું,
લ્યો     મને માણસ થવાનું મન થયું.

એક   કૂપળ    ફૂટતી   જોયા   પછી,
ભીંત    તોડી     નાંખવાનું મન થયું

આ   પવન  તો  ખેરવી ચાલ્યો ગયો,
પાન     ડાળે   મૂકવાનું    મન થયું.

આ   તરસ  સૂરજની છે કહેવાય ના,
એમને    નદીઓ ઢાંકવાનું મન થયું.

જાળને    જળ  એક  સરખાં લાગતાં,
માછલીને    ઊડવાનું      મન થયું.

કોણ   જાણે  કંઈ રમત રમતાં હતાં,
બેઉં   જણને     હારવાનું મન થયું.

મન  મુજબ જીવ્યા  પછી એવું થયું,
મન વગરનાં થઈ જવાનું મન થયું.

-ગૌરાંગ ઠાકર

ઓક્ટોબર 7, 2010 Posted by | ગમતી ગઝલ | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: