"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

માતૃછાયા-પિતૃછાયા

                    

        ઘણાં ઘરોમાં વૃધ્ધ મા-બાપને ઘરના ખૂણે એન્ટિક ફર્નિચરની જેમ જીવતાં જોયાં છે. કોઈ મહેમાન આવે ત્યારે આ ૮૦-૯૦ વર્ષના વૄદ્ધને ઘડી બે ઘડી મળવાનું થાય, તો ક્યારેક વળી, કોઈક એમને પેલા એન્ટિક ફર્નિચરની માફક બીજા રૂમ મા ખસેડવાનું પણ કરે. મળાય તો એ સમયનાં અસલી ઘી-દૂધ ખાધાં છે એટલે, બાકી આપણે તો આટલું જીવીશું પણ નહીં એવી ઉપર છલ્લી વાતો થાય અને વાત પૂરી થાય.

                કયારેક વૄદ્ધ મા-બાપને પુત્રના પ્રેમ માટે તડપતા જોઉં છું ત્યારે હલી જવાય છે.”આધુનિક” દંપતી તેમને ઘરડા ઘરમાં મૂકી આવે છે ત્યારે હ્ર્દય ધબકારો ચુકી જાય છે. એક વાક્ય  વાંચ્યું હતું કે ઘણીવાર યાદ આવે છે કે પાંચ પુત્રોને માતાએ સાચવ્યા, પરંતુ એક માતાને પાંચ પુત્રો સાચવી નથી શકતા.

               એક રાજકારણી, પિતાની અંતિમ ક્ષણોને તરછોડીને પક્ષની મીટીંગમાં હાજરી આપવા ગયા હતા અને દિલ્હી જઈને આવ્યા પછી પિતાના અગ્નિ સંસ્કાર કર્યા હતા તે મેં જોયેલું છે. ભારતમાંજ નહી , પણ પરદેશમાં પણ ઘણાં મા-બાપોનાં મૃત્યુ સોમ-મંગળવારે થાય ત્યારે  FUNERALનો વારો આવે  ત્યાં સુધી નિરાંતે રાહ જોઈ વચ્ચે.BIRTHDAY PARTY OR MARRIAGE ANNEVERSARY ઉજવનારાઓ પણ પડ્યા છે.(મારી નોંધઃ અહીં પરદેશમાં અહીંના કાયદા-કાનુનને ધ્યાનમાં રાખવા પડે છે..કાયદા મુજબઃ ૨૪ કલાક મૃત્યદેહને  રાખવો  તેમજ ડૉકટરનુ ડેથ સર્ટફીકેટ , ઉપરાંત સીટીનું પણ ડેથ સર્ટફીકેટ જોઈએ..અને આ બધી કાર્યવિધી સમય માંગી લેતી હોય છે..બે-ત્રણ દિવસ થઈ પણ જાય)

                                   ક્યારેક કોઈ પુસ્તકના પાછલા પાના ઉપર ‘માતૃછાયા’ ‘પિતૃછાયા’ શીર્ષક નીચે કોઈ પુત્રના હ્ર્દયનો વલોપાત વાંચ્યાનું સ્મરણ આ ક્ષણે થાય છે. જેની વાત સાંભળાવામાં ક્યારેય રસ નથી લીધો એ હોઠમાં અંતે ગંગાજળ અને તુલસીનું પાન મૂકવાનો શો અર્થ?

                     પ્રેમનો દરિયો સુકાય જાય પછી એની યાદનાં છીપલાંઓને શૉ-કેઈસમાં મૂકી રાખવાનો અર્થ નથી. જે વૄદ્ધ પિતા તરફ ધ્યાન નહોતું ગયું એ મૄત્યુ પછી એવી રીતે યાદ આવે છે કે સતત પસ્તાવામાં ગંગા અને જમના વહ્યા કરે. વાળને ડાઈ કરીને યુવાન રહેવાના પ્રયત્નો તો કરીએ છીએ પરંતુ સમયતો સમયનું કામ કરે છે. આપણે પણ વૃદ્ધ બનતા જઈએ છીએ. સમય અને સ્વજનો પાછાં નથી આવતાં…

રોજ   ખૂણામાં   રિબાઈ   હરપળે  મરતો રહ્યો,
એ    પિતાની તું છબીને કાં નમન કરતો રહ્યો?

સ્નેહનો   દરિયો  તો સુકાઈ   ગયો મૃત્યુ  પછી
યાદમાં  શૉ-કેઈસમાં  તું છીપલા ભરતો  રહ્યો.

તું   હયાતીમાં   કદી    ઠારી શક્યો ના જેમને,
વ્યર્થ   ગંગાઘાટ   પર અસ્થિ લઈ ફરતો રહ્યો.

હા બધું મળશે ફરી,કેવળ સમય મા-બાપ નહિ,
તું   બધું   ભૂલીને  પૈસો   વ્યર્થ સંઘરતો રહ્યો.

વૄદ્ધ   થાતો   તેં    તને અટકાવવા કોશિશ કરી,
પણ   સમય  તો કામ એનું હરપળે કરતો રહ્યો.

-રાજેશ વ્યાસ(મિસ્કીન)સાભારઃ “ઉદ્દેશ”

Advertisements

October 6, 2010 - Posted by | ગમતી વાતો

5 Comments »

 1. રોજ ખૂણામાં રિબાઈ હરપળે મરતો રહ્યો,
  એ પિતાની તું છબીને કાં નમન કરતો રહ્યો?

  સરસ અને સાચી વાત કરેલ છે. સસારનુ આ ચક્ર તો ફર્યા જ કરવાનુ છે. સમય તો ચાલ્યા જ કરશે.

  Comment by rekha | October 7, 2010

 2. વૄદ્ધ થાતો તેં તને અટકાવવા કોશિશ કરી,
  પણ સમય તો કામ એનું હરપળે કરતો રહ્યો.
  આ હાકિકત કડવી પણ હકિકત છે…કેટ્લું સાચુ કહ્યું છે?
  સપના

  Comment by sapana | October 7, 2010

 3. ઘરના ખૂણે મા-બાપને એન્ટીક ફર્નીચરની જેમ રાખનારા કેમ ભૂલી જતા હશે કે ક્યારેક એમને પણ વ્રુધ્ધાવસ્થા આવવાની જ છે?

  Comment by Rajul shah | October 7, 2010

 4. સમય સંજોગને આધીન છે પૂત્રો અને માબાપનું જીવન.
  છું છોતેરનો હું.મદમસ્ત જીવું છું.બિચારા પૂત્રનું જીવન?

  Comment by શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ | October 7, 2010

 5. તદન સાચી વાત છે . જીવનનુ ચક્ર ફરે છે અને તેમા એક અવસ્થા આવે છે
  ઘડપણ, તેમાંથી કોઈ બાકાત રહી શક્વાનુ નથી.છતા પણ જ્યારે જવાનીમા મસ્ત
  હોય ત્યારે આ વાત કોઈને પણ સમજાતી નથી . ઘડપણમા મા-બાપને પડતી
  તકલીફ સમજવાની કોઈ પણ પ્રયત્ન કરતુ નથી.

  Comment by hemapatel. | October 10, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s