બાઈ હું તો હાલી…
ગાગરમાં પાણી ભરી, બાઈ હું તો હાલી,
મારી સાસુ છે તરસી..બાઈ હું તો હાલી
ટોપલામાં જુવાર ભરી , બાઈ હું તો હાલી.
મારા સસુર છે ભૂખ્યા..બાઈ હું તો હાલી
બોઘડામાં દૂધ ભરી, બાઈ હું તો હાલી,
મારા બાળ જુવે છે વાટ…બાઈ હું તો હાલી
સૂરજને સુંડલામાં ભરી,બાઈ હું તો હાલી.
મારો પિયુ જુવે છે વાટ..બાઈ હું તો હાલી
જીવતરનું ભાતું ભરી, બાઈ હું તો હાલી,
મારો વા’લો જુવે છે વાટ…બાઈ હું તો હાલી
Very nice Vishwadeepji, liked.
I like this…really good one.
સૂરજને સુંડલામાં ભરી,બાઈ હું તો હાલી.
મારો પિયુ જુવે છે વાટ..બાઈ હું તો હાલી
જીવતરનું ભાતું ભરી, બાઈ હું તો હાલી,
મારો વા’લો જુવે છે વાટ…બાઈ હું તો હાલી
મઝા આવી ગઈ..પિયુ અને વા’લા ની વાત ઘણા સમય પછી સાભળી…
“Halaki Foolki Chhe”
PER Jindgi jeeneki Sachi baat keh jati hai
Excellant
આદરણીયશ્રી.વિશ્વદીપ સાહેબ
હું તો ગાગરમાં સાગર ભરાઈ એટલા વિચારો લઈ ચાલ્યો,
વિશ્વદીપે તો આકાશમાં દીપ સળગાવી પ્રકાશ ફેલાવ્યો.
ખુબજ સરસ રચના…….સાહેબ…!
અભિનંદન
ડૉ.કિશોરભાઈ એમ.પટેલ