"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મૌનનો જ્વાળામૂખી

 

                                                        કિરણના લગ્ન  ઘણાં ધામધૂમથી થયાં.ઘણાં વખતથી  તેણીના ડેડી સૂરજ અને મમ્મી સંધ્યા કિરણને સમજાવતાં: ‘બેટી, તું  ડોકટર થઈ ગઈ, હોસ્પિટલમાં સારામાં સારી નોકરી મળી ગઈ છે. હવે તો..તું.’..વચ્ચેજ કિરણ બોલી:  ‘એજ ને મમ્મી   કે કોઈ સારો છોકરો મળી જાય તો લગ્ન કરી લે તો અમારો ભાર ઓછો થઈ જાય!”  ‘હું તમને બોજા રૂપ લાગું છું?’ ‘ના ના દીકરી..એવું નથી.આપણાં સમાજ અને પ્રણાલિકા મુજબ દીકરી એટલે’..કિરણે ઉમેર્યું: ‘સાપનો ભારો! મમ્મી એ સમય અને માન્યતા બહુંજ જુની થઈ ચુકી છે. હું લગ્ન ના પણ કરૂ! પણ એટલું તમને કહી દઉં છું કે તમારું માન સમાજ વધશે એજ જાતનું કાર્ય કરીશ. નહી કે બદનામી!’ ‘ પણ બેટી તારી ઉંમર પાંત્રીસ તો થઈ ગઈ ! ‘…   ‘પણ..તો શું થઈ ગયું મમ્મી ? તું  આવી ખોટી ચિંતા ના કર.’  પણ  આ  આશ્વાસન   સંધ્યાના  મનને સંતોષવા પુરુતુંજ લાગ્યું !    અંતે કિરણને પોતાનીજ હોસ્પિટલમાં ડૉકટર તરીકે ફરજ બજાવતાં અતુલ સાથે પ્રેમની  સાંકળ બાંધી અને લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે  સંધ્યા એ “હાશ”ની લાગણી અનુભવી ખુશ થઈ.

                                                 સૂરજ અને સંધ્યાનો પુત્ર અવકાશ , કિરણથી બે વર્ષ નાનો હતો પણ તેમણે તો ૨૭ વર્ષે લગન કરી જુદો રહેતો હતો. કિરણના લગ્ન થયાંને અઠવાડિયું થયું હશે.  લગ્નવાળું ઘર હોય એટ્લે કેટલાં બધા કામ હોય ?  બધુંજ કામ સમેટતા, સમેટતા અઠવાડીયું થઈ ગયું..સૂરજ સોફામાં આરામથી બેઠો હતો. સૂરજ અને સંધ્યા બન્ને રિટાયર્ડ હતાં. ત્યાં અચાનક સંધ્યા આવી સૂરજના હાથમાં એક કવર આપ્યું..”શું છે આ? બીલ ? ‘  ‘તમેજ વાંચો ને!’  કહી સંધ્યા જટપટ પોતાના રૂમમાં ચાલી ગઈ.

                       ‘ સૂરજ,
                            તમને રૂબરૂ કહેવાની હિમંત મારામાં નથી. બીક લાગે છે. ધરતી નીચે દટાયેલો દાવાનળ ક્યાં સુધી પોતાની ઝાળ સંઘરી રાખે !  આપણાં લગ્ન થયાં ચાલીશ વર્ષ થયાં..ખરેખર એ લગ્ન હતાં ? કે  સમજુતી ? તમે અમેરિકાથી લગ્ન કરવા ભારત આવ્યાં. મને જોવા વડોદરા આવ્યા. હું એમ.એ પાસ કરી ઈન્સ્યુરન્સ કંપનીમાં જોબ કરતી હતી. તમારી પસંદગી મારી ઉપર ઉતરી. લગ્ન થયાં. અમેરિકા આવ્યા. એકજ વર્ષમાં કિરણનો જન્મ થયો!  કિરણ બે વર્ષની થઈ મેં કહ્યું કે મારે ભારત જવું છે.  મારા મા-બાપને કિરણને રમાડવાની અને જોવાની બહુંજ ઈચ્છા છે પણ તમે કહ્યું:  ‘સંધ્યા, તારી જોબ જતી રહેશે તો આપણે શું કરીશું ? આપણને પૈસાની જરૂર છે.’  તમારી એન્જીનરની  સારી જોબ હતી અને પગાર પણ સારો હતો .મારી આવક તમારા પ્રમાણ માં કશીજ ના કહેવાય.  છતાં તમે મને  જોબનું બહાનું કાઢી ન જવા દીધી.  હું કશું ના બોલી. તમે માત્ર એકજ કાર ખરીદી હતી. તમારી જોબ માત્ર ઘેરથી ૧૦માઈલ દૂર હતી પણ કાર તો તમેજ વાપરતાં અને હું બે બસ બદલી ઘેરથી ૩૦ માઈલ દૂર જોબ  કરવાં જતી. શિકાગોની ઠંડી બાપરે!  હું હેવી સ્નો અને ઠંડીમાં બસની રાહ જોઈ ઠરી જતી અને રાત્રે તાવ ચડે, દવા લઈ સુઈ જાવ અને પાછી ફરી સવારે વહેલી ઉઠી તમારા માટે ચા-નાસ્તો અને લન્ચ તૈયાર કરી પછી જોબ પર જતી તમે મને કશી જ મદદ નહોતા કરતાં. હું કશું ના બોલી. બે વર્ષબાદ કિરણ અને અવકાશને લઈ ઈન્ડીયા ગઈ ત્યારે મને તમે કહ્યું:  ‘સંધ્યા તું તો તારા મા-બાપની એકની એક દીકરી છે  એટલે તારા મા-બાપ  તને તારા પૈસા વાપરવા નહીજ દે!’  એમ કહી તમે મને એક પણ હાથ ખર્ચીના પૈસૌ આપ્યો નહોતા. હું કશું ના બોલી !  વર્ષો વિતતા ગયાં. મેં મારા મા-બાપને એક વખત અહીં મુલાકાત માટે બોલાવવા માટે  કહ્યુ ત્યારે તમે મને કહ્યું: ‘ગાંડી થઈ છો. આપણાં પૈસે તારા મા-બાપ અહીં આવે ખરાં ? દીકરીનો પૈસો તેઓ લેજ નહીં..દીકરીને ઘેર રહે જ નહીં’.  એવું આશ્વાસન આપી તેમને કદી પણ અમેરિકા ના બોલાવ્યા. હું કશું ના બોલી. એક પછી એક મારા મા-બાપ આ દુનિયા માંથી જતાં રહ્યાં.મારી ઘણી ઈચ્છા હતી કે ભારત જઈ મારું મન હળવું કરું. પણ  મને તમે કહ્યું:  ‘સંધ્યા,એ તો બિચારા જતાં રહ્યાં હવે ત્યાં જઈને શું કરીશ ? ખોટા ખર્ચા કરવાનો અર્થ શું ?’  હું કશું ના બોલી. સમાજમાં, મિત્રોમાં હંમેશા એક સ્વજન અને સારા પતિ અને પિતા તરીકે તમારી છાપ  રાખી છે.તમારા સિક્કાની બીજી સાઈડ કોઈને ખબર નહોંતી.પણ એમાંય મને કશો વાંધો નહોતો. ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈએ એજ આપણી ખરી ખાનદાની કહેવાય એ હંમેશા મારા મા-બાપે મને શિખવાડ્યું છે. ઈન્સ્યુરન્સ કંપનીમાંથી  રેટાયર્ડ-પેકેજ સારું મળ્યું તેથી તમારા કરતાં વહેલી રેટાયર્ડ થઈ પણ કાર વગર શું કરૂ ? અને તમે કહેતાં: ‘આરામ કર, તારે કારની શી જરૂર છે.આવી મોંઘવારી અને  ગેસનો ભાવતો જો !આસમાને પહોંચ્યા છે.!’  હું કશું ના બોલી. ચુપચાપ ઘેર બેસી ઘરકામ કરતી રહી. આપણાં બન્નેની ઘણી સારી આવક હતી પણ છોકરાઓને તમે કહ્યું: ‘તમે બન્ને કોલેજનું સારૂ શિક્ષણ મેળવો એ અમને ગમશે પણ અમારી પાસે કોલેજ કરવા માટે “ENOUGH  FUND” (પુરતા પૈસા નથી) આપણી પાસે બેન્કમાં સારી એવી રકમ જમા હતી છતાં તેઓ લૉન લઈ ભણ્યા. તેઓ બન્ને પોતાના ખર્ચે લગ્ન્ પણ કર્યા અને સમાજ અને મિત્રોએ તમને સારો એવો યશ અને જશ આપ્યો.  ‘ વાહ સૂરજભાઈ, આવા ધામધૂમથી લગ્ન અમો અમેરિકામાં કદી માણ્યા નથી. આટલો જલશોને પૈસા તો તમેજ ખર્ચી જાણો.’ હું કશું ના બોલી. કિરણ અને અલ્પેશના લગ્નમાં મારા પાસે માત્ર બેજ સારી સાડી હતી. એનાથી મેં ચલાવી લીધું.ચાલીશ વર્ષમાં તમે મને ભાગ્યેજ કોઈ સારી સાડી-ડ્રેસ અપાવ્યા હોય કે ઈન્ડીયન શૉપીગંમાં લઈ ગયાં હોય. પૈસો હોવા છતાં માત્ર એકજ કારથી ચલાવ્યું લીધું. મારું લગ્ન જીવન માત્ર પૈસા કમાવવામાં અને કંજુસાઈના કુંડાળામાંજ રહ્યું.  હું કશું ના બોલી. તમને ખબર છે હું કેમ ના બોલી ? મારા મા-બાપ  અને મારા બાળકો આ બે બંધનો એવા હતાં  કે એને  છોડતાં જીવનમાં અંધાકાર છવાઈ જાય! તમારા સ્વાર્થી સંબંધની મને એકાદ વર્ષમાં ખબર પડી ગઈ હતી! પણ હું લાચાર હતી..ડીવોર્સ લઉં તો મારા-ગરીબ નિવૃત જીવન જીવતા મા-બાપને કેટલો આઘાત લાગે ?  બીજું એ કે બે બાળકો થઈ ગયાં! એમનું શું ? ડિવોર્સ લેતા પતિ-પત્નિના બાળકોના હાલ મે  જોયાં છે. બાળકો છિન્ન-ભિન્ન થઈ ધુળમાં આળોટતા જોયા છે. તે જ બીકે મેં  ડિવોર્સના પગલા ના લીધા!  આમને આમ મારી ચાલીસ વર્ષની જિદગી કુટુંબિકની લક્ષ્મણ રેખાની અંદર રહી, મૌનભાવે સહન કરતી રહી !બસ હવે મને કશી ચિંતા નથી. નથી મારા મા-બાપ રહ્યાં કે નથી હવે છોકરાની જવાબદારી ! આકાશ!  Enough is enough!(હવે બહું થયુ). અત્યાર સુધી મારી જિંદગી તમારી રીતે જીવી હવે   મારી  પાછલી જિંદગી મારી રીતે જીવવી છે. ઘણું સહન કર્યું.  My mind and my heart can not take anymore mentally stress.(મારું મન,હ્ર્દય હવે માનસિક ત્રાસ સહન કરી શકે તેમ નથી). I did file divorce papers yesterday..Thanks GOD!.(મેં ગઈકાલેજ છુટ્ટાછેડા માટે કાગળીયા કરી દીધા છે. ઈશ્વર! તારો આભાર).’

Note: I am sending a copy of this letter to Kiran & Avkash  ..(નોંધ: આ પત્રની નકલ કિરણ અને અવકાશને મોકલી આપું છું)

-સંધ્યા

 વાર્તા વાંચ્યાબાદ આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશો.

ઓક્ટોબર 28, 2010 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 7 ટિપ્પણીઓ

“કે ત્યાં બિચારી એકલી નિંદા અમારી છે.”

તમને  ખબર છે? કેવી  કવિતા   અમારી છે,
જે  જે   કડી   છે-ભાગ્યની રેખા  અમારી છે.

ઘર બેઠા જે લખીએ છીએ-સંભળાય છે સૌને,
જે   જે  મુશાયરા  છે,એ શાખા  અમારી છે.

કડવા   અનુભવોનું   કથન    હો મીઠાશથી,
એ બોલચાલ  અમારી,એ ભાષા  અમારી છે.

આ  ઘરના એક   ખૂણામાં  બેસી જવું પડ્યું?
ને   ચારે    તરફ કેટલી દુનિયા  અમારી છે.

એને    તમે    અમારી    હતાશા નહીં  કહો,
આશા   વધારે    પડતી-નિરાશા અમારી છે.

પાછળ    ફરીને   જોવું   પડે છે કોઈ વખત,
કે   ત્યાં    બિચારી એકલી નિંદા  અમારી છે.

દુનિયાને   કરે  મસ્ત  અમે હો તામાશાબીન,
અમને  ન     ચઢે-એવી મદીરા અમારી  છે.

-મરીઝ-“નકશા”

ઓક્ટોબર 23, 2010 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

સીમાસ્થંભ..


                   ” સાંઠ વર્ષે યાદ રાખવા જેવી મહત્વની વાત એ છે કે
                                આપણે ખાટલાવશ નથી. હજુ પણ આપણે કરી શકીએ છીએ
                                એવાં મહાન કાર્યો આપણો ઈંતેજાર કરી રહ્યાં છે.

 હે સર્વશક્તિમાન ઈશ્વર મને એટલી તો ખબર છે કે કોઈનો જન્મદિવસ એ આનંદનો અવસર હોય છે.આવા દિવસો જેને નસીબ થાય એને માટે તો પાછળ નજર ફેરવીને ત્યાં થોભ્યા વગર દૂરનૂં ભાવિ જોવાની તક હોય છે,આગલાંપાછલાં લેખાં-જોખાં થઈ ગયા પછી સપનાંના માટે હોય છે. આ દિવસો તો આનંદ, ઉત્સાહ અને ઉજાણીના હોય છે.

                   આમ છતાં આજે સવારે મારી આંખ ખૂલી તો મને આશ્વર્ય અને અચંબો જરૂર થયાં. એક નવા દાયકાની શરૂઆત અને સાથે પ્રવૃત્તિમય જીવનનું અંતિમબિંદુ બની રહેતો આ દિવસ ખરે  ખર પ્રભુ, અલબત, મને એની જાણ હોવી જોઈતી’તી. મને એ પણ ખબર હોવી જરૂરી હતી કે તારા દીર્ઘાયુ બાળકને તારે કંઈક કહેવાનું હશે કે કઈક એની મારફત કહેડાવવાનું હશે, તે આપેલી આયુષ્યની સોગાદને કચવાતા મને સ્વીકારનાર અમે બધાં અને મને તારે શબ્દ કહેવાનો હશે જ.

                                       મારો ભય મૂર્ખામી કહેવાય . તેના આ દિવસને કિંતુ અને પરંતુનું ગ્રહણ લાગી શકે જ નહીં. એમણે અમારી શુભેચ્છાઓ હસતા મોહે સ્વાકારી. હવે પછી આવનારા સમય વિશે એ ખૂબજ ઉત્સાહપૂર્વક બોલી પણ ખરી:” આજ હું સાઠીના વળાંકે પહોંચી છું!”. એમ કહીને કહ્યું: “આ તો ખરેખર એક સીમાસ્થંભ છે. જ્યાં હું એક ભવ્ય ઉત્તેજના સાથે પહોચી છું. મને સાઠ વર્ષ થયા એટલે મારી દયા ખાતા નહી. કારણ કે તમારાં કોઈના જીવન માટે હું મારી આ જિંદગી બદલવા ઈચ્છતી નથી. મારું ચાલે તો પણ હું એક દિવસ વધારે વૃદ્ધ કે એકાદ ક્ષણ વધારે યુવાન બનવાનું પસંદ કરૂ નહીં. એમણે બતાવેલા શુભ હેતુઓ માટે , જ્યાં રહું છું ત્યાંજ રહીને આ દિવસો અને સમય મારે આ ઉમરમાં પ્રવેશ કરવો એવી પરમકૃપાળુની ઈચ્છા છે.આયોજન છે.આજનો દિવસ એક અંત છે તો એક આરંભ પણ છે. કોઈ પણ જાતના અફસોસ વગર એમના સાન્નિધ્યમાં મેં વર્ષો વિતાવ્યા છે અને એમણે મારા ભાવિની જે કુંડળી દોરી છે એને ભેટવા માટે ખૂબજ આનંદપૂર્વક પ્રસ્થાન  કરી રહ્યો છું.’

                 દરેક દિવસ અને દરેક ઘડી એ ઈશ્વર સાથેની ઓળખાણનો પ્રાંરંભ છે. ભૂતકાળમાં વિફલતા કે સફળતા મળી, વિજય થયો કે પરાજય થયો એ વાત હવે અપ્રસ્તુત બની જાય છે. અત્યારે તો આપણી નિસ્બત છે આવનારી અને આજની રળિયામણી ઘડી સાથે.

                   ” વિતેલાં વર્ષોમાં તમે ક્યાં જઈ આવ્યાં એનું નહીં પણ હવે ક્યાં જઈ રહ્યાં છો એનું મહત્વ છે.”-ડોનાલ્ડ ગ્રે. બાર્નહાઉસ

                                    કાળનું કુસુમ આ સવ નાજુક છે,
                      જો ખરી જાય ના પાંખડી પલ તણી.-સુરેશ દલાલ
સૌજન્ય: “સમયની સોગાદ”

ઓક્ટોબર 20, 2010 Posted by | ગમતી વાતો | 1 ટીકા

એશાની પિગીબેન્ક!

                                                                          

   મુકેશે એમના પિતાના બારમા માં મંદીરમાં લાડુ, મોહનથાળ, ખમણ-ખમણી,બેત્રણ ચાક અને ફરસાણ બનાવડાવી ૧૦૦૦ લોકોનું જમણવાર કરી સૌને જમાડ્યાં. ઉપરાંત મંદીરમાં ૫૦૦૦ ડોલરનું ડૉનેશન કરી સ્વ.પિતા દયારામભાઈ છબ્બી મંદીરમાં મુકાવી.”વાહ, વાહ દીકરો હોય તો આવો હોવો જોઈએ! સ્વ.પિતા પાછળ દાન કરવામાં જરી પણ કરકસર કરી નથી. ભાઈ, એમના દીકરા તો કરે પણ દીકરાની વહું ઉમા પણ એટલીજ ઉદાર કે જમણવારમાં આવેલ દરેક ફેમિલીને કૃષ્ણની ચાંદીની મૂર્તિ ભેટમાં આપી! સાચીવાત છે આજકાલ આવા દીકરા ક્યાં જોવા મળે છે?” સ્વ.દયારામભાઈ જૈનધર્મનું પ્રખ્યાત ગામ પાલિતાણામાં મામલતદાર તરીકે ૩૦ વર્ષે સર્વિસ કર્યા બાદ અહી અમેરિકા એમનાં એકના એક દિકરા મુકેશને ત્યાં કાયમ માટે નિવૃત જીવન વિતાવી રહ્યાં હતાં. અમેરિકન સીટીઝન હતાં એથી મેડીકેર તેમજ એસ.એસ.આઈ( સોસિયલ સિક્યોરિટિ ઈન્કમ)ના પૂરા બેનીફીટ્સ મળતાં હતાં.

                                                      ઉમા આજે ઘેર હતી. તેણીની દીકરી સાત વર્ષની એશાને સવારે સ્કૂલબસમાં બેઠાડી ઘેર આવી સ્વ.દયારામના રૂમ સાફ કરી રહી હતી.સસરાનો બેડ,મેટ્રર્સ,કમ્ફોટરર્સ,ચાદર,પીલો  તેમજ  સસરાના રૂમનું ફર્નિચર બધું ગરાજ-સેલ માટે કાઢી રાખ્યું હતું.આજે  એ બેડરૂમ માટે નવું ફર્નિચર આવવાનું હતું તેથી રૂમમાં વેક્યુમ કર્યુ અને ખુણામાં પડેલી સસરાની સુટકેશ ઉપાડી બહાર કાઢી..કુતુહુલતાથી સુટકેશ ખોલી જોયું તો તેમાં એક કવર હતું.કવર જલ્દી જલ્દી ફાડ્યું, એમાં એશાને સ્વ.દયારામભાઈએ ઈગ્લીશમાં લખેલ પત્ર હતો!

                                                   ” મારી વ્હાલી એશા,
                                                                  મારા દીકરાની દીકરી,વ્યાજનું પણ વ્યાજ. તે મને  મારી જીવનસંધ્યાને ટાણે તે ઉગતી ઉષાની જેમ નિર્દોષ આનંદ આપી પ્રેમના અમી છાંટણા છાંટી મને કાયમ ખુશ રાખ્યો છે..તું ના હોત તો હું આ ઘરમાં એક નજરકેદમાં જીવતા શાહજહાં જેમ જીવવું પડત….મારે તારી  માફી માંગવાની છે! આ દાદાને માફ કરીશને? હું તારો ગુનેગાર છું!  સાંભળ્યું છે કે દીકરીને એટલું દાન કરો કે જેથી તમો આ ભવમાંથી છુટી  મોક્ષનો માર્ગ મળી જાય…પણ દીકરી, મારી પ્રપૌત્રી, તને મેં કશું આપવાને બદલે એશા, તારી પાસેથી છાની છપની  મેં ચોરી કરી છે! શું કરૂ? માનવીને મજબુરી નીચ કૃત્યો કરવા મજબુર બનાવી દે છે!  મને  સોસિયલ સિક્યોરિટિના જે ૫૦૦ ડોલર મહિને મળે છે તે પણ તારા મમ્મી અને ડેડી લઈ લે છે અને  કહે છે: “પપ્પા, તમારે પૈસાની શું જરૂર છે? ઘરમાં ત્રણ ટક ખાવા મળે છે, રહેવા રૂમ મળે છે અને ડૉકટર અને દવા ના પૈસા સરકાર આપે છે.મારી પાસે હાથ ખર્ચીનો એક પૈસો પણ ના હોય! દીકરી, યાદ છે ? તું મને તારી પિગીબેન્કના પૈસા ગણવા મદદ માંગતી અને તારી પિગીબેક તારા રૂમમાં જ્યાં સંતાડતી તે માત્ર તને અને મનેજ ખબર! વીકએન્ડમાં  તું તારી મમ્મી અને ડેડી બહાર જાવ અને અને બહાર ખાઈને જ આવો..જતાં જતાં તારી મમ્મી કહેતી જાય: ‘પપ્પા, રેફરીજરેટરમાં ગઈકાલની ખીચડીને કઢી પડ્યાં છે તે માઈક્રોવેવમાં ગરમ કરી જમી લેજો.’ વીકએન્ડ આવે મને જરી પણ ગમે નહી! “વીકએન્ડમાં રેફરીજરેટર મારો બાપ અને માઈક્રોવેવ મારી મા”..બસ મારે તો  “Left-over food”(વધેલું વાસીજમણ) ખાવાનું..વાસી ખાવાનો કંટાળો આવે..વાસી ખાવાથી ગેસ અને બીજી તકલીફ પણ વધે!..બેટી! તમો વીકએન્ડમાં જ્યારે બહાર જાવ ત્યારે તારી પિગીબેન્કમાંથી પાંચ ડોલર લઈ આપણા ઘરની નજીકમાં..Walking distance(ચાલીને જવાય એટલું અંતર) ટાકો-બેલ(taco-bell) છે ત્યાં હું ચાલી જઈ આરામથી મેક્સીકન-ચીઝપીઝા,સોફ્ટ ડ્રીન્કની મજા માણું..પાછો ઘેરે  આવી મારા માટે વાસી ખાવાનું રેફરીજરેટરમાંથી કાઢી લઉં અને બધું પ્લાટીક બેગમાં એવી રીતે ભરી દઉં કે તારી મમ્મીને કશી ખબર ના પડે એવી રીતે ગારબેજ કેનમાં નાંખી દઉ! આવી રીતે મેં  અવાર-નવાર તારી પિગીબેન્કમાંથી પાંચ,પાંચ ડોલરની ચોરી કરી છે.નાના ભુલકાના પૈસા  ચોરી  લેવા દીકરી, ઘોર પાપ છે જાણું છું છતાં ચોરી કરી છે હું આ ભવમાં તને ભરપાઈ કરી શકું તેમ નથી. આ તારા દાદા  તારાજ ગુનેગાર છે દીકરી! ખબર નથી કેટલું જીવીશ? પણ મારા ગુન્હો વધતો જાય છે એટલે આ ગુનેગાર ને ઉપર વાળો જલ્દી બોલાવી આકરામાં આકરી સજા ફટકારશે..એની તો મને ખાત્રીજ છે!!! તું તો મને માફ કરીશને?

 -તારા અભાગી દાદા.”

આપનો અભિપ્રાય જરૂરથી આપશોજી

ઓક્ટોબર 18, 2010 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 12 ટિપ્પણીઓ

બધું માગવા જેવું નથી…


ઘણીવાર કોઈ પ્રિય વ્યુક્તિને ઉંમ્રે નૂહ મળે એવું કહેવામાં આવે છે. કહેવાય છે કે નૂહ ૨૩૦૦ વર્ષ જીવ્યા હતા.અતિશય સંયમી જિંદગી જીવતા નૂહે ૨૦૦ વર્ષ કસ્તી બનાવવામાં ગાળ્યા હતાં.જીવનનાં છેલ્લાં ૫૦૦ વર્ષ એમણે લોકોને ફરીથી વસાવવા અને આબાદ બનાવવામાં ગાળ્યાં હતાં.નાસ્તિકોની અક્કલ ઠેકાણે લાવવા માટે તે પ્રલય માગી બેઠેલા. તેમની કસ્તીમાં ૮૦ માણસો હતા. પશુ,પક્ષીઓ પણ હતાં. પ્રલયનું તોફાન શમ્યા પછી ૮૦ માણસોની જે વસ્તી આબાદ થઈ એમાં પણ નાસ્તિક લોકો હતા. એ બધા પણ વિચિત્ર રોગચાળામાં મરી ગયા.માત્ર નૂહ તેના ત્રણ દિકારા અને વહુ બચી ગયાં. આ ત્રણ જોડામાંથી આખી દુનિયા ફરી વસી.

પછી ખુદાએ એક ફરિશ્તાને નૂહ પાસે કૂંજો ખરીદવા મોકલ્યો. પેલાએ કિંમત ચૂકવી કુંજો લીધો અને ફોડી નાખ્યો. આવું એ ફરીફરીને કરતો રહ્યો. પૈસા ચૂકવે, કૂજો ખરીદે અને ફોડી નાખે. આખરે હુઝરત નૂહથી ના રહેવાયું. તે બોલી ઊઠ્યા,”ભાઈ આ તું શું કરે છે?” પેલાએ જવાબ આપ્યો, “હું કિંમત ચૂકવું છું. કૂજો મારો છે. પછી તમને શું વાંધો છે.” નૂહ બોલ્યા,”ભાઈ, તારી વાત સાચી છે પણ આ કૂંજો મેં મારા હાથે ઘડ્યો છે.એટલે તું તોડે છે ત્યારે મને દુ:ખ થાય છે.” તુરત જ પેલો ફરિશ્તો બોલી ઊઠ્યો,”આપે બનાવેલી ચીજ આપની નજર સામે નાબૂદ થઈ એટલે આપને દુ:ખ થઈ રહ્યું છે. તો વિચાર કરો કે ખુદાએ બનાવેલી દુનિયાના સર્વનાશ માટે આપે દુઆ કરી, ત્યારે શું ખુદાને દુ:ખ નહી થયું હોય?* આ સાંભળી નૂહ ચમક્યા, પછી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી પસ્તાવાનાં આસું સારતાં રહ્યા.(*સૌજન્ય: શરીફા વીજળીવાળા)

આપણે પણ ઘનીવાર કોઈ ખોટી વસ્તુ ભગવાન પાસે માગી બેસી છીએ. કોઈને સીધા કરવા, કોઈની સાન ઠેકાણે લાવવા પ્રલય જ માગી બેસીએ છીએ અને પછી બાકીની જિંદગી એના પસ્તાવામાં જ ગાળીએ છીએ. ક્યારેક તો એ પસ્તાવો પણ નથી કરતા. ક્યારેક પસ્તાવાનો વખત પણ નથી રહેતો, મોડું થઈ ગયું હોય છે. આજ ભાવ આ ગઝલના પેહેલા શે’રમાં, પ્રથમ બે પંકતિઓમાં જુદી રીતે આવ્યો છે.

શું મળ્યું, બોલ હ્ર્દય બોલ પ્રલય માગીને?
ને પશ્વાત્તાપમાં   રડવાનો  સમય માગીને.

સદાય ભીખ  તો ભીખ જ રહે છે ઓ મિત્રો,
કરી  મૂક્યો છે  તમે તુચ્છ વિજય માંગીને.

ઘણાય  હોય છે  વક્તાઓ  એટલે ભૂખ્યા,
ભરે છે  પેટ  ગમે તેવા   વિષય માગીને.

તને ખબર  નથી તેં સાંજ સ્વીકારી લીધી,
ઘડીક નામના સૂરજનો  ઉદય    માગીને.

ખરું કહું છું   એ   સદગુણ તો હ્ર્દયનો છે,
નથી એ વસ્ત્ર  કે પહેરાય વિનય માગીને.

કદીક હાથ એ માગ્યો’તો હ્ર્દયને ખાતર,
ગયાં છે એજ તો બદલામાં હ્ર્દય માગીને.
-રાજેશ વ્યાસ-‘મિસ્કીન'(સૌજન્ય: ઉદ્દેશ)

ઓક્ટોબર 15, 2010 Posted by | ગમતી ગઝલ, ગમતી વાતો | 3 ટિપ્પણીઓ

આપણને નહિ ફાવે..

સળગતું   હૈયું   ઠંડુ    પાડવું   આપણને નહિ  ફાવે,
સ્મરણને  છાતીએ પસવારવું   આપણને નહિ  ફાવે.

મને  મળવું  જ છે  તો પડછાયા જેમ જ રહે પડખે,
હવાની   જેમ  તારું આવવું  આપણને   નહિ ફાવે.

કહે  તો  આગ  જેવી  આગ પાણી   જેમ પી નાખું,
નજરના   કેફમાં  ડૂબી જવું   આપણને   નહિ ફાવે.

અમે  તો માર્ગ  આપોઆપ   શોધીને   જ જંપીશું,
તમારા   પગલે-પગલે ચાલવું આપણને નહિ ફાવે.

કશું યે   ન્હોતું ત્યારે  વસવસો  કાયમ રહ્યા કરતો,
બધું   પામી  લઈને  જાગવું   આપણને નહિ ફાવે.

અમે   તો સત્ય   દાદાગીરી-પૂર્વક   સાંભળી લેશું,
અમસ્તું    કોઈને    ધમકાવવું આપણને નહિ ફાવે.
-નીલેશ પટેલ

ઓક્ટોબર 14, 2010 Posted by | ગમતી ગઝલ | 7 ટિપ્પણીઓ

રાત રડે..રખેવાળી ના કરે!!

 

                                                  ” હું પીઝા ડીલીવરી કરતો હતો અને એ વખતે માત્ર  કલાકના દોઢ ડોલરજ મળતા હતાં.વેકેશનમાં ફૂલ ટાઈમ જોબ કરી ટ્યુશન્ અને કોલેજ નો ખર્ચા કાઢતો હતો અને એકજ રૂમ માં અમો પાંચ પાંચ મિત્રો  સાથે રહી ભણ્યા છીએ.”

” ડેડ,આ વાત તમે મને કેટલી વખત  Repeat(પૂનરાર્તન) કરી છે, સાંભળી, સાંભળી મને કંટાળો આવે છે. કોઈ પણ મારાં મિત્રો ઘેર આવે ત્યારે તમારૂ આ રેકોર્ડીંગ ચાલુ થઈ જાય!મારાં બધા મિત્રોને પણ બૉર  કરો છો!”

 “બેટી રૈના આ હકીકત છે. અહીં અમેરિકા ભણવા આવ્યા ત્યારે અમારા પાસે માત્ર ૫૦ ડોલર ખીચ્ચમાં હતાં અમારા મા-બાપ એટલા પૈસાદાર નહોતા કે અમને દર મહિને ટ્યુશન અને  ડૉર્મમાં રહેવાના પૈસા મોકલી શકે અને તે વખતે કોઈ ગુજરાતી ગ્રોસરી સ્ટોર નહોતો કે  તુરડાળ, ચણાનો લૉટ,તૈયાર નાસ્તાના પડીકા મળે!  માત્ર ખાવામાં બાફેલ શાક-ભાજી કે અમેરિકન શાક-ભાજી ના તૈયાર ડબ્બા મળે તે વખારી જમી લેતા.”

 ” બસ તમે શરૂ થઈ ગયાં!  ડેડ. Can you stop it ??(પિતાજી, હવે બકાવાસ બંધ કરશો?)” .કહી મેં મારો રૂમ બંધ કરી લૉક કરી દીધો.

                                                    મારી મમ્મી ડીપાર્ટમેન્ટ સ્ટોરમાં અને મારા ડેડ એક નાની એન્જિનયર કંપનીમાં ડ્રાફટીંગ ડીપાર્ટમેન્ટમાં હતાં, હું અને મારો ભાઈ બન્ને કોલેજમાં સાથે હતાં બન્નેની  કૉલેજ બહારગામ હોવાથી  ખર્ચ ઘણો આવતો હશે પણ યુવાની વયનું Flooding (પુર) કોઈની પણ લાગણીની પરવા કર્યા વગર પોતાનીજ રીતે ધસમસતું આગળ વધતું હોય છે!  યાદ છે હું મીડલ સ્કુલમાંથી ગ્રેજ્યુઅટ થઈ  ત્યારે મેં ગ્રેજ્યુએશનમાં  પહેરવા એક કિંમતી ડ્રેસ નક્કી કર્યો અને સાથે મેચીંગ ચંપલ. ડેડે ના પડી કે બહુંજ કિઁમતી છે અને આપણે એ મોંઘી વસ્તું પોસાય તેમ નથી. હું રડી, રિસાણી, ઘેર આવી મારા રૂમનું બારણું ગુસ્સામાં ને ગુસ્સામાં જોરથી બંધ કર્યો કે ડોરનો મિઝાગરો તુટી ગયો પણ કશી પરવા કર્યા વગર રૂમમાં  અંદર જતી જતી બડબડી:
“You do not care about me..you do not like me..I hate you!!!(તમોને મારી પડી નથી..હું તમને ગમતી નથી..મને તમારી પ્રત્યે નફરત છે.).” પણ બીજેજ દિવસે હું સ્કુલેથી આવી તો જે મેં પસંદ કરેલો ડ્રેસ અને મેચીંગ ચંપલનું પેકેજ મારા રૂમમાં પડ્યું હતું. હું રૂમ માંથી દોડી મારા પેરન્ટ્સને ભેટી પડી અને કહ્યું: “I LOVE YOU!.” 

મને સાચી હકીકત મારા નાનાભાઈ દ્વાર ખબર પડી: ડેડે, પોતાના માટે લાવેલા ત્રણ શર્ટસ અને શુઝ સ્ટોરમાં જઈ પાછા આપી આવ્યા અને જે પૈસા પાછા આવ્યા તેમાંથી મારો ડ્રેસ લાવ્યા હતાં.છતાં એ વખતે  મેં એ વાતની દરકાર કરી નહી. મમ્મી અને ડેડી હંમેશા “કે-માર્ટ” માં બ્લુ લાઈટ સેલ(જ્યાં એકદમ સસ્તુ મળે) અને ડિપાર્ટમેન્ટ સ્ટોરમાંથી ક્લીરન્સ સેલમાંથીજ પોતાના કપડાં લાવતા, ઘરમાં ગ્રોસરીનો સેલ જોઈનેજ વસ્તું લાવતાં.હું અવાર નવાર કહેતી: Mom, you are very cheap..(મમ્મી, તું બહુંજ કંજુસ છે)..તમારી સાથે શૉપીગ કરતાં મને શરમ લાગે છે.” ઘરના મોરગેજનો હપ્તો, યુટીલીટી બિલ્સ,  ગ્રોસરીનો ખર્ચ તેમજ અમારાં કોલેજનો ખર્ચ અને એમનો સેલેરી બહું હાઈ નહોતો.આજે વિચાર કરૂ છું કે અમારો ભણવાનો ખર્ચ કેવી રીતે કાઢ્યો હશે? મેં તેમને કેટલો હાર્ડ-ટાઈમ આપ્યો છે? આજ  મમ્મી કે ડેડી બન્ને નથી રહ્યાં. જેમ Base-Ball Game (બેઈઝ-બોલ ગેઈમ)માં  બેઈઝીસ લોડેડ હોય, નવમી ઈનીંગ હોય, બીજી કોઈ ઈનીંગમાં એક પણ રન ના થયો હોય અને આ છેલ્લી ઈનીંગમાં જ ટીમને વીન થવાના ચાન્સ હોય , બે પ્લેયર આઉટ હોય અને આ ત્રીજા પ્લેયર પરજ  આધાર હોય કે તે હીંટ કરે અને એકાદ રન થઈ જાય તો  “game” જીતી જવાય..પણ આ ત્રીજો પ્લેયર્સ બોલને હવામાં ઉડાડે (fly out) અને આઉટ થઈ જાય ત્યારે પોતાની ટીમ અને ૧૨ હજારનું ઓડીયન્સમાં નીરાશા સાથે દુ:ખી થઈ ઘેર જાય તેવુંજ મારા જીવનમાં બન્યું..મારી પાસે તક હતી! પણ મા-બાપને જીવતા ખુશ ના કરી શકી…

                                       હું પણ મા બની. મારી ટીન-એઈજ  છોકરી છે જીના. સોળ વર્ષ થતાં જ કહે:

” Mom, You have to buy me a sport car for my birthday and  I  am not going to ride in school bus, it’s for small  kid!!(મમ્મી, મારા માટે સ્પોર્ટ કાર ખરીદવાની છે , હવે હું કાંઈ નાની બાળકી નથી કે સ્કુલબસમાં જવું!!!).

કાર  લીધા બાદ ઘણીવાર રાત્રે મોડેથી ઘેર આવે,હું ચિંતાતુર બની બોલી ઉઠું:

“બેટી, કેમ આટલું મોડું થઈ ગયું? હું તો ચિંતામાં અડધી થઈ ગઈ!” 

 “..Mom, I am not a small kid any more and I do understand my responsibility..do not worry about me any more(મમ્મી, હું હવે એક નાની ગગી રહી નથી, મને મારી જવાબદારીનું ભાન છે..મારી હવે થી ખોટી ચિંતા ના કરતી).”
તેણીના રૂમમાંથી એક વખત બિયરની બોટલ મળી આવી..એમના ડેડીએ ગુસ્સે થઈ થોડી ધમકાવી..

“બેટી, આટલી નાની ઉંમરમાં બીયર ઢીચે છે”..કહીં ગાલ પર ટાપલી મારી દીધી અને કહ્યું:

” No pocket allowance for one week, that is your punishment!!(એક અઠ્વાડીયા માટે તારી હાથ ખર્ચી બંધ! એ તારી શિક્ષા છે).”

પણ અડધી કલાકમાં પોલીસ આવી પહોંચી: કહ્યું:

 “Your daughter called us and complained that her father has abuse her and beat her( તમારી દિકરીની ફરિયાદ છે કે તેણીના પિતાએ જીના પર હાથ ઉગામ્યો છે..હેરાન કરી છે).”

મારે દોર હાથમાં લેવો પડ્યો.અને સાચી હકીકિત પોલીસ-ઓફીસરને સમજાવી કે આટલી નાની ઉંમરે બીયર પીવે એ બ્રેઈન અને તેણીના લીવરને કેટલું ડેમેજ કરે ! પોલીસ ઓફીસર સારો હતો , નહીં તો “Child abuse case”માં મારા પતિને એ જેલ ભેગા કરી દે!જતાં જતાં ચેતવણી આપી:

“Mem, make sure that it does not happen again, otherwise I have to file charge against your husband..(મેમ, સાવચેત રહેજો કે ફરીવાર આવું ના બને નહિંતો મારી તમાર પતિ વિરૂદ્ધ કેસ ડાખલ કરવો પડશે)”

                                             આ વસ્તું બન્યાબાદ હું અને મારા પતિ બન્ને બહુંજ સાવચેત રહેતાં.પણ આનો ગેરફાયદો જીના અવાર-નવાર લેવા માંડી. મા-બાપથી છોકરા ડરે! એને બદલે અમો એમનાંથી ડરવા લાગ્યાં કે તેણી રખેને  પૉલીસને ફરિયાદ કરશે તો !  મને મારો ભુતાકાળ યાદ આવી ગયો મેં કે પણ મારા -બાપને કેટલો હાર્ડે ટાઈમ આપ્યો હતો!. શું એ ચક્ર ફરી ફરી મારા પર આવ્યુ ચડ્યું? જમાનો તો જેવો છે તેવો નો તેવો છે માત્ર વાતાવરણમાં વધારે પડતું પ્રદુષણ આવી ગયું છે. વીક-એન્ડમાં ઘણીવાર રાત્રે મોડી આવતી, ડ્ર્ન્ક પણ હોય ! અમો બન્ને એ જ્યાંસુધી ના આવે ત્યાં સુધી ઉંઘી ના શકીએ! ઘણી સમજાવી પણ કોઈ ફાયદો દેખાયો નહી!

                                              શનિવારની રાત્રી હતી. રાત્રીના ત્રણ વાગ્યા હતાં.અમો બન્ને જાગતાં બેડરૂમમાં ચિંતાતુર બેઠા હતાં.  જીના કદી પણ નહોતી કહેતી કે એ ક્યાં જાય છે, કોને ઘેરે જાય છે! તેણીનો સેલફોન ઉપાડતી નહોંતી! રાત્રીના ત્રણ વાગે કોને ફોન કરવો?..ઘરના ફોનની રીંગ વાગી! “ફોન ઉપાડોને જીના જ હશે!” ” હાશ(finally) અંતે ફોન તો કર્યો..”   મારા હસબન્ડે ફોન ઉપાડ્યો..

“Is it Mr. Vyas resident?” “yes..it is.”  This is police office Brown calling, I am sorry to let you know that your daughter is in serious condition and she is in Unity Hospital in ICU room…”  “what happened to her sir?”  ” she has been raped by gang  and left her on the road in dyeing condition. Please come in hospital  soon as possible…” (  મિસ્ટર વ્યાસનું ઘર છે?..હા.હા..હું પોલીસ-ઓફીસર બ્રાઉન  છું..દિલગીરી સાથ કહેવું પડે છે કે આપની દીકરી અત્યારે ઘણી ગંભીર હાલતમાં યુનિટિ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર  રૂમ છે…સાહેબ, મારી દીકરીને શું થયુ?..ગુંડાની ટોળકી એ તમારી દીકરી પર બળજબરી બળાત્કાર કરેલ છે અને મરણ પથારી પર રસ્તા ઉપર ફેંકી દીધી હતી.. તમે જેમ બને તેમ વહેલાસર હોસ્પિટલ આવી જાવ….)”

 
 આપના અમૂલ્ય પ્રતિભાવો જરુર આપશો.

ઓક્ટોબર 10, 2010 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 9 ટિપ્પણીઓ

મન થયું..

આ    જગતને   ચાહવાનું મન  થયું,
લ્યો     મને માણસ થવાનું મન થયું.

એક   કૂપળ    ફૂટતી   જોયા   પછી,
ભીંત    તોડી     નાંખવાનું મન થયું

આ   પવન  તો  ખેરવી ચાલ્યો ગયો,
પાન     ડાળે   મૂકવાનું    મન થયું.

આ   તરસ  સૂરજની છે કહેવાય ના,
એમને    નદીઓ ઢાંકવાનું મન થયું.

જાળને    જળ  એક  સરખાં લાગતાં,
માછલીને    ઊડવાનું      મન થયું.

કોણ   જાણે  કંઈ રમત રમતાં હતાં,
બેઉં   જણને     હારવાનું મન થયું.

મન  મુજબ જીવ્યા  પછી એવું થયું,
મન વગરનાં થઈ જવાનું મન થયું.

-ગૌરાંગ ઠાકર

ઓક્ટોબર 7, 2010 Posted by | ગમતી ગઝલ | 4 ટિપ્પણીઓ

માતૃછાયા-પિતૃછાયા

                    

        ઘણાં ઘરોમાં વૃધ્ધ મા-બાપને ઘરના ખૂણે એન્ટિક ફર્નિચરની જેમ જીવતાં જોયાં છે. કોઈ મહેમાન આવે ત્યારે આ ૮૦-૯૦ વર્ષના વૄદ્ધને ઘડી બે ઘડી મળવાનું થાય, તો ક્યારેક વળી, કોઈક એમને પેલા એન્ટિક ફર્નિચરની માફક બીજા રૂમ મા ખસેડવાનું પણ કરે. મળાય તો એ સમયનાં અસલી ઘી-દૂધ ખાધાં છે એટલે, બાકી આપણે તો આટલું જીવીશું પણ નહીં એવી ઉપર છલ્લી વાતો થાય અને વાત પૂરી થાય.

                કયારેક વૄદ્ધ મા-બાપને પુત્રના પ્રેમ માટે તડપતા જોઉં છું ત્યારે હલી જવાય છે.”આધુનિક” દંપતી તેમને ઘરડા ઘરમાં મૂકી આવે છે ત્યારે હ્ર્દય ધબકારો ચુકી જાય છે. એક વાક્ય  વાંચ્યું હતું કે ઘણીવાર યાદ આવે છે કે પાંચ પુત્રોને માતાએ સાચવ્યા, પરંતુ એક માતાને પાંચ પુત્રો સાચવી નથી શકતા.

               એક રાજકારણી, પિતાની અંતિમ ક્ષણોને તરછોડીને પક્ષની મીટીંગમાં હાજરી આપવા ગયા હતા અને દિલ્હી જઈને આવ્યા પછી પિતાના અગ્નિ સંસ્કાર કર્યા હતા તે મેં જોયેલું છે. ભારતમાંજ નહી , પણ પરદેશમાં પણ ઘણાં મા-બાપોનાં મૃત્યુ સોમ-મંગળવારે થાય ત્યારે  FUNERALનો વારો આવે  ત્યાં સુધી નિરાંતે રાહ જોઈ વચ્ચે.BIRTHDAY PARTY OR MARRIAGE ANNEVERSARY ઉજવનારાઓ પણ પડ્યા છે.(મારી નોંધઃ અહીં પરદેશમાં અહીંના કાયદા-કાનુનને ધ્યાનમાં રાખવા પડે છે..કાયદા મુજબઃ ૨૪ કલાક મૃત્યદેહને  રાખવો  તેમજ ડૉકટરનુ ડેથ સર્ટફીકેટ , ઉપરાંત સીટીનું પણ ડેથ સર્ટફીકેટ જોઈએ..અને આ બધી કાર્યવિધી સમય માંગી લેતી હોય છે..બે-ત્રણ દિવસ થઈ પણ જાય)

                                   ક્યારેક કોઈ પુસ્તકના પાછલા પાના ઉપર ‘માતૃછાયા’ ‘પિતૃછાયા’ શીર્ષક નીચે કોઈ પુત્રના હ્ર્દયનો વલોપાત વાંચ્યાનું સ્મરણ આ ક્ષણે થાય છે. જેની વાત સાંભળાવામાં ક્યારેય રસ નથી લીધો એ હોઠમાં અંતે ગંગાજળ અને તુલસીનું પાન મૂકવાનો શો અર્થ?

                     પ્રેમનો દરિયો સુકાય જાય પછી એની યાદનાં છીપલાંઓને શૉ-કેઈસમાં મૂકી રાખવાનો અર્થ નથી. જે વૄદ્ધ પિતા તરફ ધ્યાન નહોતું ગયું એ મૄત્યુ પછી એવી રીતે યાદ આવે છે કે સતત પસ્તાવામાં ગંગા અને જમના વહ્યા કરે. વાળને ડાઈ કરીને યુવાન રહેવાના પ્રયત્નો તો કરીએ છીએ પરંતુ સમયતો સમયનું કામ કરે છે. આપણે પણ વૃદ્ધ બનતા જઈએ છીએ. સમય અને સ્વજનો પાછાં નથી આવતાં…

રોજ   ખૂણામાં   રિબાઈ   હરપળે  મરતો રહ્યો,
એ    પિતાની તું છબીને કાં નમન કરતો રહ્યો?

સ્નેહનો   દરિયો  તો સુકાઈ   ગયો મૃત્યુ  પછી
યાદમાં  શૉ-કેઈસમાં  તું છીપલા ભરતો  રહ્યો.

તું   હયાતીમાં   કદી    ઠારી શક્યો ના જેમને,
વ્યર્થ   ગંગાઘાટ   પર અસ્થિ લઈ ફરતો રહ્યો.

હા બધું મળશે ફરી,કેવળ સમય મા-બાપ નહિ,
તું   બધું   ભૂલીને  પૈસો   વ્યર્થ સંઘરતો રહ્યો.

વૄદ્ધ   થાતો   તેં    તને અટકાવવા કોશિશ કરી,
પણ   સમય  તો કામ એનું હરપળે કરતો રહ્યો.

-રાજેશ વ્યાસ(મિસ્કીન)સાભારઃ “ઉદ્દેશ”

ઓક્ટોબર 6, 2010 Posted by | ગમતી વાતો | 5 ટિપ્પણીઓ

બાઈ હું તો હાલી…

ગાગરમાં પાણી ભરી, બાઈ હું તો હાલી,
                            મારી સાસુ છે તરસી..બાઈ હું તો હાલી

ટોપલામાં જુવાર ભરી , બાઈ હું તો હાલી.
                           મારા સસુર છે ભૂખ્યા..બાઈ હું તો હાલી

બોઘડામાં દૂધ ભરી, બાઈ હું તો હાલી,
                          મારા બાળ જુવે છે વાટ…બાઈ હું તો હાલી

સૂરજને સુંડલામાં ભરી,બાઈ હું તો હાલી.
                        મારો પિયુ જુવે છે વાટ..બાઈ હું તો હાલી

જીવતરનું ભાતું ભરી, બાઈ હું તો હાલી,
                       મારો  વા’લો જુવે છે વાટ…બાઈ હું તો હાલી

ઓક્ટોબર 4, 2010 Posted by | સ્વરચિત રચના | 5 ટિપ્પણીઓ

Happy Gandhi Jayanti..

 

Gandhi Jayanti

Gandhi Jayanti celebrates the birth anniversary of Mahatma Gandhi popularly known as the Father of the Nation. Born on the 2nd of October 1869 at Porbandar in Gujarat. He is known for his invaluable contribution in India’s freedom struggle. His principles of truth, non-violence and honesty are still remembered today. Mahatma Gandhi was an intensely active personality. He was interested in everything that concerns the individual or society. He is best known as the matchless political leader who evolved the new technique of “satyagraha”. His fight against untouchability and the notions of superiority and inferiority by birth are also fairly well known. For India, his greatest service was, perhaps, the emancipation of Indian women. While his stay in South Africa in the earlier part of his life, he protested against the colonial and racial discrimination and the Asiatic (Black) Act and the Transvaal Immigration Act with the aid of a brilliant strategic move of starting a non-violent civil disobedience movement. He returned to India in 1915.

He was the person behind the Satyagraha Ashram in Ahmedabad and the Sabarmati Ashram, which became a platform for introducing long-needed social reforms such as ‘Harijan’ welfare, small-scale industries and self-reliance and rehabilitation of lepers. His fight to give equal rights to each and every person of the society irrespective of which strata they belong made him immortal among us. He tried to attained moksha by service to mankind. Gandhiji portrays a multi-faceted moral and spiritual messiah. His tireless endeavor to make people understand the basic happiness of life is to be happy with whatever you have, thus showing the only way to save the world. It is his philosophies and morals of life, which will make keep alive in our minds forever.

source :iGiftstoindia”

ઓક્ટોબર 3, 2010 Posted by | ગમતી વાતો | 1 ટીકા

જાણી બૂજીને અમે અળગાં ચાલ્યાં..

વહેમ છે.

હરિન્દ્ર દવે

ઓક્ટોબર 1, 2010 Posted by | મને ગમતી કવિતા | Leave a comment

   

%d bloggers like this: