"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સારુ વિશ્વ..,”સ્ત્રી પ્રાધાન્ય” બને…!

“પુરુષ-પ્રાધાન્ય” તરીકે પુરુષો લાખો વરસોથી આ જગતમાં અડ્ડો જમાવી બેઠાં છે. દુનિયાના જાણીતા મહાગ્રંથોમાં સ્ત્રીની સુંદરતાના વખાણ કર્યા છે પણ સાથો સાથ સ્ત્રીઓને કુટુંબમાં , સમાજમાં  રહેવાના નિયમો  અને માર્યાદા પણ લાદવામાં આવી છે.જરાં દુનિયાના કોઈ પણ ધાર્મિક કે સામાજીક મહાગ્રંથો પર નજર કરીએ તો
એ બધા ગ્રંથોના લખનાર લેખકો પુરુષવર્ગ છે.”રામાયણ”, “મહાભારત”, “બાઈબલ”, “કુરાન”  કે કોઈ પણ અન્ય ગ્રંથોના લખનાર પ્રુરુષ છે. રામાયણમાં “સીતા”ના પાત્રનું નિરિક્ષણ કરીએ તો..”અગ્નિ-પરિક્ષા, રામે સમાજના લક્ષમાં રાખી કરેલો ત્યાગ, અને અંતે ઘરતીમાં સમાઈ જવાનું દબાણ. તેમજ મહાભારતમાં”દ્રોપદી” જે માત્ર અર્જુનનેજ ચાહતી હતી અને પરણી હતી તેને પાંચ,પાંચ પુરુષો સાથે વહેચીને રહેવાનું. શું સ્ત્રી  કોઈ વસ્તું છે કે જે વહેંચીને, સ્ત્રીની ઈચ્છા હોય કે ના હોય તોયે પાંચ પ્રુરુષો વચ્ચે રહેવું પડે! આવું જ કઈં બાઈબલ,અને કુરાનમાં બન્યું છે કે જે સ્ત્રી ચાર દિવાલો વચ્ચે રહી, કુટુંબની સમાજની બાળકોનીજ સંભાળ રાખવાની.ધર્મ એટલે સુકાર્યો, ધર્મ એટલે સુકર્મો અને સાચી માનવતા.પુરુષોએજ  ધર્મને નામે સ્ત્રી પર ઘણાં પ્રતિબંધો મૂકી ઘણોજ અન્યાય કર્યો છે.સ્ત્રીને જાણે રમવાનું રમકડું બનાવી દીધું છે,આનંદ માટે એ સાધન બનાવી દીધી છે. જાણે સ્ત્રી કામ બસ બાળકોનો જન્મ આપવાનો, ઉછેરવાના અને પુરુષોને ખુશ કરવાના!

જમાનો બદલાયો છે, સ્ત્રીના મૂલ્યો બદલાયા છે, સ્ત્રીના ધર્મમાં પરિવર્તન જોવા મળે છે. યુરોપિયન દેશોમાં સ્ત્રી વર્ગે ઘણીજ સારી એવી પ્રગતી કરી છે પણ અમેરિકા કે જે વિશ્વમાં પ્રગતીનો ઘંટ વગાડે છે ત્યાં હજું સુધી  સ્ત્રી પ્રમૂખ બની નથી શકી એ સ્ત્રી માટે ગંભીર વાત છે. સ્ત્રી પમૂખ કેમ નહી? એનો જવાબ તો સમયજ આપી શકે! ઘણાં દેશોમાં સ્ત્રીઓ પ્રમૂખ બની વિશ્વમાં નામના કમાઈ છે એ ગૌરવની વાત છે.બીજી બાજું  આજ પણ સ્ત્રી પર થતાં જુલ્મ, ત્રાસ અને ગુલામીભરી  અવસ્થામાં જીવી રહી છે એ એક  આપણાં માટે શરમજનક વાત છે. સ્ત્રી અને પુરુષોમાં તફાવત શું છે? સ્ત્રીનેજ બધું સહન શામાટે કરવું પડે?  સ્ત્રીની શારીરિક નબળાઈનો પુરુષો લાભ લે છે. આપણાં સમાજમાં સ્ત્રીને એક શક્તિ તરિકે માની છે.ધાર્મિક રીતે..”અંબા, દૂર્ગા ” માની પૂજા કરીએ છીએ અને ઘેર પોતાનીજ પત્નિ પર ઝુલ્મ આદરતા પુરુષો જોવા મળે છે!

*  સ્ત્રી પુરુષના સંબંધો વિશે એક અમેરિકન લેખક જેમ્સ થર્બરનું પુસ્ત: “લાસ્ટ ફલાવર” અને” ધ વ્હાઈટ ડિયર”ના સામાજીજ તારણો જોઈએ.
ત્રાસી ગયેલો પતિ કે પત્નિ છૂટાછેડા લે તેનાથી ક્ષણિક સ્વતંત્રતાનો અનૂભવ થાયછે અને પછી એના વિકલ્પો બહુંજ મોઘા પડે છે.લગ્નમાં ઘણી પીડાઓ હોય છે પણ એકલા રહેવામાં કોઈ મજા નથી. લગ્ન વિખવાદ માટે સામા પાત્રને નહીં પણ પોતાને જ જવાબદાર ગણવું જોઈએ.પતિ-પત્નિ વચ્ચે જે કંકાસ થાય છે તે કોઈ ઘટના કરતાં નાહક અર્થહીન સંવાદ(ડાયલોગ)ને કારણેજ થાય છે અને એક સામાજીક અગ્નિ પ્રજલિત થાય છે’

માનવજાતના ઈતિહાસમાં બહું બિહામણું પાત્ર હોય તો તે પુરુષ છે. મને લાગે છે લે પુરુષ  આ સંસાર કે જગત ચલાવવામાં નિષ્ફળ ગયો છે. સ્ત્રીઓએ સમાજ અને સંસારને ચલાવવાનો દોર હાથમાં લઈ લેવો જોઈએ.પુરુષ તો સ્વપ્નલ દુનિયા પેદા કરીને સતત વિજય મેળવવાના તોરમાં હોય છે ત્યારે સ્ત્રીને શાંતીથી તેના કુટુંબને ઉછેરીને તેના જીવનબાગને હરિયાળો બનાવનાની તમન્ના હોય છે.સ્ત્રીને પુરુષના પૉલિટ્ક્સ તરફ તિરસ્કાર હોય છે. હું તો ઈચ્છુ છું કે આ સમાજ ” સ્ત્રીપ્રાધાન્ય હોય”

કોઈ એ જેમ્સ થર્બરને પૂછ્યું: તમે સ્ત્રીને આટલી ઊંચે ચડાવો છો તો સતત તમારી નવલકથામાં સ્ત્રીજાતને કેમ ટોણા માર્યા કરો છો? તેને કોઈ વખત વાર્તાના હીરો દ્વારા ધિક્કારો છો?..એનો જવાબ જેમ્સે બહુંજ સુંદર આપ્યો:”સાચું છે. પણ જમાનાઓથી સ્ત્રી ગુલામ રહી છે, તેને સતત ટોણાં મારીશ તો જ જાતે જાગશે. તે બળ એકઠું કરશે. તેના અહમને હું ઠેસ પહોંચાડીશને તેને ઉન્નમત કરવા માગું છું.”

આ એક સ્વપ્ન નથી સત્ય છે.સત્યને પ્રકાશમા આવતા વર્ષો નિકળી જાય પણ એ જ્યારે ખુલે છે ત્યારે મેઘધનુષ્ય માફક ખીલેછે.સ્ત્રીમાં છુપાયેલી શક્તિ ગ્રંથો પુરતીજ ના રહે બહાર આવે.વાસ્તવિકતામાં પરિણમે. લાખો, હજારો વર્ષોથી..”પુરુષપ્રાધાન્ય” બનેલુ વિશ્વ બદલાય !  એક નવું પ્રભાત ખીલે,  એક નવાયુગનો પ્રારંભ થાય અને સારું એ વિશ્વ…”સ્ત્રીપ્રાધાન્ય” બને. હા ખાત્રી છે, વિશ્વાસ છે એ જરૂર બનશે.સ્ત્રી પ્રાધાન્ય બનશે. જરૂર યુદ્ધના ધોરણો બદલાશે, હિંસા હટશે, સ્ત્રી શાંતીનું પ્રતિક છે, શાંતીનું સામરાજ્યનો ઉદભવશે. એક નવાયુગનું નિર્માણ થશે.આકાશમાં ઉડતા હશે માત્ર શાંતીના દૂતો..માત્ર શાંતીના વિહંગો..

આપના અમૂલ્ય પ્રતિભાવની અપેક્ષા..( સ્ત્રી વાંચકનો શું પ્રતિભાવ છે????)

*નોંધ:”ચેતનાની પળે:માંથી
-કાન્તિભટ્ટ્

સપ્ટેમ્બર 27, 2010 Posted by | સ્વરચિત રચના | 8 ટિપ્પણીઓ

   

%d bloggers like this: