"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“આ મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે.”

એકજ   જવાબ  દે   મારો એકજ સવાલ છે,
આ   મારા   પ્રેમ   વિશે તારો શું ખ્યાલ છે.

વર્તમાનમાંથી   નીકળી   ભાવિ  તરફ જવું ,
બાકી  કશી  જીવનની   ગતિ છે ન ચાલ છે.

આ   આજના   ભરોસે   મને માન આપના,
કોને   ખબર  કે  શું  મારી આગામી કાલ છે.

પુરા  કરો  વચન  જે   દીધા  આજકાલના,
મારી   ય   જિંદગાની   હવે  આજકાલ છે.

બસ એક નજર સચેત-તો વૈભવ બધા મળે,
બસ એક   નજર ચૂકો તો બધું પાયમાલ છે.

એવા  કોઈ વિરાટની સંગત મળે  તો વાહ,
જે   પોતે દીન હોવા છતાં  પણ દયાલ છે.

-મરીઝ

**************************

“કાળને મારી ચિઠ્ઠી મળતી નથી,
કેવો અંધાર છે જામ્યો છે  અહીં.
જાવું છે  પેલેપાર, થાક્યો છું,
કેમ કોઈ લેવા મને આવતું નથી?”

-DEEP

સપ્ટેમ્બર 20, 2010 Posted by | ગમતી ગઝલ | 1 ટીકા

   

%d bloggers like this: