"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અવળવાણી..મૃગજળને ચાખી જોયું તો મધ કરતાં પણ મીઠું!

 

કોયલ  મૂંગી  આંબો   ટહુકે    અચરજ એવું દીઠું,
મૃગજળને ચાખી જોયું  તો  મધ કરતાં પણ મીઠું!

ખાબોચિયું દરિયો થૈ ઘૂઘવે, દરિયો થૈ જાય રેતી,
મધરાતે   જળ    જંપે  ત્યારે વાવ હોકારા દેતી!

સૂરજ   વરસે શીળી  ચાંદની, ચાંદો અગનઝાળ,
‘સીતા-રામ’ની   રટણા  મૂકી પોપટ બોલે ગાળ!

ફૂલ   આકરું   ડંખી  જાય ને કાંટા  મલમ લગાવે,
કાગ   રૂપાળા પીછાં   ખોસી   નિજને મોર કહાવે!

નાનું  અમથું  ચાંદરણું  ખાય સૂરજ સામે ખોંખરા,
શિયાળવું  પણ  સિંહની   સામે કરતું હવે લવારાં!

‘સમય  સમય બલવાન  નહિ  પુરુષ બલવાન’!
હમણાં   સુધી  હતું  સાંભળ્યું   અમે અમારે કાન!

-લાલજી કાનપરિયા

Advertisements

સપ્ટેમ્બર 13, 2010 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

  1. ગમતાનો ગુલાલ કરી રસ તરબોળ કરાવો છો એના માટે આભાર.

    ટિપ્પણી by Rajul | સપ્ટેમ્બર 14, 2010

  2. મસ્ત મજાનું ગીત !! શ્રી કાનપરિયાની રચનાઓમાં પ્રાદેશિક શબ્દોની મજા કોઈ ઑર જ હોય છે. સંગ્રહ દ્વારા સૌને વહેંચવા બદલ આભાર.

    ટિપ્પણી by jjkishor | સપ્ટેમ્બર 14, 2010

  3. સમય સમય બળવાન નહિ મનુષ્ય બળવાન
    અમે આજ સાંભળ્યુ સગે કાનો કાન
    સાચુ પણ મનાતુ નથી
    ઇન્દુ

    ટિપ્પણી by Indu SHAH | સપ્ટેમ્બર 15, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s